Lakhpati Didi Yojana Gujarat : સરકાર દ્વારા 23 ડિસેમ્બર 2023ના રોજ લાખપતિ દીદી યોજના અમલમાં મુકવામાં આવી છે. જેમાં મહિલાઓને નાણાકીય સહાય પૂરી પાડીને મહિલાઓને આર્થિક ઉત્કર્ષ તથા ઉદ્યોગસાહસિકતાને વેગ આપવા અને રાજ્યમાં મહિલાઓની નાણાકીય સ્થિતિ સુધારવાનો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. Lakhpati Didi Yojana Gujarat હેઠળ મહિલાઓને સ્વરોજગાર થકી આર્થિક કરી પગભર બની રહે અને વ્યવસાય દ્વારા પોતાની આવક મેળવી શકે તેવા અવસરો ઉભા કરવામાં આવશે.મિત્રો, આજના આર્ટિકલ લખપતિ દીદી યોજના વિશે વિગતે માહિતી મેળવીશું.
Bullet Point of Lakhpati Didi Yojana Gujarat
યોજનાનું નામ | લખપતિ દીદી યોજના ગુજરાત |
યોજનાનો ઉદ્દેશ | મહિલાઓને સ્વરોજગાર માટે પ્રોત્સાહન આપવું. અને સ્વરોજગાર માટે ₹ 5 લાખ સુધીની લોન આપવી. |
લાભાર્થીની પાત્રતા | સ્વરોજગાર મેળવવા ઈચ્છુક તમામ મહિલાઓ |
મળવાપાત્ર લાભ | રોજગાર માટે લોન, ઉત્પાદન વેચાણ માટે બજારની વ્યવસ્થા કરવી. |
અરજી પ્રક્રિયા | વિવિધ યોજનાઓના હેઠળ લાભ માટે ઓનલાઈન/ઓફલાઈન અરજી |
લખપતિ દીદી યોજના 2024
આ યોજનાનો પ્રાથમિક ધ્યેય આર્થિક રીતે વંચિત મહિલાઓને રોજગાર શરૂ કરવા માટે વગર વ્યાજની ₹ 5 લાખની લોન પૂરી પાડવાનો છે. સરકાર ભારતભરના ગામડાઓમાં ત્રણ કરોડ જેટલી મહિલાઓને આ યોજના હેઠળ લોન આપવા માટે જરુરી આધાર પુરા પાડવામાં આવનાર છે. રોજગારવાંછું મહિલાઓને જાણકારી અને કૌશલ્યોના વિકાસ માટે માટે જરૂરી તાલીમ આપવામાં આવનાર છે. જેથી મહિલાઓનો દેશના આર્થિક વિકાસમાં અમૂલ્ય યોગદાન મળશે.
Lakhpati Didi App | લખપતિ દીદી એપ
Lakhpati Didi Yojana Gujarat યોજના વ્યાપ વધે અને લાભાર્થીઓને સરળતાથી લાભ મળી રહે તે માટે સરકાર દ્વારા એક મોબાઈલ એપ પણ શરૂ કરવામાં આવનાર છે. તે એક મફત એપ્લિકેશન છે જે વ્યવસાય અને ઉત્પાદકતા શ્રેણી હેઠળ વિકસાવવામાં આવી છે , ખાસ કરીને ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને સરળતાથી ટ્રેસ કરીને તેઓને આવકના સાધનો વધારવા માટે ઘણી મદદરૂપ બનશે. આ મોબાઈલ એપ દ્વારા સરકાર તેમના મહિલા ગ્રાહકોને ઝડપથી અને વૈશ્વિક સ્તરે વિવિધ સેવાઓ, માહિતી, અને લાભો પ્રદાન કરી શકશે.
લખપતિ દીદી યોજના માટે લાભાર્થીની પાત્રતા.
આ યોજના હેઠળ નીચે મુજબની માપદંડો ધરાવતા હોવા જોઈએ.
- અરજદાર મહિલા ગુજરાત રાજ્યની કાયમી નિવાસી હોવી જોઈએ.
- મહિલાની ઉંમર 18 થી 50 વર્ષ સુધીની હોવી જોઈએ.
- મહિલા સ્વરોજગાર મેળવી શકે તે માટે કોઈ વ્યવસાયનું જ્ઞાન હોવું જોઈએ.
- અરજદાર મહિલાના પરિવારની કુલ વાર્ષિક આવક ૩ લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ.
- અરજદાર મહિલાના પરિવારનો કોઈ સભ્ય સરકારી નોકરીમાં જોડાયેલ ના હોવા જોઈએ.
Lakhpati Didi Yojana Gujarat હેઠળના લાભો.
- જે મહિલાઓ સ્વ-સહાય જૂથો સાથે જોડાયેલ છે, જે તેઓને પ્લમ્બિંગ, LED લાઇટ બનાવવા, ડ્રોન રિપેરિંગ વગેરે જેવા ક્ષેત્રોમાં તાલીમ મેળવવા માટે સક્ષમ બનાવવામાં આવશે.
- આ યોજના હેઠળ કુલ 3 કરોડ જેટલી મહિલાઓના સ્વ-સહાય જૂથોમાં જોડવામાં આવશે.
- મહિલાઓને તેઓના વ્યવસાયનું શરૂ કરવા અને સંચાલન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.
- ગ્રામીણ કૃષિ ક્ષેત્રને વધારવા અને મહિલાઓને સશક્તિકરણ કરવા માટે ટેક્નોલોજીકલના ઉપયોગ પર ભાર મુકવમાં આવશે.
- ખેતીક્ષેત્રે રોકાયેલ મહિલાઓને સિંચાઈ તાલીમ અને મહિલા SGS ડ્રોન મેળવશે .
- લગભગ 15000 જેટલી મહિલા SGS ડ્રોન ઓપરેશન અને રિપેરિંગની તાલીમ આપવામાં આવશે.
- ડ્રોનની સિંચાઈ ખેતીમાં ક્રાંતિ આવશે અને પાકમાં દેખરેખ અને જંતું નિયંત્રણ માટે અગત્યનો ભાગ ભજવશે.
- આ યોજના નાણાકીય સદ્ધરતા, વર્કશોપ-તાલીમ , લોન સુવિધા, વીમા કવરેજ, પ્રતિભા વિકાસ, નાણાકીય પ્રોત્સાહનો વગેરે જેવા વિવિધ વધારાના લાભો આપવામાં આવશે.
વધુ જાણો:-
પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ મળશે ₹50,000/- સુધીની લોન
જમીન ખરીદવા માટે મળશે ₹ 2 લાખની સહાય. ફોર્મ ,ડોક્યુમેન્ટ અને અરજી પ્રોસેસ જાણો.
Lakhpati Didi Yojana Gujarat Documents
આ યોજના હેઠળ સ્વ સહાયતા જુથો સાથે જોડાયેલ મહિલા તથા રોજગાર માટે ઉત્સુક મહિલાઓને મદદરૂપ થવાનો ઉદ્દેશ છે. જેના માટે ઓનલાઈન/ઓફલાઈન અરજી માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે.
- આધાર કાર્ડ,
- રેશન કાર્ડ,
- જાતિનો દાખલો.
- આવકનું પ્રમાણપત્ર,
- ડોમિસાઈલ સર્ટિફિકેટ,
- બેંક ખાતાની માહિતી
- અને મોબાઈલ નંબર
જાણવા જેવું:-
પીએમ સૂર્યઘર યોજના સોલર પેનલ નંખાવવા SBI આપશે લોન
મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના 2024 [₹1,00,000/-ની લોન]
Lakhpati Didi Yojana Scheme Application | લખપતિ દીદી યોજના અરજી પ્રક્રિયા
- જો તમે પહેલેથી સ્વ સહાયતા જુથના સભ્ય નથી, તો સ્થાનિક સ્વ-સહાય જૂથમાં જોડાઓ. જેથી આ યોજનાનો લાભ સરતાથી મળી રહેશે.
- આપને લોન લેવા માટે નજીકની બેંક શાખાનો સંપર્ક કરવાનો રહેશે. જેથી સ્વ સહાય જુથને વગર વ્યાજે ₹ 1 લાખથી 5 લાખ સુધીની લોન આપવામાં આવનાર છે.
- બેંકમાંથી લાખપતિ દીદી યોજના માટે અરજી ફોર્મ મેળવીને સંપુર્ણ ફોર્મ ભરીને જરૂરી દસ્તાવેજો જોડી પરત આપવાનું રહેશે.
- સબમિશન પછી બેંક દ્વારા તમારી અરજી ચકાસણી થયેથી સહાય મંજૂરી માટેની જાણ કરવામાં આવશે.
Important Links of Lakhpati Didi Yojana Gujarat
ઓફિસિયલ વેબસાઈટ | |
Home Page |
Conclusion
લખપતી દીદી યોજના દ્વારા ગુજરાતની મહિલાઓને આર્થિક રીતે સદ્ધર કરવા માટે એક આગવી ઓળખ ઉભી કરે છે. જેમાં સ્વ સહાયતા જુથ સાથે જોડાયેલ મહિલાઓને સ્વરોજગાર માટે ₹ 5 લાખ સુધીની લોન આપવામાં આવે છે. જેના થકી પોતાનો રોજગાર શરૂ કરી શકે અને તેને વિસ્તારી શકે છે. Lakhpati Didi Yojana Gujarat આર્ટિકલમાં આપને લોન સહાયતા માટે અરજી પ્રક્રિયા વિશે વિગતે માહિતી આપવામાં આવી છે. જે ધ્યાને લઈ આપની આસપાસ રોજગાર વાંછું મહિલાઓનું જુથ બનાવી તેની ગ્રામ વિકાસ એજન્સીમાં નોંધણી કરાવીને યોજનાનો લાભ મેળવવા સુચન છે.
FAQ
(1) Lakhpati Didi Yojana Gujarat હેઠળ મહિલાઓને શો લાભ મળશે?
લખપતી દીદી યોજના હેઠળ મહિલાઓને સ્વરોજગાર માટે ₹ 5 લાખ સુધીની લોન આપવામાં આવશે.
(2) લખપતી દીદી યોજના હેઠળ લોન માટે અરજી ક્યાં કરવાની રહેશે?
આ યોજના હેઠળ લોન માટે અરજી નજીકની બેંકમાં કરવાની રહેશે.