MYSY Scholarship: મિત્રો, હાલ ધોરણ- 10 અને ધોરણ- 12 બાદનો અભ્યાસ પુરો કરીને વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે જોડાઈ રહ્યા છે. વિદ્યાર્થીઓમાં સ્કિલ ડોવલોપમેન્ટ માટે તમામ તબક્કે સહાયરૂપ બનવા Mukhyamantri Yuva Swavalamban Yojana અમલમાં મુકવામાં આવી છે. શિક્ષણ વિભાગ દ્વારા મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાનું અમલીકરણ કરવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીઓને વિવિધ તબક્કે ટ્યુશન ફીમાં સહાય, સાધનો અને પુસ્તકો ખરીદવા સહાય, તથા રહેવા માટે હોસ્ટેલ ખર્ચમાં સહાય પુરી પાડવામાં આવે છે. જે વિદ્યાર્થીઓ ધોરણ-10 કે 12 પાસ કરીને ઉચ્ચ અભ્યાસમાં જોડાય છે. તેવા રાજ્યના તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવી પોતાની કારકિર્દીનું ઘડતર કરે તે માટે આર્થિક સહાય આપવામાં આવે છે.
ધોરણ 10 અને ધોરણ-12 બાદ આ યોજના હેઠળ શું સહાય મળે છે. તેની અગત્યની માહિતી આ લેખમાં આપવામાં આવી છે. જેની ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તા. 31-12-2024 છે. આર્ટિકલમાં મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાં ઓનલાઈન અરજી, કયા અભ્યાસક્રમ માટે કેટલી સહાય? યોજનાના નિયમો અને શરતો વિશે વિગતવાર જાણીશું. તો આજે કંઈક નવું જાણીએ.
Bullet Point of Mukhyamantri Yuva Swavalamban Yojana.
યોજનાનું નામ | Mukhyamantri Yuva Swavalamban Yojana |
અમલીકરણ કર્તા સરકારી વિભાગ | શિક્ષણ વિભાગ. |
યોજનાનો ઉદ્દેશ | ધોરણ- 10 અને ધોરણ- 12 બાદ ઉચ્ચ અભ્યાસમાં સહાય. |
શિષ્યવૃતિ કોને મળે? | પ્રથમ વર્ષમાં પ્રવેશ વખતે. |
કયા પ્રવાહના વિદ્યાર્થીઓને સહાય મળે | વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ |
Official Website | mysy.guj.nic.in |
Helpline Numbers | 079-26566000
7043333181 |
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY)શું છે?
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 07-10-2015 ના ઠરાવથી Mukhyamantri Yuva Swavalamban Yojana (MYSY) યોજના અમલમાં મુકવામાં આવેલ છે. રાજ્યના તેજસ્વી વિદ્યાર્થીઓના વાલીઓ પોતાની મર્યાદિત આવકને કારણે ઉચ્ચ અભ્યાસક્રમની ફી ની ચુકવણી તથા આર્થિક નિભાવ ખર્ચ માટે મુંઝવણ અનુભવતા હોય છે. વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસક્રમ પુરો કરી શકે તે માટે સરકાર દ્વારા ટ્યુશન ફીમાં સહાય, સાધનો અને પુસ્તકો ખરીદવા સહાય, તથા રહેવા માટે હોસ્ટેલ ખર્ચમાં સહાય આપવામાં આવે છે. સહાય માટે ઓનલાઈન અરજી પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે.
Mukhyamantri Yuva Swavalamban Yojana માં અરજી કરવાની પાત્રતા.
સરકાર દ્વારા મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ લાભ મેળવવા માટે પાત્રતાના ધોરણો નક્કિ કરવામાં આવ્યા છે. જેમાં મુખ્યત્વે ચાર શરતોનો સમાવેશ થાય છે.
- ડિપ્લોમાં અભ્યાસક્રમમાં વિદ્યાર્થીને ધોરણ-10 ની પરિક્ષામાં 80 કે તેથી વધુ પર્સેન્ટાઈલ હોવા જોઈએ.
- સ્નાતક કક્ષાના અભ્યાસક્રમાં વિદ્યાર્થીને ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ અથવા સામાન્ય પ્રવાહમાં પરીક્ષામાં 80 કે તેથી વધુ પર્સેન્ટાઈલ હોવા જોઈએ.
- ડી-ટુ-ડી અભ્યાસક્રમ ડીપ્લોમાં અભ્યાસક્રમની પરિક્ષામાં 65% કે તેથી વધુ ટકા હોવા જોઈએ
- વિદ્યાર્થીના વાલીની આવક ₹ 5,00,000/- થી ઓછી હોવી જોઈએ.
Yuva Swavalamban Yojana 2024-25 કયાં અભ્યાસક્રમાં કેટલી સહાય.
મિત્રો, સરકાર દ્વારા MYSY Scholarship યોજનામાં તમામ ઉચ્ચ અભ્યાસક્રમ આવરી લેવામાં આવ્યા છે. જેમાં વિવિધ તબક્કે ટ્યુશન ફી, સાધન સહાય, પુસ્તક ખરીદીમાં સહાય, હોસ્ટેલ ફીમાં સહાય જેવી આર્થિક મદદ કરવામાં આવે છે. જેની વિગતે માહિતી મેળવીએ.
(1) સાધનો તથા પુસ્તકો ખરીદવા માટેની સહાય.
મેડીકલ અને ડેન્ટલ માટે. |
₹ 10,000/- |
ઈજનેરી, ટેકનોલોજી, આર્ટિટેક, ફાર્મસી, આયુર્વેદ, એગ્રીકલ્ચર, નર્સીંગ, હોમીયોપેથીક, ફીઝીયોથેરાપી, વેટનરીવેટનરી, પેરા-મેડીકલ.માટે |
₹ 5,000/- |
કોઈપણ ડિપ્લોમાં અભ્યાસક્રમ |
₹ 3,000/- |
Note- જે વિદ્યાર્થીઓ સરકારી કે અનુદાનીત કોલેજમાં અભ્યાસ કરે છે. તેઓને આ સહાય મળવાપાત્ર છે.
સમગ્ર અભ્યાસક્રમ દરમ્યાન ફક્ત એક વખત સાધનો તથા પુસ્તકો ખરીદવા સહાય મળશે.
(2) ટ્યુશન ફીમાં સહાય.
વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસક્રમમાં ચુકવવી પડતી ટ્યુશન ફીની 50% રકમ અથવા નીચે દર્શાવેલ કોઠામાં મહત્તમ કિંમત, બંનેમાંથી જે ઓછુ હોય તે સહાય મળવાપાત્ર છે.
અભ્યાસક્રમ | મહત્તમ સહાય |
મેડીકલ અને ડેન્ટલ માટે. | ₹ 2,00,000/- |
ઈજનેરી, ટેકનોલોજી, આર્ટિટેક, ફાર્મસી, આયુર્વેદ, એગ્રીકલ્ચર, નર્સીંગ, હોમીયોપેથીક, ફીઝીયોથેરાપી, વેટનરીવેટનરી, પેરા-મેડીકલ.માટે | ₹ 50,000/- |
કોઈપણ ડિપ્લોમાં અભ્યાસક્રમ | ₹ 25,000/- |
B.sc, BA, B Com, BBA, BCA માટે | ₹ 10,000/- |
(3) રહેવા જમવા માટેની સહાય/હોસ્ટેલ ફી.
- વિદ્યાર્થીઓને 10 મહિના માટે ₹ 1,200/- દર મહિને સહાય મળશે.
- વાર્ષિક કુલ ₹ 12,000/- ની સહાય મળવાપાત્ર.
- જે વિદ્યાર્થીઓ સરકારી છાત્રાલયમાં પ્રવેશ મેળવે છે.તેઓને આ સહાય મળવાપાત્ર થશે નહી.
- પાત્રતા ધરાવતા, પોતાના વતનના તાલુકાથી દુર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ સહાય મળવાપાત્ર છે.
MYSY Scholarship યોજનામાં અરજી ક્યાં કરવી?
- Mukhyamantri Yuva Swavalamban Yojana (MYSY) નો લાભ લેવા વિદ્યાર્થીઓએ ઉચ્ચ અભ્યાસક્રમમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવ્યા બાદ, સરકારશ્રી દ્વારા જાહેરાત થયેથી mysy.guj.nic.in પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહે છે.
- વિદ્યાર્થીઓએ mysy.guj.nic.in પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરીને લોગીન કરવાનું રહેશે.
- રજીસ્ટ્રેશન કર્યા બાદ જરૂરી વિગતો ભરીને ડોક્યુમેન્ટ્સ અપલોડ કરીને નક્કી કરેલ હેલ્પ સેન્ટર ખાતે જઈને વેરીફીકેશન કરાવવાનું હોય છે.
Mukhyamantri Yuva Swavalamban Yojana Registration
- વિદ્યાર્થીએ ઉચ્ચ અભ્યાસક્રમમાં પ્રથમ વર્ષે પ્રવેશ મેળવ્યા બાદ સરકારશ્રી દ્વાર જાહેરાત કરવામાં આવ્યેથી નીચે દર્શાવેલ ઈમેજ મુજબની વિગતો ભરીને mysy.guj.nic.in પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન અને લોગીન કરવાનું હોય છે.
- રજીસ્ટ્રેન બાદ વિદ્યાર્થીના મોબાઈલ પર SMS મારફતે પાસવર્ડ મોકલવામાં આવે છે.
- જેના દ્વારા આગળની પ્રોસેસ કરી શકાય છે.
MYSY Login
વિદ્યાર્થી દ્વારા રજીસ્ટ્રેશનની પ્રોસેસ પુરી કર્યા બાદ નીચે દર્શાવેલ ઈમેજ મુજબ વિગતો નાંખીને પાસવર્ડ નાંખ્યા બાદ વિદ્યાર્થી ઓનલાઈન લોગીન કરી શકશે.
કોલેજના કયા વર્ષમાં અરજી કરવી?
પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને કોલેજના પ્રથમ વર્ષે જાહેરાત થયા બાદ Mukhyamantri Yuva Swavalamban Yojana હેઠળ અરજી કરી શકાશે. જે વિદ્યાર્થીઓ શરતચૂકથી ઓનલાઈન અરજી કરવાની બાકી રહી ગઈ હોય, તેવા વિદ્યાર્થીઓ કૅાલેજના કોઈપણ વર્ષમાં અરજી કરી શકે છે. તેઓને mysy.guj.nic.in પોર્ટલ પર જઈને રજીસ્ટ્રર તથા લોગીન કર્યા બાદ Delayed Application માં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
Yuva Swavalamban Yojana Application Documents Required
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ પ્રથમ વખત ઓનલાઈન અરજી કરવા માટે નીચે મુજબના Documents જરૂરી રહેશે.
- વિદ્યાર્થીના આધારકાર્ડની સ્વ પ્રમાણિત કોપી.
- ધોરણ- 10 અને ધોરણ- 12 પાસ કર્યા અંગેની માર્કશીટની કોપી.
- સંસ્થાના આચાર્યશ્રીનું હેટર હેડ પર પ્રમાણપત્ર.
- જમવાના બીલની પહોંચ તથા હોસ્ટેલમાં પ્રવેશ પહોચની નકલ.
- ડીગ્રી/ડિપ્લોમાં એડમિશન લીધાનો પત્ર.
- આવક વેરો ભરવા પાત્ર આવક થતો ના હોય તેવું વાલીનું સ્વ ઘોષણાપત્ર. અથવા ઈન્કમટેક્ષ રિર્ટન નકલ.
- વિદ્યાર્થીના વાલીનો આવકનો દાખલો.
- ટયુશન ફી ભરેલ તમામ પહોચ.
- સ્વ ઘોષણાપત્ર અસલ.
- વિદ્યાર્થીના બેંક ખાતાની પ્રથમ પાનાની નકલ.
નોંધ- ઉપરના તમામ ડોક્યુમેન્ટ વિદ્યાર્થીના સ્વ પ્રમાણિક કરેલા હોવા જોઈએ.
MYSY Scholarship ચાલુ રાખવાના નિયમો.
- શૈક્ષણિક સંસ્થામાં વિદ્યાર્થીની ઓછામાં ઓછી 75% હાજરી હોવી જોઈએ.
- વિદ્યાર્થીએ અભ્યાસક્રમ દમ્યાન પછીના શૈક્ષણિક વર્ષમાં સહાય મેળવવા માટે, તેના આગળના વર્ષની પરિક્ષામાં ઓછામાં ઓછા 50% માર્કસ સાથે પાસ કરવાની રહેશે.
- વિદ્યાર્થી ભારત સરકાર કે રાજ્ય સરકાર દ્વારા સહાયકારી કોઈપણ એક યોજનાનો જ લાભ લઈ શકશે. બીજી કોઈ શિષ્યવૃતિની યોજનાનો લાભ લઈ શકશે નહી.
- વિવિધ તબક્કે મળનાર સહાય વિદ્યાર્થીના બેંક ખાતામાં સીધી જ જમા થશે.
Mukhyamantri Yuva Swavalamban Yojana Status
- મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાં સહાય માટે ઓનલાઈન અરજી કર્યા બાદ નીચે દર્શાવેલ ઈમેજ મુજબ Student Status પર ક્લિક કરવાથી એક બોક્સ ખુલશે.
- જેમાં વિદ્યાર્થીની વિગત, સીટ નંબર, પાસવર્ડ અને Captcha Code નાંખીને Get Student Details પર ક્લિક કરવાની અરજીનું સ્ટેટ્સ જાણી શકાશે.
Mukhyamantri Yuva Swavalamban Yojana (MYSY) Scholarship 2024-25 Last Date
- વર્ષ 2024-25 ના વિદ્યાર્થીઓ માટે Mukhyamantri Yuva Swavalamban Yojana ઓનલાઈન અરજી કરવા માટે પ્રકિયા શરૂ થઈ ગઈ છે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તા. 31-12-2024 છે.જે ધ્યાને લઈને આગળની પ્રોસેસ પુુરી કરવાની રહેશે.
- જે વિદ્યાર્થીઓને ઓનલાઈન અરજી કરવાની બાકી રહી ગઈ હોય તેવા વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન અરજી કરવાની તારીખ ટુંક સમયમાં જાહેર કરવામાં આવશે.
આ પણ જાણો.
જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2024-25 વિશે જાણો.
જાતિનો દાખલો કઢાવવાની પ્રોસેસ.
Important Links of Mukhyamantri Yuva Swavalamban Yojana
Online Application Website |
Click Hire |
Online Registration & Login |
Click Hire |
List of Help Centers |
Click Hire |
Online Application Status |
Click Hire |
Self Declaration Form |
Click Hire |
આચાર્યશ્રીનું હેટર હેડ પર પ્રમાણપત્ર |
Click Hire |
Join Our Whtsapp Group | |
Home Page |
Conclusion
મિત્રો, આ આર્ટિકલમાં Mukhyamantri Yuva Swavalamban Yojana હેઠળ ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ મેળવ્યા બાદ વિદ્યાર્થીઓને કયા ક્યા અભ્યાસક્રમમાં કેટલી કેટલી આર્થિક સહાય આપવામાં આવે છે. તેનો વિગતે માહિતી આપવાનો પ્રયત્ન કરવામાં કર્યો છે. છતાં આપને સહાય બાબતે કોઈ પ્રશ્ન કે સમસ્યા હોય તો ઉપર દર્શાવ્યા મુજબના વેબસાઈટ પર જાહેર કરેલ હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરવા વિનંતી છે.
FAQ
(1) મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ અરજી કર્યા બાદ સહાય જમા ના થાય તો શું કરવુ?
વિદ્યાર્થીએ ઓનલાઈન mysy.guj.nic.in પર લોગીન કરીને Student Status પરથી માહિતી મેળવી શકે છે.
(2) મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ અરજી કરવાની આવક માર્યદા કેટલી છે?
વિદ્યાર્થીના વાલીની આવક ₹ 5,00,000/- થી ઓછીની મર્યાદા.
(3) વિદ્યાર્થીને સહાય જમા થયા બાબતની જાણ કેવી રીતે કરવામાં આવે છે?
વિદ્યાર્થીના રજીસ્ટ્રર્ડ થયેલ મોબાઈલ નંબર પર SMS મારફતે જાણ કરવામાં આવે છે.
(4) MYSY Scholarship ની રકમ બેંકમાં ક્યારે જમા થાય છે?
વિદ્યાર્થી દ્વારા ઓનલાઈન અરજી કર્યા બાદ સંબંધિત વિભાગ દ્વારા ચકાસણી થયે કુલ- 2 મહિનામાં વિદ્યાર્થીના બેંક ખાતામાં સહાય જમા થાય છે.
3 thoughts on “યુવા સ્વાવલંબન યોજના 202-25 માટે ટ્યુશન ફી, પુસ્તકો અને હોસ્ટેલમાં રહેવા સહાય | Mukhyamantri Yuva Swavalamban Yojana”