પ્રધાનમંત્રી આવાસ યોજના 2024 | Pradhan Mantri Awas Yojana Gujarat

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Pradhan Mantri Awas Yojana Apply Online | પ્રધાનમંત્રી આવાસ યોજના 2024 | પ્રધાનમંત્રી આવાસ યોજના લિસ્ટ | Pradhan Mantri Awas Yojana Status | પ્રધાનમંત્રી આવાસ યોજના હેલ્પલાઇન નંબર | પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ | Pradhan Mantri Awas Yojana in Gujarati | પ્રધાનમંત્રી આવાસ યોજના ગુજરાત

જાણવા જેવુ. મિત્રો, નાગરિકોની પાયાની જરૂરીયાતોમાંની એક જરૂરિયાત વ્યક્તિને પોતાનું ઘરનું ઘર. ભારત સરકાર દ્વારા દરેક નાગરિકને પોતાના વસવાટનું ઘર મળી રહે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરવામાં આવેલ છે. આ યોજના દરેક વર્ગના લોકોને કોઈપણ ભેદભાવ વગર શૈચાલય, વિજળી તથા પીવાના પાણી સાથેના મકાન બનાવવા માટેની લોનમાં 2,67,000/- સુધીનું  વ્યાજ સહાય આપવામાં આવે છે. મિત્રો આ આર્ટિકલ દ્વારા આપણે  Pradhan Mantri Awas Yojana Gujarat   હેઠળ લાભાર્થીઓને આ યોજનાનો લાભ કેવી રીતે મળશે? સબસીડીની ગણતરી કેવી રીતે હોય છે? લીસ્ટમાં પોતાનું નામ કેવી રીતે ચકાસવું? વગેરે જેવી વિગતો જાણીશું.

Pradhan Mantri Awas Yojana Gujarat

Contents hide

Bullet Point of Pradhan Mantri Awas Yojana Gujarat 

યોજનાનું નામ Pradhan Mantri Awas Yojana Gujarat  / પ્રધાનમંત્રી આવાસ યોજના
અમલીકરણ ભારત કરકાર  અને ગુજરાત સરકારના સહયોગથી
લાભ શહેરમાં મકાન બનાવવા માટેની લોન પર ₹ 2,67,000/-ની સહાય.
લાભાર્થીઓ ભારતના તમામ નાગરીકો
અરજીની પ્રકિયા ઓનલાઈન તથા ઓફલાઈન
ઓનલાઈન અરજી માટેની વેબસાઈટ http://pmaymis.gov.in/
હેલ્પલાઈન નંબર 011-23060484

011-23063620

પ્રધાનમંત્રી આવાસ યોજના શું છે?

માન. વડાધાન નરેન્દ્ર મોદી દ્વારા 25 જૂન 2015 ના દિવસે પ્રધાનમંત્રી આવાસ યોજના અમલામાં મુકેલ. દરેક નાગરીકને પોતાનું ‘‘ઘરનું ઘર’’ મળી રહે તે માટે આ યોજના શરૂ કરવામાં આવેલ છે.  આ યોજના કુલ 2 ભાગોમાં વિભાજીત કરવામાં આવી છે. (1) પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામિણ (2) પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી. જેમાં સમાજના દરેક વર્ગને મકાન બનાવવા માટે વ્યાજસહાયમાં રાહત આપીને આર્થિક મદદ કરવામાં આવે છે. આ યોજનાને માન. વડાપ્રધાન દ્વારા વર્ષ 2024 સુધી વિસ્તારી છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભાર્થીની પાત્રતા.

ભારત સરકાર દ્વારા લાભાર્થીની આવકને ધ્યાને રાખીને મકાનને જુદી-જુદી ક્ષેણીઓમાં વર્ગકૃત કરેલ છે. જેના અધારે લાભાર્થીની મકાનની કેટેગરી નક્કી થાય છે. જેનો માહિતી નીચે મુજબ છે.

મકાનની કેટેગરી આવક મર્યાદા
E.W.S 1 ₹ 3,00,000/- સુધી
E.W.S 11 ₹ 3,00,000/- સુધી
L.I.G ₹ 3,00,000/- થી ₹ 6,00,000/- સુધી
M.I.G 1 ₹ 6,00,000/- થી ₹ 12,00,000/-સુધી
M.I.G 2 ₹ 12,00,000/- થી ₹ 18,00,000/-

Pradhan Mantri Awas Yojana Gujarat   યોજનાના લાભો.

  • જાહેર અને ખાનગી ભાગીદારી દ્વારા વિવિધ વર્ગોના લોકોને પોસાય તેવા મકાન માટે રાહત આપવી.
  • મકાન બનાવવા માટે દેશની રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેંકો સાથે સંકલન કરવામાં આવેલ છે. જેથી દરેક લાભાર્થીને પોતાની આવક મર્યાદામાં લોન સહાય મળી રહે
  • ક્રેડિડ લિંક સબસિડી દ્વારા સમાના મધ્યમ વર્ગોને મકાન બનાવવા માટે પ્રોત્સાહ પુરું પાડવું.
  • મકાન બનાવવા માટેની લોન પર ₹ 2,67,000/- સુધીની વ્યાજ સહાય આપવામાં આવે છે. જેમાં કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારનો ફાળો હોય છે.

Pradhan Mantri Awas Yojana Gujarat   યોજનાનો લાભ કેવી રીતે મળે છે?

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અરજદારને ઉપરના કોઠામાં દર્શવેલ આવક મુજબના મકાનની કેટેટરી માટેની લોન માટે વ્યાજ સહાય સબસીડી આપવામાં આવે છે. જેની વિગતે માહિતી ઉદાહરણ દ્વારા સમજીએ.

  • જો અરજદારની આવક ₹ 6,00,000/- સુધીની છે તો અરજદારને W.S 11તથા L.I.G મકાનની ક્ષેણીમાં આવે છે.
  • અરજદાર મકાન બનાવવા બેંક મારફતે  ₹ 25,00,000/- ની લોન 20 વર્ષની મુદ્દત માટે કરવે છે તો અરજદારને ₹ 2.67 લાખની સબસીડી મળે છે. જે ₹ 25,00,000/- માંથી બાદ થઈને બાકી રહેલ  ₹ 22,33,000/- ની લોન ઉપર હપ્તો બાંધવામાં આવે છે.
Pradhan Mantri Awas Yojana Gujarat Subsidy
Image Credit Government Website (http://pmaymis.gov.in/)

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સહાય માટેના ડોક્યુમેન્ટ.

Pradhan Mantri Awas Yojana Gujarat   હેઠળ અરજી કરવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે.

  • અધાર કાર્ડની નકલ સાથે તેના ઉપયોગ માટેનું સંપતિપત્ર.
  • આપના કે આપના પરિવારમાંથી કોઈ વ્યક્તિ પોતાનું પાકુ મકાન ઘરાવતો નથી તે બાબતનું સોગંધનામુ.
  • ઓળખનો પુરાવો (ડાઈવિંગ લાઈસન્સ, ચુંટણી કાર્ડ વગેરેમાંથી એક)
  • મનરેગા હેઠળ નોંધાયેલ હોય તો જોબ કાર્ડ નંબર (મરજિયાત)
  • આવકનો દાખલો.
  • બેંક ખાતાની વિગત.
  • પ્લોટનો દસ્તાવેજ, કે પ્લોટની 7/12 ની નકલ.
  • અરજદારનો પાસપોર્ટ સાઈઝનો ફોટો.

Note-  7/12 અને 8અ ની નકલ મેળવવા અહી ક્લિક કરો.

Pradhan Mantri Awas Yojana Apply Online

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની Step By Step માહિતી મેળવીશું.

Step-1

અરજદારે સૌ પ્રથમ Pradhan Mantri Awas Yojana Apply Online  અરજી માટેની ઓફિસિયલ વેબસાઈટ pmaymis.gov.in ની મુલાકાત લેવાની રહેશે.

Step-2

વેબસાઈટના મેનુમાં રહેલ Citizen Assessment પર ક્લિક કરવાનું રહેશે. જેનાથી ઓનલાઈન અરજી કરી શકાશે.

Step-3

ઓપન થયેલ પેજમાં લોગીન કરવા અરજદારના આધારકાર્ડનો નંબર નાંખવાનો રહેશે.

Step-4

આધાર વેરીફાય થયા પછી Apply Online  નું પેજ ખુલશે.

Step-5

ઓનલાઈન અરજીના પેજમાં અરજદારે પોતાની વ્યક્તિગત માહિતી, આધારની વિગતો, બેંક ખાતાની વિગતો, આવકની વિગતો જરૂરી ચકાસણી કરીને નાંખવાની રહેશે. ત્યાર બાદ આગળ વધવાનું રહેશે.

Step-6

આગળના પેજમાં સબમીટ કરતા પહેલા અરજદારે તમામ વિગતો ચકાસી લેવાની રહેશે. પછી SAVE પર ક્લિક કરવાનું રહેશે.

Step-7

અરજદારે ઓનલાઈન અરજી સેવ કર્યાબાદ એક અરજી નંબર જનરેટ થશે. જેના અધારે અરજદાર પોતાનું ઓનલાઈન ભરેલ અરજીપત્રક ડાઉનલોડ કરી લેવાનું રહેશે.

Step-8

ત્યાર બાદ અરજદારે જે બેંકમાંથી હોમ લોન ની પ્રોસેસ કરેલ હોય તે બેંક ખાતે તમામ દસ્તાવેજો અરજીફોર્મ સાથે સબમીટ કરવા જરૂરી છે.

વધુ જાણો:

પ્રધાનમંત્રી ગ્રામિણ આવાસ યોજના 2024 લાભાર્થીઓનું લીસ્ટ ચેક કરો.

ડો. આંંબેડકર આવાસ યોજના હેઠળ મળશે  ₹ 1,20,000/- સહાય. 

PM  Awas Yojana Apply Online Status ઓનલાઈન અરજીનું સ્ટેટ્સ કઈ રીતે ચકાસવું.

પ્રધાનમંત્રી આવાસ યોજના અરજદાર નીચે દર્શવેલ ઈમેજ મુજબની વિગતો રાજ્યનું નામ, જિલ્લો, શહેરનું નામ, નાંખીને ઓનલાઈન  કરેલ અરજીનું ઓનલાઈન સ્ટેટ્સ જાણી શકે છે.

Pradhan Mantri Awas Yojana Gujarat Status
Image Credit Government Website (http://pmaymis.gov.in/)

પ્રધાનમંત્રી આવાસ યોજના લિસ્ટમાં નામ કઈ રીતે ચકાસવુ?

  • અરજદારે સૌ પ્રથમ pmaymis.gov.in વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે.
  • હવે  નીચે ઈમેજમાં દર્શાવ્યા મુજબ Search પર ક્લિક કરીને Beneficiary Wise Funds Released પર ક્લિક કરવાનું રહેશે. જેમાં અરજદારનો મોબાઈલ નંબર નાંખીને OTP દાખલ કર્યા બાદ લીસ્ટમાં નામ ચકાસી શકાશે.
Pradhan Mantri Awas Yojana Gujarat List
Image Credit Government Website (http://pmaymis.gov.in/)

પ્રધાનમંત્રી આવાસ યોજના ગુજરાત હેલ્પલાઇન નંબર

આપને આ  યોજના હેઠળ ઓનલાઈન અરજી કર્યા બાદ કોઈ પ્રશ્ન હોય કે સબસીડી સહાયમાં કોઈ સમસ્યા હોય તો આપ પહેલા આપની જે બેંકમાંથી હોમ લોન કરાવેલ છે તે બેંક ખાતે રૂબરૂ સંપર્ક કરવાનું ઉચિત રહેશે. જો ત્યાથી કોઈ સમાધાન ના થાય તો  ભારત સરકાર દ્વારા નીચે મુજબના હેલ્પલાઈન નંબર પણ જાહેર કરેલ છે. આપ તેના પર સંપર્ક કરીને માર્ગદર્શન મેળવી શકો છે.

011-23060484 

011-23063620

જાણવા જેવું:- 

પ્રધાનમંત્રી આવાસ યોજના ઔડા હેઠળ ના EWS મકાન માટે અરજીની પ્રોસેસ. 

પ્રધાનમંત્રી આવાસ યોજના ગુડા ગાંધીનગર હેઠળ EWS મકાન માટેની અરજી પ્રોસેસ. 

Important Link of Pradhan Mantri Awas Yojana Gujarat 

સત્તાવાર વેબસાઈટ

અહીં ક્લિક કરો.

ઓનલાઈન અરજીનું સ્ટેટ્સ જાણવા

અહીં ક્લિક કરો.

પ્રધાનમંત્રી આવાસ યોજના લિસ્ટની વિગત

અહીં ક્લિક કરો.

સબસિડીની ગણતરી ઓનલાઈન કેલ્યુલેરટ

અહીં ક્લિક કરો.

HOME PAGE

અહીં ક્લિક કરો.

Conclusion

મિત્રો, આ આર્ટિકલમાં Pradhan Mantri Awas Yojana Gujarat  હેઠળ મકાન બનાવવા લોન માટેની વ્યાજમાં રાહત મેળવવા માટેની વિગતે માહિતી આપવાનો પ્રયત્ન કરેલ છે. આપને આ યોજના બાબતે સહાયમાં કોઈ સમસ્યા હોય તો આપની હોમ લોન ધારક બેંકનો રૂબરૂ સંપર્ક કરવો અથવા જણાવેલ હેલ્પલાઈન નંબર પર સપર્ક કરીને માર્ગદર્શન મેળવી શકો છો.

FAQ

(1) Pradhan Mantri Awas Yojana Gujarat હેઠળ મકાન સહાય કેવી રીતે મળે છે?

અરજદાર મેળવેલ હોમ લોનમાંથી મળવાપાત્ર  વ્યાજ સહાય રકમ બાદ થઈ બાકીની લોન પર હપ્તો ભરવાનો થાય.

(2) પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સત્તાવાર વેબસાઈટ કઈ છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ pmaymis.gov.in વેબસાઈટ છે.

(3) પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સહાય માટે ઓછામાં ઓછી આવક મર્યાદા કેટલી છે?

મકાનની કેટેગરી મુજબ E.W.S 1 આવાસ માટે આવક મર્યાદા ₹ 3,00,000/- સુધીની છે.

1 thought on “પ્રધાનમંત્રી આવાસ યોજના 2024 | Pradhan Mantri Awas Yojana Gujarat”

Leave a comment