Rotavator Sahay Yojana Gujarat :- ગુજરાતના ખેડૂત આધુનિક સાધનોનો ઉપયોગ કરીને ખેત પેદાશમાં વધારો કરી સમૃદ્ધ બને તે હેતુંથી કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહાકાર વિભાગ દ્વારા ઘણી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. ખેડૂતને ખેત વિષયક સાધનોની ખેતીકામ માટે ઘણી જરૂરિયાત રહેતી હોય છે. ઘણા ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી આવા સાધનો ખરીદી શકતા નથી. જેથી સરકાર દ્વારા ખેતી માટે જરૂરી એવા સાધન રોટાવેવર માટે Rotavator Sahay Yojana Gujarat અમલમાં મુકેલ છે. જેના માટે તા. 21/09/2024 થી ઓનલાઈન ફોર્મ ભરાવવાના શરૂ થઈ ગયા છે મિત્રો, આ આર્ટિકલમાં રોટાવેવર સહાય યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી અને કેટલી સહાય મળશે? તેની વિગતે માહિતી જણાવીશું. તો ચાલો કંઈક નવું જાણીએ.
Bullet Point of Rotavator Sahay Yojana Gujarat
યોજનાનું નામ | રોટાવેટર સહાય યોજના |
લાભાર્થીની પાત્રતા | ગુજરાતના તમામ ખેડૂતો |
મળવાપાત્ર સહાય | ₹ 50,400/- સુધીની સબસિડી |
અરજી ક્યાં કરવી. | ઓનલાઈન Ikhedut gugarat gov in પર |
2023 માટે અરજી કરવા માટેની તારીખ | તા. 21/09/2024 થી 30/09/2024 સુધી |
ઓફિસિયલ વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
Rotavator Sahay Yojana Gujarat | રોટાવેટર સહાય યોજનાનો હેતું
ખેડૂતભાઈઓ ખેતી વિષયક સાધનો ખરીદી કરી શકે તે માટે સરકાર દ્વારા ખેડૂતોને સાધન સહાય આપવામાં આવે છે. રોટાવેટર ખેતરની જમીનના માટીના મોટા ઢેભા ભાંગીને જમીનને સમતલ બનાવવા માટે ઘણું ઉપયોગી સાધન છે. ખેડૂત આ સાધન ખરીદી શકે તે માટે રોટાવેટર સહાય યોજના હેઠળ ₹ 50,400/- સુધીની સબસિડી આપવામાં આવે છે. આ યોજના દ્વારા આઈ ખેડૂત પોર્ટલ પર સાધન સહાય મંજૂર કરાવીને અધિકૃત વિક્રેતાઓ પાસેથી સાધનો ખરીદી શકે છે. જેથી ખેતીની પ્રકિયા ઝડપી બને છે અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકાય છે. રોટા વેટર સાધન વસાવા માટે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
Rotavator Sahay Yojana Gujarat લાભાર્થીની પાત્રતા.
ખેડૂતને સાધન સહાય યોજના હેઠળ રોટાવેટર ખરીદવા માટેની લાભાર્થીની પાત્રતા નીચે મુજબ નક્કી કરવામાં આવેલ છે.
- અરજદાર ખેડૂત ગુજરાતમાં જમીન ધરાવતા હોવા જોઈએ.
- ખેડૂત ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ.
- અરજદાર ખેડૂતે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- અરજદાર ખેડૂતે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- અરજદાર ખેડૂતે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.આ સહાય એક વખત મળવાપાત્ર રહેશે.
I Khedut Rotavator Subsidy | રોટાવેટર સહાય યોજના હેઠળ મળવાપાત્ર સહાય.
આ યોજના હેઠળ જુદી-જુદી કેટેગરીના ખેડૂતોને જુદી-જુદી સહાયનું ધોરણ નિયત કરવામાં આવ્યુ છે. જેની આપણે વિગતે માહિતી મેળવીશું.
વધુ જાણોઃ-
ખેડૂત માટે દૂૂૂૂૂધાળા પશું ખરીદવા માટેની સહાય યોજના.
સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન) બનાવવા માટે સહાય યોજના.
સમાન્ય વર્ગના ખેડૂતો માટે 35 HP સુધી ટ્રેક્ટરથી ચાલતા મળવાપાત્ર સહાય.
- 5 ફીટ ના રોટાવેટર માટે કુલ ખર્ચ ના 40 % અથવા ₹ 34,000/- એ બે માંથી જે ઓછુ હોય તે સહાય મળશે.
- 6 ફીટ ના રોટાવેટર માટે કુલ ખર્ચ ના 40 % અથવા ₹ 35,800/- એ બે માંથી જે ઓછુ હોય તે સહાય મળશે.
- 7 ફીટ ના રોટાવેટર માટે કુલ ખર્ચ ના 40 % અથવા ₹ 38,100/- એ બે માંથી જે ઓછુ હોય તે સહાય મળશે.
- 8 ફીટ ના રોટાવેટર માટે કુલ ખર્ચ ના 40 % અથવા ₹ 40,3,00/- એ બે માંથી જે ઓછુ હોય તે સહાય મળવાપાત્ર થશે.
અનુસૂચિત જાતિ અને અનુ.જનજાતિનાં ખેડૂતો માટે 35 HP સુધી ટ્રેક્ટરથી ચાલતા મળવાપાત્ર સહાય
- 5 ફીટ ના રોટાવેટર માટે કુલ ખર્ચ ના 50% અથવા ₹ 42,000/- એ બે માંથી જે ઓછુ હોય તે સહાય મળશે.
- 6 ફીટ ના રોટાવેટર માટે કુલ ખર્ચ ના 50% અથવા ₹ 44,800/- એ બે માંથી જે ઓછુ હોય તે સહાય મળશે.
- 7 ફીટ ના રોટાવેટર માટે કુલ ખર્ચ ના 50% અથવા ₹ 47,600/- એ બે માંથી જે ઓછુ હોય તે સહાય મળશે.
- 8 ફીટ ના રોટાવેટર માટે કુલ ખર્ચ ના 50% અથવા ₹ 50,400/- એ બે માંથી જે ઓછુ હોય તે સહાય મળવાપાત્ર થશે.
નાના/ સિમાંત અને મહિલા ખેડૂતો માટે 35 HP સુધી ટ્રેક્ટરથી ચાલતા મળવાપાત્ર સહાય
- 5 ફીટ ના રોટાવેટર માટે કુલ ખર્ચ ના 50% અથવા ₹ 42,000/- એ બે માંથી જે ઓછુ હોય તે સહાય મળશે.
- 6 ફીટ ના રોટાવેટર માટે કુલ ખર્ચ ના 50% અથવા ₹ 44,800/- એ બે માંથી જે ઓછુ હોય તે સહાય મળશે.
- 7 ફીટ ના રોટાવેટર માટે કુલ ખર્ચ ના 50% અથવા ₹ 47,600/- એ બે માંથી જે ઓછુ હોય તે સહાય મળશે.
- 8 ફીટ ના રોટાવેટર માટે કુલ ખર્ચ ના 50% અથવા ₹ 50,400/- એ બે માંથી જે ઓછુ હોય તે સહાય મળવાપાત્ર થશે.
iKhedut Rotavator Sahay Yojana Gujarat Document List
ખેડૂત રોટાવેટર સહાય યોજના હેઠળ સબસિડી મેળવવા માટે નીચે મુજબના Rotavator Sahay Yojana Gujarat Document List જરૂરીયાત રહેશે.
- ખેડૂતના આધારકાર્ડની નકલ.
- ખેડૂતની જાતિ અંગેનું પ્રમાણપત્ર.
- સંયુકત ખાતેદારના કિસ્સામાં અન્ય ખાતેદારના સંમતિપત.
- દિવ્યાંગ ખેડૂતના કિસ્સામાં દિવ્યાંગતાનું પ્રમાણપત્ર.
- જમીનના 7/12 અને 8-અ ની નકલ.
- રેશન કાર્ડની નકલ.
- ખેડૂત સરકારી મંડળી કે દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની વિગતો.
- બેંક પાસબૂકની નકલ.
Rotavator Sahay Yojana Gujarat Apply Online | ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
iKhedut Rotavator Sahay Yojana Gujarat હેઠળ સહાય મેળવવા માટે ખેડૂત અરજદારોને આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. જેની નીચે સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપવામાં આવેલ છે.
સૌ પ્રથમ ગુગલ સર્ચ પર ikhedut gujarat gov in ટાઈપ કરીને આઈ ખેડૂત પોર્ટલની ઓફિસિલય વેબસાઈટ ખોલવાની રહેશે.
- ત્યાર બાદ અરજદારે યોજનાઓ પર ટીક કરવાનું રહેશે.
- પછી આગળ નીચે ઈમેજમાં દર્શાવ્યા મુજબ નવા ખુલેલા પેજમાં અરજદારે ‘‘ખેતીવાડીની યોજનાઓ માટે અહીં ક્લિક કરો’’ પર ક્લિક કરીને આગળ વધવાનું રહેશે.
- નવા પેજમાં આપને યોજનાઓનું લીસ્ટ ખુલશે જેમાં ‘‘રોટાવેવર’’ યોજના પર ક્લિક કરવાનું રહેશે. જેથી આગળ ઓનલાઈન અરજીની વિગતો ખુલશે.
- જેમાં ‘‘અરજી કરો’’ પર ક્લિક કરીને અરજીની પ્રોસેસ કરવાની રહેશે.
- પછીના પેજમાં અરજદારે પોતાનું નામ, સરનામુ, મોબાઈલ નંબર અને આધારકાર્ડની વિગતો નાંખવાની રહેશે.
- ત્યાર બાદ અરજદારે પોતાની જમીનને લગતી વિગતો તથા બેંક એકાઉન્ટની વિગતો ચકાસીને નાંખવાની રહેશે.
- સંપુર્ણ વિગતો ભરાઈ ગયા બાદ ભરેલ વિગતોની ચકાસણી કરીને અરજી સેવ કરવાની રહેશે.
- પછી આગળના સ્ટેપમાં અરજી કન્ફર્મ કરવાની રહેશે. અરજી કન્ફર્મ થવા બાદ અરજદારને ઓનલાઈન અરજી નંબર મળશે.
- અરજદારે અરજીની પ્રિન્ટ કાઢીને સાચવી રાખવાની રહેશે.
આમ, ઓનલાઈન અરજીની પ્રક્રિયા પુરી થશે.
Rotavator Sahay Yojana Gujarat Status | અરજીના સ્ટેટ્સની ચકાસણી
ખેડૂત અરજદારે અરજીનું સ્ટેટસ જોવા માટે સ્ટેટ્સની ચકાસણી પર ક્લિક કરવાનું રહેશે. જેમાં યોજના પસંદ કરીને અરજી નંબર નાંખવાનો રહેશે. ત્યાર બાદ 4 અક્ષરનો કોડ નાંખીને મોબાઈલ નંબર નાંખીને ‘‘અરજીનું સ્ટેટ્સ તપાસો’’ પર ક્લિક કરવાથી ઓનલાઈન અરજીનું સ્ટેટ્સ જોઈ શકાશે.
જાણવા જેવુ:-
ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના ₹ 2,00,000/- વિમો મેળવો.
ખેડૂતને મોબાઈલ ખરીદી માટે ₹6,000/- ની સહાય યોજના.
Important Links of Rotavator Sahay Yojana Gujarat
ઓફિસિલય વેબસાઈટ | |
ઓનલાઈન અરજી કરવા માટે |
Click Here |
અરજીના સ્ટેટ્સની ચકાસણી કરો. | |
અધિકૃત કરેલ વિક્રેતાઓની યાદી જોવા માટે |
Click Here |
Home Page |
Conclusion
ખેડૂત મિત્રોને ખેતી વિષયક સાધનો ખરીદવા સહાય આપવા માટે સરકાર દ્વારા સાધન સહાય યોજના અમલમાં છે. જેનો લાભ લઈને ખેડૂત ભાઈઓ પોતાના ઘરના સાધનો વસાવી શકે છે. આ આર્ટિકલમાં ખેતી વિષયક સાધન એવા રોટાવેટરની ખરીદી માટે Rotavator Sahay Yojana Gujarat યોજના વિશે સંપુર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કરવમાં આવ્યો છે. આપને આ યોજના કે અન્ય સાધનો ખરીદી માટે કોઈ સમસ્યા હોય તો આપના જિલ્લાના ખેતીવાડી અધિકારીશ્રીની કચેરી ખાતે સંપર્ક કરવા સુચન છે.
FAQ
(1) ખેતીના સધાન રોટાવેટરની ખરીદી ક્યારે કરવાની થાય?
આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી મંજૂર કર્યા બાદ અધિકૃત વિક્રેતાઓ પાસેથી રોટાવેટરની ખરીદી કરી શકાશે.
(2) રોટાવેટર સહાય યોજના હેઠળ સબસિડી મેળવવા અરજી ક્યાં કરવાની રહે?
આ યોજના હેઠળ રોટાવેટર સહાય માટે iKhedut Portal Gujarat પર અરજી કરવાની રહેશે
(3) Rotavator Sahay Yojana Gujarat યોજનાનો લાભ કોને મળશે?
આ યોજના હેઠળ ગુજરાતના તમામ ખેડૂતો, નાના, સિંમાંત ખેડૂતો તથા મહિલા ખેડૂતને સબસિડી મળવાપાત્ર થશે.
રોટા વેટર ખરીદવા માટે તા. 21/09/2024 થી 30/09/2024 સુધી ઓનલાઈન્ અરજી કરી શકાશે.