સોલાર ફેન્સીંગ યોજના | Solar Fencing Yojana Gujarat

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Solar Fencing Yojana | Solar Fencing Yojana Apply Online | સોલાર તાર યુનિટ કીટ યોજના | Solar Power Unit Kit Sahay Yojana Gujrat | Solar Power Kit Sahay | Solar Tar Fencing Yojana

જાણવા જેવું: આજના ટેકનોલોજીના યુગમાં રાજયના ખેડૂત આધુનિક પદ્ધતિઓ અપનાવીને વધુ ઉત્પાદન મેળવે તે માટે સરકાર દ્વારા ઘણી યોજનાઓ અમલમાં છે. ખેડૂતે પોતે તૈયાર કરેલા પાકને ભુંડ, રોઝ જેવા પ્રાણીઓથી બચાવવાનો હોય છે. જે માટે સરકાર દ્વારા ખેતર ફરતે વાડ કરવા માટે બીન ખર્ચાળ એવી સોલાર ફેન્સીંગ યોજના અમલમાં મુકી છે. જેમાં સુર્ય શક્તિથી ચાલતી સોલાર કીટની ખરીદી પર સરકાર દ્વારા ₹ 15,000/- જેટલી સહાય આપવામાં આવે છે. આજના લેખ Solar Fencing Yojana Gujarat હેઠળ સોલાર કીટ મેળવવા માટે ઓનલાઈન અરજીની પ્રક્રિયા તથા સહાય માટે અનુસરવાની પ્રોસેસ વિશે વિગતે માહિતી મેળવીશું.

Solar Fencing Yojana Gujarat

Bullet Point of Solar Fencing Yojana Gujarat

યોજનાનું નામ સોલાર ફેન્સીંગ યોજના
યોજનાનો ઉદ્દેશ વન્યપ્રાણીઓથી પાકના રક્ષણ માટે વાડ બનાવવા માટે સોલાર યુનિટ કીટ ખરીદવા માટે સહાય.
મળવાપાત્ર સહાય સોલાર પાવર યુનિટ/કીટ કુલ ખર્ચના 50% અથવા ₹ 15,000/- બંનેમાંથી જે ઓછુ હોય તે.
લાભાર્થીની પાત્રતા ગુજરાતના તમામ ખેડૂતો
અરજી ક્યાં કરવાની? આઈ ખેડૂત પોર્ટલ પર ખેડૂત દ્વારા ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ઓફિસિલય વેબસાઈટ www.ikhedut.gov.in
અરજી કરવાનો સમયગાળો તા.09/10/2023 થી તા. 08/12/2023

સોલાર ફેન્સીંગ યોજનાનો હેતું

ખેડૂત દ્વારા જાત મહેનતથી ખેતરમાં તૈયાર કરેલા પાકને સ્થાનિક વન્ય પ્રાણીઓ જેવા કે ભુંડ, રોઝથી બચાવવા માટે તથા પાકને રક્ષણ માટે ખેતર ફરતે કાંટાળી તાર બનાવવામાં આવે છે. સોલાર ફેન્સીંગ યોજના હેઠળ  ખેતર ફરતે સોલાર ફેંસીંગવાળી વાડ બનાવવા માટે સુર્ય શક્તિથી ચાલતા સોલાર પાવર યુનિટ /કીટ ખરીદવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે. જેથી ખેડૂત ઓછા ખર્થે પોતાના પાકનું રક્ષણ મળે તે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે.

Solar Fencing Yojana Gujarat હેઠળ મળવાપાત્ર સહાય.

સોલાર ફેન્સીંગ યોજના હેઠળ સોલાર તાર યુનિટ કીટ ખરીદવા માટે ખેડૂતને નીચે મુજબની સહાય મળવાપાત્ર થાય છે.

યોજના

મળવાપાત્ર સહાય

ખેતરની ફરતે તાર ફેન્સીંગ કરવા માટે સોલાર પાવર યુનીટ કીટ ખરીદવા માટે આર્થિક સહાય. ખેતરમાં ફેન્સીંગ માટે સોલાર પવાર યુનિટ કીટ ખરીદવા માટે કુલ ખર્ચના 50% અથવા ₹ 15,000/- બંનેમાંથી જે ઓછુ હોય તે સહાય આપવામાં આવશે.

સોલાર તાર યુનિટ કીટ યોજના હેઠળ ખરીદવાની થતી વસ્તુઓ તથા નિયત કરેલ સ્પેશિફિકેશન.

Solar Fencing Yojana Gujarat હેઠળ ખેડૂતને ખેતરમાં ફેન્સીંગ કરવા માટે સોલાર ફેન્સીંગ કીટ/યુનિટની ખરીદી કરવાની હોય છે. કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા સોલાર ફેન્સીંગ યુનીટ કીટના સ્પેશિફિકેશન નક્કી કરવામાં આવેલ છે. મુજબની સોલાર કીટ લેવાની રહેશે.

સોલાર પાવર યુનિટ/કીટ ખરીદી માં સોલાર પેનલ, બેટરી, ENERGIZER, EARTHING SYSTEM, HOOTER (એલાર્મ), MODULE STAND ફરજિયાત સાથે ખરીદવાના રહેશે.

બેટરી અને  ENERGIZER નીચે મુજબના સ્પેસિફીકેશનવાળા ખરીદવાના રહેશે.

ISI માર્કવાળા ENERGIZERની ખરીદી કરવાની રહેશે.

બેટરી

Conforming IS-16270 અથવા Conforming IEC 61427  અથવા  IS 15549  અથવા JISC 8702 અથવા IEC 60896  અથવા CE/UL certified  ગુણવત્તાવાળી  સરકારી લેબોરેટરી ટેસ્ટ કરેલ બેટરી ખરીદવાની રહેશે..

સોલાર પેનલ

સોલાર પેનલ MNRE (Ministry of New Renewable Energy) ની માન્યતાવાળી  ALMMની યાદીમાં સમાવેશ કંપનીની સોલર પેનલ અથવા BIS માન્ય સોલર પેનલ ખરીવાની રહેશે.

વધુ જાણોઃ-

ખેડૂત સાધન સહાય યોજના  50% સુધીની સબસિડી.

આવાસ યોજના હેઠળ પોતાનું ઘર વસાવો.  

Solar Fencing Yojana Gujarat ખેડૂત લાભાર્થીની પાત્રતા.

સોલાર પાવર યુનિટ કીટ ખરીદવા માટે Solar Fencing Yojana Gujarat  હેઠળ નક્કી કરવામાં આવેલ લાભાર્થીની પાત્રતા નીચે મુજબની છે.

  • અરજદારે સોલાર પાવર કીટ સહાય માટે Ikhedut Portal પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • ખેડૂતને પોતાની જમીન હોવી જોઈએ.
  • જે ખેડૂત દ્વારા પહેલા કાંટાળી તારનીવાડ બનાવવા માટે સહાય મેળવી હશે, તે ખેડૂતને આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર થશે નહી.
  • સોલાર કીટ સહાય ખેડૂતને 10 વર્ષના સમયગાળામાં એક વખત જ આપવામાં આવશે.
  • ખેડૂત ભાઈઓને નિયત ગુણવત્તાવાળી કીટ ખુલ્લા બજારમાં પોતાની રીતે ખરીદવાની રહેશે.
  • નક્કિ થયેલ લક્ષ્યાંક મુજબ વહેલા તે પહેલાના ધોરણે સહાય આપવામાં આવશે
  • ઓનલાઈન અરજી કર્યેથી મંજૂરી મળ્યા બાદ સોલર ફેન્સીંગ યુનીટની ખરીદી કરવાની રહેશે.
  • સોલાર કીટ કે યુનિટની ખરીદીનું GST વાળું બીલ રજુ કરવાનું રહેશે.
  • સંયુક્ત ખાતેદારના કિસ્સામાં એક ખેડૂતને સહાય મળવપાત્ર થશે તથા અન્ય ખાતેદારોનું સંમતીપત્ર રજુ કરવાનું રહેશે.
  • જંગલ કે પર્વતિય વિસ્તારમાં સમાવિષ્ટ ખેડૂતોએ વન અધિકાર પત્ર રજુ કરવાનો રહેશે.
  • ખાતેદાર ખેડૂત દ્વારા સોલાર પાવર કીટ દ્વારા કોઈ જાનહાની ના થાય, તે માટે નિયત નમૂનાનું બાંહેધરીપત્ર/કબુલાતનામુ રજુ કરવાનું રહેશે.

જાણવા જેવુ:-

મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ મળતા લાભ વિશે જાણો.

આંગણવાડી ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની સંપુુર્ણ પ્રોસેસ. 

સોલાર ફેન્સીંગ યોજનાનો લાભ લેવા જરૂરી ડોક્યુમેન્ટ.

Solar Fencing Yojana Gujarat હેઠળ સોલર ફેન્સીંગ કીટ ખરીદવા માટે ખેડૂતને નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર પડશે.

  • આધારકાર્ડની નકલ.
  • જમીન હોવાના પુરાવા તરીકે 7/12 અને 8-અ ની નકલ.
  • રેશનકાર્ડની નકલ
  • જાતી પ્રમાણપત્રની નકલ.
  • અરજદાર દિવ્યાંગ હોય તો દિવ્યાંગતાના પ્રમાણપત્રની નકલ.
  • ખેડૂત સરકાર મંડળી કે દુધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની વિગત.
  • ખેડૂતના બેંક ખાતાની વિગતો
  • સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખાતેદારનું સંમતિપત્ર.
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો તથા મોબાઈલ નંબર

Solar Fencing Yojana Apply Online

  • સોલાર ફેન્સીંગ યોજના હેઠળ સહાય મેળવવા માટે અરજદાર ખેડૂત દ્વારા Ikhedut Portal પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
Solar Fencing Yojana Gujarat Online Apply
Image Credit Government Official Website (https://ikhedut.gujarat.gov.in/)
  • ઓનલાઈન અરજી કરવા માટેની સંપુર્ણ માહિતી નીચે આપેલ લીંકમાં આપેલ છે. જેના દ્વારા આપ ઓનલાઈન અરજી કરવાની પ્રોસેસ વિશે વિગતે માહિતી મેળવી શકો છો.

ઓનલાઈન અરજી કરવા અહિં ક્લિક કરો.

Solar Fencing Yojana Gujarat Application Status

  • ઓનલાઈન અરજી કર્યા બાદ અરજદાર દ્વારા પોતાની અરજીનું સ્ટેટ્સ ઓનલાઈન ચેક કરી શકાશે.
  • નીચે ઈમેજમાં દર્શાવ્યા મુજબ અરજદારે આઈ ખેડૂતની ઓફીસિયલ વેબસાઈટ પરથી ‘‘યોજનાનું સ્ટેટ્સ ચેક કરો’’ પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યાર બાદ યોજના પસંદ કરીને અરજી નંબર નાંખ્યા બાદ મોબાઈલ નંબર કે અધાર નંબર નાંખીને ઓનલાઈન અરજીનું સ્ટેટ્સ જાણી શકાશે.
Solar Fencing Yojana Gujarat Status
Image Credit Government Official Website (https://ikhedut.gujarat.gov.in/)

Conclusion

ભુંડ કે રોઝ જેવા પ્રાણીઓથી પોતાના તૈયાર પાકના રક્ષણ માટે ખેતરની ફરતે ફેન્સીંગ કરવા માટે સોલાર ફેન્સીંગ યોજના અમલમાં મુકેલ છે. Solar Fencing Yojana Gujarat હેઠળ સોલાર કીટ ખરીદવા માટે ખેડૂતને સોલાર પાવર યુનિટ/કીટ કુલ ખર્ચના 50% અથવા ₹ 15,000/- બંનેમાંથી જે ઓછુ હોય તે સહાય આપવામાં આવે છે. સુર્ય પ્રકાશથી આ કીટ ચાલતી હોવાથી  લાઈટબીલ જેવા ખર્ચની બચત થશે. આ યોજના હેઠળ વહેલા તે પહેલા ધોરણે સહાય આપવાની હોવાથી સમયમર્યાદામાં ઓનલાઈન અરજી કરવા સુચન છે.

FAQ

(1) Solar Fencing Yojana Gujarat  હેઠળ સહાય માટે ઓનલાઈન અરજી ક્યાં કરવાની હોય છે.?

સોલાર ફેન્સીંગ યોજના હેઠળ સહાય મંજૂર કરાવવા માટે Ikhedut Portal  પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

(2) આ યોજના હેઠળક કેટલી સહાય મળવાપાત્ર છે.

Solar Fencing Yojana Gujarat હેઠળખેડૂતને સોલાર પાવર યુનિટ/કીટ કુલ ખર્ચના 50% અથવા ₹ 15,000/- બંનેમાંથી જે ઓછુ હોય તે સહાય આપવામાં આવશે.

(3) ખેડૂતને સહાય ક્યારે આપવામાં આવે છે?

આઈ ખેડૂત પોર્ટલ પર અરજીની મંજૂરી મળ્યા બાદ,સોલાર કીટની ખરીદી પછી ખેતીવાડી અધિકારીશ્રીની કચેરીએ ખાતે જરૂરી પ્રોસેસ કરવાથી ખેડૂતના ખાતામાં સીધી સહાય આપવામાં આવશે.

Leave a comment