Poshan Maah | Rashtriya Poshan Maah 2023 | Rashtriya Poshan Maah | Poshan Maah 2023 Theme | Poshan Maah Activities | Poshan Maah Slogan
જાણવા જેવુ. મિત્રો, ગુજરાત સરકાર બાળકો, સગર્ભા મહિલાઓ તથા સ્તનપાન કરાવતી સ્ત્રીઓના પોષણ માટે ઘણી યોજનાઓમાં અમલમાં મુકી છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પોષણ અભિભાન, પુર્ણા યોજના, મુખ્ય મંત્રીમાતૃ શક્તિ યોજના, આંગણવાડી યોજના જેવી યોજનાઓ દ્વારા બાળકો અને મહિલાઓના પોષણ સ્તરમાં સુધાર લાવવા સતત પ્રયત્નશીલ રહે છે. મિત્રો, આજે આપણે આ આર્ટિકલમાં પોષણ અભિયાનના ભાગરૂપે ઉજવાતા Poshan Maah 2023 પોષણ માસ વિશે વિગતે ચર્ચા કરીશુ. પોષણ માસની ઉજવણી વર્ષ 2018 થી શરૂ કરવામાં આવેલ. જેમાં આ વર્ષે તા. 1 થી 30 સપ્ટેમ્બર મહિનાને છઠ્ઠા પોષણ માસ તરીકે ઉજવાય છે. આ આર્ટિકલમાં પોષણ માસ 2023, પોષણ માસ 2023ની થીમ, પોષણ શપથ અને પોષણ માસના સુત્રો વિશે જાણીશું. તો ચાલો કંઈક નવું જાણીએ.
Bullet Point of Poshan Maah 2023
આર્ટિકલનું નામ | Poshan Maah 2023 | પોષણ માસ |
સંબંધિત વિભાગ | મહિલા અને બાળ વિકાસ વિભાગ |
ઉદ્દેશ | બાળકો અને સ્ત્રીઓમાં પોષણસ્તર સુધાર માટે. |
લાભાર્થી જુથ | 6 વર્ષથી ઓછી ઉંમરના બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓ. |
પોષણ માસ | સપ્ટેમ્બર મહિનો |
ઓફિસિયલ વેબસાઈટ | wcd.gujarat.gov.in |
પોષણ માસ કેમ ઉજવવામાં આવે છે?
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વર્ષ 2018 થી રાજ્ય વ્યાપી પોષણ અભિયાનના ભાગરૂપે પોષણ માસ ઉજવામાં આવે છે. જેમાં સરકાર દ્વારા દર વર્ષે તા. 1 થી 30 સપ્ટેમ્બર આખો મહિનાને છઠ્ઠા પોષણ માસ તરીકે ઉજવે છે. રાજ્યમાં બાળકોમાં, સગર્ભા સ્ત્રીઓ, 14 થી 18 વર્ષ વય સુધીની તથા સ્તનપાન કરવાતી માતાઓમાં પોષણ સ્તર સુધારવા તથા બાળકોમાં કુપોષણ દર ધટાડવા માટે પોષણ માસ ઉજવાય છે.
પોષણ માસ ઉજવવાનો ઉદ્દેશ.
ભારત અત્યારે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યુ છે તેમાં ભારતના ઝડપી અને સંપુર્ણ વિકાસ માટે મહિલા અને બાળકોના પોષણ સ્તર સુધારવું ઘણું જ જરૂરી બન્યુ છે. કેમ કે એક સુપોષિત માતા દ્વારા જ સુપોષિત બાળકોનો જન્મ થાય છે. જેથી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બાળકો અને સ્ત્રોઓના પોષણમાં, તેમની તંદુરસ્તીમાં સુધાર માટે દર વર્ષ સપ્ટેમ્બર મહિનામાં વિશેષ અભિયાન હાથ ધરવામાં આવે છે. જેથી ગુજરાત પોષણ અને સ્વાસ્થયની બાબતમાં દેશમાં સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કરી શકે.
પોષણ માસ ૨૦૨૩ની થીમ | Poshan Maah 2023 Theme
સરકાર દ્વાર બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાને રાખીને દર વર્ષે વિવિધ થીમ આધારિત કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષની થીમ ‘‘સુપોષિત-સાક્ષર-સશક્ત ભારત’’ (Nutrition-rich India, Educated India, Empowered India) છે. જે આધારિત 1 થી 30 સપ્ટેમ્બર સુધી Poshan Maah 2023 વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે.
લાભાર્થી જુથ.
પોષણ માસમાં મુખ્યત્વે નીચે મુજબના લાભાર્થી જુથ નક્કી થયેલ છે.
- 6 વર્ષથી ઓછી ઉંમરના નાના બાળકો.
- સગર્ભા મહિલાઓ
- સ્તનપાન કરાવતી માતાઓ.
- 14 થી 18 વર્ષ સુધીની કિશોરીઓ
પોષણ માસનું કાર્યક્ષેત્ર.
દર વર્ષે સપ્ટેમ્બર મહિનાને પોષણ માસ તરીકે ઉજવવાનું નક્કી થયેલ છે. જેમાં ફક્ત ગુજરાત જ નહી આખા ભારત દેશમાં સપ્ટેમ્બર મહિનો Poshan Maah 2023 તરીકે ઉજવાય છે. જેમાં આંગણવાડીના બાળકો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને આંગણવાડી કેન્દ્રો ખાતે નાના ભુલકાઓને પોષણયુક્ત આહાર આપવામાં આવે છે. આખા રાજ્યમાં વહીવટીતંત્રને સાથે રાખીને પોષણ અહારની શિબિર તથા વાનગી સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવે છે. જેમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના ICDS વિંગ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજના થાય છે.
ICDS વિભાગ વિશે જાણો.
મહિલા અને બાળ વિકાસ વિભાગ , મહિલાઓ અને બાળકોમાં આર્થિક, સમાજિક અને શૈક્ષણિક ઉત્કર્ષ માટેની પ્રવૃતીઓ તથા વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકે છે. ICDS વિભાગ નાના બાળકો, સગર્ભા માતાઓ તથા કિશોરીઓમાં પોષણ તથા શૈક્ષણિક સ્તરમાં સુધાર માટે સતત પ્રયત્નશીલ રહે છે. Poshan Maah 2023 માં વિવિધ કાર્યક્રમોનું આયોજન ICDS વિંગ દ્વારા કરવામાં આવે છે.
મહિલા અને બાળ વિકાસ વિભાગની આ યોજનાઓ વિશે પણ જાણો.
પોષણ માસ ઉજવણીના કાર્યક્રમો.
દર વર્ષના સપ્ટેમ્બર માસને પોષણ માસ તરીકે ઉજવણી કરીને મહિલા અને બાળકોમાં પોષણ સ્તર સુધાર, સાક્ષરતા દરમાં સુધાર અને કિશોરીઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને તેઓને સશક્ત બનાવવા માટે કાર્યક્રમો હાથ ધરવમાં આવે છે. જેમાં આંગળવાડી ખાતે બાળકોને પુરક આહાર આપવામાં આવે છે. વિવિધ શિબિર કાર્યક્રમો, મેળાઓ, પોષણ રેલીઓ અને વિવિધ સ્પર્ધાઓ દ્વારા સમગ્ર દેશમાં ઉત્સાહભેર ઉજવણી કરાય છે.
Poshan Maah 2023ના સુત્રો.
- પહેલા 1000 દિવસ સ્વાસ્થ્ય હંમેશા સરસ.
- બાળકને ઝાડાના થાય તેનું ધ્યાન રાખીએ.
- ઓછા ના થાય શસક્ત ધ્યાન તેનું પણ.
- પૈષ્ટિક આહાર પાયાનો આધાર.
- સલામત પિવાનું પાણી, સફાઈ સ્વચ્છતા લો જાણી.
- બેટી બચાવો બેટી પઢાઓ.
પોષણ શપથ.
પોષણ શપથ પત્ર જે મહિલા અને બાળ વિકાસ દ્વારા તૈયાર કરાયેલ છે જે નીચે મુજબ છે. જેમાં દરેક Poshan Maah 2023 કાર્યક્રમને અંતે શપથવિધિ રાખવામાં આવે છે.
‘‘આજે હું ભારતના બાળકો, કિશોરીઓ અને મહિલાઓને
કુપોષણ મુક્ત, સ્વસ્થ અને સશક્ત કરવા વચન આપુ છું.
રાષ્ટ્રિય પોષણ માસ દરમ્યાન હું ‘‘દરેક ઘર સુધી યોગ્ય પોષણ’’નો
સંદેશ પહોંચાડીશ.
યોગ્ય પોષણ એટલે પૌષ્ટિક આહાર, શુદ્ધ પિવાનું પાણી, સાચી ટેવો અને પદ્ધતિઓ.
હું પોષણ અભિયાનને એક દેશવ્યાપી જન આંદોલન બનાવીશ.
દરેક ઘર, દરેક આંગણવાડી, દરેક શાળા અને દરેક ગામને દરેક
શહેરમાં ‘‘સહી પોષણ’’ની ગુંજ ઉઠશે.
આ જન આંદોલનથી મારા ભારતીય ભાઈ-બહેન અને બધા બાળકો
સ્વસ્થ થશે અને પુરી ક્ષમતા પ્રાપ્ત કરશે.
આ મારી પ્રતિજ્ઞા છે.’’
Important Links of Poshan Maah 2023
મહિલા અને બાળ વિકાસ વિભાગ વેબસાઈટ | |
પોષણ શપથ પત્ર ડાઉનલોડ કરવા. |
|
Poshan Maah 2023 પ્લેમ્ફ્લેટ ડાઉનલોડ કરવા | |
પોષણ અભિયાન વિશેની માહિતી. | |
Home Page |
Conclusion
Poshan Maah 2023 યોજના હેઠળ આંગણવાડીએ જતા 6 વર્ષથી નાના બાળકો, સ્તનપાન કરાવતી માતાઓ, સગર્ભા સ્ત્રીઓ તથા 14 થી 18 વર્ષ વયની કિશોરીઓમાં પોષણ સ્તર સુધારી સામાજિક અને શૈક્ષણિક બનાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. મિત્રો, આ આર્ટીકલમાં આપને પોષણ અભિયાન હેઠળ સપ્ટેમ્બર મહિનાની 1 થી 30 તારીખ સુધી ઉજવાતા પોષણ માસની વિગતે સમજ આપનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આશા રાખુ છું કે આપને ઉપયોગી થશે.
FAQ
(1) વર્ષ 2023 માં ક્યા પોષણ માસની ઉજવણી થશે?
જવાબ.– વર્ષ 2023માં છઠ્ઠા પોષણ માસની ઉજવણી થશે.
(2) Poshan Maah 2023 કયા મહિનામાં ઉજવાય છે?
જવાબ- પોષણ માસ દર વર્ષે સપ્ટેમ્બર મહિનાની 1થી 30 તારીખ સુધી ઉજવાય છે.
(3) પોષણ માસ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ શો છે?
જવાબ- આંગણવાડીએ જતા 6 વર્ષથી નાના બાળકો, સ્તનપાન કરાવતી માતાઓ, સગર્ભા સ્ત્રીઓ તથા 14 થી 18 વર્ષ વયની કિશોરીઓમાં પોષણ સ્તરમાં સુધાર લાવવાનો મુખ્ય ઉદ્દેશ છે.
2 thoughts on “Poshan Maah 2023 | પોષણ માસ”