Kisan Drone Yojana Gujarat 2024 | ડ્રોનથી દવા છંટકાવ સહાય યોજના

Drone Yojana | Kisan Drone Yojana | Ikhedut Kisan Drone Yojana Apply Online

Kisan Drone Yojana Gujarat : સરકાર દ્વારા ખેડૂતના કલ્યાણ તથા આર્થિક પરિસ્થિતિ સુધારવા માટે આઈ ખેડૂત પોર્ટલ દ્વારા વિવિધ લાભકારી યોજનાઓ અમલમાં મુકેલી છે. ખેડૂતને પોતાના મુલ્યવાન પાકને વિવિધ ઋતુમાં થતી જીવાતથી બચાવવા માટે દવાનો છંટકાવ કરવો જરૂરી બને છે. આ દવાનો છંટકાવ એવી રીતે કરવાનો હોય છે જેથી પાક તથા ખેડૂતના સ્વાસ્યને  નુકશાન ના થાય. જેથી સરકાર દ્વારા ડ્રોનથી દવા છંટકાવ સહાય યોજના અમલમાં મુકવામાં આવી છે. જેના ખેડૂૂતને ખેત પેેેદાશમાં પણ આર્થિક બચત થશે.  મિત્રો, આજના અર્ટિકલ Ikhdut Kisan Drone Yojana માં ડ્રોનથી દવા છંટકાવ માટે કેટલી સહાય મળશે? અને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? તેની વિગતે માહિતી મેળવીશુ.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Kisan Drone Yojana Gujarat 2024

Contents hide

Bullet Point of Kisan Drone Yojana Gujarat

યોજનાનું નામ ડ્રોનથી દવા છંટકાવ સહાય યોજના
યોજનાનો હેતું ખેડૂતના સ્વાસ્ય, જમીની જાણવણી તથા દવા છંટકાવ માટ આર્થિક સહાય
મળવાપાત્ર સહાય ખેડૂતને ડ્રોનથી ખેતરમાં દવા છાંટવા માટે પ્રતિ એકરે, કુલ ખર્ચના 90% અથવા ₹ 500 પ્રતિ છંટકાવે સહાય મળશે.
લાભાર્થીની પાત્રતા ગુજરાતના તમામ ખેડૂત
ઓનલાઈ અરજી ક્યાં કરવી? Ikhedut Portal પર
અરજી કરવાનો સમયગાળો તા.03/07/2024 થી તા.28/02/2025
ઓફિસિયલ વેબસાઈટ ikhedut.gujarat.gov.in

ડ્રોનથી દવા છંટકાવ સહાય યોજના વિશે જાણો.

ખેડૂતે મહા મહેનતે તૈયાર કરેલા પાકને જીવજંતુઓ, કીટકો તથા પાકના પાંદડા ખાઈ જતી ઈયળોથી બચાવવા માટે દવા છાંટવામાં આવે છે. આ દવા એવી રીતે છાંટવામાં આવે છે કે જેથી જમીનને અંદર ઉતરીને જમીન તથા મનુષ્યને નુકશાન ના કરે. જેથી દવા છાંટવા માટે ડ્રોનનો ઉપયોગ લેવામાં આવે છે. જેથી સરળતાથી દવાનો છંટકાવ થઈ જાય અને પાકની ગુણવત્તા પણ સુધરે છે. ખેડૂતને ડ્રોન દ્વારા દવાના છંટકાવ માટે પ્રતિ એકરે, પ્રતિ છંટકાવે કુલ ખર્ચના 90% અથવા ₹ 500 સહાય આપવામાં આવે છે. જેનાથી ખેડૂતને પાકના ઉત્પાદન મુલ્યમાં ધટાડો થશે અને ખેડુુુુતને આર્થિક બચત પણ થશે.

Ikhdut Kisan Drone Yojana નો લાભ કોને મળશે?

ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરવો ઘણો જ સલામતી ભરેલ છે. જેનાથી દવા જમીનમાં ઉતરતી નથી અને અને ઓછા ખર્ચે સારૂ એવું ઉત્પાદન મેળવી શકાય છે. આ યોજનાનો લાભ નીચે મુજબની પાત્રતા ધરાવતા ખેડૂતને મળશે.

  • ગુજરાત રાજ્યતા તમામ ખેડૂતને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.
  • આ યોજના હેઠળ નાના, સિમાંત તથા મહિલા ખેડૂતને લાભ મળવાપાત્ર થશે.
  • અરજદાર ખેડૂતને પોતાની જમીન હોવી જોઈએ.
  • ખેડૂતને ખતાદીઠ દરેક નાણાકીય વર્ષમાં કુલ પાંચ એકર જમીનમાં, વધુમાં પાંચ છંટકાવની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે.

ડ્રોનથી દવા છંટકાવ સહાય યોજના હેઠળ મળવાપાત્ર સહાય

ખેડૂતને પોતાના ખેતરમાં તૈયાર પાકને જીવાતથી બચાવવા માટે Kisan Drone Yojana Gujarat હેઠળ આર્થિક સહાય આપવામાં આવે છે. જેની વિગતે માહિતી નીચે મુજબ છે.

  • ખેડૂતને દરેક નાણાકીય વર્ષમાં વધુમાં વધુ પાંચ એકર તથા પાંચ છંટકાવની મર્યાદમાં સહાય ચુકવવામાં આવશે.
  • ખેડૂતને પોતાના ખર્ચમાં ડ્રોનથી છંટકાવ માટે પ્રતિ એકર અને પ્રતિ છંટકાવે કુલ ખર્ચના 90% અથવા ₹ 500 બંનેમાંથી જે ઓછુ હોય તે સહાય મળવાપાત્ર થશે.

Kisan Drone Yojana Gujarat નો લાભ લેવા જરૂરી ડોક્યુમેન્ટ.

ડ્રોનથી દવા છંટકાવ સહાય યોજના Kisan Drone Yojana Gujarat નો લાભ લેવા માટે અરજદાર ખેડૂત દ્વારા ikhedut Portal પર ઓનલાઈન અરજી કરવાની હોય છે. ઓનલાઈન ફોર્મ ભરવાનું તા.03/07/2024 થી શરૂ થઈ ગયુ છે. ઓનલાઈન અરજી કરવા માટે ખેડૂતને નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર પડશે.

  • અરજદાર ખેડૂતના આધારકાર્ડની નકલ
  • જાતિ પ્રમાણપત્ર
  • ખેડૂતની જમીનના 7/12 તથા 8-અની નકલ
  • સરનામાના પુરાવા તરીખે રેશનકાર્ડ, ચુંટણી કાર્ડની નકલ
  • લાભાર્થી ખેડૂત જો દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા બાબતેની સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર.
  • ખેડૂત કોઈ દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની વિગત.( જો લાગુ પડતું હોય તો)
  • બેંક ખાતાની વિગત
  • ખેડૂતને સંયુક્ત ખાતેદાર હોય તો અન્ય ખાતેદાર ખેડૂતનું સંમતિ પત્ર.
  • જો ખેડૂત પર્વતિય વિસ્તાર કે જંગલ વિસ્તારમાં રહેતા હોય તો ખેડૂતને વન અધિકાર પત્ર (લાગુ પડતું હોય તો)
  • અરજદાર ખેડૂત કોઈ સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગત.( જો લાગુ પડતું હોય તો)
  • ખેડૂતનો મોબાઈલ નંબર

Kisan Drone Yojana Gujarat Apply Online  | ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

ડ્રોન સહાય (કૃષિ વિમાન) યોજનાનો લાભ લેવા માટે અરજદાર ખેડૂતે સરકારના કૃષિ સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા અમલમાં બનાવેલ i-Khedut Portal પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન કેવી રીતે કરવી તેની સ્ટેપ બાય સ્ટેપની માહિતી નીચે મુજબની છે.

  • સૌ પ્રથમ અરજદારે ગુગલ પર ઓનલાઈન gujarat.gov.in ટાઈપ કરીને સરકારની ઓફિસિયલ વેબસાઈટ ખોલવાની રહેશે.
  • ત્યાર બાદ ઓપન થયેલ હોમ પેજમાં ‘‘યોજનાઓ’’ લખેલ મેનું પર ક્લિક કરવાનું રહેશે.
  • જેથી નવા પેજમાં ખેડૂતને લગતી યોજનાની વિગતો ખુલશે. જેમાંથી ‘‘ખેતીવાડીની યોજનાઓ’’ પર ટીક કરવાનું રહેશે.
  • હવે ખેતીવાડીની યોજનાઓ જે હાલમાં ફોર્મ ભરવાનું ચાલુ છે તેનું લીસ્ટ ઓપન થશે.
  • આ લીસ્ટમાંથી ‘‘ડ્રોનથી છંટકાવ ’’ યોજના પસંદ કરવાની રહેશે.
Kisan Drone Yojana Gujarat
Image Credit Government Official Website (ikhedut.gujarat.gov.in)
  • ત્યાર બાદ નીચે દર્શાવ્યા મુજબની ઇમેજ ખુલશે.
  • જેમાં ડ્રોનથી દવા છંટકાવ સહાય યોજના વિશે વિગતે માહિતી આપવામાં આવેલ હશે.
  • આ વિગતો વાંચીને ‘‘અરજી કરો’’ પર ક્લિક કરવાનું રહેશે, જેથી આગળ એક નવા પેજમાં ઓનલાઈન અરજીફોર્મ ખુલશે.
Kisan Drone Yojana Gujarat 2024
Image Credit Government Official Website (ikhedut.gujarat.gov.in)
  • અરજીફોર્મમાં દર્શાવેલ તમામ માહિતી ભરવાની તથા માંગ્યા મુજબના તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
  • માહિતી ભરાઈ ગયા પછી તમામ વિગતોની ચકાસણી કરીને અરજી સેવ કરવા માટ ‘‘અરજી સેવ કરો’’ બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે આગળના પેજમાં ઓનલાઈન કરેલ અરજીની બધી વિગતો ચકાસીને અરજીને Confirm કરવાની રહેશે. જેથી આપને ઓનલાઈન Application Number આપવમાં આવશે.
  • આ Application Number થી ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ આઉટ કાઢી લેવાનો રહેશે.

આમ, સરળતાથી આપ ઓનલાઈન અરજી કરી શકશો. ઓનલાઈન સહાય મંજૂર થયેથી યોજનનો લાભ મળવાપાત્ર થશે.

વધુ જાણો:-

માનવ કલ્યાણ યોજના 2024 ફોર્મ, ડોક્યુમેન્ટ, ટુુલકીટની વિગત

મફત સિલાઈ મશીન યોજના 2024 હેઠળ મળશે સિલાઈ મશીન.

અરજી ક્યા બાદની પ્રોસેસ

ઓનલાઈન અરજી કર્યા બાદ આપની અરજી અન્વયે જરૂરી ચકાસણી થયા બાદ તાલુકા અમલીકરણ અધીકારીશ્રી દ્વારા આ યોજનાની સહાય માટે પુર્વ મંજૂરી આપવામાં આવશે.

  • Kisan Drone Yojana Gujarat હેઠળ અરજી મંજૂર થયેથી આપને મોબાઈલમાં SMS કે અન્ય ટપાલ માધ્યમથી આપને જાણ કરવામાં આવશે.
  • અરજી મંજૂર થયેથી આપ ખેતરમાં ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરવાની યોજનાનો લાભ મેળવી શકશો.
  • ત્યાર બાદ ઓનલાઈન અરજીની પ્રિન્ટ સાથે તમામ ડોક્યુમેન્ટ જોડીને ખેતીવાડી અધિકારીશ્રીની કચેરી, જિલ્લા પંચાયત ખાતે જમા કરાવાવના રહેશે.
  • પછી આપને ડ્રોનથી દવા છંટકાવ સહાય યોજના હેઠળ મળનાર સહાય આપના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.

ડ્રોનથી દવા છંટકાવ સહાય યોજનાનું સ્ટે્ટસ | Ikhdut Portal Status

Kisan Drone Yojana Gujarat હેઠળ ઓનલાઈન અરજી  કર્યા બાદ આપ પોતાની અરજીનું સમયાંતરે શું સ્ટેટ્સ છે તે પણ ચેક કરી શકશો. તે માટે ઓફિસિયલ વેબસાઈટના હોમ મેનું પર ‘‘અરજીનું સ્ટેટ્સ તપાસવા અહિં ક્લિક કરો’’ બટન પર ક્લિક કરવાનું રહેશે. જેમાંથી અન્ય યોજના પસંદ કરીને, Application Number નાંખી, મોબાઈલ નંબર નાંખવાથી અરજીનું સ્ટે્ટસ જાણી શકશો.

જાણવા જેવું:- 

પશુુપાલનને લગતી યોજનાની તમામ માહિતી જાણો.  

પ્રધાનમંત્રી કિસાન યોજના નવી અપડેટ

Important Links of Kisan Drone Yojana Gujarat

ઓનલાઈન અરજી કરવા માટે

Click Here

અરજીના સ્ટેટ્સન ચકાસણી માટે

Click Here

Home Page

Click Here

Conclusion

ખેડૂતને પોતાના પાકમાં ડ્રોન દ્વારા દવાના છંટકાવથી ટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને પોતાની તથા જમીની જાળવણી કરી શકે છે. જેનાથી ખેત ઉત્પાદન વધવાની સાથે ખર્ચમાં પણ બચત થાય છે. આ યોજના દ્વારા ખેડૂતને પ્રતિ એકરે કુલ ખર્ચના 90% ટકા અથવા ₹ 500 પ્રતિ છંંટકાવ બંનેમાંથી જે ઓછુુ હોય તે  સહાય આપવામાં આવે છે. મિત્રો, આજના આર્ટિકલ Kisan Drone Yojana Gujarat થી મળવાપાત્ર સહાય અને ઓનલાઈન અરજી માટે વિગતે માહિતી આપવાનો પ્રયત્ન કરેલ છે. આપને સહાય બાબતે કોઈ સમસ્યા હોય તો આપના જિલ્લાના ‘‘ખેતીવાડી અધિકારીશ્રીની કચેરી’’ જિલ્લા પંચાયત ખાતે સંપર્ક કરવા સુચન છે.

FAQ વારંવાર પુુુુુછાતા પ્રશ્નો.

(1) Kisan Drone Yojana Gujarat નો લાભ લેવા અરજી કરવા માટેની છેલ્લી તારીખ કઈ છે?

આ યોજનાનો લાભ લેવા  માટે છેલ્લી તારીખ 28/02/2025 છે.

(2) ડ્રોનથી દવા છંટકાવ સહાય યોજના હેઠળ અરજી ક્યાં કરવાની રહે?

Kisan Drone Yojana Gujarat હેઠળ અરજી કરવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર સમયમર્યાદામાં અરજી કરવાની રહેશે.

(૩) Kisan Drone Yojana Gujarat હેઠ સબસિડી કે સહાય ક્યારે મળશેે?

ખેડૂૂૂૂત દ્વારા ઓનલાઈન અરજી ક્યા બાદ તથા અરજી મંજૂૂૂૂૂરીની જાણ થયા બાદ જ આ યોજના હેઠળ સહાય મળવાપાત્ર થશે.

(4) આ યોજના હેઠળ કેટલી સહાય મળવાપાત્ર થશે?

ડ્રોનથી દવા છંટકાવ સહાય યોજના હેઠળ ખેડૂતને ડ્રોનથી ખેતરમાં દવા છાંટવા માટે પ્રતિ એકરે, કુલ ખર્ચના 90% અથવા ₹ 500 પ્રતિ છંટકાવે સહાય મળશે.

Leave a comment