[New Update] Vrudh Pension Yojana Gujarat | વૃદ્ધ પેન્શન યોજના 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Vrudh Sahay Yojana | Vrudh Pension Yojana Gujarat List | સિનિયર સિટીઝન પેન્શન યોજના | નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના | Vrudh Sahay Yojana | Old Age Pension Gujarat

જાણવા જેવુ. મિત્રો, ગુજરાત સરકાર દ્વારા નિરાધાર વૃદ્ધો, મહિલાઓ અને બાળકોના ના કલ્યાણ માટે વિવિધ યોજનાઓ અમલીકૃત કરેલ છે. જેમાં ગુજરાત રાજ્યમાં વસતા વૃદ્ધજનો માટે વિવિધ યોજનાઓ જેવી કે શ્રવણ તિર્થ દર્શન યોજના, અટલ પેન્શન યોજના, મફત રાસન યોજના અમલમાં છે. તેમાંની એક યોજના વૃદ્ધ પેન્શન યોજના Vrudh Pension Yojana Gujarat વિશે આપણે સંપુર્ણ માહિત મેળવીશું. મિત્રો, આ આર્ટિકલમાં આજે આપણે વૃદ્ધ પેન્શન યોજના  હેઠળ ઓનલાઈન અરજી ક્યાંથી કરી શકાય? લાભાર્થીના પાત્રતાના ધોરણો શું છે?, તેમાં ક્યા ડોક્યુમેન્ટની જરૂર પડશે? તેમાં ઉંમર પ્રમાણે કેટલી સહાય મળવાપાત્ર છે? તેની આપણે વિગતે માહિતી મેળવીશુ.તો ચાલો કંઈક નવુ જાણીએ.

Vrudh Pension Yojana Gujarat

Contents hide

Bullet Point of Vrudh Pension Yojana Gujarat

વૃદ્ધ પેન્શન સહાય યોજનાનું નામ નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના /ADS યોજના
ઉંમર મર્યાદા 60 વર્ષ કે તેથી વધુ
મળતી સહાય 60 વર્ષ કે થી ૭૯ વર્ષ સુધી ₹ 1000 માસિક પેન્શન.

80 વર્ષથી વધુ ઉંમર ₹ 1250 માસિક પેન્શન

અરજી ફોર્મ ક્યાંથી મળે? તાલુકાની મામલતદાર કચેરી તથા જિલ્લાની કલેકટર કચેરી
અરજીની પ્રક્રિયા ઓનલાઈન મામતદાર કચેરી દ્વારા અથવા ગ્રામ પંચાયતના VCE મારફતે.
અરજી મંજૂર કરનાર અધિકારી મામલતદારશ્રી
Official Website www.digitalgujarat.gov.in

નિરાધાર વૃદ્ધ સહાય યોજનાનો ઉદ્દેશ

સમાજમાં નિરાધાર વૃદ્ધો સન્માન સાથે જીવી શકે અને પોતાની જરૂરિયાતો માટે કોઈના સામે હાથ લાંબો ના કરવો પડે તે માટે ગુજરાત સરકાર દ્વારા નિરાધાર વૃદ્ધ સહાય યોજનાના નામે વૃદ્ધો માટે વૃદ્ધ પેન્શન યોજના શરૂ કરવામાં આવી છે. Vrudh Pension Yojana Gujarat  હેઠળ લાભાર્થીને  આજીવન દર મહિને ₹1000 થી ₹1250 સુધીની સહાય ચુકવામાં આવે છે.

Vrudh Pension Yojana માટે લાભાર્થીની પાત્રતા

Vrudh Pension Yojana Gujarat હેઠળ સમાજ સુરક્ષા વિભાગ દ્વારા વ્યક્તિની પાત્રતાના ધોરણો/નિતિ- નિયમો નક્કી કરવામાં આવ્યા છે. જેની વિગતે માહિતી નીચે મુજબ છે.

  • લાભાર્થીની ઉંમર 60 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ અને ગુજરાતમાં ઓછામાં ઓછા 10 વર્ષથી વસવાટ કરેલ હોય.
  • લાભાર્થીને સંતાનમાં 21 વર્ષથી વધુ વયનો  પુત્ર ના હોવો જોઈએ. (સંતાનમાં પુત્રી હોય તો સહાય મળવાપાત્ર છે)
  • જે લાભાર્થીઓ 75% થી વધુ  દિવ્યાંગતાનું પ્રમાણપત્ર ધરાવે છે. અને તેઓની ઉંમર 45 વર્ષથી વધુ હોય તો લાભાર્થીને સહાય મળવાપાત્ર છે.
  • દંપતિના કિસ્સામાં જો બંને દંપતિની ઉંમર 60 વર્ષથી વધુ હોય તો પતિ અને પત્નિ બંનેને વૃદ્ધ પેન્શન મળવાપાત્ર છે.

વૃદ્ધ સહાય યોજના નવા સુધારા

સમાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા તા.07/12/2023 ના રોજથી વૃદ્ધ સહાય યોજનામાં નીચે મુજબના સુધારા કરેલ છે. જેનાથી અરજદારને 21 વર્ષથી વધુ વયનો પુુુુત્ર કે પૌત્ર હોય તો નીચેના કિસ્સાઓમાં સહાય મળવાપાત થશે.

  • જે અરજદારને 21 વર્ષથી વધુ વયનો પુુુુત્ર કે પૌત્ર હયાત હોય અને તે શારિરીક રીતે દિવ્યાંગ હોય અથવા માનસિક અસ્થિત્રતા ધરાવતો અને કમાવવા માટે અશક્ત હોય તેવા નિરાધાર Vrudh Pension Yojana Gujarat હેઠળ સહાય મળવાપાત્ર થશે.
  • જે અરજદારને 21 વર્ષથી વધુ વયનો પુુુુત્ર કે પૌત્ર હયાત હોય અને તે કેન્સર, કે ટી.બીની બિમારી હોય તથા કમાવવા માટ અશક્ત હોય તેવા નિરાધાર વૃદ્ધોને આ યોજના હેઠળ સહાય મળવાપાત્ર થશે.

BPL અરજદારો માટે તાજેતરમાં થયેલ સુધારા

  • ગ્રામ્ય વિસ્તારના અરજદાર હોય અને ગરીબી રેખા હેઠળ B.P.L ની યાદીમાં 0 થી 20 ના સ્કોરમાં સમાવેશ થયેલ હોય તેવા અરજદારને Vrudh Pension Yojana Gujarat હેઠળસહાય મળવાપાત્ર થશે.
  • શહેરી વિસ્તારના અરજદાર માટે કેન્દ્ર સરકારના અર્બન હાઉસિંંગઅને પોર્વટી એલીવેશન વિભાગના ગરીબી નિવારણ કાર્યક્રમ માટે જે યાદી તૈયાર કરવામાં આવે છે તેમાં સામાવેશ થયેલ લાભાર્થીને આ યોજના હેઠળ સહાય મળવાપાત્ર થશે.

Vrudh Pension Yojana Gujarat માટે અરજી ક્યાં કરવી?

  • ગ્રામ્ય વિસ્તારના અરજદાર માટે ગ્રામ પંચાયતના E-Gram સેન્ટરના VCE દ્વારા Digital Gujarat Portal પર ઓનલાઈન કરવાની રહે છે.
  • શહેરી વિસ્તારના લાભાર્થીઓ માટે પોતાના તાલુકાની મામતદારશ્રીની કચેરી ખાતે રૂબરૂ જઈને જનસેવા મારફતે ફોર્મ અને ડોક્યુમેન્ટ જમા કરાવી સહાયનો લાભ મેળવી શકે છે.
Vrudh Pension Yojana Gujarat Digital Gujarat
Image Credit Government Website (www.digitalgujarati.gov.in)

Old Age Pension Gujarat Document List

Vrudh Pension Yojana Gujarat હેઠળ મામલતદાશ્રીની ઓફિસે અરજી આપતા પહેલા નીચે મુજબના ડોક્યુમેન્ટસાથે આપવાના રહેશે.

  • જન્મ પ્રમાણપત્ર/શાળા છોડ્યાનું પ્રમાણપત્ર/મેડીકલ ઓફિસર દ્વારા આપવામાં આવેલ ઉંમરના પ્રમાણપત્ર પૈકી કોઈ પણ એકની નકલ
  • અરજદારને 21 વર્ષનો પુત્ર ના હોવાનું પ્રમાણપત્ર. જો પુત્રની ઉંમર 21 વર્ષની વર્ષની હોય અને ગંભીર બિમારી હોય તથા કમાઈ ના શકતો હોય તેવા કિસ્સામાં પણ સહાય મળવાપાત્ર છે.  (મામલતદાર કચેરી મારફતે નિકળી શકશે.)
  • આવકના દાખલાની નકલ
  • અરજદારનું આધારકાર્ડની નકલ
  • બેંક પાસબુકની નકલ
  • રેશન કાર્ડ/લાઈટબીલ/ચૂંટણી કાર્ડની નકલ (કોઈપણ એક)
  • અરજદારનો ફોટો
  • દિવ્યાંગ અરજદારના કિસ્સામાં દિવ્યાંગતાનું સિવિલ સર્જનનું પ્રમાણપત્ર જરૂરી છે.

Vrudh Sahay Yojana આવક મર્યાદા

  • ગ્રામ્ય વિસ્તારના અરજદારો માટે ₹.1,20,000/- થી વધુ ન હોવી જોઈએ.
  • શહેરી વિસ્તારના અરજદારો માટે ₹. 1,50,000/- થી વધુ ન હોવી જોઈએ.

આ પણ જાણો:-

વિધવા સહાય (ગંંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના)

પાલક માતા પિતા યોજના.

અરજી કોણ મંજૂર કરશે?

ગ્રામ્ય વિસ્તારના અરજદારોએ VCE મારફતે કરેલ અરજી તથા શહેરી વિસ્તારના અરજદારોએ મામલદારશ્રીની કચેરી દ્વારા કરેલ ઓનલાઈન અરજી સંબંધિત તાલુકાના મામતદારશ્રી દ્વારા મંજૂર કરવામાં આવે છે. ઓનલાઈન અરજી સાથે જોડેલ ડોક્યુમેન્ટની ચકાસણી કરીને અરજી મંજૂર કર્યા બાદ સહાય મંજૂરીનો હૂકમ લાભાર્થી અરજદારને આપવામાં આવે છે. જે આજીવન સાચવી રાખવાનો હોય છે.

અરજી ના મંજૂર થાય તો શું કરવુ?

અરજદારની અરજી મામલતદારશ્રી દ્વારા જરૂરી ચકાસણી કર્યા બાદ પાત્રતા ધોરણો મુજબ સહાય  મંજૂર કરવામાં આવે છે. પરંતું કોઈ કિસ્સામાં અરજદારની સહાય નામંજૂર થાય તો સંબંધિત પ્રાંત અધિકારીશ્રી પાસે દિન-60 માં  અપીલ કરી શકાય છે.

વૃદ્ધ પેન્શન યોજના માં મળવાપાત્ર સહાય.

સરકારશ્રી દ્વારા નિરાધાર વૃદ્ધ સહાય યોજનામાં સહાય આપવા બે કેટેગરીમાં વહેચણી કરી છે.

(1) જે નિરાધાર લાભાર્થીની ઉંમર 60 વર્ષ કે તેથી વધુ  અને 79 વર્ષથી ઓછી હોય તેઓને દર મહિને ₹. 1,000/- સહાય મળવાપાત્ર છે.

(2) જે નિરાધાર લાભાર્થીની ઉંમર 80 વર્ષથી વધુ હોય તેઓને દર મહિને ₹.1,250/– સહાય મળવાપાત્ર છે.

વધુ જાણોઃ- 

વહાલી દીકરી યોજના ત્રણ હપ્તામાંં  ₹ 1,10,000/- સહાય

PM Kishan Yojana  ખેડૂત સહાય યોજના ₹ 6000 માટે રજીસ્ટ્રેેેેશન 

વૃદ્ધ પેન્શન ક્યારે બંધ થાય?

લાભાર્થીએ આજીવન નિરાધાર વૃદ્ધ સહાય મળી રહે તે માટે નિચે મુજબની સુચનાઓનું પાલન કરવાનું રહેશે.

  • વૃદ્ધ પેન્શન યોજનાના લાભાર્થીનું અવસાન થયેથી સહાય બંધ થાય છે.
  • લાભાર્થી સહાય મેળવતા હોય અને દીકરાની ઉંમર 21 વર્ષની થાય તો સહાય બંધ થાય છે.
  • સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવેલ વાર્ષિક ખરાઈ ના થાય તો પણ સહાય બંધ થઈ શકે છે.
  • સહાય મેળવવા માટે કોઈપણ ખોટી માહિતી દર્શાવી હોય તો સહાય બંધ કરવાપાત્ર છે.

Important Links of Vrudh Pension Yojana Gujarat

Official Website

 Click Here

વૃદ્ધ સહાય યોજના ફોર્મ

Click Here

Vrudh Pension Yojana New GR Download

 Click Here

Home Page

 Click Here

Conclusion

આ યોજના નિરાધાર વૃદ્ધોને સમાજમાં સન્માનભેર જીવન  વ્યતિત કરવા માટે અગત્યની યોજના છે. આ યોજનામાં લાભાર્થીની સહાય રેગ્યુલર ચાલુ રહે તે માટે સરકાર દ્વારા નક્કિ કરે તે રીતે વાર્ષિક હયાતીની ખરાઈ કરી લેવી જરૂરી છે. આ લેખમાં Vrudh Pension Yojana Gujarat  વિશે માહિતી પુરી પાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આપને  વૃદ્ધ પેન્શન યોજનાની સહાય  બાબતે  કોઈ પ્રશ્ન હોય તો નીચે આપેલ વિગતો પર સંપર્ક કરવા વિનંતી. આપના પ્રશ્નનું નિરાકરણ અર્થે માર્ગદર્શન આપીશુ અથવા આપના જિલ્લાના સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી કે તાલુકાની મામલતદારશ્રીની કચેરી ખાતે મુલાકાત કરવા સુચન છે.

FAQ

(1) વૃદ્ધ પેન્શન યોજના હેઠળ કેટલી સહાય મળે છે?

સહાય મંજૂર થયેથી ઉંમર 60 વર્ષ કે તેથી વધુ  અને 79 વર્ષથી ઓછી હોય તેઓને દર મહિને ₹. 1,000/- અને 80 વર્ષથી વધુ હોય તેઓને દર મહિને ₹.1,250/- સહાય મળવાપાત્ર છે

(2) આ યોજના હેઠળ કોઈ સંજોગોમાં સહાય બંધ થાય તો શુ કરવુ?

Vrudh Pension Yojana Gujarat હેઠળ જો કોઈ સંજોગોમાં સહાય બંધ થાય તો જિલ્લાની સમાજ સુરક્ષા કચેરી અથવા મામલતદારશ્રીની કચેરી ખાતે સંપર્ક કરવાનો રહેશે.

(3) નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના હેઠળ સહાય માટે આવક મર્યાદા કેટલી છે?

ગ્રામ્ય વિસ્તારના અરજદારો માટે ₹.1,20,000/- અને શહેરી વિસ્તારના અરજદારો માટે ₹. 1,50,000/- થી વધુ ન હોવી જોઈએ

(4) Vrudh Pension Yojana Gujarat હેઠળ સહાય કોણ મંજૂર કરે છે?

નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના હેઠળની સહાય તાલુકા મામલતદારશ્રી મંજૂર કરે છે.

(5) સિનિયર સટિજન પેેેેન્શન યોજના એટલે કે વૃદ્ધ સહાય યોજનાનું ફોર્મ ક્યાંથી મળે?

વૃદ્ધ સહાય યોજનાનું ફોર્મ તાલુકા મામલતદારશ્રીની કચેરી કે ગામ પંંચાયતના VCE પાસેથી મળી રહેશે.

2 thoughts on “[New Update] Vrudh Pension Yojana Gujarat | વૃદ્ધ પેન્શન યોજના 2024”

Leave a comment