કમલમ ફળ (ડ્રેગનફ્રૂટ) ખેતી સહાય 2024 | Dragon Fruit Sahay Yojana Gujarat 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Dragon Fruit Farming In Gujarat | Dragon Fruit Farming Subsidy In Gujarat | Dragon Fruit Sahay Yojana Gujarat  | ડ્રેગનફ્રુટ વાવેતર યોજના

Contents hide

જાણવા જેવું: મિત્રો, ગુજરાતના  ખેડૂતો હવે આધુનિક ખેતીની સાથે-સાથે વધુ પાક તેમજ વધુ નફાકારક ખેતી કરીને સારી એવી આવક મેળવે છે. ગુજરાતના કૃષિ સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા બાગાયતી પાકોમાં  ફળોની ખેતી માટે ખેડૂતોને તાલીમ અને આર્થિક સહાય પણ પુરી પાડે છે. સરકાર દ્વારા ખેડૂતોને વધુ કમાણી કરી આપતી  કમલમ ફળ (ડ્રેગનફ્રૂટ) ના વાવેતરને પ્રોત્સાહન આપવા અને ઉત્પાદન વધારવા ખેડૂતને સીધી રીતે મદદ કરવામાં આવે છે. મિત્રો, આજના  આ આર્ટિકલમાં આરોગ્ય વર્ધક Dragon Fruit Sahay Yojana Gujarat હેઠળ સરકાર દ્વારા અપાતી સહાય અને સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? વગેરે બાબતે વિગતે જણાવીશુ, તો ચાલો કંઈક નવું જાણીએ.

Dragon Fruit Sahay Yojana Gujarat

Bullet Point of Dragon Fruit Sahay Yojana Gujarat

યોજનાનું નામ કમલમ ફળ (ડ્રેગનફ્રૂટ) ખેતી સહાય 2024
સંબંધિત સરકારી વિભાગ કૃષિ સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ
લાભાર્થીની પાત્રતા. ગુજરાતના તમામ ખેડૂતો
મળવાપાત્ર લાભ ₹ 4,50,000/- સુધીની સહાય.
ઓનલાઈન અરજી ક્યાં કરવી Ikhedut Portal પર
ઓફિસિયલ વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/

કમલમ ફળ (ડ્રેગનફ્રૂટ) ખેતી સહાય યોજનાનો હેતું.

કમલમ ફળ (ડ્રેગનફ્રૂટ)ને સ્વાસ્થ્ય માટે અરોગ્યલક્ષી માનવામાં આવે છે. ડ્રેગન ફ્રૂટની ખેતીને પ્રોત્સાહન આપવા અને ખેડૂતોને ઓછા રોકાણમાં વધુ નફો અપાવવા માટે સરકાર દ્વારા Dragon Fruit Sahay Yojana 2024 અમલમાં મુકેલ છે. કમલમ ફળ (ડ્રેગનફ્રૂટ) તંદુરસ્તી માટે ઘણું જ ફાયદાકારક હોવાથી તેના તૈયાર ફળના ભાવ પણ બજારમાં સારા મળે છે. જેને કારણે ખેડૂતને ફાયદો થાય છે. ગુજરાતના ખેેેેેડૂતો વધુ આવક મેળવી શકે તે માટે સરકાર દ્વારા કમલમ ફળ (ડ્રેગનફ્રૂટ)ના વાવેતરમાં ઉદાર નિતિ રાખીને સરકાર દ્વારા ખેડૂતને ₹3,00,000/- થી  ₹ 4,50,000/- સુધીની સહાય આપવામાં આવે છે.

કમલમ ફળ ડ્રેગનફ્રૂટ ખેતી સહાયનો લાભ કોને મળશે | Dragon Fruit Farming In Gujarat

 • અરજદારોને જે તે જિલ્લાને ફાળવેલ લક્ષાંકની મર્યાદામાં સહાય મંજૂર કરવામાં આવશે.
 • ખેડૂતોએ પોતાની પસંદગીનું સારી ગુણવત્તાવાળા છોડ નર્સરીમાંથી મેળવી વાવેતર કરે તો તેવા ખેડૂતોને આ યોજના હેઠળ સહાય મળવાપાત્ર રહેશે.
 • ખેડૂત ગુજરાતમાં પોતાની જમીન ધરાવતો હોવો જોઈએ.
 • જે ખેડુતો પાસે સિંચાઈની સગવડ ઉપલબ્ધ હશે તેઓને લાભ મળવાપાત્ર રહેશે.
 • જે ખેડુતો કલ્સ્ટરમાં વાવેતર કરશે તો તેઓને આ યોજના હેઠળ અગ્રીમતા આપવામાં આવશે.
 • Dragon Fruit Sahay Yojana Gujarat હેઠળ સહાય મેળવવા માટે ખેડૂતોએ ઓનલાઈન IKhedut Portal પર અરજી કરવાની રહેશે.

વધુ જાણોઃ-  

પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના 2kw ની સોલાર પેનલ લગવવા માટે મળશે 60,000/- ની સબસિડી.

પીએક કિસાન યોજનાની સહાય જમા નથી થઈ તો,  PM Kisan Yojanaનું સ્ટેટસ જાણો. 

Dragon Fruit Sahay Yojana Gujarat  હેઠળ માળવાપાત્ર સહાય. | Dragon Fruit Farming Subsidy In Gujarat

કમલમ ફળ (ડ્રેગનફ્રૂટ) ખેતી સહાય માટે કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા સહાયના ધોરણને કેટેગરી વાઈઝ પ્રથમ વર્ષની સહાય અને બીજા વર્ષની સહાય એમ વહેંચણી કરવામાં આવી છે. જેની વિગતો નીચે મુજબની છે.

દરેક વર્ગના ખેડૂતોની નીચે મુજબની વિગતો લાગુ પડશે.

 • યુનિટ કોસ્ટ:- ₹ 6,00,000/ હેકટર સહાય ગણવામાં આવશે.
 • Dragon Fruit Sahay Yojana Gujarat હેઠળ પ્રથમ વર્ષે એક હેકટરના વિસ્તારની ખેતી માટે કુલ 1111 નંગ સિમેન્ટના થાંભલા /પાઇપ માટે વધુમાં વધુ  ખર્ચ ₹ 3,33,000  ધ્યાને લેવાનો રહેશે.
 • ખેડૂત લાભાર્થી દિઠ આજીવન 20 હેકટર થી વધુમાં વધુ 1 હેકટરની મર્યાદામાં આ સહાય મળવાપાત્ર રહેશે.
 • જયારે પ્લાન્ટીગ મટીરીયલ માટે પ્રતિ હેકટર 4444 નંગ રોપા મુજબ વધુમાં વધુ ₹ 1,55,540/-નો ખર્ચ ધ્યાને લેવાનો રહેશે.
ક્રમ કેટેગરી મળવાપાત્ર સહાય પ્રથમ વર્ષે મળનાર સહાય. બીજા વર્ષે મળનાર સહાય.
1 સમાન્ય જાતિ સામાન્ય જાતિના ખેડુતને ખર્ચના 50% અથવા વધુમાં વધુ  ₹ 3,00,000/- બંનેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે. કુલ ખર્ચને ધ્યાને લઈ 50%  અથવા વધુમાં વધુ  ₹ 2,44,420/-  બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે.

 

કુલ ખર્ચને ધ્યાને લઈ 50% અથવા વધુમાં વધુ  ₹ 55,580/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે.

 

2 અનુસૂચિત જાતિ અનુસૂચિત જાતિના ખેડુતને ખર્ચના 75%  અથવા વધુમાં વધુ  ₹ 4,50,000/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે કુલ ખર્ચને ધ્યાને લઈ 75%  અથવા વધુમાં વધુ  ₹ 3,66,630/-  બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે. કુલ ખર્ચને ધ્યાને લઈ 75%  અથવા વધુમાં વધુ  ₹ 83,370/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે.

 

3 અનુસૂચિત જનજાતિ અનુસૂચિત જનજાતિના ખેડુતને ખર્ચના 75%  અથવા વધુમાં વધુ  ₹ 4,50,000/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે કુલ ખર્ચને ધ્યાને લઈ 75%  અથવા વધુમાં વધુ  ₹ 3,66,630/-  બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે. કુલ ખર્ચને ધ્યાને લઈ 75%  અથવા વધુમાં વધુ  ₹ 83,370/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે.

 

જાણવા જેવુંઃ- 

ખેડૂતને મળશે ₹ 2,00,000/- નું મફત વિમા રક્ષણ. 

દવા છાંટવાનો પંપ સબસિડી યોજના 2024

કમલમ ફળ ડ્રેગનફ્રૂટ ખેતી સહાય યોજનાનો લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ.

Dragon Fruit Sahay Yojana Gujarat હેઠળ સહાય મેળવવા માટે કૃષિ સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા નક્કિ કરેલ ડોક્યુમેન્ટનું લીસ્ટ નીચે મુજબ છે.

 • અરજદાર ખેડૂતનો જાતિનો દાખલો
 • આધારકાર્ડની નકલ
 • સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખાતેદારનું સંમત્તિપત્ર.
 • રેશન કાર્ડની નકલ
 • દિવ્યાંગ ખેડૂત માટે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર.
 • 7/12 તથા 8-અ ની નકલ.
 • વન અધિકાર પત્ર ધરાવતા હોય તો તેની નકલ.
 • અરજદાર જો સહકારી મંડળીનો કે દૂધ ઉત્પાદક મંડળીનો સભ્ય હોય તો તેની વિગત.
 • બેંક પાસબુકની નકલ.

કમલમ ફળ એટલે કે ડ્રેગનફ્રૂટ ખેતી સહાય ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

મિત્રો, Dragon Fruit Sahay Yojana Gujarat યોજના હેઠળ સહાય મેળવવા માટે અરજદારે ઓનલાઈન અરજી કરવાની રહે છે. અહી દર્શાવેલ સ્ટેપ બાય સ્ટેપની માહિતીથી આપ ઘરે બેઠા સરળતાથી ઓનલાઈન IKhedut Portal પર  અરજી કરી શકો છો.

 • અરજદારે સૌ પ્રથમ ગુગલ સર્ચ પર ઓનલાઈન IKhedut gujarat gov in ટાઈપ કરવાનું રહેશે.
 • જેથી I Khedut Portalની ઓફિસિયલ વેબસાઈટ ઓપન થશે.
 • ત્યાર બાદ અરજદારેનીચે ઈમેજમાં દર્શાવ્યા મુજબ યોજનાઓ પર ક્લિક કરવાનું રહેશે.
Dragon Fruit Sahay Yojana Gujarat
Image Credit Government Official Website (https://ikhedut.gujarat.gov.in/)
 • પછીના પેજમાં ‘‘બાગાયતી યોજનાઓ માટે અહી ક્લિક કરો’’ બટન પર ક્લિક કરવાનું રહેશે.
 • ત્યાર બાદના સ્ટેપમાં બાગાયતી યોજનાઓનું લીસ્ટ ખુલશે, જેમાં ફળોના પાકોના વાવેતરની કેટેગરીમાંથી ‘‘કમલમ ફળ (ડ્રેગનફ્રૂટ) ના વાવેતર માટે સહાયનો કાર્યક્રમ’’ પર ક્લિક કરી આગળ વધવાનું રહેશે.
 • ઓપન થયેલ નવા પેજમાં નીચેની ઈમેજ મુજબ યોજના વિશે માહિતી લખેલ હશે તે વાંચીને ‘‘અરજી કરો’’ પર ટીક કરવાનું રહેશે.
Dragon Fruit Sahay Yojana Gujarat 2024
Image Credit Government Official Website (https://ikhedut.gujarat.gov.in/)
 • ત્યાર બાદ રજીસ્ટ્રર્ડ ઉમેદવારમાં લાગુ પડતુ હા કે ના સિલેક્ટ કરીને આગળ વધવાનું રહેશે.
 • પછી નીચે ઈમેજમાં દર્શાવ્યા મુજબનું ઓનલાઈન અરજી કરવા માટેનું અરજીપત્રક ઓપન થશે.
 • જેમાં અરજદારની વ્યક્તિગત માહિતી, બેંક ખાતાની વિગત, જમીનની વિગતો તથા રેશનકાર્ડની વિગતો નાંખીને અરજી સેવ કરવાની રહેશે.
Dragon Fruit Sahay Yojana Gujarat Application
Image Credit Government Official Website (https://ikhedut.gujarat.gov.in/)
 • અરજી સેવ કર્યા બાદ આગળના સ્ટેપમાં નાંખેલ વિગતો ચકાસી લેવાની રહેશે ત્યાર બાદ આગળ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
 • ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી અરજી કન્ફર્મ બટન પર ક્લિક કરીને અરજી કન્ફર્મ કરવાની રહેશે.
 • જેથી ઓનલાઈન અરજી નંબર જનરેટ થશે. જે નોંધી રાખવાનો રહેશે તથા અરજીની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે.

આમ તમે ઘરે બેઠા સરળતાથી Dragon Fruit Sahay Yojana Gujarat હેઠળ સહાય મેળવવા માટે  ખેતી સહાય માટે ઓનલાઈન અરજી કરી શકો છો.

Important Links of Dragon Fruit Sahay Yojana Gujarat 2024

ઓફિસિયલ વેબસાઈટ

Click Here

ઓનલાઈન અરજી કરવા માટે

Click Here

કરેલ અરજીનું સ્ટેટ્સ જોવા માટે

Click Here

સંપર્ક નંબરોની વિગતો જોવા માટે

Click Here

Home Page

Click Here

Conclusion

મિત્રો,ખેડૂત આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી વિશ્વ કક્ષાની ખેતી કરીને આવક મેળવે તે માટે ગુજરાતના કૃષિ સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા ખેડૂતો માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે. જેમાંથી બજારમાં ઘણી માંગ એવા કમલમ ફળ ((ડ્રેગનફ્રૂટ) ખેતીમાં આર્થિક સહાય તરીકે ખેડૂતને ₹3,00,000/- થી  ₹ 4,50,000/- સુધીની સહાય આપવામાં આવે છે. મિત્રો, Dragon Fruit Sahay Yojana Gujarat હેઠળ આપને આ યોજનાની સંપુર્ણ વિગત તથા ઓનલાઈન અરજી કરવાની પ્રોસેસ વિશે માહિતી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આપને આ યોજના હેઠળ કોઈ સમસ્યા  હોય તો આપના જિલ્લાના ખેતીવાડી અધિકારીશ્રી જિલ્લા પંચાયત ખાતે સંપર્ક કરવા સુચન છે.

FAQ વારંવાર પુછાતા પ્રશ્નો.

(1) Dragon Fruit Farming In Gujarat હેઠળ કેટલી સહાય મળે છે?

જવાબ- કમલમ ફળ (ડ્રેગનફ્રૂટ) ખેતી સહાય યોજના હેઠળ ખેડૂતને ₹ 4,50,000/- સુધીની સહાય મળે છે.

(2) Dragon Fruit Sahay Yojana Gujarat નો લાભ લેવા  જિલ્લા કક્ષાએ કઈ કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.

જવાબ- Dragon Fruit Sahay Yojana Gujarat હેઠળ  લાભ લેવા માટે  આપના જિલ્લાના ખેતીવાડી અધિકારીશ્રીની કચેરી જિલ્લા પંચાયત માટે સંપર્ક કરવાનો રહેશે.

(3) કમલમ ફુ્ટ વાવેતર સહાય યોજના હેઠળ ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો કયો છે?

આ યોજના હેઠળ તા. 12/03/2024 થી તા.11/05/2024 સુુુધી ઓનલાઈન અરજી કરી શકાશે.

(4) ડ્રેગનફ્રુટ વાવેતર યોજના હેઠળ ઓનલાઈન અરજી ક્યાં કરવાની રહેશે.

જવાબ- ડ્રેગનફ્રુટ વાવેતર યોજના હેઠળ Online Application IKhedut Portal પર કરવાની રહેશે.

Leave a comment