Anyror Property Card Download : મિત્રો, આપ જાણો છે કે પ્રોપર્ટી કાર્ડ એ આપણી મીલકતનો અગત્યનો દસ્તાવેજ છે. Property Card ને આધારે દરેક વ્યક્તિને પોતાની મીલકત ઉપર લોન મળી શકે છે. પ્લોટમાં મકાન બનાવવું હોય તો પ્રોપર્ટી કાર્ડની નકલની જરૂર પડે. મિત્રો, સરકાર દ્વારા હવે બધા દસ્તાવેજો ડીજીટલ સ્વરૂપે ઓનલાઈન સહી સિક્કા સાથેના મળે છે. તેમ તમારે હવે પ્રોપર્ટી કાર્ડ કઢાવવા માટે રજીસ્ટ્રાર કચેરી કે મામલતદારશ્રીની કચેરી ખાતે જવું નહી પડે.
આજના આર્ટિલક Anyror Property Card Download માં પ્રોપર્ટી કાર્ડની નકલ ઓનલાઈન કેવી રીતે મેળવવી? તેની વિગતવાર સમજ આપવામાં આવી છે. જેથી આપ જાતે પણ પોતાનું ઓનલાઈન પ્રોપર્ટી કાર્ડ કઢાવી શકો છો.
Bullet Point of Anyror Property Card Download
આર્ટિકલનો વિષય | પ્રોપર્ટી કાર્ડની નકલ ઓનલાઈન ડાઉનલોડ પ્રોસેસ |
નકલ કોણ મેળવી શકે? | જે મીલકત ધારકની ઓનલાઈન એન્ટ્રી કરાવેલ હોય તેવી તમામ મીલકતની નકલ નીકળી શકે. |
પ્રોપર્ટી કાર્ડની નકલ કેવી રીતે કાઢવી? | ઓનલાઈન વેબસાઈટ પરથી |
પ્રોપર્ટી કાર્ડ કઢાવવાની ઓનલાઈન ફી | ₹ 5 |
સંબંધિત વિભાગ | રેવન્યુ વિભાગ |
ઓફિસિલય વેબસાઈટ | anyror.gujarat.gov.in |
પ્રોપર્ટી કાર્ડની નકલ | Property Card Copy
મિત્રો, પ્રોપર્ટી કાર્ડ તમારી મીલકતનો દસ્તાવેજ છે. જેના મારફતે મીકલત કોના નામે છે? તેની ઓફિસિલય ઓળખ મળે છે. સરકાર દ્વારા જમીનને લગતા બધા દસ્તાવેજો ઓનલાઈન મુકવામાં આવ્યા છે. તેમાં Property Card Copy કઢાવવા માટે પણ સરકાર દ્વારા anyror gujarat Portal બનાવવામાં આવ્યુ છે. જેમાં જાહેર જનતા ઘણી સરળતાથી પોતાના પ્રોપર્ટી કાર્ડની નકલ મેળવી શકે છે.
પ્રોપર્ટી કાર્ડની નકલ ડાઉનલોડ કરવા માટે જરૂરી વિગતો | Anyror Property Card Download
ઓનલાઈન પોર્ટલ પરથી પ્રોપર્ટી કાર્ડની નકલ મેળવવા માટે તમારી પાસે નીચેની વિગતો હોવી જરૂરી છે.
- આપના વિસ્તારને લગત સીટી સર્વે ઓફિસનું સરનામું
- આપના વોર્ટ નંબરની વિગતો
- જમીનનો સર્વે નંબર
Anyror Property Card Download | પ્રોપર્ટી કાર્ડની નકલ ઓનલાઈન ડાઉનલોડ પ્રોસેસ
- મીલકતધારકે પ્રોપર્ટી કાર્ડની સહી સિક્કાવાળી નકલ ડાઉન લોડ કરવા માટે સૌ પ્રથમ ગુગલ પર gujarat.gov.in ટાઈપ કરવાનું રહેશે.
- ત્યાર બાદ નીચે ઈમેજમાં દર્શાવ્યા મુજબની ઓફિસિલય વેબસાઈટ ખુલશે.
- તેમાં ‘‘ડીજીટલ સિલ્ડ પ્રોપર્ટી કાર્ડ નકલ’’ લખેલ બટન પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યાર બાદ ‘‘અરજી દાખલ કરવા’’ બટન પર ક્લિક કરવાનું રહેશે.
- હવે અરજદારનું નામ, મોબાઈલ નંબર, લખી જાતીની વિગતો લખવાની રહેશે.
- ત્યાર બાદ જિલ્લો પસંદ કરીને સીટી સર્વે ઓફિસ પસંદ કરવાની રહેશે,
- હવે સીટી સર્વે વોર્ટ નંબર અને સર્વે નંબર નાંખવાનો રહેશે. જેથી સીટ નંબર અને કાર્ડ નંબરની વિગતો ઓટોમેટીક આવી જશે.
- ત્યાર બાદ Calculate Fee પર ક્લિક કરવાનું રહેશે.
- જેથી પેજની સંખ્યા અને ફી ની રકમ ₹ 5 ની વિગતો ભરાઈ જશે.
- ત્યાર બાદ Save Application પર ક્લિક કરવાનું રહેશે.
- જેથી આપને એક એપ્લીકેશન નંબર જનરેટ થશે. ત્યાર બાદ Application Number થી ફરી લોગીન કરીને Pay Now બટન પર ક્લિક કરવાનું રહેશે.
- અપડેટ થયેલ વિગતો ચેક કરીને Pay Amount પર ક્લિક કરવાનું રહેશે.
- જેમાં ઓનલાઈન પેમેન્ટની પ્રોસેસથી ₹ 5ની ફી ચુકવવાની રહેશે.
ઓનલાઈન પેમેન્ટ કર્યા બાદ આપને પ્રોપર્ટી કાર્ડની નકલ સ્ક્રિન પર બતાવશે. જેને Print Copy પર ક્લિક કરીને Anyror Property Card Download કરી લેવાની રહેશે.
વધુ જાણો:-
7/12 Utara Gujarat અને 8-અ ની ઓફિસિલય સહી સિક્કા વાળી નકલ ઘરે બેઠા મેળવો
₹ 2 લાખની લોન સાથે 80,000ની સબસિડી મહિલા સ્વાવલંબન યોજના
Online Property Card Gujarat
આમ ઓનલાઈન મેળવેલ નકલ સરકાર દ્વારા માન્ય ગણવામાં આવે છે. જેમાં સંબંધિત અધિકારીના સહી સિક્કા સાથેની City Survey Property Card Online નકલ થાય છે. જે બેંક લોન કે કોઈ પણ યોજનામાં સહાય માટે માન્ય દસ્તાવેજ ગણવામાં આવે છે.
જાણવા જેવું:-
જમીન ખરીદવા માટે મળશે ₹ 2 લાખની સહાય. ફોર્મ ,ડોક્યુમેન્ટ અને અરજી
SBI e Mudra Loan 2024 Apply Online 50000 Loan
Important Link of Anyror Property Card Download
ઓફિસિલય વેબસાઈટ | |
ઓનલાઈન પ્રોપર્ટી કાર્ડની નકલ ડાઉનલોડ કરવા માટે | |
Home Page |
Conclusion
સરકાર દ્વારા દરેક નાગરીકને ઓફિસિલય સહી સિક્કાવાળી પ્રોપર્ટી કાર્ડની નકલ નજીવી કિંમતમાં ડાઉનલોડ કરી શકે તે માટે Anyror Gujarat Portal બનાવવામાં આવ્યુ છે. જેમાં ઓનલાઈન ફક્ત ₹ 5 ભરીને Anyror Property Card Download કરી શકાય છે.
FAQ વારંવાર પુછાતા પ્રશ્નો.
(1) શું ઓનલાઈન પ્રોપર્ટી કાર્ડની નકલ સરકાર માન્ય છે?
હા, Anyror Gujarat Portal પર થી ડાઉનલોડ કરેલી સહી સિક્કાવાળી નકલ સરકાર માન્ય છે.
(2) Anyror Property Card Download કરવા માટેની ઓફિસિલય વેબસાઇટ કઈ છે?
રેવન્યુ વિભાગની ઓફિસિલય વેબસાઇટ anyror.gujarat.gov.in થી પ્રોપર્ટી કાર્ડની નકલ ડાઉનલોડ કરી શકાય છે.
(3) પ્રોપર્ટી કાર્ડની નકલ ઓનલાઈન ડાઉનલોડ કરવા કેટલી ફી ચુકવવાની હોય છે?
ઓનલાઈન પ્રોપર્ટી કાર્ડની નકલ ડાઉનલોડ કરવા માટે ₹ 5 ઓનલાઈન જ ભારવાના હોય છે.