Palak Mata Pita Yojana 2024 | પાલક માતા પિતા યોજના 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Palak Mata Pita Yojana Gujarat | પાલક માતા પિતા યોજના | પાલક માતા પિતા યોજના ફોર્મ pdf |

Palak Mata Pita Yojana 2024 : ગુજરાત સરકારના નિયામકશ્રી સમાજ સુરક્ષા ગુજરાત સરકાર દ્વારા નિરાધાર બાળકોના કલ્યાણ, વૃદ્ધોના કલ્યાણ માટે નિરાધાર વૃદ્ધ સહાય, દિવ્યાંગોના કલ્યાણ માટે વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે. તેવી જ એક યોજના  અનાથ નિરાધાર બાળકો માટે પાલક માતા પિતા યોજના Palak Mata Pita Yojana અમલમાં મુકવામાં આવેલ છે. પાલક માતા પિતા યોજનાની અરજી  સામાજિક અને ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા સંચાલિત e Samaj Kalyan Portal પર કરવામાં આવે છે.  Palak Mata Pita Yojana માં ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? કોના દ્વારા મંજૂર થાય છે? સહાય સતત ચાલુ રાખવાના નિમયો શું છે? વગેરે જેવી બાબતોની લેટેસ્ટ સુધારાઓ સાથેની વિગતો જાણીશુ. તો આ આર્ટિકલને અંત સુધી વાંચવા વિનંતી છે. Palak Mata Pita Yojana

Contents hide

Bullet Points of palak mata pita yojana

યોજનાનુ નામ  પાલક માતા પિતા યોજના
લાભાર્થીની પાત્રતા જે અનાથ બાળકના માતા-પિતા હયાત નથી તેવા 0 થી 18 વર્ષના તમામ બાળકો.
મળનાર લાભ દર મહિને ₹ 3,000/- ની સહાય
અમલીકરણ કરતી કચેરી સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ
અરજી ક્યાં કરવી esamajkalyan Portal
અરજી મંજૂર કરનાર સમિતી સ્પોન્સરશીપ એન્ડ એપ્રૃવલ સમિતિ (SFCAC) જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની અધ્યક્ષતામાં
અરજી કરવા માટેની વેબસાઈટ esamajkalyan.gujarat.gov.in

પાલક માતા પિતા યોજના શું છે?

સામજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા સંચાલિત Palak Mata Pita Yojana સમાજના નિરાધાર બાળકોને ઘર જેવું વાતાવરણ મળે  અને બાળકનો  સમાજિક બૌદ્ધિક વિકાસ થાય તે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે. આ યોજના હેઠળ અનાથ બાળકોની સંભાળ રાખતા સગાને દર મહિને ₹ 3,000/- ની સહાય આપને આર્થિક મદદ  કરવામાં આવે  છે. આ સહાય દ્વારા  બાળક પોતાનો અભ્યાસ પુરો કરીને આત્મનિર્ભર બને તે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે.

Palak Mata Pita Yojana 2024 લાભાર્થીની પાત્રતા

જે બાળકના માતા-પિતા હયાત નથી, તેવા ગુજરાતમાં વસતા 0 થી 18 વયના તમામ અનાથ બાળકો અથવા બાળકના પિતાનું અવસાન થવાથી માતાએ પુન:લગ્ન કરી લીધા હોય તેવા અનાથ બાળકોની સાર-સંભાળ રાખનાર નજીકના સગાને  પાલક માતા પિતા યોજના  palak mata pita yojana  હેઠળ  દર માસે લાભ મળે છે.

પાલક માતા પિતા યોજનામાં મળનાર સહાય.

Palak Mata Pita Yojana માં 0 થી 18 વયના તમામ અનાથ બાળકોની સંભાળ રાખનાર નજીકના સગાને બાળકની ઉંમર 18  વર્ષની ના થાય ત્યા સુધી દર મહિને ₹ 3,000/- ની સહાય DBT (DIRECT BENIFIT TRANSFAR) થી ચુકવવામાં આવે છે.

અરજી સાથે જોડવાના ડોક્યુમેન્ટ.

નિયામકશ્રી સમાજ સુરક્ષા દ્વારા પાલક માતા-પિતા યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબના ડોકયુમેન્ટ નિયત કરવામાં  આવ્યા છે.

  • બાળકનો જન્મ પ્રમાણપત્ર /શાળા છોડ્યાનું પ્રમાણપત્ર પૈકી કોઈપણ એક.
  • બાળકના માતા પિતાના મરણ પ્રમાણપત્રની પ્રમાણિત કરેલ નકલ સાથે રાખવી.
  • માતાનું પુન:લગ્ન કરેલ નથી તેવું  પ્રમાણપત્ર.
  • બાળકના અને અનાથ બાળકની જવાબદારી જે વ્યક્તિએ ઉપાડી હોય તેવા વ્યક્તિની સંયુક્ત બેંક ખાતાની નકલ.
  • જાતિનો દાખલો. 
  • જો બાળકના પિતા અવસાન પામ્યા હોય અને માતાએ પુન:લગ્ન કરેલ હોય તેવા સંજોગોમાં નીચે દર્શાવેલ કોઈપણ એક પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.
    1. પુન:લગ્ન કરેલ છે. તે અંગેનું સોગંધનામું અથવા
    2. લગ્ન નોંધણી પ્રમાણપત્ર. અથવા
    3. તલાટી કમ મંત્રીનો દાખલો.
  • બાળકના અધારકાર્ડની નકલ.
  • પાલક માતા પિતાના રેશનકાર્ડની પ્રમાણિત નકલ.
  • બાળકના 2 પાસપોર્ટ સાઈઝના ફોટા તથા બાળક અને તેના પાલક માતા પિતા સાથેનો સંયુક્ત ફોટો.
  • આવકનો દાખલો – ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીની ₹ 27,000/- અને શહેરી વિસ્તારના લાભાર્થીની ₹ 36,000/- થી વધુ આવકનો દાખલો – મામલતદારશ્રી કે તાલુકા વિકાસ અધિકારીશ્રીનો માન્ય ગણાશે.
  • બાળક હાલ જે ધોરણમાં અભ્યાસ કરતો હોય તેનું પ્રમાણપત્ર. (શાળામાંથી મળી શકશે.)
  • પાલક માતા/ પિતાના આધાર કાર્ડ પૈકી કોઈપણ એકની નકલ.

Palak Mata Pita Yojana માં સહાય ચાલુ રાખવા નિયમો શરતો.

આ યોજનાના લાભાર્થીને દર મહિને ₹ 3,000/- ની સહાય બાળકના ભરણપોષણ માટે ચુકવવામાં આવે છે. જે બાળકની ઉંમર 18 વર્ષની થાય ત્યા સુધી મળે છે. આ સહાય ચાલુ રાખવા માટે નિચેના  ધારા-ધોરણોનું પાલન કરવાનું રહેશે.

  • 06 વર્ષથી વધુ વયના બાળકોને શાળામાં અભ્યાસ ફરજિયાત કરાવવાનો રહેશે.
  • અનાથ બાળકને 06 વર્ષની  વય સુધી આંગણવાડીમાં ફરજિયાત પ્રવેશ આપવાનો છે.
  • સરકારશ્રી નક્કિ કરે તે રીતે વાર્ષિક હયાતીની ખરાઈ કરવાની રહેશે.
  • અનાથ બાળકની સંભાળરાખનારને બાળકનો અભ્યાસ શાળા કે સંસ્થામાં ચાલુ છે. તે બાબતનું પ્રમાણપત્ર દર વર્ષે રજુ કરવાનું રહેશે.

વધુ જાણોઃ- 

કુંવરબાઈનું મામેરું યોજના ₹ 12,000/-ની સહાય.

સાઈકલ સહાય યોજના 2024 ₹ 1500/- સહાય.

Palak Mata Pita Yojana 2024 આવક મર્યાદા.

પાલક માતા પિતા યોજનાનો લાભ માટે આવકનો દાખલો જરૂરી છે. જેમાં ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીની ₹ 27,000/-  અને શહેરી વિસ્તારના લાભાર્થીની ₹ 36,000/- થી વધુ આવક હોવી જોઈએ.

જાણવા જેવુંઃ- 

આયુષ્યમાન કાર્ડના ફાયદા,હોસ્પીટલનું લીસ્ટ જાણો.

ટ્યુશન સહાય યોજના 2024 વિશે જાણો.

Palak Mata Pita Yojana Online Application

જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી કે જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરી D.C.P.U  ખાતે  પાલક માતા પિતા યોજના   Palak Mata Pita Yojana યોજનાની સહાય માટેના  ઓનલાઈન અરજી માટે સંપર્ક કરવાનો રહેશે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગદ્વારા ઓફીશિયલ e Samaj Kalyan Portal બનાવવામાં આવ્યુ છે. જેના મારફતે ઓનલાઈન અરજી કરી શકાય છે.

દરેક જિલ્લામાં સમાજ સુરક્ષા અધિકારીશ્રીની અધ્યક્ષમાં સ્પોન્સરશીપ એન્ડ એપ્રૃવલ સમિતિ (SFCAC) ની રચના કરવામાં આવે છે. આ સમિતિમાં આવેલ અરજીઓની નિયમોનુસાર ચકાસણી કરવામાં આવે છે. ત્યાર બાદ પાત્રતા ધરાવતા લાભાર્થીને પાલક માતા પિતા યોજના અન્વયે સહાય મંજૂર કરવામાં આવે છે.

e Samaj Kalyan Portal પર અરજી કરવાની રીત.

મિત્રો, પાલક માતા પિતા યોજના હેઠળ  ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર ઓનલાઈન  પણ અરજી કરી શકાય છે. જેની વિગતે Step by Step માહિતી નીચે આપેલ છે.

Step -1 Registration

અરજદારે  સૌ પ્રથમ https://esamajkalyan.gujarat.gov.in/ ગુગલમાં ટાઈપ કરવાની સીધા e Samaj Kalyan Portal પર ઓપન થશે.

Palak Mata Pita Yojana Login 1
Image Credit Government Website (esamajkalyan.gujarat.gov.in)

Step -2 Create User id And Password

  • ત્યાર બાદ  અરજદારે પોર્ટલમાં લોગ ઈન થવા પોતાનું યુઝર બનાવવાનું રહેશે.
  • જો યુઝર આઈ.ડીના ના બનાવ્યુ હોય તો નવા યુઝર પર કલીક કરી જરૂરી વિગતો ભરીને  તમે પોતાનું નવું યુઝર બનાવી શકો છે.
  • હવે Register બટન પર ક્લિક કરવાની આપનું યુઝર આઈ અને પાસવર્ડ મોબાઈલમાં SMS તરીકે મોકલવામાં આવશે.
  • ત્યાર બાદ Citizen login માં પોતાનું બનાવેલ યુઝર આઈ.ડી અને પાસવર્ડ નાંખીને e Samaj Kalyan Portal માં લોગીન થઈ જશે.

Step -3 Online Application

લોગીન થયા બાદ Palak Mata Pita Yojana પર ક્લીક કરવાનું રહેશે.

Palak Mata Pita Yojana select Scheme
Image Credit Government Website (esamajkalyan.gujarat.gov.in)

Step -4 Personal Information

  • ત્યાર બાદ ઓનલાઈન અરજી પત્રક ઓપન થશે.
  • જેમાં અરજદારની વ્યક્તિગત માહિતી, લાભાર્થી બાળકની માહિતી, લાભાર્થી બાળકના સગા ભાઈ બહેનોની માહિતી ભરવાની રહેશે.
  • પછી ઓનલાઈન અરજીપત્રકમાં દર્શાવેલ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
  • છેલ્લે એકરાર ફોર્મ ભરીને અરજી સબમીટ કરવાની રહેશે.
  • ત્યાર બાદ આપને એક ઓનલાઈન Application Number મળશે. જે સુરક્ષિત જગ્યાએ નોંધવાનો રહેશે.

Palak Mata Pita Yojana Application Status | પાલક માતા પિતા અરજી સ્ટેટ્સ

  • ઈ સમાજ કલ્યાણ પોર્ટલ  ઓનલાઈન અરજી કર્યા બાદ આપ આપની અરજીનું સ્ટેટ્સ  પણ જાણી શકો છો.
  • જેના માટે અરજદારે  Your Application Status પર કલીક કરીને Application Number અને જન્મ તારીખ નાંખવાથી આપની અરજીનું સ્ટેટ્સ જાણી શકાશે.
Palak Mata Pita Yojana status
Image Credit Government Website (esamajkalyan.gujarat.gov.in)

Palak Mata Pita Yojana Helpline Number

આ યોજના અમલીકરણ સંબંધિત કચેરી જિલ્લા કક્ષાએ ‘‘જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી’’ તથા ‘‘ જિલ્લા બાળ સુરક્ષા એકમ (D.C.P.U) District Child Protection Unit કચેરીનો સંપર્ક કરી શકો છો.

જિલ્લામાં સમાજ સુરક્ષા અધિકારીની કચેરીઓના સંપર્ક નંબર જાણવા અહી ક્લીક કરો.

પાલક માતા પિતા યોજના ફોર્મ pdf

Palak Mata Pita Yojana હેઠળ અરજી ફોર્મ Pdf માં ડાઉલોડ કરવા અહીં ક્લિક કરો.

Importan links Of Palak Mata Pita Yojana

ઓનલાઈન અરજી કરવા માટે

Click Here

અરજીનું સ્ટેટ્સ જાણવા માટે

Click Here

HOME PAGE

Click Here

Conclusion

પાલક માતા પિતા યોજના અનાથ બાળકો માટે આશિર્વાદ રૂપ છે. જેમાં બાળકના ભણતર તથા વ્યક્તિત્વ વિકાસનો પુરતો ખ્યાલ રાખવામાં આવ્યો છે. કુટુંબમાં અનાથ બાળકોના ઉછેળથી બાળકના સહજતાથી સ્વાસ્થ અને સંતુલિત વિકાસ કરવાના હેતુંથી સમગ્ર ગુજરાત રાજ્યમાં પાલક માતા પિતા યોજના શરૂ કરવામાં આવી છે. આ આર્ટિકલમાં આપને Palak Mata Pita Yojana ના લાભ લેવા માટે ઓનલાઈન અરજી તથા યોજના વિશે માહિતી પુરી પાડવાનો પ્રયત્ન કરવમાં આવ્યો છે.  જેથી કોઈપણ અનાથ બાળક તેના લાભથી વંચિત ના રહે. ઓનલાઈન અરજી બાબતે આપને કોઈ સમસ્યા હોય તો જિલ્લાની સમાજ સુરક્ષાની કચેરી ખાતે અથવા DCPU સંકલિત બાળ સુરક્ષા યુનિટની રૂબરૂ મુલાકાત લેવાની રહેશે.

FAQ

(1) Palak Mata Pita Yojana  નો લાભ કોને મળે છે?

પાલક માતા પિતા યોજનાનો લાભ સમાજના અનાથ બાળકોની સંભાળ રાખનાર નજીકના સગાને મળે છે.

(2) પાલક માતા પિતા યોજના માટેની માહિતી માટે  કઈ કચેરીએ સંપર્ક કરવાનો  હોય છે?

જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી અથવા જિલ્લા બાળ સુરક્ષા એકમ (D.C.P.U) District Child Protection Unit કચેરીનો સંપર્ક કરી શકો છો

(3) આ યોજનાનો લાભ મેળવવા માટે અનાથ બાળકની ઉંમર મર્યાદા કેટલી હોવી જોઈએ?

0 થી 18 વર્ષની વય સુધીના બાળકને આ યોજનાનો લાભ મળે છે.

(4) પાલક માતા પિતા યોજનાનો લાભ ક્યારે બંધ થાય?

આ યોજનાનો લાભ લેવા માટે બાળકને શાળાએ મોકલવું  અને તેનો અભ્યાસ સતત ચાલુ રાખવો જરૂરી છે. બાળક અભ્યાસ  છોડી દે તો પ્રમાણપત્ર જમા ન કરાવાવના કિસ્સામાં સહાય બંધ થાય છે. બાળકની ઉંમર પુખ્યવયની એટલે કે 18 વર્ષની થાય ત્યારે સહાય બંધ થાય છે.

2 thoughts on “Palak Mata Pita Yojana 2024 | પાલક માતા પિતા યોજના 2024”

Leave a comment