જાણવા જેવું: મિત્રો, રાજ્યના ખેડૂતોભાઈઓ ખેતી વિષયક દરેક બાબતમાં આધાનિક ટેકનોકલોજી અને અધ્યતન ખેત પદ્ધતિના ઉપયોગથી પાક ઉત્પાદન બમણું કરી આર્થિક રીતે સદ્ધર બને તે માટે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મુકી છે. આ યોજનાઓ લાભ દરેક ખેડૂત સુધી પહોંચે તે માટે સરકાર દ્વારા iKhedut Portal બનાવવામાં આવ્યુ છે. મિત્રો, આજના આ અર્ટિકલમાં આઈ ખેડૂત પોર્ટલની તમામ iKhedut Yojana 2023 વિશે વિગતવાર માહિતી મેળવીશું. જે આપને ચોક્કસ ઉપયોગી થશે. ખેડૂતો માટે ખેતીમાં કામ આવતા યંત્રો, મોબાઈલ ખરીદવા, પશુપાલન માટે ગાય ખરીદવા, ગોડાઉન બનાવવા, તથા ખેતીવાડી વિષયકો યોજનાઓ, બાગાયતી પાકની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ તથા વિવિધ પાક ઉત્પાદનમાં અપાતી સહાય વિશે જાણીશું. તો ચાલો કંઈક નવું જાણીએ.
Bullet Point of iKhedut Yojana 2023
આર્ટિકલનું નામ | iKhedut Yojana 2023 |
સંબંધિત સરકારી વિભાગ | કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ |
અરજીની પ્રક્રિયા | ઓનલાઈન |
ઓનલાઈન અરજી ક્યાં કરવી? | iKhedut Portal |
ઓફિસિલય વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
જિલ્લા કક્ષાની કચેરી | નિયામકશ્રી ખેતીવાડી અધિકારી |
iKhedut Yojana 2023 | આઈ ખેડૂત યોજના 2023 વિશે જાણો.
ગુજરાતમાં ભૌગોલીક આબોહવાની પરિસ્થિતિને આધારે વિવિધ વિસ્તારમાં વિવિધ પાકો લેવાય છે. ખડૂતો દ્વારા લેવામાં આવતા વિવિધ પાકોનું ઉત્પાદન વધે અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને દેશના વિકાસમાં મહત્વનો ફાળો આપે તે માટે સરકાર દ્વારા ખેતીવાડી, પશુપાલન અને બાગાયતી યોજનાઓ અમલમાં છે. આ યોજનાઓ દ્વારા ખેડૂતોને પોતાના વિસ્તાર તથા વિવિધ પાક ઉત્પાદનને ધ્યાને રાખીને સહાય આપવામાં આવે છે. ખેડૂતોને આ તમામ યોજનાઓનો લાભ લેવા માટે ઓનલાઈન iKhedut Portal પર અરજી કરવાની રહે છે.
આઈ ખેડૂત પોર્ટલ વિશે જાણો.
ખેડૂતોને ખેત વિષયક તમામ લાભો એક જ સ્થળેથી મળી રહે તથા સહાય મેળવવાની પ્રકિયા ઝડપી અને પારદર્શી બની રહે તે માટે iKhedut Portal બનાવવામાં આવ્યુ છે. આઈ ખેડૂત પોર્ટલ પર ખેડૂતો માટે આર્થિક સહાયની યોજનાઓ વિશે માહિતી મળી શકે છે અને સહાય માટે ઓનલાઈન અરજી કરી શકે છે. પોતાની અરજીની સ્થિતિ જાણી શકે છે સાથે –સાથે ખેતીના વિવિધ પાકો માટે આધુનિક જ્ઞાન મેળવી શકે છે. આપ નીચે આપેલી લીંક દ્વારા સીધા આઈ ખેડૂત પોર્ટલ ની વેબસાઈટ પર જઈ શકો છો. જેમાં ખેતી સંલગ્ન વિષયોને સંબંધિત યોજનાકીય સહાય તથા માહિતી મળશે. નીચે વિગતો નીચે મુજબ છે.
iKhedut Khetivadi Yojana | ખેતીવાડીની યોજનાઓ
ખેડૂતોને વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મળે તથા સમયાંતરે આવી પડતી કુદરતી આફતોમાં ખેડૂતોને મદદરૂપ થવા ખેતીવાડી યોજનાઓ અમલમાં છે. જેને લાભ દરેક ખેડૂત ભાઈઓએ લેવા જેવો છે. યોજનાઓની ટુંકી માહિતી નીચે મુજબ છે.
(1) ડ્રોનથી છંટકાવ યોજનાઃ
iKhedut Yojana 2023 હેઠળ મળવાપાત્ર સહાય.
- ખર્ચના 90% અથવા વધુમાં વધુ ₹.500/- બે માંથી જે ઓછું હોય તે રકમ પ્રતિ એકર, પ્રતિ છંટકાવ મળવાપાત્ર થશે.
- નાણાંકીય વર્ષમાં વધુમાં વધુ કુલ 5 એકર અને મહત્તમ કુલ 5 છંટકાવની મર્યાદામાં ખાતા દીઠ સહાય મળવાપાત્ર રહેશે.
(2) સ્માર્ટફોન ની ખરીદી પર સહાય યોજના.
iKhedut Yojana 2023 હેઠળ મળવાપાત્ર સહાયઃ
સ્માર્ટફોનની ખરીદ કિંમતના 40% સહાય અથવા ₹.6000/- બે માંથી જે ઓછુ હોય તે સહાય મળવાપાત્ર થશે. જેમાં અરજદારે ઓનલાઈન અરજી કરવાની થશે.
આઈ ખેડૂત યોજના 2023 હેઠળ મળવાપાત્ર સહાયઃ
- વ્યક્તિગત સહાયના કિસ્સામાં જે તે લાભાર્થીના ખાતામાં સહાય ખર્ચના 50% અથવા ₹.80 લાખ બે માંથી જે ઓછું હોય તે ચુકવવાની રહેશે.
- નાની સાઈઝના પાણીના ટાંકા બનાવવામાં આવે તો તે માટે સહાયનું ધોરણ યુનિટ કિંમત ₹.60 લાખ નિયત કરી તદનુસાર નક્કિ કરેલ મુજબ ખર્ચના 50% અથવા ખરેખર થયેલ ખર્ચ બે માંથી જે ઓછું હોય તે iKhedut Yojana 2023 માં સહાય મળશે.
- સહાય મેળવવા માટે ઓછામાં ઓછા 75 ઘનમીટરના પાણીના પાકા ટાંકા બનાવવા જોઈશે.
(4) ડ્રીપ ઇરીગેશન યોજના
આઈ ખેડૂત યોજના 2023 હેઠળ મળવાપાત્ર સહાયઃ-
ડ્રીપ ઈરીગેશન યોજના એટલે કે ટપક સિંચાઈ યોજના હેઠળ ખેડૂતોને ₹.75,000/- રૂપિયા સુધીની સહાય મળશે.ઓછા ખર્ચ વધુ ઉત્પાદન થશે.
(5) ખાતેદાર ખેડૂત અકસ્માત વિમા યોજના
આઈ ખેડૂત યોજના 2023 મળવાપાત્ર સહાયઃ
- અકસ્માતને કારણે અવસાને કે કાયમી સંપૂર્ણ અપંગતાના કિસ્સામાં 100% લેખે ₹.2,00,000/- સહાય.
- અકસ્માતને કારણે બે અંગ / હાથ અને પગ / બે આંખ / એક આંખ અને એક અંગ ગુમાવવાના કિસ્સામાં 100% લેખે ₹.2,00,000/-લાખની સહાય ( આંખના કિસ્સામાં 100% સંપૂર્ણ દૃષ્ટિ ગુમાવવી, હાથનાં કિસ્સામાં કાંડાથી ઉપરનો ભાગ અને પગનાં કિસ્સામાં ઘૂંટણથી ઉપર સંપુર્ણ ક્ષતી ગ્રસ્ત/ કપાયેલ હોય)
- અકસ્માતને કારણે એક આંખ અથવા એક અંગ ગુમાવવાના કિસ્સામાં 50% લેખ ₹.1,00,000/-ની સહાય મળવાપાત્ર થશે.
iKhedut Pashupalan Yojana | પશુપાલનની યોજનાઓ
ખેડૂતમિત્રો ખેતીની સાથે- સાથે પશુપાલનના વ્યવસાય સાથે પણ સંકળાયેલ હોય છે. જેને ધ્યાને રાખીને પશુપાલન તથા ખેતીમાં સહાયરૂપ થાય તેવી iKhedut Yojana 2023 ની યાદી નીચે મુજબ આપવામાં આવેલી છે
(6) એક થી વીસ દુધાળા પશુ એકમની સ્થાપના માટે સહાય
iKhedut Yojana 2023 હેઠળ મળવાપાત્ર સહાયઃ
પશુ એકમની કિંમત અથવા બેંક પશુ ખરીદી કરવા એકમ દીઠ કરેલ ખરીદી બંનેમાથી જે ઓછું હોય તેના ઉપર બેંક દ્વારા ખરેખર ગણવામાં આવેલ વ્યાજ અથવા મહત્તમ 12% સુધી વ્યાજ સહાય પાંચ વર્ષનાં સમયગાળા સુધી મળવાપાત્ર થશે.
(7) કિસાન પરિવહન યોજના
iKhedut Yojana 2023 હેઠળ મળવાપાત્ર સહાયઃ
- સિમાંત /નાના/મહિલા /અનુ.જાતિ/ અનુ.જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના 35% અથવા ₹.75,000/- બે માંથી ઓછુ હોય તે પરિવહન સહાય મળશે.
- સામાન્ય/ અન્ય ખેડૂતોને કુલ ખર્ચના 25% અથવા ₹.50,000/- બે માંથી ઓછુ હોય તે પરિવાહન સહાય મળશે.
(8) મુખ્ય મંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના
આઈ ખેડૂત યોજના 2023 હેઠળ મળવાપાત્ર સહાયઃ
- ખેડૂત લાભાર્થીને ગોડાઉન કુલ ખર્ચના 30 ટકા અથવા ₹.30,000/- (ત્રીસ હજાર) બે માંથી જે ઓછુ હોય તે બે હપ્તામાં સહાય ચુકવાશે.
- પ્રથમ હપ્તો : પ્લીન્થ લેવલનું કામગીરી પૂર્ણ થયે ₹.15,000/- અને
- બીજો અને આખરી હપ્તો: પાક સંગ્રહ સ્ટ્રકચરનું સંપૂર્ણ કામગીરી પૂર્ણ થયે ₹.15,000/- સહાય ચુકવાશે.
iKhedut Bagayati Yojana | બાગાયતીની યોજનાઓ
વિવિધ ઋતુચક્રને અનુકુળ ખેડૂતો દ્વારા અલગ-અલગ પાકની સીઝન લેવામાં આવતી હોય છે. જેમાંથી મુખ્ય બાગાયતી યોજનાઓની માહિતી નીચે મુજબ છે.
iKhedut Yojana 2023 હેઠળ મળવાપાત્ર સહાયઃ
- બાગાયતી પાકોમાં કાપણી પછી પાકનો બગાડ અટકાવવા ખેતરમાં માળખાકીય સુવિધા ઉભી કરવા (બાંધકામ ઓછામાં ઓછું 50ચો.મીટર કે તેથી વધુ ) માટે થતા ₹.00 લાખ પ્રતિ એકમ ખર્ચને ધ્યાને લઈ વધુમાં વધુ 50% અથવા વધુમાં વધુ ₹.1.50 લાખ પ્રતિ એકમ બે માંથી જે ઓછું હોય તે સહાય iKhedut Yojana 2023 માં મળવાપાત્ર રહેશે.
- મશીનરી/સાધનો ગ્રેડીગ, શોર્ટીગ, વજન કરવાના, પેકીંગ, વોશીગ, પ્રાથમિક મૂલ્ય વર્ધન, સંગ્રહ માટે ક્રેટસ તથા બીંન્સ/ પેલેટસ વિગેરે ના સાધનો માટે ₹.00 લાખ ખર્ચને ધ્યાને લઈ ખર્ચના મહત્તમ 50% અથવા મહત્તમ ₹.0.50 લાખ બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે.
(10) બાગાયત મૂલ્યવર્ધન એકમ ઉભા કરવા માટે સહાય.
આઈ ખેડૂત યોજના 2023 હેઠળ મળવાપાત્ર સહાયઃ
- બાગાયતી પાકોમાં કાપણી પછી મૂલ્યવર્ધન પ્રક્રિયા જેવી કે શોર્ટીગ, ગ્રેડીંગ, પ્રોસેસીંગ પેકીંગ, વિગેરે માટે ઓછામાં ઓછા 150 ચો.મી. સુધીનું એકમ ઉભા કરવા તથા તેમાં માળખાકીય સુવિધા તથા મશીનરી અને સાધન સામગ્રી વસાવવા વધુમાં ₹.00 લાખ પ્રતિ એકમ ખર્ચની મર્યાદામાં વુધમાં વધુ ₹.10.00 લાખ સુધી સહાય મળવાપાત્ર રહેશે.
- જેમાં બાંધકામ તથા આનુષાંગિક સાધનો માટે ખર્ચના ૨૫ ટકા અથવા મહત્તમ ₹.00 લાખ/એકમ બે માંથી જે ઓછું હોય તે કેપીટલ સહાય તથા બેન્ક લોન પર વાર્ષિક પાંચ ટકા વ્યાજ સહાય, પાંચ વર્ષ દરમ્યાન, વધુમાં વધુ કુલ ₹.5.00 લાખ સુધીની મર્યાદામાં વ્યાજ સહાય મળવાપાત્ર રહેશે.
(11) કમલમ ફળ (ડ્રેગનફ્રૂટ) ના વાવેતર માટે સહાય.
iKhedut Yojana 2023 હેઠળ મળવાપાત્ર સહાયઃ
યુનિટ કિંમત:- ₹.6,00,000/હેકટર સહાય:
સામાન્ય જાતિના ખેડુતને 50% અથવા વધુમાં વધુ ₹.3,00,000/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે.
(12) કેળ (ટીસ્યુ)- ફળપાક ઉત્પાદન વધારવાનો માટે સહાયઃ
iKhedut Yojana 2023 હેઠળ મળવાપાત્ર સહાયઃ
કેળ પાકના ટીસ્યુકલ્ચર રોપા દીઠ મહત્તમ ₹.5/- સહાય ધ્યાને રાખીને મહત્તમ ₹.0.15 લાખ પ્રતિ હેકટર, બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે.
(13) જે ખેડૂત કુટુંબ દેશી ગાય માટે નિભાવ ખર્ચમાં સહાય યોજના.
આઈ ખેડૂત યોજના 2023 હેઠળ દેશી ગાય આધારીત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચ અર્થે ₹.900/-દર મહિને (₹.10800/-ની વાર્ષિક મર્યાદામાં) સહાય
iKhedut matsya palan yojana Gujarat| મત્સ્યપાલનની યોજનાઓ.
મિત્રો, સમાજનો જે વર્ગ મત્સ્યપાલન સાથે સંકળાયેલ છે. તે વર્ગના લોકો પણ નીચે મુજબની iKhedut Yojana 2023 વિશે જાણી યોજનાનો લાભ મેળવી શકે છે.
(14) પેટ્રોર્લીંગ બોટ (આંતરદેશીય)
iKhedut Yojana 2023 હેઠળ મળવાપાત્ર સહાયઃ
- માછલી પકડવા બોટ સાથે 20 કિ.ગ્રા. કે તેથી વધુ ક્ષમતા વાળો વજનકાંટો તથા 500 કિ.ગ્રા કે તેથી વધુ સંગ્રહ ક્ષમતા ધરાવતા બોક્ષનો સમાવેશ કરવાનો રહેશે.
- પેટ્રોલીંગ સાથે માછલી પડકડવા બોટની યુનિટ કિંમત ₹.00 લાખ રહેશે જેના ઉપર 50% સહાયના ધોરણે ₹.2.50 લાખ અથવા ખરીદ કિંમતા નાં 50% બે માં થી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે.
(15) બોટ-જાળ ખરીદવા સહાય.
iKhedut Yojana 2023 હેઠળ મળવાપાત્ર સહાયઃ
- બોટ – નેટના એક યુનિટ ₹.15,000/- ની ૨હેશે. જેમાં, બોટની કિંમત ₹.10,000/- તથા નેટની કિંમત ₹.5,000/- નો સમાવેશ થશે.
- સંપુર્ણ યુનિટના બદલે ફકત બોટ અથવા જાળ ખરીદવામાં આવે તો ૫ણ ખરીદ કિંમતના 50% ના ધો૨ણે ઉપર મુજબની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે.
જાણવા જેવુંઃ
ikhedut Portal પર ઓનલાઈન અરજી કેવી રીતેે કરવી?
Important Links of iKhedut Yojana 2023
ઓનલાઈન અરજી કરવા માટે | |
અરજીનું ઓનલાઈન સ્ટેટ્સ જોવા માટે. | |
ખેત પેદાશોના બજાર ભાવ જોવા માટે. | |
સંપર્ક નંબરોની વિગત જોવા | |
Home Page |
Conclusion
આજના આધુનિક જમાનામાં ખેડૂતો વિશ્વસ્તરિય ટેકનોલોજીનું મેળવી પાક ઉત્પાદનમાં વધારો કરી આર્થિક રીતે સદ્ધર બને તે માટે વિવિધ યોજનાઓ અમલમાં છે. જરુર છે ફક્ત જાણકારીની, મિત્રો iKhedut Yojana 2023 અર્ટિકલમાં આપને ખેડૂત હીતલક્ષી વિવિધ યોજનાઓ વિશે ટુંકમાં માહિતી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ભવિષ્યમાં કોઈ નવી યોજના અમલમાં મૂકાશે તે યોજનામાં સુધારો થશે તો આપને નવીનતમ અપડેટથી માહિતગાર કરવામાં આવશે. આપને ખેતલક્ષી કોઈપણ યોજના વિશે સમસ્યા હોય તો આપના જિલ્લાના ખેતીવાડી અધિકારીશ્રીની કચેરી, જિલ્લા પંચાયત ખાતે સંપર્ક કરવા સુચન છે.
FAQ
(1) iKhedut Yojana 2023 વિવિધ યોજનાઓના લાભ માટે અરજી ક્યાં કરવી?
ખેતી વિષયક યોજનાઓની માહિતી તથા ઓનલાઈન અરજી iKhedut Portal પર કરવાની રહેશે.
(2) ખેતીવાડી, બાગાયતી તથા પશુપાલન યોજના સરકારના કયા વિભાગ હસ્તક સંચાલિત છે?
કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેતીવાડી, બાગાયતી તથા પશુપાલન યોજનાઓનો અમલ થઈ રહ્યો છે.
(3) જિલ્લા કક્ષાએ ખેડૂતલક્ષી યોજનાઓના માર્ગદર્શન માટે કોનો સંપર્ક કરવો.
iKhedut Yojana 2023 અન્વયે માર્ગદર્શન માટે જિલ્લાના ખેતીવાડી અધિકારીશ્રીની કચેરી, જિલ્લા પંચાયત ખાતે સંપર્ક કરવાનો રહેશે.