સનેડો સહાય યોજના 2024 | Sanedo Sahay Yojana Gujarat 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Sanedo Sahay Yojana | Sanedo Tractor Sahay Gujarat 2024 | Sanedo Tractor Subsidy Yojana Gujarat 2024

Sanedo Sahay Yojana Gujarat 2024 : આજના આધુનિક યુગમાં ખેડૂત ટેકનોલોજીનો ઉપયોગ કરી વધુ ખેત ઉત્પાદન મેળવે તે માટે સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. ખેડૂતને ખેતી માટે ખુબ જરૂરી એવા મોંધા સાધનો ખેડૂત ખરીદી શકતા નથી અને ભાડે રાખવા પોષાય તેમ નથી. આથી ખેડૂત પોતાના ઘરનું ખેતી માટે ઉપયોગી સાધન સનેડો ખરીદી શકે તે માટે Sanedo Sahay Yojana Gujarat 2024 યોજના અમલામાં મુકવામાં આવી છે. મિત્રો, આજના આર્ટિકલ સનેડો સહાય યોજના 2024 હેઠળ ઓનલાઈન અરજી ક્યાં કરવી? મળનાર સબસિડી અને આ સહાયના ધારા-ધોરણો વિશે સંપુર્ણ મહિતી મેળવીશું.

Sanedo Sahay Yojana Gujarat 2024

Bullet Point of Sanedo Sahay Yojana Gujarat 2024

યોજનાનું નામ સનેડો સહાય યોજના 2024
લાભાર્થીની પાત્રતા ગુજરાતના તમામ ખેડૂત
મળવાપાત્ર સબસિડી સનેડો ખરીદવા માટે ખેડૂતને ખરીદ કિંમતના 25% અથવા ₹ 25,000/- બંનેમાંથી જે ઓછું હોય તે મળશે.
અરજી ક્યાં કરવી? આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
અરજીનો સમયગાળો તા.29/12/2023 થી તા.28/01/2024 સુધી
ઓફિસિયલ વેબસાઈટ ikhedut.gujarat.gov.in

સનેડો સહાય યોજના 2024 વિશે જાણો.

નાના ખેડૂતો આર્થિક પરિસ્થતિને કારણે મોંધા ટેક્ટર જેવા સધનો ખરીદી શકતા ના હોવાથી ટેકટર જેવું કામ આપતા સનેડો ખરીદવા માટે સરકાર દ્વારા સહાય જાહેર કરવામાં આવી છે. ખેડૂત સનેડો મીની ટેક્ટરની સબસિડી સાથે ઓછી કિંમતે ખરીદી કરી શકે તેમ છે.  ખેડૂતને મોધા સાધનો ભાડે ના રાખવા પડે અને ખોછા ખર્ચ વધુ ખેત ઉત્પાદન મળી રહે માટે સનેડો મીની ટેકટર ખરીદવા સબસિડી આપવામાં આવે છે. અત્યારે ફોર્મ ભરવાના શરૂ થયા છે. ખેડૂત વહેલા તે પહેલા ધોરણે ઓનલાઈન અરજી કરીને સહાય મેળવી શકે છે.

સનેડો સહાય યોજના 2024 હેઠળ મળતી સબસિડી

ખેડૂતને ખેતીકામ માટે પરવડી શકે તેવી કિંમતે સનેડો જેવા સાધનો ખરીદવા માટે સરકાર દ્વારા સરકાર દ્વારા સાધન સહાય યોજના જાહેર કરવામાં આવી છે. ખેડૂતને સનેડો ખરીદવા માટે ખરીદ કિંમતના 25% અથવા ₹ 25,000/- બંનેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થશે.

વધુ જાણોઃ-

સૂર્યશક્તિ કિસાન યોજના 2024 હેઠળ સોલાર પેેેનલ લગાવવા સબસિડી મેળવો.

તાર ફેન્સીંગ યોજના 2024 ખેતરના ફરતે તારની વાડ બનાવવા માટે 50% સહાય

Sanedo Sahay Yojana Gujarat 2024 માટે લાભાર્થીની પાત્રતા.

સનેડો સાધન ખરીદવા માટે ગુજરાતના દરેક જ્ઞાતીના ખેડૂત વહેલા તે પહેલાના ધોરણે ઓનલાઈન અરજી કરી શકશે. આ યોજના હેઠળ લાભાર્થીની પાત્રતા નીચે મુજબ છે.

  • ખેડૂત ગુજરાતમાં કાયમી વસવાટ ધરાવતા હોવા જોઈએ.
  • ખેડૂતને પોતાની જમીન હોવી જોઈએ.
  • નાના અને સિમાંત ખેડૂતોને પણ આ યોજના હેઠળ સબસિડી મળવાપાત્ર થશે.

સનેડો સહાય માટે જરૂરી ડોક્યુમેન્ટ.

Sanedo Sahay Yojana Gujarat 2024 હેઠળ સહાય મેળવવા માટે અરજદારને નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે.

  • અરજદાર ખેડૂતનું આધાર કાર્ડ
  • 7/12 અને 8-અની નકલ
  • સંયુક્ત અરજદારના કિસ્સામાં બીજા ખાતાધારકનું બાંહેધરી પત્ર.
  • બેંક પાસબુકની વિગત.
  • જાતિ પ્રમાણપત્ર.
  • ખેડૂત સહકારી મંડળી કે દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની વિગત.
  • કબુલાત નામું
  • મોબાઈલ નંબર

Sanedo Sahay Yojana Gujarat 2024 Online Application | સનેડો સહાય યોજના 2024 માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

આ યોજના હેઠળ સહાયનો લાભ લેવા માટે ખેડૂતને Ikhdut Portal પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ખેડૂત પોતાના ગામ પંચાયતમાં જ્યા ઈ-ગ્રામ સેન્ટર ખાતેથી VCE મારફતે પણ ઓનલાઈન અરજી કરી શકશે. નીચે દર્શાવેલ માહિતીથી આપ ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકો છો.

  • અરજદાર ખેડૂતે સૌ પ્રથમ ગુગલ પર gujarat.gov.in ટાઈપ કરીએ ઓફિસિયલ વેબસાઈટ ખોલવાની રહેશે.
  • ત્યાર બાદ ડેશબોર્ડ પર આવેલા ‘‘યોજના’’ બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • આગળ યોજનાઓના લીસ્ટમાંથી ‘‘ખેતીવાડીની યોજના’’ પસંદ કરવાનું રહેશે.
  • જેમાં ખેતીવાડી માટે ઉપયોગી વિવિધ યોજનાઓ હાલ કાર્યરત છે તેનું લીસ્ટ ઓપન થશે.
  • અજરદારે સનેડાની સહાય માટે ‘‘રાઈડ ઓન સેલ્ડ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર (સનેડો)’’ લખેલ પર ટીક કરવાનું રહેશે.
  • જેની નીચે ઈમેજમાં દર્શાવ્યા મુજબનું બોક્સ ખુલશે. જેમાં અરજી કરવાની તારીખ સહીત યોજનાની વિગતો દર્શાવેલ હશે.
  • અરજદારે ઓનલાઈન અરજી કરવા માટે ‘‘અરજી કરો’’ પર ક્લિક કરવાનું રહેશે.
Sanedo Sahay Yojana Gujarat 2024 Apply
Image Credit Government Official Website (ikhedut.gujarat.gov.in)

Sanedo Sahay Yojana Gujarat 2024 Online Form

  • ત્યાર બાદ એક નવું પેજ ઓપન થશે જેમાં ‘‘તમે રજીસ્ટર અરજદાર છો?’’ જેમાં પહેલા ikhedut Portal પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યુ હોય તો ‘હા’ નહી તો ‘ના’ પસંદ કરીને આગળ વધવાનું રહેશે.
  • ત્યાર બાદ અગાળના પેજમાં ‘‘નવી અરજી કરવા ક્લિક કરો’’ પર ટીક કરવાની નીચે ઈમેજમાં દર્શાવ્યા મુજબનું ઓનલાઈન અરજીપત્રક ખુલશે.
Sanedo Sahay Yojana  2024 Application
Image Credit Government Official Website (ikhedut.gujarat.gov.in)
  • અરજીપત્રકમાં ખેડૂતનું નામ, સરનામું , જમીનની વિગત, બેંક ખાતાની વિગતો તથા જરૂરી ડોક્યુમેન્ડ અપલોડ કર્યા બાદ બધી વિગતો ચકાસીને અરજી Save કરવાની રહેશે.
  • ત્યાર બાદ બધી વિગતો એકવાર ચકાસીને કોઈ સુધારો ના કરવાનો હોય તો “Comfirm Application“ કરવાની રહેશે.
  • ત્યાર બાદ આપને ઓનલાઈન અરજી નંબર અપડેટ થશે. તથા અરજી નંબરને આધારે આપની અરજીની પ્રિન્ટ કાઠી લેવાની રહેશે.

નોંધ:-ઓનલાઈન અરજીમાં જે તાલુકાઓનો લક્ષ્યાંક પુુુરો થઈ ગયો હશે તેની વિગતો નઈ ભરી શકાય.

સનેડો સહાય મંજૂર થયા બાદની કાર્યવાહી.

  • ઓનલાઈન અરજી કર્યા બાદ આપની અરજી અન્વયે સહાય મંજૂર થયેલ હશે તો ખેતીવાડી વિભાગ દ્વારા આપને જાણ કરવામાં આવશે.
  • સહાય મંજૂર થયેથી આપ સરકાર માન્ય વેન્ડર એટલે કે વેપારી પાસેથી સનેડો સાધનની ખરીદી કરવાની રહેશે.
  • ખરીદી વખતે GST વાળું બીલ મેળવી લેવાનું રહેશે.
  • ખરીદી થયા બાદ ઓરિજનલ બીલ, અરજીની નકલ, જાતિ પ્રમાણપત્ર, 8-અ કે 7/12 ની નકલ, ડ્રાઈવીંગ લાઈસન્સની નકલ સાથે દિન-60 આપના જિલ્લાના ખેડીવાડી અધિકારીશ્રીની કચેરી ખાતે જમા કરાવવાના રહેશે.
  • ત્યાર બાદ જરૂરી ચકાસણી કરીને આપના બેંક ખાતામાં સહાયની રકમ જમા કરવામાં આવશે.

જાણવા જવુંં:- 

ટેકાના ભાવ યોજના, ટેકાના ભાવ જાણો.

હવે મોબાઈલથી આયુષ્યમાન કાર્ડ Pdf ડાઉનલોડ કરો

સનેડો ખરીદી માટેના યોજનાની ધ્યાનમાં રાખવા જેવી બાબતો.

Sanedo Sahay Yojana Gujarat 2024 માં સનેડો ખરીદી માટે સબસિડી મેળવવા નીચેની બાબતો ધ્યાને રાખવાની રહેશે.

  • સનેડો સહાય યોજના હેઠળ આજીવન એકવાર સહાય મળવાપાત્ર થશે.
  • સહાય મંજૂર થયા પછી સરકાર માન્ય વેપારીઓ પાસથી સનેડાની ખરીદી કરવાની રહેશે.
  • આ સાધનનો ઉપયોગન માત્ર ખેતી માટે જ કરવાનો રહેશે.
  • આ યોજના હેઠળ ખરીદેલ સનેડા સાધનને 2 વર્ષ સુધી વેચી શકાશે નહી.
  • સનેડાનો ઉપયોગ કોઈ પેસેન્જ વાહન તરીકે કરી શકાશે નહી.

Important Links of Sanedo Sahay Yojana Gujarat 2024

ઓનલાઈન અરજી કરવા

Click Here

અરજીનું સ્ટે્ટસ ચેક કરવા અને પ્રિન્ટ લેવા.

Click Here

Home Page

Click Here

Conclusion

મિત્રો Sanedo Sahay Yojana Gujarat 2024 હેઠળ ખેડૂતને સનેડો મિનિ ટેક્ટર ખરીદવા માટે ₹ 25,000/- સુધીની સબસિડી આપવામાં આવે છે. ખેડૂતને વહેલા તે પહેલા ધોરણે સહાય આપવાની હોવાથી સત્વરે ઓનલાઈન અરજી કરવા સુચન છે.

FAQ

(1) સનેડો સહાય યોજના 2024 હેઠળ  ઓનલાઈન અરજી ક્યાં કરવાની રહેશે?

Sanedo Sahay Yojana Gujarat 2024 હેઠળ ઓનલાઈન અરજી ikhedut Portal કરવાની રહેશે.

(2) સનેડો મીની ટેક્ટર ખરીદવા કેટલી સબસિડી મળશે?

સનેડો ખરીદવા માટે ખેડૂતને ખરીદ કિંમતના 25% અથવા ₹ 25,000/- બંનેમાંથી જે ઓછું હોય તેટલી સબસિડી મળશે.

(3)  Sanedo Sahay Yojana Gujarat 2024 હેઠળ સનેડાની ખરીદી ક્યારે કરવાની રહેશે?

ઓનલાઈન અરજી મંજૂર થયા બાદ માન્યતા પ્રાપ્ત વિક્રેતાઓ પાસેથી સાધનની ખરીદી કરવાની રહેશે.

Leave a comment