Poshan Sudha Yojana 2024 | પોષણ સુધા યોજના 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Poshan Sudha | પોષણ સુધા | Poshan Sudha App | પોષણ સુધા યોજના 2024 | Poshan Sudha App Download | પોષણ સુધા એપ્લિકેશન | પોષણ સુધા યોજના pdf | Poshan sudha yojana Gujarat | Poshan sudha Yojana Login |

જાણવા જેવું, મિત્રો, સગર્ભા અવસ્થા અને બાળકને સ્તનપાન એ મહિલાઓના જીવનનો એક અગત્યનો તબક્કો છે. આ સમયગાળા દરમ્યાન સગર્ભા મહિલાઓ અને સ્તનપાન કરાવતી માતાઓના સ્વાસ્થ્ય માટે પોષકતત્વો યુક્ત આહાર મળી રહે તે ખુબ જરૂરી છે. જે માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા Poshan Sudha Yojana અમલમાં મુકવામાં આવી છે. આ યોજના હેઠળ સગર્ભા મહિલાઓ અને સ્તનપાન કરાવતી માતાઓને દિવસમાં એક વખતનું પોષકતત્વો સભર ભોજન મફતમાં આંગણવાડી કેન્દ્ર ખાતે આપવામાં આવે છે. મિત્રો, આ આર્ટિકલમાં આપણે પોષણ સુધા યોજનાનો ઉદ્દેશ, યોજનાનો લાભ, બહેનોની નોંધણી ક્યાં કરાવવી?તથા પોષણ સુધા એપ વિશે વિગતે માહિતી મેળવીશું. તો ચાલો કંઈક નવું જાણીએ.

Poshan Sudha Yojana

Bullet Point of Poshan Sudha Yojana 2024

યોજનાનું નામ Poshan Sudha Yojana | પોષણ સુધા યોજના
અમલીકરણ કર્તા સરકારી વિભાગ મહિલા અને બાળ વિકાસ વિભાગ
યોજનાનો ઉદ્દેશ સગર્ભા મહિલાઓ અને સ્તનપાન કરાવતી માતાઓને પોષકતત્વો યુક્ત ભોજન આપવું.
કોને લાભ મળશે. તમામ કુલ 14 આદિવાસી જિલ્લાઓની સગર્ભા મહિલાઓ તથા સ્તનપાન કરાવતી માતાઓને
યોજનાનો લાભ આંગણવાડી ખાતે મફત એક ટાઈમનું મફત ભોજન.
ઓફિશિયલ વેબસાઈટ wcd.gujarat.gov.in
હેલ્પલાઈન નંબર 155209

Poshan sudha yojana Gujarat | પોષણ સુધા યોજના વિશે જાણો.

મિત્રો, સમાજના પછાત વિસ્તારોમાં સગર્ભા અને સ્તનપાન કરાવતી મહિલાઓને પુરતું પોષણ મળી રહે તે માટે તા. 07.04.2017 થી પ્રોયોગીક ધોરણે દાહોદ, વલસાડ, મહીસાગર, નર્મદા અને છોડાઉદેપુર જિલ્લાઓમાં શરૂ  કરવામાં આવેલ હતી. Poshan Sudha Yojana  ના પરિણામો અને સકારાત્મ અસરો જોતા આ યોજના વર્ષ 2022-23 થી રાજ્ય તમામ કુલ 14 આદીવાસી તાલુકાઓમાં અમલીકૃત કરવામાં આવી. પછાત વિસ્તારોમાં મોટો ભાગેે બાળકો તથા સ્તનપાન કરાવતી માતાઓમાં કુુપોષણનું પ્રમાણ વધુ જોવા માળે છે.  માતા તથા બાળકના સ્વાસ્થ્ય માટે  આ યોજના હેઠળ આંગણવાડી ખાતે મહિલાને સગર્ભાવસ્થાથી શિશુ જન્મના 06 મહિના સુધી એક ટાઈમનું પોષકતત્વો સભર  ભોજન આપવામાં આવે છે.

પોષણ સુધા યોજનાનો ઉદ્દેશ.

રાજ્યના આદીવાસી તાલુકાઓમાં શિક્ષણ તથા સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતના ઓછા પ્રમાણને કારણે મહિલાઓ તથા નાના બાળકો કુપોષણનો શિકાર ના બતે તે માટે  Poshan Sudha Yojana 2023 હેઠળ રાજ્યના તમામ કુલ 14 આદીવાસી તાલુકાઓમાં મહિલાઓના  તથા બાળકોના પોષણ સ્તરમાં સુધારો કરવા માટે પ્રયત્ન કરવામાં આવે છે.

  • જન્મ સમયે બાળકના ઓછા વજન ધરાવતાની સમસ્યામાં ધટાડો કરવો.
  • માતા અને બાળકની પોષકતત્વોના સ્તરમાં સુધારો કરવો.
  • સગર્ભા અવસ્થા તથા શિશું જન્મ દરમ્યાન માતા અને શિશું મૃત્યુદરમાં ધટાડો કરવો.
  • પછાત વર્ગોના લોકોને સમાજના મુખ્ય પ્રવાહમાં આવરી લઈ તેઓના સ્વાસ્થ્ય, શિક્ષણ અને પોષણસ્તર સુધારવાનો મુખ્ય ઉદ્દેશ છે.
  • આદિવાસી વિસ્તારોમાં કુપોષણના દરને ઘટાડવો.
  • દર મહિને 36 લાખ બહેનો આ યોજનાનો લાભ મેળવે તેવું લક્ષ્ય રાખવામાં આવ્યુ છે.

Poshan sudha yojana 2024 નો લાભ કોને મળશે.

સમગ્ર દેશમાં ચાલતા પોષણ અભિયાન હેઠળ  આ યોજના માં  આદિવાસી વિસ્તારોના કુલ 106 તાલુકા વિસ્તાર તથા  આશરે 13894 જેટલી આંગણવાડીઓને આવરી લેવામાં આવી છે. રાજ્યના 14 આદીવાસી તાલુકાઓમાં બહેનો તથા માતાઓને આ યોજનાનો લાભ મળશે.

  • સગર્ભા સ્ત્રીઓ.
  • બાળક 6 મહિના સુધીનું હોય તેવી સ્તનપાન કરવાતી માતાઓ.

Poshan Sudha Yojana image

Poshan Sudha Yojana હેઠળ મળનારા લાભો.

0 થી 6 વર્ષના બાળકો, કિશોરીઓ, સગર્ભા મહિલાઓ અતે સ્તનપાન કરાવતી માતાઓને પુરતું પોષણ તથા સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતી આવે તે માટે નજીકની આંગણવાડી ખાતે Poshan Sudha Yojana  પોષણ સુધા યોજના હેઠળ મહિલાને સગર્ભાવસ્થાથી શિશુ જન્મના 6 મહિનાઓ સુધી લાભ આપવામાં આવે છે.

  • દર મહિને 25 દિવસ સુધી નજીકની આંગણવાડી કેન્દ્રમાં એક ટાઈમનું બપોરનું પોષકતત્વો યુક્ત સંપુર્ણ ભોજન.
  • પોષણ આરોગ્ય વિષયક માહિતી.
  • દર મહિને મહિલા અને બાળના પોષણસ્તરની ચકાસણી
  • જમ્યાના એક કલાક બાદ પોષણ માટે જરૂરી આઈ.એફ.એ ગોળી આપવમાં આવશે.
  • હાડકા તથા બાંધાની વૃદ્ધિ માટે કેલ્શિયમની ગોળી.

પોષણ સુધા યોજના હેઠળ નામ કઈ રીતે નોંધાવું.

પોષણ સુધા યોજનાનો લાભ લેવા નજીકની આંગણવાડી ખાતે સગર્ભા સ્ત્રી કે સ્તનપાન કરાવતી માતા જેઓનું 6 મહિના સુધીનું બાળક હોય તે મહિલા જાતે જાઈને આંગણવાડી ખાતે નામ નોંધાવી શકે છે. અથવા આંગણવાડી કાર્યકર કે તેડાગર જાતે ઘરે આવીને પણ નામની નોંધણી કરતા હોય છે. લાભાર્થીના નામની નોંધણી થયા પછી તરત ઉપર દર્શાવ્યા મુજબના લાભો આપવામાં આવે છે.

જાણવા જેવુ.  

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના.

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના 2024 [₹1,00,000/-ની લોન]

પોષણ સુધા યોજના લાભ માટેના ડોક્યુમેન્ટ.

લભાર્થી મહિલાએ પોતાનું નામ આંગણવાડી ખાતે નોંધાવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર પડશે.

  • મહિલાનું આધારકાર્ડ
  • મમતાકાર્ડ (જો હોય તો)
  • મોબાઈલ નંબર.

જાણવા જેવુઃ- 

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના 2024 ફોર્મ, ડોક્યુમેન્ટ, હયાતીની ખરાઈ

દિકરી જન્મ વધામણા માટે મળશે ₹ 25,000/- ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના 2024

Poshan Sudha App | પોષણ સુધા એપ્લિકેશન

મહિલાના સગર્ભા લઈને બાળક 06 માસનું થાય ત્યાં સુધીની સંપુર્ણ માહિતી ડેટા ઓનલાઈન ઉપલબ્ધ  રહે તે માટે પોષણ સુધા યોજના એપ વિકસાવવામાં આવી છે. આ મોબાઇલ એપ આપ ગુગલ પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકો છો. આ એપ્લિકેશનમાં નીચે મુજબની સુવિધાઓ આપવામાં આવી છે.

  • નોંધાયેલ લાભાર્થીઓના નામ, ઉંમર, સરનામું અને નોંધણી તરીખ જેવી લાભાર્થીની માહિતી.
  • આપવામાં આવતા દૈનિક ભોજન તથા લોહતત્વ અને કેલ્શિયમ ટેબલેટની માહિતી.
  • ખાદ્ય ખોરાકના જથ્થાની વિગતોની માહિતી આપવામાં આવે છે.
  • સગર્ભા માતાઓની પ્રસુતિની તારીખ સહીતની સ્વસ્થ્ય સંબંધિત માહિતી.

Poshan Sudha Yojana App

Important links of Poshan Sudha Yojana 2024

મહિલા અને બાળ વિકાસ વિભાગની વેબસાઈટ

Click Here

પુુુુુર્ણા યોજના વિશેની માહિતી.

Click Here

સંપર્ક નંબર

Click Here

Home Page

Click Here

Conclusion

મિત્રો, સગર્ભા સ્ત્રઓ, 0 થી 6 વર્ષ સુધીના બાળકો, 14 થી 18 વય સુધીની કિશોરીઓ, સ્તનપાન કરવાની માતાઓના પોષણ તથા સ્વસ્થ્ય માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ આંગણવાડી મારફતે ઘણી યોજનાઓનો અમલ કરી રહ્યુ છે. આ આર્ટિકલમાં Poshan Sudha Yojana માં લાભાર્થીને કયાં ક્યાં લાભો મળે છે. તે વિગતે સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. મહિલા અને બાળકોને લગતી કોઈપણ યોજનાનો લાભ લેવા માટે નજીકની આંગણવાડી ખાતે સંપર્ક કરવા સુચન છે.

FAQ

(1) Poshan Sudha Yojana  હેઠળ ક્યા લાભાર્થીઓને લાભ આપવામાં આવે છે?

પોષણ સુધા યોજના હેઠળ સગર્ભા મહિલા અને સ્તનપાન કરાવતી માતાઓને લાભ આપવમાં આવે છે.

(2)આ યોજનાનો લાભ લેવા ક્યાં સંપર્ક કરવાનો રહે છે?

પોષણ સુધા યોજનાનો લાભ લેવા નજીકની આંગણવાડી ખાતે સંપર્ક કરવાનો રહેશે.

(3) પોષણ સુધા યોજના હેઠળ શું લાભ આપવામાં આવે છે?

આ યોજના હેઠળ સગર્ભા મહિલાને આંગણવાડી ખાતે બપોરે એક સમયનું મફત ભોજન આપવામાં આવે છે.

(4) આ યોજના હેઠળ ક્યાં સુધી લાભ મળવાપાત્ર છે.

મહિલાના ગર્ભાવસ્થાથી માંડીને બાળકના જન્મના 06 મહિના સુધી આ યોજનાનો લાભ મળશે.

(5) પોષણ સુધા યોજના કયા વિભાગ મારફતે અમલમાં મુકવામાં આવેલ છે.

Poshan Sudha Yojana  મહિલા અને બાળ વિકાસ વિભાગની ICDS વિંગ મારફતે અમલમાં મુકવામાં આવી છે.

Leave a comment