LIC Golden Jubilee Scholarship 2024 : ભારતીય જીવન વિમા નિગમ એટલે કે LIC દ્વારા આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને નાણાકીય સહાય આપવા આગવી પહેલ કરવામાં આવી છે. LIC Golden Jubilee Scholarship 2024 વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે આપવામાં આવશે. જેમાં વિદ્યાર્થીનો અભ્યાસક્રમ પુરો ના થાય ત્યા સુધી શિષ્યવૃત્તિ આપવામાં આવશે. વિદ્યાર્થી જે ધોરણમાં અભ્યાસ કરતા હોય તે મુજબ નિયત થયેલ શિષ્યવૃત્તિ મળવાપાત્ર રહેશે. વિદ્યાર્થીઓની પસંદગી અને પાત્રતા માટે શૈક્ષણિક અભ્યાસના રેકર્ડને આધારે કરવામાં આવશે. મિત્રો, આજના આ આર્ટિકલ એલ.આઈ.સી ગોલ્ડ જ્યુબિલી શિષ્યવૃત્તિ 2024 હેઠળ ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું? તથા લાભાર્થીના માપદંડો વિશે વિગતે માહિતી મેળવીશું.
Bullet Point of LIC Golden Jubilee Scholarship 2024
યોજનાનું નામ | એલ.આઈ.સી ગોલ્ડ જ્યુબિલી શિષ્યવૃત્તિ 2024 |
કોના દ્વારા આપવામાં આવશે | ભારતીય જીવન વિમા નિગમ |
વિદ્યાર્થીની પાત્રતા | ધોરણ -10 અથવા ધોરણ-12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ |
ઉદ્દેશ્ય | આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને નાણાકીય સહાય પુરી પાડવા |
મળનાર લાભ | દર વર્ષે ₹ 40,000/- જેટલી શિષ્યવૃત્તિ |
અરજી ક્યાં કરવાની? | LIC ની ઓફિસિયલ વેબસાઈટ પર |
અરજી કરવાનો સમયગાળો | તા.30/12/2023 થી તા.14/01/2024 |
ઓફિસિયલ વેબસાઈટ | https://licindia.in/web/guest/golden-jubilee-foundation |
LIC Golden Jubilee Scholarship 2024 વિશે જાણો.
પ્રતિભાશાળી અને લાયક વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે શિષ્યવૃત્તિના સ્પરૂપે LIC દ્વારા આર્થિક સહાય આપવામાં આવશે. જે વિદ્યાર્થીઓને શૈક્ષણિક ખર્ચ માટે ઉપયોગી સાબિત થશે. વિદ્યાર્થીઓને સમગ્ર શિક્ષણમાં મદદરૂપ થવા LIC Golden Jubilee Scholarship 2024 આપવામાં આવે છે. જે વિદ્યાર્થીઓ નાણાકીય સહાયને અભાવે પોતાનો અભ્યાસ પુર્ણ કરી શકતા નથી, તેવા વિદ્યાર્થીઓ માટે આ યોજના વરદાનરૂપ સાબિત થશે.
ભારતીય જીવન વિમા નિગમ દ્વારા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે LIC Golden Jubilee Scholarship 2024 જાહેર કરવામાં આવેલ છે. ધોરણ -10 અને ધોરણ-12 ના વિદ્યાર્થીઓને સ્નાતક અને અનુસ્નાતકના વિવિધ અભ્યાસક્રમમાં થનાર શૈક્ષણિક ખર્ચમાં મદદરૂપ થશે. પસંદ કરાયેલા વિદ્યાર્થીઓને બેંક ખાતામાં સીધી DBT દ્વારા શિષ્યવૃત્તિ ટ્રાન્ફર કરવામાં આવશે.
LIC Scholarship 2024 હેઠળ મળનાર શિષ્યવૃત્તિ.
એલ.આઈ.સી ગોલ્ડ જ્યુબિલી શિષ્યવૃત્તિ 2024 દ્વારા વિદ્યાર્થીઓને કુલ 2 કેટેગરીને આધારે સહાય આપવામાં આવશે.
- LIC General Scholarship | એલ.આઈ.સીની સામાન્ય શિષ્યવૃત્તિ
- Special Scholarship for Girl Child | વિદ્યાર્થીનીઓ માટે વિશેષ શિષ્યવૃત્તિ
વધુ જાણોઃ-
Vikram Sarabhai Scholarship 2024, ₹ 1,00,000/-ની શિષ્યવૃત્તિ.
શ્રમયોગી શિક્ષણ સહાય યોજના ધોરણ-1 થી લઈને Ph.d સુધીના વિદ્યાર્થીઓ માટે.
LIC General Scholarship | એલ.આઈ.સીની સામાન્ય શિષ્યવૃત્તિ.
- જે વિદ્યાર્થીઓ ધોરણ-10 કે ધોરણ-12 માં અભ્યાસ કરતા હોય તેઓને આગળ ડિપ્લોમા, કે ઉચ્ચ કક્ષાના અભ્યાસક્રમ માટે આ સ્કોલરશીપ આપવામાં આવશે.
- વિદ્યાર્થીઓને આગળના અભ્યાસક્રમ જેવા કે સ્નાતકના અભ્યાસ ક્રમ, કોઈપણ ક્ષેત્રે ડિપ્લોમાના અભ્યાસક્રમ, સરકારી માન્યતા પ્રાપ્ત કોલેજ/સંસ્થામાં વ્યવાસાયિક અભ્યાસક્રમ માટે, ઔદ્યોગિત તાલીમ સંસ્થાઓ જેવી કે (ITI) ના અભ્યાસક્રમ માટે સહાય આપવામાં આવશે. શિષ્યવૃત્તિની રકમ વિદ્યાર્થીઓને પસંદ કરેલા પુર્ણ અભ્યાસક્રમ માટે આપવામાં આવશે.
LIC Golden Jubilee Scholarship 2024 Eligibility Criteria | વિદ્યાર્થીની પાત્રતા
- અરજી કરનાર વિદ્યાર્થી ભારતના કાયમી રહેવાશી હોવા જોઈએ
- ઉમેદવારે ધોરણ-10 ની પરીક્ષા ઓછામાં ઓછા 60% માર્કસે પાસ કરેલ હોવી જોઈએ. ડિપ્લોમા કોર્સમાં સહાય મેળવવા માટે ઉમેદવારે ધોરણ-12 ની પરીક્ષા ઓછામાં ઓછા 60% માર્કસે પાસ કરેલ હોવી જોઈએ.
- ઉમેદવારના કુટુંબની વાર્ષિક આવક ₹ 2.50 લાખથી વધુ ના હોવી જોઈએ.
- વિદ્યાર્થીને મેડીકલ, એન્જિનિયરિંગ, કોઈપણ શાખામાં સ્નાતકની પદવી મેળવવા, સરકાર માન્ય સંસ્થાઓમાં સ્નાતક – અનુસ્નાતકની પદવી મેળવવા તથા ITI ના અભ્યસક્રમ પુર્ણ કરવા માટે સ્કોલરશીપ આપવામાં આવશે.
Special Scholarship for Girl Child | વિદ્યાર્થીનીઓ માટે વિશેષ શિષ્યવૃત્તિ
- વિદ્યાર્થીનીઓ માટે ખાસ છુટ આપતા ધોરણ-10 પછી ધોરણ-11 અને 12 નો અભ્યાસક્રમ પુરો કરવા માટે સ્કોલરશીપ આપવામાં આવશે.
- ઉમેદવારે ધોરણ-10 માં ઓછામાં ઓછા 60% ગુણ મેળવેલ હોવા જોઈએ.
- વિદ્યાર્થીની ના પરિવારની વાર્ષિક આવક ₹ 2.50 લાખથી વધુ ના હોવી જોઈએ
- વિદ્યાર્થીની ઉમેદવારને 2 વર્ષ માટે આગળ ઉચ્ચ અભ્યાસ માટે, સરકારી માન્ય પ્રાપ્ત ઔદ્યોગીક તાલીમ સંસ્થામાં અભ્યાસ માટે, અને ડિપ્લોમાના અભ્યાસ માટે આ શિષ્યવૃત્તિ આપવામાં આવશે.
L.I.C ની ગોલ્ડન જ્યુબિલી શિષ્યવૃત્તિ 2024ના લાભો
- આર્થિક રીતે નબળા પરિવારના તેજસ્વી વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસક્રમ પુરો કરી શકે તે માટે LIC Scholarship 2024 આપવામાં આવશે.
- I.C ની ગોલ્ડન જ્યુબિલી શિષ્યવૃત્તિ વિદ્યાર્થીના ઉચ્ચ શિક્ષણ પુરું ના થાય ત્યા સુધી શિષ્યવૃત્તિ આપવામાં આવશે.
- શિષ્યવૃતિની રકમ ઉમેદવાર કયા અભ્યસક્રમમાં પ્રવેશ મેળવે છે તેના પર આધાર રહેશે.
- વિદ્યાર્થીની પસંદગી પાત્રતા ધોરણો અને શૈક્ષણિક યોગ્યતાને આધારે કરવામાં આવશે.
- પસંદર કરાયેલ વિદ્યાર્થીઓને જાણ કરીને, તેઓના બેંક ખાતામાં સીધી શિષ્યવૃત્તિ જમા કરવામાં આવશે.
શિષ્યવૃત્તિ માટે માન્ય અભ્યસક્રમોની યાદી
LIC Golden Jubilee Scholarship 2024 માટે નીચે મુજબના અભ્યાસક્રમોને માન્યતા આપવામાં આવી છે.
- મેડીકલ
- એન્જિનિયરિંગ
- કોઈપણ વિદ્યા શાખામાં સ્નાતકનો અભ્યાસક્રમ
- કોઈપણ ક્ષેત્રમાં ડીપ્લોમા અથવા તેને સમકક્ષ અન્ય અભ્યાસક્રમ
- સરકારી માન્ય પ્રાપ્ત ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITI) માટે
LIC Golden Jubilee Scholarship 2024 Last Date
એલ.આઈ.સી ગોલ્ડન જ્યુબિલી શિષ્યવૃત્તિ 2024 માટે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન અરજી કરવા માટેની છેલ્લી તારીખ 14 January 2024 છે.
LIC ગોલ્ડન જ્યુબિલી શિષ્યવૃત્તિ 2024 માટે શિષ્યવૃત્તિની રકમ
વિદ્યાર્થીઓને વાર્ષિ ધોરણે શિષ્યવૃત્તિ આપવામાં આવશે. જેમાં વર્ષ દરમ્યાન શિષ્યવૃત્તિની રકમ ત્રણ હપ્તામાં આપવામાં આવશે.
ક્રમ | અભ્યાસક્રમો |
મળવાપાત્ર શિષ્યવૃત્તિની રકમ (₹) |
1 |
મેડીકલ |
દર વર્ષે ₹ 40,000/- (ત્રણ હપ્તા 12000+12000+16000) |
2 |
એન્જિનિયરિંગ |
દર વર્ષે ₹ 30,000/- (ત્રણ હપ્તા 9000+9000+12000) |
3 |
કોઈપણ કક્ષામાં સ્થાતક |
દર વર્ષે ₹ 20,000/- (ત્રણ હપ્તા 6000+6000+8000) |
4 |
વિદ્યાર્થીની માટે ખાસ છુટછાટ |
દર વર્ષે ₹ 15,000/- (ત્રણ હપ્તા 4500+4500+6000) |
LIC Golden Jubilee Scholarship 2024 માટે જરૂરી ડોક્યુમેન્ટ
વિદ્યાર્થીએ એલ.આઈ.સી ગોલ્ડન જ્યુબિલી શિષ્યવૃત્તિ 2024 માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. જેથી નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂરી રહેશે.
- વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઈઝનો ફોટો
- શૈક્ષણિક લાયકાતના ડોક્યુમેન્ટ
- આવકનો દાખલો
- બેંક ખાતાની વિગતો
- વિદ્યાર્થીનું આધારકાર્ડની કોપી
- ઓળખપત્ર
- મોબાઈલ નંબર
LIC ગોલ્ડન જ્યુબિલી શિષ્યવૃત્તિ 2024 માટે વિદ્યાર્થીઓની પસંદગી
- વિદ્યાર્થીઓને શૈક્ષણિક લાયકાતને આધારે શિષ્યવૃત્તિ માટે પસંદગી કરવામાં આવશે.
- આ શિષ્યવૃત્તિ માટે કોઈ પરીક્ષા લેવામાં આવનાર નથી.
જાણવા જેવું:-
વિદ્યાર્થીઓ માટે લેપટોપ સહાય યોજના ₹ 25,000/ ની સહાય.સહાય.
જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના ₹ 90,000/- સુુધીની સ્કોલરશીપ.
LIC Golden Jubilee Scholarship 2024 Online Application | ઓનલાઈન અરજીપ્રક્રિયા
વિદ્યાર્થી મિત્રો, LIC ગોલ્ડન જ્યુબિલી શિષ્યવૃત્તિ 2024 માટે ઓનલાઈન ફોર્મ ભરવા તા.30/12/2023 થી શરૂ થઈ ગયા છે. ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે મુજબની પ્રોસેસ અનુસરવાની રહેશે.
- વિદ્યાર્થીઓને સૌ પ્રથમ LIC ની ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.
- જ્યાંથી મેનું દર્શાવ્યા મુજબ LIC Golden Jubilee Scholarship પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યાર બાદ નીચે ઈમેજમાં દર્શાવ્યા મુજબનું પેજ ઓપન થશે, જેમાં Apply Now પર ક્લિક કરવાનં રહેશે.
- જેમાં વિદ્યાર્થીએ નીચે મુજબની વિગતો ભરવાની રહેશે.
- રાજ્ય
- જિલ્લો
- વિદ્યાર્થીનું નામ
- પિતાનું પુરું નામ
- જાતિ,
- વિદ્યાર્થીનો મોબાઈલ નંબર
- અભ્યાસક્રમનું નામ
- અભ્યાસક્રમની મુદ્દત
- યુનિવર્સિટી
- બેંક ખાતાની વિગતો
વગેરે જેવી દર્શાવેલ માહિતી ભરીને સંપુર્ણ ચકાસણી કર્યા બાદ નીચે Submit બટન પર ક્લિક કરવાનું રહેશે.
LIC ગોલ્ડન જ્યુબિલી શિષ્યવૃત્તિ 2024 માહત્વપુર્ણ સુચનાઓ
- આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીએ છેલ્લી પરીક્ષામાં ઓછામાં ઓછા 60% માર્કસ મેળવેલ હોવા જોઈએ.
- કુટુંબની વાર્ષિક આવક ₹ 2.50 લાખથી ઓછી હોવી જોઈએ. વિધવા મહિલા તથા એકલ રહેતી મહિલાઓને વાર્ષિક આવકમાં ₹ 4.00 લાખ સુધીની છુટ આપવામાં આવશે.
- ઉમેદવારની પસંદગી વિદ્યાર્થીએ ધોરણ-10 અને ધોરણ-12 માં મેળવેલા માર્કસને આધારે તથા કુટુંબની વાર્ષિક આવકને આધારે કરવામાં આવશે. કોઈ પરીક્ષા લેવામાં આવશે નહી.
- પસંદગી યાદીમાં જે વિદ્યાર્થીઓને ટકાવારી સરખી હશે, તેવા વિદ્યાર્થીઓની કુટુંબની ઓછી આવકને ધ્યાને લેવામાં આવશે.
- પસંદગી પામેલ વિદ્યાર્થીઓ પોતાની બીજા વર્ષેથી અભ્યસક્રમ બદલે તો, જે અભ્યાસક્રમમાં વિદ્યાર્થીની પસંદગી થઈ હતી તે અભ્યાસક્રમ મુજબની શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે.
- ધોરણ-10 પછી કોઈપણ વિદ્યાર્થી કે વિદ્યાર્થીની ને કોઈપણ વિષય પર ડિપ્લોમા કોર્ષ કરવાનો હોય તો તે મુજબ શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે.
- ધોરણ-12 પછી ઉપર દર્શાવેલ કોઈપણ વિષયમાં સ્નાતક કે અન્ય અભ્યાસક્રમ માટે નિયત થયેલ શિષ્યવૃત્તિ આપવામાં આવશે.
- જે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટે પસંદગી થયેલ છે તેવા વિદ્યાર્થીઓને વાણીજ્ય, કલા, વિષયમાં છેલ્લી પરીક્ષામાં 55% ગુણ તથા સ્નાતક કક્ષાના અભ્યાસક્રમના વર્ષમાં 50% જેટલા ગુણ મેળવેલ હોવા જોઈએ, નહીતો આગળના અભ્યાસક્રમ માટે શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે નહી.
- વિદ્યાર્થીનીઓને ધોરણ-10 પછી પસંદગી થયા બાદ ધોરણ-11 માં ઓછામાં ઓછા 50% માર્કસ મેળવેલ હોવા જોઈએ.
- લાયકાતના ધોરણે પસંદ કરાયેલ કુલ 20 વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટે પસંદ કરવાના આવશે અને વિશેષ છુટવાળા કુલ -10 વિદ્યાર્થીનીઓની પસંદગી કરવામાં આવશે.
Important Links of LIC Golden Jubilee Scholarship 2024
ઓફીસિયલ વેબસાઈટ | |
ઓનલાઈન અરજી કરવા માટે | |
Home Page |
Conclusion
આર્થિક રીતે નબળા વર્ગના પરિવારોના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે મદદરૂપ બનવા LIC દ્વારા LIC Golden Jubilee Scholarship 2024 આપવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીઓને વાર્ષિક ₹ 40,000/- જેટલી શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આજના LIC ગોલ્ડન જ્યુબિલી શિષ્યવૃત્તિ 2024 આર્ટિકલમાં ઓનલાઈન અરજીની પ્રોસેસ વિશે વિગતે માહિતી આપવામાં આવેલ છે. છેલ્લી તારીખ 14/01/2024 ને ધ્યાને રાખીને સત્વરે ઓનલાઈન અરજી કરવા સુચન છે.
FAQ
(1) LIC Golden Jubilee Scholarship 2024 હેઠળ કોને શિષ્યવૃત્તિ મળશે?
એલ.આઈ.સી ગોલ્ડન જ્યુબિલી શિષ્યવૃત્તિ 2024 હેઠળ હાલ ધોરણ-10 અને ધોરણ-12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થી –વિદ્યાર્થીનીઓને શિષ્યવૃત્તિ મળશે.
(2) LIC ગોલ્ડન જ્યુબિલી શિષ્યવૃત્તિ 2024 માટે અરજી ક્યાં કરવાની થશે?
આ યોજના હેઠળ LIC ની ઓફિસિયલ વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
(3) LIC Scholarship 2024 માટે કુટુંબની આવક મર્યાદા કેટલી છે?
જે વિદ્યાર્થીના કુટુંબની આવક ₹ 2,50,000/- હશે તેવા પરિવારના વિદ્યાર્થીઓ ઓનલાઈન અરજી કરી શકશે.