Power Thresher Sahay Yojana : ખેડૂત પોતાના ઘરના ખેતી વિષયક સાધન વસાવી શકે તે માટે સરકાર દ્વારા સાધનો ખરીદી માટે સબસિડી આપવામાં આવે છે. ગરીબ તથા મધ્યમ વર્ગના ખેડૂતને ભાડેથી સાધન લાવવા પોષાય તેમ નથી. તે માટે ખેતી માટે ઉપયોગી એવા થ્રેસરની ખરીદી માટે સરકાર દ્વારા 50% સુધીની સહાય આપવામાં આવી રહે છે. જેનાથી ખેડૂતનું કામ સરળ બનશે અને ભાડે સાધન ન લાવવાથી પૈસાની બચત પણ થશે. મિત્રો, આજના આર્ટીકલ Power Thresher Sahay Yojana હેઠળ ઓનલાઈન અરજી ક્યાં કરવી? અને કેટલી સહાય મળશે? તેની વિગતે માહિતી મેળવીશું.
Bullet Point of Power Thresher Sahay Yojana
યોજનાનું નામ | પાવર થ્રેસર સહાય યોજના |
યોજનાનો હેતું | થ્રેસરની ખરીદી માટે સહાય |
મળવાપાત્ર સહાય | ખરીદ કિંમતના 50% અથવા 2.50 લાખ સુધીની સહાય. |
સહાય કોને મળશે? | ગુજરાતના તમામ ખેડૂતોને |
અરજી ક્યાં કરવી? | Ikhedut Portal પર ઓનલાઈન અરજી |
અરજી કરવાનો સમયગાળો | તા.01/02/2024 થી તા.15/02/2024 |
ઓફિસિલયલ વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
Power Thresher Sahay Yojana
ખેડૂતને તૈયાર પાક પછીની પ્રોસેસ માટે ભાડેથી થ્રેસર લાવવું પડે છે જેથી વધારાના પૈસા ખર્ચ થાય છે. આવું ના થાય તથા ખેડૂત પોતાનું ઘરનું સાધન વસાવી શકે તે માટે સરકાર દ્વારા થ્રેસરની ખરીદી માટે 50% સુધીની સબસિડી આપવામાં આવે છે. ખેડૂત આ થ્રેસર અન્યને ભાડે આપીને પણ કમાણી પણ કરી શકે. આ યોજના હેઠળ જુદી-જુદી કેટેગરીમાં સમાવેશ થતા ખેડૂતને અલગ-અલગ સહાય આપવામાં આવે છે. જેની વિગતો જાણીશું.
પાવર થ્રેસર સહાય યોજના હેઠળ લાભાર્થીની પાત્રતા.
પાવર થ્રેસર માટે લાભાર્થીની પાત્રતા નીચે મુજબની નક્કી કરવામાં આવી છે.
- લાભાર્થી ખેડૂત ગુજરાતના કાયમી રહેવાસી હોવા જોઈએ.
- અરજદાર પોતાની જમીન ધરાવતા હોવા જોઈએ.
- આ યોજના હેઠળ તમામ ખેડૂતોને સહાય મળવાપાત્ર થશે.
- ગુજરાતના પછાત વર્ગેની કેટેગરી, તથા મહિલા ખડૂતોને નિયમોમુજબ વધારાની સહાય મળવાપાત્ર થશે.
પાવર થ્રેસર સહાય યોજનામાં મળવાપાત્ર સબસિડી.
ગુજરાતના કૃષિ વિભાગ દ્વારા Power Thresher Sahay Yojana 2024 હેઠળ નીચે મુજબ કેટેગરી વાઈઝ અને થ્રેસરના સંચાલન માટે ટ્રેક્ટરની કે પાવર ટીલરની કેપેસીટી મુજબ સહાય જાહેર કરવામાં આવી છે.
સામાન્ય ખેડૂતોને મળનારી સબસિડી.
- ટ્રેકટર / પાવર ટીલર (20 H.P સુધી) થી ચાલતા થ્રેસર માટે: કુલ ખર્ચ ના 40% અથવા ₹ 25000 બંને માંથી જે ઓછુ હોય તે સહાય મળવાપાત્ર થશે.
- ટ્રેકટર (20 થી વધુ અને 35 H.P સુધી) થી ચાલતા થ્રેસર માટે: કુલ ખર્ચ ના 40% અથવા ₹ 30000 બંનેમાંથી જે ઓછુ હોય તે સહાય મળવાપાત્ર થશે.
- ટ્રેકટર (35 H.P. થી વધુ) થી ચાલતા થ્રેસર માટે : કુલ ખર્ચ ના 40% અથવા ₹ 80000 બંનેમાંથી જે ઓછુ હોય તે સહાય મળવાપાત્ર થશે.
- થ્રેશર / મલ્ટી ક્રોપ થ્રેશર 4 ટન/કલાકથી વધુ કેપેસીટી (ટ્રેકટર (35H.P થી વધુ) થી ચાલતા: કુલ ખર્ચ ના 40% અથવા ₹ 2.00 લાખ જે ઓછુ હોય તે સહાય મળવાપાત્ર થશે.
અનુ.જાતિ તથા જન.જાતિ સિવાયના નાના/ સિમાંત; મહિલા ખેડૂતો માટેની સબસિડી.
- ટ્રેકટર / પાવર ટીલર (20 B.H.P સુધી) થી ચાલતા થ્રેસર માટે: કુલ ખર્ચ ના 50 % અથવા ₹30000 બંનેમાંથી જે ઓછુ હોય તે સહાય મળવાપાત્ર થશે.
- ટ્રેકટર (20 થી વધુ અને 35 B.H.P સુધી) થી ચાલતા થ્રેસર માટે: કુલ ખર્ચ ના 50%અથવા ₹40,000 બંનેમાંથી જે ઓછુ હોય તે સહાય મળવાપાત્ર થશે.
- ટ્રેકટર (35 B.H.P થી વધુ) થી ચાલતા: કુલ ખર્ચ ના 50% અથવા ₹ 1.00 લાખ બંનેમાંથી જે ઓછુ હોય તે સહાય મળવાપાત્ર થશે.
- થ્રેશર / મલ્ટી ક્રોપ થ્રેશર 4 ટન/કલાકથી વધુ કેપેસીટી (ટ્રેકટર (35 B.H.P થી વધુ) થી ચાલતા): કુલ ખર્ચ ના 50% અથવા ₹ 2.50 લાખ બંનેમાંથી જે ઓછુ હોય તે સહાય મળવાપાત્ર થશે.
અનુ.જાતિ તથા જન.જાતિના કેટેગરીના ખેડૂતો માટેની સબસિડી.
- ટ્રેકટર / પાવર ટીલર (20 B.H.P સુધી) થી ચાલતા: કુલ ખર્ચ ના 50 % અથવા ₹30,000 બંનેમાંથી જે ઓછુ હોય તે સહાય મળવાપાત્ર થશે.
- ટ્રેકટર (20 થી વધુ અને 35 B.H.P સુધી) થી ચાલતા થ્રેસર: કુલ ખર્ચ ના 50%અથવા ₹40,000 બંનેમાંથી જે ઓછુ હોય તે સહાય મળવાપાત્ર થશે.
- ટ્રેકટર (35 B.H.P થી વધુ) થી ચાલતા થ્રેસર માટે : કુલ ખર્ચ ના 50% અથવા ₹ 1.00 લાખ બંનેમાંથી જે ઓછુ હોય તે સહાય મળવાપાત્ર થશે.
- થ્રેશર તથા મલ્ટી ક્રોપ થ્રેશર 4 ટન/કલાકથી વધુ કેપેસીટી (ટ્રેકટર (35 B.H.P થી વધુ) થી ચાલતા) થ્રેસર માટે : કુલ ખર્ચ ના 50% અથવા ₹ 2.50 લાખ બંનેમાંથી જે ઓછુ હોય તે સહાય મળવાપાત્ર થશે.
વધુ જાણો:-
પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર શરૂ કરો અને રોજગારી મેળવો.
ખેડૂત મોબાઈલ સહાય યોજના 2024 ₹ 6000/- સુધીની સહાય.
Power Thresher Sahay Yojana Documents | જરૂરી ડોક્યુમેન્ટનું લીસ્ટ
પાવર થ્રેસરની ખરીદી માટે અરજદાર ખેડૂતને ઓનલાઈન અરજી માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂરીયાત રહેશે.
- અરજદાર ખેડૂતનું આધાર કાર્ડ
- 7/12 અને 8-અની નકલ
- સરનામાનો પુરાવો
- બેંક ખાતાની પાસબુકની નકલ
- વન અધિકાર પત્ર ધરાવતા હોય તો તેની વિગત.
- અરજદાર ખેડૂત સહકારી મંડળી કે દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની વિગત.
- જાતીનું પ્રમાણપત્ર
- જો સંયુક્ત ખાતેદાર હોય તો અન્ય ખાતેદારનું સંમતિપત્રક.
- દિવ્યાંગ અરજદારના કિસ્સામાં સક્ષમ ડોક્ટર દ્વારા અપાયેલ પ્રમાણપત્ર.
- ખેડૂતનો મોબાઈલ નંબર
- ફોટો
Power Thresher Sahay Yojana Application | પાવર થ્રેસર સહાય યોજના ફોર્મ
Power Thresher Sahay Yojana હેઠળ પાવર થ્રેસર મશીન ખરીદવા સબસિડી મેળવવા માટે અરજદાર દ્વારા આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની હોય છે. આપ નીચે જણાવેલ સ્ટેપને અનુસરીને જાતે જ ઓનલાઈન અરજી કરી શકો છો.
- સૌ પ્રથમ મોબાઈલ કે કોમ્પ્યુટર પર ikhedut gov in ટાઈપ કરીને આઈ ખેડૂત પોર્ટલની ઓફિસિલય વેબસાઈટ પર જવાનું રહેશે.
- હવે વેબસાઈટના ડેસબોર્ડમાં ‘‘યોજનાઓ’’ લખેલ મેનું પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યાર બાદ આગળ નવા પેજમાં Ikhedut Portal Yojana List ખુલશે.
- તેમાંથી ખેતીવાડી યોજનાઓ પસંદ કરીને ટીક કરવાનું રહેશે. જેથી ખેતીવાડી યોજનાઓનું લીસ્ટ ખુલશે.
- આ લીસ્ટમાંથી પાવર પ્રેસર યોજના પર ક્લિક કરવાનું રહેશે.
- જેથી નીચે દર્શાવ્યા મુજબનું નવુ પેજ ઓપન થશે. જેમાં પાવર થ્રેસર સહાય યોજના વિશે માહિતી આપવામાં આવેલ હશે. તેમાંથી ‘‘અરજી કરવા અહીં ક્લિક કરો’’ લખેલ પર ક્લિક કરવાનું રહેશે.
- હવે નવા પેજમાં જો આપ રજીસ્ટ્રર અરજદાર હોવ તો ‘‘હા’’ કે ‘‘ના’’ પસંદ કરીને આગળ વધવાનું રહેશે.
- ત્યાર બાદ નીચે દર્શાવેલ ઈમેજ મુજબનું ઓનલાઈન અરજી ફોર્મ ખુલશે.
- અરજી ફોર્મમાં તમામ વિગતો કાળજીપૂર્વક ભરીને, માંગ્યા મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કરીને Application Submit કરવાની રહેશે.
- હવે આગળ Application Number જનરેટ થશે. જેનાથી અરજીની પ્રિન્ટ લઈ રાખવાની રહેશે.
ઓનલાઈન કરેલ અરજી મંજૂર થયા બાદ, સરકાર દ્વારા એમ્પેલન વિક્રેતાઓ (માન્ય વેચાણકર્તાઓ) પાસેથી પ્રેસરની ખરીદી કરવાની રહેશે.
જાણવા જેવું:-
પીએમ કિસાન સન્માન નિધિમાં નવા ખેડૂત લાભાર્થી તરીકેની નોંધણી પ્રોસેસ.
Important Links of Power Thresher Sahay Yojana
ઓનલાઈન અરજી કરવા માટે | |
કરેલ અરજીનું સ્ટેટ્સ જોવા માટે | |
Home Page |
Conclusion
મિત્રો, ખડૂતને થ્રેસરની ખરીદીની સહાય માટે સરકાર દ્વારા 50% જેટલી સબસિડી આપવામાં આવે છે. જેનાથી ખેડૂત પોતાના ઘરનું થ્રેસર મશીન વસાવી શકશે અને ભાડે આપને વધારાની આવક પણ ઉભી કરી શકશે. મિત્રો આજના આર્ટિકલમાં Power Thresher Sahay Yojana હેઠળ મળનાર સબસિડી તથા ઓનલાઈન અરજીની અંગે માહિતી આપવામાં આવી છે. આપને સહાય કે સબસિડી માટે કોઈ પ્રશ્ન હોય તો આપના જિલ્લાના ખેતીવાડી અધિકારીશ્રીની કચેરી ખાતે સંપર્ક કરવા સુચન છે.
FAQ
(1) Power Thresher Sahay Yojana હેઠળ કેટલી સબસિડી મળશે?
પાવર થ્રેસર સહાય યોજના હેઠળ કેટેગરી વાઈઝ થ્રેસર મશીન ખરીદવા માટે ખરીદ કિંમતના 50% અથવા 2.50 લાખ સુધીની સહાય મળશે.
(2) પાવર થ્રેસર સહાય યોજના 2024 માટે ઓનલાઈન અરજી ક્યાં કરવાની રહેશે.
આ યોજના હેઠળ IKhedut Portal પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
(3) Power Thresher Sahay Yojana માટે જિલ્લા કક્ષાએ કઇ કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.?
જિલ્લા કક્ષાએ ખેતીવાડી અધિકારીશ્રીની કચેરી, જિલ્લા પંચાયત ખાતે સંપર્ક કરવાનો રહેશે.