મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના 2024 | Mukhyamantri Gaumata Poshan Yojana 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Mukhyamantri Gau Mata Poshan Yojana | Mukhyamantri Gaumata Poshan Yojana Gujarat | Gaumata Poshan Yojana | Gau Mata Poshan Yojana

Mukhyamantri Gaumata Poshan Yojana 2024 : ગુજરાતમાં ગૌધનને રક્ષા તથા પોષણ મળે તેવા ઉમદા હેતુંથી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી દ્વારા મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાની શરૂઆત કરેલ છે. હિન્દુ ધર્મમાં ગૌમાતા આગવું સ્થાન ધરાવે છે. ગાયોના નિભાવ અને જાળવણી માટે પ્રોત્સાહન મળે તે માટે સરકાર દ્વારા ગાય દીઠ ₹ 30 પ્રતિદિન નાણાકીય સહાય આપવામાં આવે છે. મિત્રો, આજના આર્ટિકલ Mukhyamantri Gaumata Poshan Yojana 2024 હેઠળ ગૌમાતાના પોષણ અને રક્ષણ માટે સહાય કોને મળશે?ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? વગેરે જેવી વિગતે માહિતી મેળવીશું.

Mukhyamantri Gaumata Poshan Yojana 2024

Contents hide

Bullet Point of Mukhyamantri Gaumata Poshan Yojana 2024

યોજનાનું નામ મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના 2024
યોજનાનો ઉદ્દેશ ગાય તથા ભેંસ વર્ગના પશુઓની સારસંભાળ તથા પોષણ માટે આર્થિક  સહાય પુરી પાડવી.
લાભાર્થીની પાત્રતા આ યોજના હેઠળ ગાય તથા ભેંસ રાખતી ગૌશાળા કે પાંજરાપોળને સહાય આપવામાં આવશે.
મળવાપાત્ર સહાય સંસ્થા ખાતે રાખવામાં આવતા પશુ દીઠ પ્રતિ દિન ₹ 30/- સહાય
ઓનલાઈન અરજી ક્યાં કરવી? Ikhedut Portal પર સમયમર્યાદમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.
અરજી કરવાનો સમયગાળો તા.01/01/2024 થી તા.15/01/2024
Official Website ikhedut.gujarat.gov.in

મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના 2024 વિશે જાણો.

હિન્દુ ધર્મમાં ગાયને પવિત્ર પશુધન માનવામાં આવે છે. તેના દુધ, છાણ અને ગૌમૃત્રમાં પણ દિવ્ય અને બિન હાનીકારક તત્વો સંશોધન દ્વારા મળી આવ્યા છે. ગાયને ગૌશાળા કે પાંજરાપોળ જેવી સંસ્થાઓ દ્વારા જાળવણી અને પોષણ મળી રહે તે માટે સરકાર દ્વારા Mukhyamantri Gaumata Poshan Yojana 2024 હેઠળ ગાય કે ભેંસ દીઠ વિશેષ સહાય આપવામાં આવે છે. રસ્તા પર રખડતી અને બીનવારસી ગાયો આ યોજના હેઠળ આરોગ્ય તથા પોષણ માટેની સારી એવી સંભાળ રાખી શકાશે.

મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના 2024 હેઠળ મળનાર લાભ

આ યોજના હેઠળ પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલ પાંજરાપોળ અને ગૌશાળા ખાતે રાખવામાં આવતા ગાય કે ભેંસ વર્ગના પશુઓના પોષણ તથા સુરક્ષા માટે આર્થિક નાણાકીય મદદ કરવામાં આવશે.

 • સંસ્થા ખાતે રાખવામાં આવતા પશુ દીઠ પ્રતિ દિન ₹ 30/- સહાય કરવામાં આવશે.
 • ગૌશાળા કે પાંજરાપોળ જેવી સંસ્થાઓઓને વધુમાં વધુ 3000 પશુઓની સંખ્યાની મર્યાદામાં જ સહાય મળવાપાત્ર થશે.
 • બિમાર અને અશક્ત ગાયોને પાંજરાપોળ ખાતેથી અરોગ્યની સારવાર મળી રહેશે.
 • ગૌશાળા અને પાંજરાપોળને આત્મનિર્મર બને અને ગોબર આધારિત બાયોગેસ પ્લાન્ટ તથા પ્રાકૃતિક ખાતર એકમોની સ્થાપના માટે પ્રોત્સાહન મળશે.

મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના 2024 હેઠળ સહાય કોને મળશે?

 • ગુજરાત રાજ્યમા; પબ્લિક ટ્રસ્ટ હેઠળ નોંધાયેલ ગૌશાળા અને પાંજરાપોળ જેવી સંસ્થાઓને Mukhyamantri Gaumata Poshan Yojana 2024 હેઠળ સહાય આપવામાં આવશે.
 • વ્યક્તિગત ધોરણે રાખતા પશુઓ માટે આ યોજના હેઠળ સહાય મળવાપાત્ર થશે નહી.
 • આ યોજના હેઠળ સહાય ફક્ત ગાય કે ભેંસ વર્ગના પશુઓ માટે જ આપવામાં આવશે, અન્ય કોઈ પશુનો આ યોજના હેઠળ સમાવેશ થશે નહિ.

વધુ જાણો:- 

સનેડો સહાય યોજના 2024 

સૂર્યશક્તિ કિસાન યોજના હેઠળ ખેતરમાં સોલાર પેેનલ લાગાવો.

Mukhyamantri Gau Mata Poshan Yojana માટે જરૂરી ડોક્યુમેન્ટ.

આ યોજના હેઠળ જરૂરી સહાય મેળવવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે.

 • ગૌશાળા કે પાંજરાપોળ સંસ્થાનું મુંબઈ પબ્લિક ટ્રસ્ટ એક્ટ 1950 અથવા ગુજરાત પબ્લિક એક્ટ 2021 હેઠળ નોંધણી થયેલનું પ્રમાણપત્ર.
 • પશુઓને રાખવા માટે પુરાતા પ્રમાણમાં સંસ્થાધન અને જગ્યા બાબતના પુરાવા.
 • સંસ્થાના નામની બેંક ખાતાની વિગતો
 • સરનામાનો પુરાવો
 • સંસ્થાના સંચાલકના આધારકાર્ડની વિગતો
 • સરકાર દ્વારા વધુ ચકાસણી અર્થે અન્ય માંગવામાં આવેલ દસ્તાવેજો રજુ કરવાના રહેશે.

મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના 2024 માટે ઓનલાઈન અરજી પ્રોસેસ

Mukhyamantri Gaumata Poshan Yojana Gujarat હેઠળ ગાય અને ભેંસ વર્ગના પશુઓની સારસંભાળ અને પોષણ માટે પશુ દીઠ પ્રતિદિન ₹ 30/-ની સહાય આપવામાં આવે છે. સહાય મેળવવા માટે સરકાર દ્વારા નિયત કરાયેલ આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની થશે.

ઓક્ટોબર-2023 થી ડિસેમ્બર-2023 ના તબક્કાની સહાય મેળવવા માટે તા.01/01/2024 થી ઓનલાઈન અરજી કરવાની થશે. ઓનલાઈન અરજી કરવા માટેની પ્રોસેસ

 • સૌ પ્રથમ gujarat.gov.in ટાઈપ કરીને આઈ ખેડૂત પોર્ટલની ઓફિસિયલ વેબસાઈટ ઓપન કરવાની રહેશે.
 • ત્યાર બાદ ‘‘યોજનાઓ’’ બટન પર ક્લિક કરીને ‘‘ પશુપાલન માટેની યોજના’ પસંદ કરવાની રહેશે.
Mukhyamantri Gaumata Poshan Yojana
Image Credit Government Official Website (ikhedut.gujarat.gov.in)
 • ત્યાર બાદ આગળ નવા ખુલેલા પેજમાં પશુપાલન યોજનાઓનું લીસ્ટ ખુલશે.
 • જેમાંથી ‘‘મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના’’ પર ટીક કરવાનું રહેશે.
 • ત્યાર બાદ ઓનલાઈન અરજી ફોર્મ ખુલશે. અરજી ફોર્મમાં માંગ્યા મુજબની વિગતો, ભરીને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરીને ઓનલાઈન Application Save કરવાની રહેશે.
 • ત્યાર બાદ ભરેલ અરજીપત્રકની વિગતોની જરૂરી ખરાઈ કરીને Comfirm Application પર ક્લિક કરવાનું રહેશે.
 • જેથી આપને Application Number મળશે અને અરજી નંબર પરથી કરેલ અરજીની પ્રિન્ટ કાઠી લેવાની રહેશે.

મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના 2024 હેઠળ અગત્યના મુદ્દાઓ

 • ઓનલાઈન અરજીની પ્રિન્ટ આઉટ લઈ, જરૂરી ડોક્યુમેન્ટ બીડાણમાં રાખીને અરજી કર્યાની તારીખથી દિન-21 માં નાયબ પશુપાલન નિયામકશ્રીની કચેરી જિલ્લા પંચાયત ખાતે બિનચૂક અરજી જમા કરાવવાની રહેશે.
 • આ યોજના હેઠળ સહાય માટે મંજૂર થયેલ સંસ્થાઓએ અલગથી બેંક એકાઉન્ટ ખોલાવવાનું રહેશે. સરકાર દ્વારા આપવામાં આવતી સહાય અને ખર્ચની વિગતો પ્રમાણપત્રો સહિત સરકાર દ્વારા નિયત થયેલ સમિતિને રજુ કરવાના રહેશે.
 • સંસ્થાઓએ પ્રતિદિન હયાત પશુઓની સંખ્યાની ઓનલાઈન એન્ટ્રી કરવાની રહેશે.
 • સંસ્થામાં પશુઓને ખવડાવાની તથા રહેવાની સ્વચ્છ વ્યવસ્થા હોવી જોઈએ.
 • સંસ્થા ખાતે પશુંને પાણી પીવા માટે હવાડાની વ્યાસ્થા હોવી જરૂરી રહેશે.
 • ગૌશાળા કે પાંજરાપોળ જેવી સંસ્થા ખાતે પશુઓની સારવાર માટેની વ્યાસ્થા હોવી જોઈશે.

જાણવા જેવું:- 

ખેડૂતને મળનાર સહાય વિશે યોજનાઓનું લીસ્ટ જાણો. 

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સબસિડી મેળવો.

Important Links of Mukhyamantri Gaumata Poshan Yojana 2024

ઓનલાઈન અરજી કરવા માટે

Click Here

અરજીના સ્ટેટ્સની ચકાસણી તથા અરજીની પ્રિન્ટ લેવા માટે

Click Here

Home Page

Click Here

Conclusion

સરકાર દ્વારા ગાય અને ભેંસ જેવા પશુઓની જાણવણી તથા પોષણ માટે Mukhyamantri Gaumata Poshan Yojana 2024 અમલમાં મુકેલ છે. આ યોજના હેઠળ પશુની સંભાળ રાખવા પ્રતિદિન ₹ 30/- ની સહાય આપવામાં આવે છે. મિત્રો આ અર્ટિકલમાં  મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના 2024 હેઠળ ઓનલાઈન અરજી તથા સહાય  મેળવવા માટેની પ્રોસેસની વિગતે માહિતી આપવામાં આવી છે. આપને સહાય મેળવવા કોઈ પ્રશ્ન હોય તો આપના જિલ્લાના નાયબ પશુપાલન નિયામકશ્રીની કચેરી , જિલ્લા પંચાયત ખાતે સંપર્ક કરવા સુચન છે.

FAQ

(1) Mukhyamantri Gaumata Poshan Yojana 2024 હેઠળ કેટલી સહાય મળવાપાત્ર થશે.

મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના 2024 હેઠળ પ્રતિ પશુ દીઠ પ્રતિદિન ₹ 30/- ની સહાય આપવામાં આવે છે.

(2) મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના 2024 હેઠળ કોને સહાય મળવાપાત્ર થશે.

આ યોજના હેઠળ મુંબઈ પબ્લિક ટ્રસ્ટ એક્ટ 1950 અથવા ગુજરાત પબ્લિક એક્ટ 2021 હેઠળ નોંધાયેલ ગૌશાળા કે પાંજરાપોળને સહાય મળવાપાત્ર થશે.

(3) આ યોજના હેઠળ જિલ્લા કક્ષાએ કઈ કચેરીનો સંપર્ક કરવાનો રહેશે

Mukhyamantri Gau Mata Poshan Yojana હેઠળ સહાય માટે જિલ્લાના નાયબ પશુપાલન નિયામકશ્રીની કચેરી , જિલ્લા પંચાયત ખાતે સંપર્ક કરવાનો રહેશે.

(4) મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના 2024 હેઠળ ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો કયો છે?

તા.01/01/2024 થી તા.15/01/2024 સુધી Mukhyamantri Gaumata Poshan Yojana 2024 નો લાભ લેવા અરજી કરી શકાશે.

Leave a comment