દવા છાંટવાનો પંપ સબસિડી યોજના 2024 | Agriculture Pump Spray Sahay Yojana Gujarat

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Agriculture Pump Spray Sahay Yojana Gujarat : મિત્રો, કૃષિ સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા ખેડૂત માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે. તેમજ પશુપાલન યોજના, ખેતીવાડી યોજના અને બાગાયતી પાક માટે યોજનાઓનો લાભ લેવા આઈ ખેડૂત પોર્ટલ બનાવવામાં આવેલ છે. ખેડૂતને પોતાના પાકને જંતુનાશક કીટકો તથા જીવજંતુઓથી બચાવવા માટે પાક અનુરૂપ સમયાંતરે દવાનો છંટકાવ કરવાનો રહે છે. આ દવા સુરક્ષિત અને સરતાથી છાંટી શકાય તે માટે ખેડૂતને બેટરી ચાલતા દવા છાંટવાના પંપ ઉપર સબસિડી આપવામાં આવે છે. મિત્રો આજના આર્ટીકલ Agriculture Pump Spray Sahay Yojana Gujarat માં બેટરી સંચાલિત દવા છાંટવાના પંપ સહાય માટે અરજી ક્યાં કરવી અને ક્યાં ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે. તેની વિગતે માહિતી મેળવીશું.

Agriculture Pump Spray Sahay Yojana Gujarat

Bullet Point of Agriculture Pump Spray Sahay Yojana Gujarat

યોજનાનું નામ બેટરી સંચાલિત દવા છાંટવાનો પંપ સબસિડી યોજના
યોજનાનો હેતું ખેડૂત સુરક્ષિત રીતે ખેતરમાં દવા છાંટી શકે તે માટે પંપ ખરીદવા સબસિડી આપવી.
લાભાર્થીની પાત્રતા ગુજરાત રાજ્યના તમામ ખેડૂતો
મળનાર સહાય 16 લીટરથી વધુ ક્ષમતા ધરાવતા પંપ માટે સામાન્ય વર્ગના ખેડૂતને ₹ 8,000/- તથા અનુ.જાતિ તથા જનજાતિના ખેડૂત, મહિલા અને સિમાંત ખેડૂતને  ₹ 10,000/- સુધીની સબસિડી સહાય.
અરજી પ્રક્રિયા આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવી.
અરજી કરવાનો સમયગાળો તા.19/02/2024 થી તા.25/02/2024
ઓફિસિયલ વેબસાઈટ www.ikhedut.gujarat.gov.in

દવા છાંટવાનો પંપ સબસિડી યોજનાનો હેતું

ખેતરમાં પાકની વિવિધ સિઝનમાં પાકને નુકસાન કરતા હોય તેવા જીવજંતુઓ, કીટકો તથા ઈયળોનું નિયંત્રણ કરીને પાકનું રક્ષણ કરવું જરૂરી છે. આવા જીવજંતુઓની ઓળખ થયા બાદ તેને નિયંત્રણ કરવા માટે યોગ્ય જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે છે. ખેડૂત સુરક્ષિત રીતે અને સરળતાથી પોતાના ખેતરમાં દવા છાંટી શકે તે માટે Agriculture Pump Spray Sahay Yojana Gujarat હેઠળ દવા છાંટવાના પંપની ખરીદીમાં સહાય આપવામાં આવે છે. આ પંપને સામાન્ય રીતે ‘‘પાવર સંચાલિત નેપસેક પંપ’’ કે ‘‘પાવર સંચાલિત તાઈવાન પંપ’’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

બેટરી સંચાલિત પંપ ખરીદવા માટે લાભાર્થીની પાત્રતા.

ગુજરાતના કૃષિ સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા ખેડૂતને Agriculture Pump Spray Sahay Yojana Gujarat હેઠળ બેટરી પંંપ ખરીદવા સબસિડી આપવામાં આવે છે. જેની પાત્રતા નીચે મુજબ નક્કી કરવામાં આવી છે.

 • અરજદાર ખેડૂત પાસે પોતાનું જમીન રેકોર્ડ ધરાવતો હોવો જોઈએ
 • મહિલા ખેડૂત, નાના, સીમાંત ખેડૂતને આ યોજના હેઠળ લાભ મળશે.
 • લાભાર્થી પાસે 7/12 અને 8-અ ની નકલ હોવી જોઈએ.
 • ખેડૂત ગુજરાત રાજયના વતની હોવો જોઈએ.
 • વન વિસ્તારના ખેડૂતો માટે ટ્રાઈબલ લેન્‍ડ વન અધિકાર પ્રમાણપત્ર ધરાવતા હોય તેવા ખેડૂતને લાભ મળવાપાત્ર થશે.

Agriculture Pump Spray Sahay Yojana Gujarat હેઠળ મળનાર સબસિડી.

ગુજરાત સરકારની આ યોજના હેઠળ રાજ્યના દરેક ખેડૂતને લાભ મળે તે માટે નિયત થયેલ સબસિડી ચુકવવામાં આવે છે. જેમાં કેટેગરી વાઈઝ ખેડૂત લાભાર્થીઓનું સહાયનું ધોરણ અલગ-અલગ છે. જેની આપણે વિગતે માહિતી મેળવીશું.

 • 8 થી 12 લીટરની કેપીસીટી ધરાવતા બેટરીવાળા પંપ માટે સામાન્ય વર્ગના ખેડૂત લાભાર્થીને ₹ 2,500/- સહાય અપાશે. તથા અનુસૂચિત જાતી અને અનુસૂચિત જનજાતિ વર્ગના ખેડૂત, નાના સિમાંત ખેડૂત તથા મહિલા ખેડતને ₹ 3,100/- સહાય આપવામાં આવશે.
 • 12 થી 16 લીટરની કેપીસીટી ધરાવતા બેટરીવાળા પંપ માટે સામાન્ય વર્ગના ખેડૂત લાભાર્થીને ₹ 3,000/- સહાય અપાશે. તથા અનુસૂચિત જાતી અને અનુસૂચિત જનજાતિ વર્ગના ખેડૂત, નાના સિમાંત ખેડૂત તથા મહિલા ખેડતને ₹ 3,800/- સહાય આપવામાં આવશે.
 • 16 લીટરથી વધુની કેપીસીટી ધરાવતા બેટરીવાળા પંપ માટે સામાન્ય વર્ગના ખેડૂત લાભાર્થીને ₹ 8,000/- સહાય અપાશે. તથા અનુસૂચિત જાતી અને સનુસૂચિત જનજાતિ વર્ગના ખેડૂત, નાના સિમાંત ખેડૂત તથા મહિલા ખેડતને ₹ 10,000/- સહાય આપવામાં આવશે.

બેટરી પંપ સહાય યોજના હેઠળ બીજી યોજનાના મળવાપાત્ર લાભો.

યોજના સહાય
RKVY- Control of PBW, WG & FAW પંપ ખરીદવા 50% અથવા ₹ 3000/- બંનેમાંથી જે ઓછું હોય તે સહાય મળશે.
AGR-3 પાવર અથવા મશીનથી ચાલતા પંપ પર સાધનની કિંમતના 75% અથવા ₹ 4,500/- બે માથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થશે.
AGR-4 ખેડૂતને આ યોજના હેઠળ પાવર અથવા મશીનથી ચાલતા પંપ પર સાધનની કિંમતના 75% અથવા ₹ 4,500/- બે માથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થશે
AGR-14 આ યોજનામાં પાવર અથવા મશીનથી ચાલતા પંપ પર સાધનની કિંમતના 75% અથવા ₹ 4,500/- બે માથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થશે

દવા છાંટવાનો પંપ સબસિડી યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ

બેટરી સંચાલિત દવા છાંટવાના પંપ ખરીદવા માટે સબસીડી સહાય માટે Ikhedut Portal પર ઓનલાઈન અરજી કરવાની રહે છે. જે માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે.

 • ખેડૂત અરજદારની આધારકાર્ડની નકલ.
 • રેશનકાર્ડની નકલ
 • જમીન હોવાના પુરાવા બાબતે 7/12 ના ઉતારા
 • વિકલાંગ અરજદારના કિસ્સામાં સક્ષમ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર
 • જાતિ પ્રમાણપત્ર.
 • સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખાતેદારનું સંમતીપત્ર
 • ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
 • જો ખેડૂત દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
 • બેંક ખાતાની વિગત

વધુ જાણો:- 

ખેડૂત માટે  ટેકાના ભાવ યોજના 2024

પાવર થ્રેસર સહાય યોજના 2.50 લાખ સુધીની સહાય

Agriculture Pump Spray Sahay Yojana Gujarat Online Application | ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

દવા છાંટવાના પંપ માટે સબસિડી સહાય મેળવવા અરજદારે સમયમર્યાદામાં આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. જેની સંપુર્ણ માહિતી નીચે મુજબની છે.

 • અરજદાર ખેડૂતે સૌ પ્રથમ ikhedut gujarat gov in ટાઈપ કરીને ઓફિસિલય વેબસાઈટ ઓપન કરવાની રહેશે.
 • હવે વેબસાઈટના મેન મેનું પર ‘‘યોજનાઓ’’ લખેલ બટન પર ક્લિક કરવાનું રહેશે.
 • ત્યાર બાદ ‘‘IKhedut Portal Yojana 2024 List’ ઓપન થશે. જેમાંથી અરજદારે ‘‘ખેતીવાડીની યોજના’’ પસંદ કરવાનું રહેશે.
 • જેથી આગળ નવું પેજ ખુલશે.જેમાંથી ‘‘પાક સંરક્ષણ સાધનો પાવર સંચાલિત’’ યોજના પસંદ કરવાની રહેશે. જેમાંથી Agriculture Pump Spray Sahay Yojana Gujarat હેઠળ ઓનલાઈન અરજી કરી શકાશે.
 • હવે નીચે ઈમેજમાં દર્શાવ્યા મુજબનું આગળ પેજ ખુલશે.
Agriculture Pump Spray Sahay Yojana 2024
Image Credit Government Official Website (https://ikhedut.gujarat.gov.in/)
 • જેમાં દવા છાંટવાના પંપ સબસિડી સહાય યોજના વિશે માહિતી આપેલ હશે. જે વાંચીને ‘‘અરજી કરો’’ પર ક્લિક કરવાનું રહેશે.
 • જેથી આગળ નવા પેજમાં અગાઉ આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન ના કરાવેલ હોય તો ‘‘ના’’ પસંદ કરીને આગળ વધવાનું રહેશે.
 • ત્યાર બાદ આગળ ‘‘નવી અરજી કરો’’ લખેલ પેજ ઓપન થશે. જેના પર ક્લિક કરતા દવા છાંટવાના પંપ ઓનલાઈન અરજી ફોર્મ ખુલશે.
Agriculture Pump Spray Sahay Yojana 2024 Gujarat
Image Credit Government Official Website (https://ikhedut.gujarat.gov.in/)
 • ઓનલાઈન ફોર્મમાં લાભાર્થીએ નામ, સરનામું, બેંક વિગત, જમીનની વિગત, તથા માંગ્યા મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કરીને છેલ્લે અરજી Save કરીને Submit કરવાની રહેશે.
 • ઓનલાઈન અરજી સબમીટ કર્યા બાદ એક Application Number આપવામાં આવશે અને ત્યાંથી અરજીની પ્રિન્ટ પણ કાઢી લેવાની રહેશે.

ઓનલાઈન અરજી ક્યા બાદની પ્રોસેસ

ઓનલાઈન અરજી ક્યા બાદ ઓનલાઈન જરૂરી ચકાસણી થયેથી દવા છાંટવાના પંપની ખરીદી માટે પુર્વ મંજૂરી આપવમાં આવશે. આ મંજૂરીની જાણ કરવામાં આવશે. ત્યાર બાદ અધિકૃત વિક્રેતા પાસેથી પંપની ખરીદી કરીને, બીલ તથા અરજી સાથે જરૂરી ડોક્યુમેન્ટ ખેતીવાડી અધિકારીશ્રીની કચેરી ખાતે સમયમર્યાદામાં રજુ કર્યેથી સબસિડીની રકમ સીધી ખાતામાં જમા કરવામાં આવશે.

જાણવા જેેેેેેવું:- 

સૂર્યશક્તિ કિસાન યોજના 2024 હેઠળ ખેડૂતને મળશે મફત વીજળી. 

ટ્રેકટર ખરીદવા સબસિડી સહાય. 

Important Links of Agriculture Pump Spray Sahay Yojana Gujarat

ઓફિસિયલ વેબસાઈટ

Click Here

ઓનલાઈન અરજી કરવા માટે

Click Here

Home Page

Click Here

Conclusion

મિત્રો, ખેડૂત માટે સરકાર દ્વારા સમયાંતરે ઘણી રાહત તથા સહાય જાહેર કરવામાં આવે છે. જેથી ગુજરાતના ખેડૂતનું જીવન ધોરણ ઉંચું લાવવા અને આધુનિક રીતો અપનાવી ખેત ઉત્પાદન પણ વધ્યુ છે. ખેડૂતને પોતાના તૈયાર પાકને કીટકો તથા જીવતથી બચાવવા Agriculture Pump Spray Sahay Yojana Gujarat હેઠળ ₹ 10,000/- સુધીની સબસિડી આપવામાં આવે છે. આ લેખ દ્વારા યોજનાની માહિતી વિગતે સમજાવવામાં આવી છે. આપને સહાય કે સબસિડી બાબતે કોઈ પ્રશ્ન હોય તો આપના જિલ્લાના ખેતીવાડી અધિકારીશ્રીની કચેરી ખાતે સંપર્ક કરવા અનુરોધ છે.

FAQ

(1) દવા છાંટવાનો પંપ સબસિડી યોજના હેઠળ કેટલી સબસિડી સહાય આપવામાં આવે છે?

આ યોજના હેઠળ ખેડૂતને પંપની કેપેસીટી મુજબ કુલ ₹ 10,000/- સુધીની સબસિડી અપાય છે.

(2) Agriculture Pump Spray Sahay Yojana Gujarat માટે અરજી ક્યાં કરવી?

બેટરી સંચાલીત પંપ ખરીદવા સબસિડી માટે ખેડૂત દ્વારા ikhedut Portal પર ઓનલાઈ અરજી કરવી જોઈશે.

(3) બેટરી સંચાલિત દવા છાંટવાના પંપની ખરીદી ક્યારે કરવાની રહેશે?

Agriculture Pump Spray Sahay Yojana Gujarat  હેઠળ ઓનલાઈન અરજી મંજૂર થયા બાદ સરકાર દ્વારા અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ દવા છાંટવાના પંપની ખરીદી કરવાની રહેશે.

Leave a comment