Khedut Mobile Sahay Yojana | Khedut Mobile Sahay Yojana Login | Khedut Mobile | Khedut Mobile Sahay | ખેડૂત મોબાઈલ સહાય યોજના 2024 | Smartphone Sahay Yojana | Khedut Smartphone Sahay Yojana 2024 | Smartphone Sahay Yojana Ikhedut | ખેડૂત સ્માર્ટ ફોન સહાય યોજના
જાણવા જેવું, આજના ટેકનોલોજીના યુગમાં કૃષિક્ષેત્રે વિવિધ નવિનતમ ટેકનોલોજીનો ઉપયોગ પ્રતિ દિવસ વધી રહ્યો છે. ખેડૂતો ખેતી માટે ઉપયોગી એવી વિવિધ ટેકનિકોનો ઉપયોગ કરીને પોતાની આવકમાં સતત વધારો કરી રહ્યા છે. ખેડૂતોને ખેતી વિષયક નવી ટેકનોલોજી અંગે હાથવગી માહિતી મળી રહે અને ખેતીની નવિનતમ પદ્ધતિથી માહિતગાર રહે તે માટે Khedut Mobile Sahay Yojana 2023 24 અમલમાં મુકવામાં આવી છે. આ યોજના દ્વારા ખેડૂતને મોબાઈલ ખરીદી માટે ₹6,000/- ની સહાય આપવામાં આવે છે. મિત્રો, આ આર્ટિકલમાં ખેડૂત સ્માર્ટ ફોન સહાય યોજનાની સહાય માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? મોબાઈલ સહાય ક્યારે મળશે? અને આ યોજના હેઠળ નિયમોની શું જોગવાઈ છે? વગેરે જેવી બાબતોની સવિસ્તાર માહિતી મેળવીશું. તો ચાલો કંઈક નવું જાણીએ.
Bullet Point of Khedut Mobile Sahay Yojana 2024
યોજનાનું નામ | ખેડૂત મોબાઈલ સહાય યોજના 2024 |
સંબંધિત સરકારી વિભાગનું નામ | કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ |
લાભાર્થી જુથ | જમીન ધરાવતા રાજ્યના કોઈપણ ખેડૂતમિત્ર. |
સહાયનું ધોરણ | સ્માર્ટ ફોનની ખરીદ કિંમતના 40% અથવા ₹6,000/- ની સહાય |
ઓનલાઈન અરજી ક્યાં કરવી. | Ikhedut Portal પર |
અરજી કરવાનો સમયગાળો |
તા.09/01/2024 થી તા.08/02/2024 સુધી |
ઓફિસિયલ વેબસાઈટ | ikhedut.gujarat.gov.in |
Khedut Mobile Sahay Yojana 2024
દેશમાં દિવસે ને દિવસે વધી રહેલા ટેકનોલોજીના વ્યાપનો લાભ સીધો ખેડૂતોને મળી રહે તે માટે સરકાર દ્વારા મોબાઈલ સહાય યોજના અમલમાં મુકવામાં આવી છે. આજના યુગમાં ખેડૂતમિત્રો દ્વારા ખેતીની નવીતમ પદ્ધતિની જાણકારી, ખેડૂત ઉપયોગી પ્રકાશનો, હવામાન ખાતાની આગાહી, વરસાદની આગાહી, ખેતી વિષયક સંભવિત રોગ-જીવાત નિયંત્રણના ઉપાય, કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ વિવિધ યોજનાઓનો લાભ લેવા તથા ઓનલાઈન અરજી કરવા માટે મોબાઈલ ફોનનો ઉપયોગ વધી રહ્યો છે. આજના સમયની માંગ જોતા ખેડૂત મોબાઈલ સહાય યોજના દ્વારા ખેડૂતમિત્રોને સ્માર્ટ ફોનની ખરીદી પર સ્માર્ટ ફોનની ખરીદ કિંમતના 40% અથવા ₹6,000/- ની સહાય આપવામાં આવે છે.
Khedut Mobile Sahay Yojana 2024 યોજનાનો ઉદ્દેશ.
Khedut Mobile Sahay Yojana 2023 24 માં ખેડૂતોને સ્માર્ટ ફોનની ખરીદીમાં સહાય અપવામાં આવશે. જેથી રાજ્યના દરેક ખેડૂત પાસે સ્માર્ટ ફોન હોય અને આધુનિક રીતે ખેતી કરીને પોતાની આવક બમણી કરી શકે તેવા ઉદ્દેશથી આ યોજના અમલમાં મુકવામાં આવી છે. તેના અન્ય લાભ પણ નીચે મુજબના છે.
- ખેડૂત મિત્રોને અધ્યતન આઈ.ટી ટેકનોલોજીની હાથવતી માહિતી મળી રહેશે.
- રાજ્યના ખેડૂતમિત્રો સ્માર્ટફોન દ્વારા આધુનિક સાધનોનો ઉપયોગ કરીને આવક વધારવા માટે.
- કૃષિ ક્ષેત્રે ડીજિટલ સેવાઓનો વ્યાપ વધારવા.
- હવામાન ખાતાની આગાહી, વરસાદ વિશેની માહિતી, તથા ખેત વિષયક નવીનતમ પદ્ધતિથી ખેડૂતમિત્રોને માહિતગાર કારવા માટે.
ખેડૂતને મોબાઈલ સહાય યોજના 2024 માં શું સહાય મળશે?
Smartphone Sahay Yojana 2024 માં ખેડૂતને એક મોબાઈલ ખરીદવા માટે સહાય આપવામાં આવશે. કેટલી કિંમતના મોબાઈલ પર અને કેટલી સહાય મળશે? તેની ઉદાહરણ સહીતની માહિતી આપવામાં આવી છે.
- Khedut Mobile Sahay Yojana 2023 24 માં ખેડૂતને ₹ 15,000/- સુધીની કિંમત પર સહાય મળવાપાત્ર રહેશે.
- આ યોજના હેઠળ ખેડૂતમિત્રોને સ્માર્ટ ફોનની ખરીદ કિંમતના 40% અથવા ₹6,000/- બંનેમાંથી જે ઓછી રકમ હશે તે સહાય મળવાપાત્ર થશે. તેની ઉદાહરણ દ્વારા સમજીએ.
- દા.ત. જો કોઈ ખેડૂત ₹ 1૦,000/- કિંમતના સ્માર્ટફોનની ખરીદી કરે છે. તો ફોનની ખરીદ કિંમતના 40% એટલે કે ₹4,000/- અથવા ₹6,000/- બંનેમાંથી જે ઓછી રકમ હોય તે રકમની સહાય મળશે. એટલે અહીં ખેડૂતને ₹4,000/- ની સહાય મળશે.
- બીજા કિસ્સામાં જો કોઈ ખેડૂત ₹ 17,000 નો સ્માર્ટફોન ખરીદે છે તો ફોનની ખરીદ કિંમતના 40% એટલે કે ₹6,800/- અથવા ₹6,000/- બંનેમાંથી જે ઓછી રકમ હોય તે રકમની સહાય મળશે. એટલે અહીં ખેડૂતને ₹6,000/- ની સહાય મળશે.
- એટલે કે અહીં ખેડૂતની સ્માર્ટફોનની કિંમત વધુ હશે (એટલે કે ₹ 15,000/- થી વધુ હોય ) તો પણ ખેડૂતને ₹6,000/- ની સહાય મળશે.
- આ યોજના હેઠળ સહાય ફક્ત સ્માર્ટફોનની ખરીદ કિંમત માટે જ રહેશે. મોબાઈલની અન્ય એસેસરીઝ જેવી કે ઈયર ફોન, ચાર્જર, પાવર બેંક જેવા સાધનોનો સમાવેશ થશે નહી.
નોંધ- આ યોજનામાં પહેલા જુના નિમય પ્રમાણે ખેડૂતને ₹ 15,000/- સુધીની સ્માર્ટ ફોનની ખરીદ કિંમતના 10% અથવા ₹1,500/- બંનેમાંથી જે ઓછી રકમ હોય તે સહાય મળવાપાત્ર થતી હતી. હવે તા. 07/02/2022 થી સહાયની રકમમાં વધારો કર્યો છે.
જાણવા જેવુંઃ-
પીએમ કિસાન યોજના વિશે સંપુુર્ણ માહિતી.
પીએમ કિસાન સન્માન નિધિ યોજના સ્ટેટસ ચેક કરો.
ખેડૂત સ્માર્ટ ફોન સહાય યોજના 2024 લાભાર્થીની પાત્રતા.
- Khedut Mobile Sahay Yojana 2023 24 યોજનાનો લાભ રાજ્યમાં જમીન ધરાવતા તમામ ખેડૂતોને મળવાપાત્ર થશે.
- આ યોજના હેઠળ ફક્ત એક જ વાર સહાય મળવાપાત્ર થશે ભલે પછી ખેડૂત એકથી વધુ ખાતેદાર હોય.
- ખેડૂત ગુજરાતમાં કાયમી રહેવાસી હોવા જોઈએ.
- સંયુક્ત ખાતાના કિસ્સામા 8-અ માં જે ખાતેદારોના નામ હોય તેમાંથી કોઈ એક ખાતેદારને આ લાભ મળશે.
ખેડૂત મોબાઈલ સહાય યોજનાના લાભાર્થીના ડોક્યુમેન્ટ.
કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા Khedut Mobile Sahay Yojana 2023 24 યોજનાના લાભાર્થીઓને લાભ લેવા લાભાર્થીના ડોક્યુમેન્ટ નિયત કરવામાં આવ્યા છે.
ઓનલાઈન અરજી કર્યા બાદ પસંદ થયેલ લાભાર્થીઓએ પુર્વ મંજૂરીથી આદેશથી 15 દિવસમાં સ્માર્ટફોનની ખરીદી કરવાની રહેશે. સ્માર્ટફોનની ખરીદી કર્યા બાદ ઓનલાઈન અરજીની પ્રિન્ટ આઉટ લઈ સાથે નીચે દર્શાવેલ ડોક્યુમેન્ટ ગ્રામ સેવક/તાલુકા અમલીકરણ અધિકારી/ વિસ્તરણ અધિકારી ખેતી (કોઈપણ એક)ને અરજી સાથે રજુ કરવાના રહેશે.
- નિયત સમયમાં મોબાઈલ ખરીદીનું GST નંબર ધરાવતું અસલ બીલ.
- સ્માર્ટફોનના IMEI નંબરની વિગત.
- ખેડૂત ખાતાના 8-અ ની નકલ.
- કેન્સલ ચેક અને બેંક ખાતા નંબર દર્શાવતી ચોપડીની નકલ.
- ખેડૂતના અધાર કાર્ડની નકલ.
- ખેડૂત કોઈ સહકારી મંડળી અથવા દૂૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હશે તો તેની વિગતો ઓનલાઈન અરજીમાં ભરવાની રહેશે.
- રેશન કાર્ડની નકલ.
Khedut Mobile Sahay Yojana Online | Registrationઓનલાઈન અરજી ક્યાં કરવી?
ઓનલાઈન અરજી કરવાની જાહેરાત થયેથી ખેડૂત મિત્રોએ IKhedut Portal પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. (હાલ તા.09/01/2024 થી તા.08/02/2024 સુધી ઓનલાઈન અરજી કરવાની પ્રકિયા ચાલુ છે) અહીં નીચે દર્શાવેલ સ્ટેપ બાય સ્ટેપની માહિતી દ્વારા આપ જાતે ઓનલાઈન અરજી કરી શકશો.
Step-1 Khedut Mobile Sahay Yojana Login
- અરજદારે સૌ પ્રથમ ગુગલ પર gujarat.gov.in ટાઈપ કરી Ikhedut Portal પર લોગીન કરવાનું રહેશે.
- જેથી ઓફિસિયલ વેબસાઈટનું ડેસબોર્ડ ઓપન થશે. જેમાં યોજનાઓ પર લખેલ બટન પર ક્લિક કરવાનું રહેશે.
- યોજનાઓ પર ક્લિક કર્યા બાદ Ikhedut Porta 2024 Yojana List ખુલશે. જેમાં ‘‘ખેતીવાડી ની યોજનાઓ માટે અહીં ક્લિક કરો’’ બટન પર ક્લિક કરવાનું રહેશે.
Step -2 Application
- ત્યાર બાદ નીચે દર્શાવેલ ઈમેજ મુજબ આપને ખેડૂત સ્માર્ટ ફોન સહાય યોજના પર ક્લિક કરવાનું રહેશે.
- પછી નવું પેજ ઓપન થશે જેમાં Khedut Mobile Sahay Yojana 2023 24 વિશે અરજી કરવાના સમયગાળા સહિતની વિગતે માહિતી દર્શાવેલ હોય છે.
- જેમાં આપને અરજી કરો બટન પર ક્લિક કરવાનું રહેશે.
Step-3 Khedut Mobile Sahay Yojana 2023 24 Apply Online
- ત્યારબાદના પેજમાં તમે રજીસ્ટ્રર્ડ અરજદાર છો ? તેમ પુછશે. જેમાં હા કે ના સપંદ કરીને આગળ વધવા પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યાર બાદ ‘‘નવી અરજી કરો’’ બટન પર ક્લિક કરીને આગળ વધવાનું રહેશે.
- જેમાં નીચે દર્શાવેલ ઈમેજ મુજબનું પેજ ઓપન થશે. જેમાં અરજદારનું નામ, સરનામું, જાતિ, જિલ્લો, તાલુકાની વિગત નાંખવાની રહેશે. ત્યાર બાદ બેંક ડીટેલ્સ, જમીનની વિગત અને રેશનકાર્ડની વિગત નાંખવાની રહેશે.
- ઉપરની વિગતો ભરાઈ ગયા બાદ ચકાસણી કરીને કેપ્ચા કોડ નાંખીને અરજી સેવ કરવાની રહેશે.
Step -4 Print Application
- ઓનલાઈન ભરેલ અરજી સેવ કર્યા બાદ આગળના સ્ટેપમાં અરજીમાં કોઈ ભુલ થયેલ હોય તો અપડેટ કરી શકશો.
- ત્યારબાદ અરજીની તમામ વિગતો ચકાસીને અરજી કંન્ફર્મ કરવાની રહેશે. ઓનલાઈન અરજી કંન્ફર્મ થયા બાદ ફરી કોઈ સુધારો થઈ શકશે નહી.
અરજી કંન્ફર્મ થયા બાદ અરજીની પ્રિન્ટ કાઢવાની રહેશે. પ્રિન્ટમાં જરૂરી સહી સિક્કા કરાવ્યા બાદ આપના ગ્રામ સેવક તાલુકા અમલીકરણ અધિકારી/ વિસ્તરણ અધિકારી ખેતી (કોઈપણ એક)ને અરજી સાથે રજુ કરવાના રહેશે.
ઓનલાઈન અરજી કર્યા બાદ શું કરવુ?
- ઓનલાઈન અરજી કર્યા બાદ સંબંધિત અધિકારી દ્વારા ઓનલાઈન મળેલ અરજીની ચકાસણી કરવામાં આવે છે. જેમાં વહેલા તે પહેલા ધોરણે જે અરજીઓ મંજૂર થાય છે. તે અરજીઓનું ઓનલાઈન સ્ટેટ્સ અપડેટ કરવામાં આવે છે.
- ઓનલાઈન અરજી મંજૂર થયાની જાણ લાભાર્થીને સરનામે લેખીત ટપાલ દ્વારા અને મોબાઈલમાં SMS દ્વારા જાણ કરવામાં આવશે.
- અરજી મંજૂર થયેથી અને SMS જાણ થયેથી અરજદારને સ્માર્ટફોન ખરીદી કરવાના પુર્વમંજૂરીના આદેશ થયા બાદ, આદેશની તારીખથી દિન-15 અંદર સ્માર્ટફોનની ખરીદી કરવાનો રહેશે.
- સ્માર્ટફોનની ખરીદી બાદ અરજદાર ખેડૂતે ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ આઉટ અને ઉપર દર્શાવેલ ડોક્યુમેન્ટ ગ્રામ સેવક/તાલુકા અમલીકરણ અધિકારી/ વિસ્તરણ અધિકારી (કોઈપણ એક)ને અરજી સાથે રજુ કરવાના રહેશે.
- ત્યાર બાદ સ્માર્ટ ફોનની ખરીદ કિંમતના 40% અથવા ₹6,000/- ની સહાય બંનેમાંથી જે ઓછું હોય તે રકમ ખેડૂતના ખાતામાં સધી જમા કરવામાં આવશે.
Important Link of Khedut Mobile Sahay Yojana 2023 24
ikhedut Portal | |
ઓનલાઈન અરજી કરવા માટે ડાયરેક્ટ લીંક | |
ઓનલાઈન અરજીનું સ્ટે્ટસ જાણવા. | |
ઓનલાઈન અરજીની પ્રિન્ટ લેવા માટે. | |
Downlaod New GR | |
Home Page |
Conclusion
મિત્રો, ખેડૂતો સ્માર્ટફોનનો ઉપયોગ કરીને નવીન ખેતી વિષયક પદ્ધતિથી માહિતગાર રહે અને ખેતીમાં અધુનિક પદ્ધતિઓનો ઉપયોગ કરી આવકમાં વધારો કરે તેવા આશયથી સ્માર્ટફોરની ખરીદી પર 40% જેટલી સહાય આપવામાં આવે છે. આપને Khedut Mobile Sahay Yojana 2023 24 આર્ટિકલમાં ખેડૂતમિત્રોને સ્માર્ટફોનની ઓનલાઈન અરજી, અરજી મંજૂરી બાદ સ્માર્ટફોનની ખરીદી અને ત્યાર બાદની પ્રોસેસ વિગતે સમજાવવાનો પ્રયન્ન કર્યો છે. મોબાઈલ સહાય યોજનાના ફોર્મ ધણા ઝડપથી ભરાતા હોવાથી વહેલા તે પહેલા ધોરણે અરજી કરવા સુચન છે. આશા રાખુ છુ કે તે તમને ઉપયોગી થશે.
FAQ
(1) Khedut Mobile Sahay Yojana 2023 24 માં ઓનલાઈન અરજી ક્યા અને ક્યારે કરવાની?
Ikhedut Porta પર જાહેરાત થયે નિયત સમયગાળામાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.
(2) સ્માર્ટફોનની ખરીદી ક્યારે કરવાની?
Ikhedut Porta પર ઓનલાઈન અરજી કર્યા બાદ, પુર્વ મંજૂરીના અદોશની તારીખથી દિન-15 માં સ્માર્ટફોનની ખરીદી કરવાની રહેશે.
(3) સંયુક્ત ખાતેદારોમાંથી કોને Khedut Mobile Sahay Yojana 2024 હેઠળ સહાય મળશે.
સંયુક્ત ખાતેદારોમાંથી કોઈ એક ખાતેદારને આ યોજના હેઠળ સહાયનો લાભ મળશે.
(4) જો અરજદાર ખેડૂત દ્વારા ₹15,000/- ઉપરની સ્માર્ટફોનની ખરીદી કરે તો કેટલી સહાય મળે?
અરજદાર ખેડૂત દ્વારા ₹15,000/- ઉપરની સ્માર્ટફોનની ખરીદી કરે તો ₹6,000/- સહાય મળે.
(5) ખેડૂત મોબાઈલ સહાય યોજના હેઠળ ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો ?
તા.09/01/2024 થી તા.08/02/2024 સુધી આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકાશે.
2 thoughts on “[2024] Khedut Mobile Sahay Yojana 2023 | ખેડૂત મોબાઈલ સહાય યોજના”