e Nirman Portal | ઈ નિર્માણ કાર્ડ ના ફાયદા | E Nirman Card Download | e Nirman Card Gujarat Benefits | E Nirman Card Gujarat | ઈ નિર્માણ પોર્ટલ | e-Nirman |e Nirman Card Document | E Nirman Card Yojana Gujarat | E Nirman Card Yojana Gujarat
જાણવા જેવુ, મિત્રો સરકાર દ્વાર બાંધકામ, કલરકામ, પ્લમ્બિંગકામ અને સુથારી કામ જેવા બાંધકામ અંગે કોઈપણ ક્ષેત્રે સંકળાયેલ શ્રમયોગીઓ/કામદારો માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓનો અમલમાં કરી રહી છે. વિવિધ યોજનાઓ દ્વારા અસંગઠિત કામદારોને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવી આર્થિક ઉત્કર્ષ કરવાનો મુખ્ય હેતું છે. મિત્રો, આ આર્ટિકલમાં સરકારની આવી જ એક E Nirman Card યોજના વિશે વાત કરવાના છીએ. ઈ નિર્માણ કાર્ડ દ્વારા બાંધકામ શ્રમિકોની ઓળખ કરીને ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા સંચાલિત તમામ યોજનાઓનો લાભ આપવામાં આવશે.
શ્રમયોગી કલ્યાણ બોર્ડની તમામ યોજનાઓનો લાભ લેવા માટે ઈ-નિર્માણ કાર્ડ કઢાવવું ફરજિયાત છે. ઈ નિર્માણ કાર્ડ કેવી રીતે કઢાવવું? તેના ફાયદા શું છે? E Nirman Card કોણ કઢાવી શકે? એક ઓળખકાર્ડથી કઈ કઈ યોજનાઓનો લાભ મળશે? વગેરે જેવી માહિતી આર્ટિકલ દ્વારા જાણીશું તો ચાલો કંઈક નવુ જાણીએ.
Bullet Point of E Nirman Card 2024
આર્ટિકલનું નામ | ઈ નિર્માણ કાર્ડ | |
કોણ કઢાવી શકે. | બાંધકામ અંગે કોઈપણ ક્ષેત્રે સંકળાયેલ શ્રમયોગીઓ. |
સંબંધિત વહીવટી વિભાગ | શ્રમ, કૌશલ્ય અને રોજગાર વિભાગ |
શું લાભ મળશે? | ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા સંચાલિત તમામ યોજનાઓનો લાભ |
ઓફિસિયલ વેબસાઈટ | enirmanbocw.gujarat.gov.in |
શ્રમિક હેલ્પલાઈન નંબર | 157372 |
ઈ નિર્માણ કાર્ડ વિશે જાણો.
મિત્રો, બાંધકામ ક્ષેત્રે સંકળાયેલ કોઈપણ શ્રમયોગીને ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા અમલમાં મુકવામાં આવેલ તમામ યોજનાઓનો લાભ મળે તે માટે લાભાર્થીની ઓળખ રૂપે ઈ નિર્માણ કાર્ડ આપવામાં આવે છે. પહેલા શ્રમયોગીઓને ઓળખરૂપે લાલ ચોપડી અપાતી હતી, હવે તેના બદલે સ્માર્ટકાર્ડ જેવું લાભાર્થીના ફોટા સાથેનું ઈ નિર્માણકાર્ડ આપવામાં આવે છે. જે સરકારની તમામ યોજનાઓના લાભ માટે ઓળખપત્ર તરીકે ઉપયોગી છે અને શ્રમ, કૌશલ્ય અને રોજગાર વિભાગની તમામ સહાયકારી યોજનાઓનો લાભ મેળવી શકે છે અને લાભાર્થીના ઓળખના પુુુુુરાવા તરીકે માન્ય ગણાય છે.
ઈ નિર્માણ કાર્ડ ના ફાયદા | E Nirman Card Benefits In Gujarati
ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ શ્રમયોગીઓના કલ્યાણ માટે ઘણી બધી યોજનાઓ અમલમાં મુકી છે. ઈ નિર્માણ કાર્ડ મારફતે કોઈપણ શ્રમયોગી સરળતાથી આર્થિક સહાયની યોજનાઓનો લાભ મેળવી શકે છે. જેની વિગતે માહિતી નીચે મુજબ છે.
ક્રમ | યોજનાનું નામ | યોજનાના લાભ |
1 | પ્રસુતિ સહાય યોજના | જે મહિલા શ્રમિકની નોંધણી થયેલ છે તેઓને પ્રસૂતિ માટે ₹27,500/- ની સહાય (બે પ્રસુતિની મર્યાદામાં) |
2 | આરોગ્ય તપાસ | ધનવન્તરી રથ દ્વારા શ્રમિકોને મફત આરોગ્ય તપાસ થાય છે. |
3 | વ્યવસાયિક રોગોમાં સહાય | પોતાના વ્યવસાય સાથે સંકળાયેલ રોગોની સારવાર માટે ₹ 3,00,000/- સુધીની સહાય. |
4 | શ્રમિક અન્નપુર્ણા | શ્રમિક અન્નપુર્ણા યોજના હેઠળ ફક્ત ₹ 05 માં પોષ્ટિક ભોજન અપાશે. |
5 | શિક્ષણ સહાય યોજના | સંતાનને ₹ 500 થી ₹ 40,000/- સુધીની શિક્ષણ સહાય. (બે સંતાનોની મર્યાદા) |
6 | આવાસ યોજના | શ્રી નાનાજી દેશમુખ આવાસ યોજના હેઠળ મકાન માટે ₹ 1,60,000/- સહાય. |
7 | સબસીડી યોજના | હાઉસિંગ સબસીડી યોજના હેઠળ ₹ 1,00,000/-ની સબસીડી. |
8 | અકસ્માત મુત્યુ સહાય | અકસ્માતથી મૃત્યુના કિસ્સામાં ₹ 3,00,000/- ની સહાય. |
9 | અંત્યેષ્ઠિ યોજના | મર્ણોતર વારસદારને ₹ 7,000/- અંત્યેષ્ઠિ સહાય. |
10 | ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના | દીકરીના નામે મુખ્ય મંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના હેઠળ ₹ 25,000/- ના બોંડ. |
ઉપરની તમામ યોજનાઓનો લાભ eNirman Card કાર્ડ મારફતે લઈ શકાય છે.
ENirman Card કાર્ડ કોણ કઢાવી શકે?
બાંધકામ ક્ષેત્રે સંકળાયેલ શ્રમયોગી વ્યાવસાય ક્ષેત્રે કુશળ, અર્ધ કુશળ અથવા અકુશળ પ્રકાર કોઈપણ કામ કરનાર જેની ઉંમર 18 થી 60 વ્યક્તિ (સ્ત્રી કે પુરુષ) પોતે બાંધકામ શ્રમિક તરીકે પોતાની નોંધણી કરાવી શકે છે. જેમાં નીચે મુજબનો વ્યવસાય કે બાંધકામ સાથે સંળાયેલ વ્યક્તિ ઈ-નિર્માણ કાર્ડ કઢાવી શકે છે.
- ચણતર કામ
- ઈટો, માટી કે સમાન ઉપાડનું કામ.
- ચણતર કામના પાયા ખોદવા માટેનું કામ.
- ધાબા ભરવાનું કામ,.
- પ્રિફેબ્રિકેશન કોન્ક્રીટ મોડ્યુલ્સ કામ.
- ચુના કે કલરકામ
- સોલાર ગીઝર લાગાવવાનું કામ.
- ખાણ ખનીજ ક્ષેત્રે કામ કરતા શ્રમિકો.
- જાહેર બગીચા બનાવવાનું કામ
- ઈલેક્ટ્રિશિયનનું કામ.
- પ્લંમ્બિંગ કામ.
- રસોડા કીચન બનાવવાનું કામ
- કાચની પ્લેન ફીટીંગનું કામ.
- લિફ્ટ અંગેનું કોઈપણ કામ.
- ટાઈલ્સ લગાવવાનું કે ઘસાઈ કામ.
- બાંધકામ સાઈટ ઉપર મજૂરી કામ.
- માર્બેલ ટાઈલ્સ ફીટીંગ કામ.
- કંન્ટ્રક્શન / ઈરિગેશન જેવા સાઈનેજ બોર્ડનું કામ.
- ફર્નિચર અને સિગ્નલીંગનું કામ.
- પ્લાસ્ટર ઓફ પેરિસનું કામ.
- ફોલ્સ સિલીંગ અને લાઈટીંગનું કામ.
- ફાયર ફાઈટીંગ સિસ્ટમ સાથેનું કામ.
- દરવાજા ફેબ્રિકેશન
- સિક્યોરિટી સિસ્ટમનું કામ.
- રોટરી કંન્ટ્રકશન અને ફાઉન્ડેશનું કામ.
- ગ્રીલ, દરવાજાનું કામ.
- સુથારી કામ.
- વોટર હાર્વેસ્ટીંગ કામ.
- સોલાર પેનલનું કામ.
- ઈટો/નળીયા બનાવવાનું કામ.
- સ્વિમિંગ પુલ બનાવવાનું કામ
- રેલ વે, ઓવર બ્રિજ, અન્ડર બ્રિજનું કામ.
- ટાઈલ્સ/ધાબાનું કટીંગ પોલીસીંગ.
- પથ્થર બેસાડવા કે કાપવાનું કામ.
- બાંધકામ સાઈટ પર કોઈપણ શારિરીક શ્રમનું કામ.
શ્રમયોગીઓના કલ્યાણ માટેની આ યોજનાઓ વિશે પણ જાણો.
સન્માન પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરો, યોજનાઓના લાભ મેળવો.
ઈ નિર્માણ કાર્ડ નોંધણી માટેના ડોક્યુમેન્ટ | E Nirman Card Document
ઈ નિર્માણ કાર્ડનો લાભ લેવા માટેના શ્રમ, કૌશલ્ય અને રોજગાર વિભાગ દ્વારા માન્ય ડોક્યુમેન્ટની યાદી નીચે મુજબની છે.
- અરજદારનું આધાર કાર્ડ
- ઉંમરનો પુરાવો (જન્મ પ્રમાણપત્ર, L.C, વગેરે)
- પાસપોર્ટ સાઈઝનો ફોટો.
- બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ.
- આવક દાખલાની નકલ.
- છેલ્લા 12 માસમાં શ્રમિક તરીકે ઓછામાં ઓછુ 90 દિવસ કામ કર્યા બાબતનું પ્રમાણપત્ર.
- સ્વયં પ્રમાણિત પ્રમાણપત્ર અને વ્યવસાયનું પ્રમાણપત્ર.
મિત્રો, સ્વયં પ્રમાણિત પ્રમાણપત્ર અને વ્યવસાયનું પ્રમાણપત્ર આપ નીચે આપેલી લીંક દ્વારા ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો.
ઈ નિર્માણ કાર્ડ માટે અરજી કેવી રીતે કરવી? | e Nirman Card Download
મિત્રો, ઈ નિર્માણ કાર્ડ માટે અરજદાર પોતાની સુવિધાને અનુરૂપ ઓનલાઈન અને ઓફલાઈન ચાર રીતે અરજી કરી શકે છે? જેની માહિતી નીચે મુજબની છે.
- અરજદાર ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા બનાવેલ e Nirman Portal પર ઓનલાઈન અરજી કરી શકે છે.
- શહેરી કક્ષાના અરજદાર નજીકના C.S.C (Common Service Center) દ્વારા નોંધણી કરાવીને ઈ નિર્માણ કાર્ડ કઢાવી શકે છે.
- ગ્રામ્ય કક્ષાના અરજદાર ઈ-ગ્રામ સેન્ટરના VCE માફરતે ઈ નિર્માણ કાર્ડ માટે અરજી કરી શકે છે.
- ગુગલ પ્લે સ્ટોર દ્વારા e Nirman મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ઓનલાઈન જાતે નોંધણી કરીને E Nirman Card Download કરી શકો છો.
ઓફલાઈન અરજી પત્રક ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.
ઓનલાઈન અરજી બાદ શું કરવુ?
- અરજદાર દ્વારા મોબાઈલ એપ્લિકેશન દ્વારા નોંધણી કરીને ઈ નિર્માણ કાર્ડ કઢાવે છે ત્યારે અરજદારે નજીકના CHC સેન્ટર ખાતે જઈને ડોક્યુમેન્ટની ખરાઈ કરાવવી પડશે.
- આપના ડોક્યુમેન્ટની ખરાઈ થયા બાદ જિલ્લા કક્ષાની કચેરી દ્વારા ખરાઇ કરવામાં આવશે.
- જિલ્લા કક્ષાની કચેરી મારફતે ખરાઈ થયા બાદ આપનું E Nirman Card Download થશે. જેની જાણ બદલ આપને રજીસ્ટ્રર કરેલા મોબાઈલ નંબર પર SMS મારફતે જાણ કરવામાં આવશે.
- ત્યાર બાદ અરજદારે નજીકના C.S.C (Common Service Center) ખાતે જઈને પોતાનું e Nirman Card મેળવી લેવાનું રહેશે.
જાણવા જેવુંઃ
મોબાઈલમાં PMjay Card Pdf Download કેવી રીતે કરવુુ
Helpline Number for E Nirman Card Yojana Gujarat
શ્રમયોગીઓને ઈ નિર્માણ કાર્ડ કઢાવવા માટે કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે તે માટે સરકાર દ્વારા ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર – 155372 જાહેર કરેલ છે. જે પર આપ ફોન કોલ કરીને માર્ગદર્શન મેળવી શકો છો.
મુખ્ય કચરીનું સરનામુ.
ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ,
શ્રમ ભવન કંપાઉન્ડ, ગન હાઉસની બાજુમાં, રુસ્તમ કામા રોડ,
ખાનપુર અમદાવાદ- 380001
આપ નીચે આપેલ લીંક દ્વારા આપના જિલ્લા કક્ષાની કચેરીના ફોન નંબર અને સરનામા મેળવી શકો છો.
Important Links of E Nirman Card Download
ઓનલાઈન અરજી કરવા માટે | |
સંપર્ક નંબરોની વિગત | |
C.S.C (Common Service Center)ની વિગત | |
ગુજરાત શ્રમ યોગી કલ્યાણ બોર્ડ | |
ગુજરાત મકાન અને બાંધકામ શ્રમ યોગી કલ્યાણ બોર્ડ | |
અરજીપત્રક pdf | |
સ્વયં પ્રમાણપત્રની pdf | |
Home Page |
Conclusion
મિત્રો, ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા બાંધકામ ક્ષેત્રે કોઈપણ વ્યવસાય સાથે સંકળાયેલ શ્રમિકને સરકારશ્રીની યોજનાનો લાભ સરળતાથી મળી રહે તે માટે E Nirman Card ઓળખપત્ર આપવામાં આવે છે. આ આર્ટિકલમાં ઈ નિર્માણ કાર્ડ કોણ કઢાવી શકે તથા તેના મારફતે કઈ-કઈ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવી શકે? તે વિશે વિગતે માહિતી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ઈ નિર્માણ કાર્ડ કઢાવવા બાબતે આપને કોઈ સમસ્યા જણાય તો આપ હેલ્પલાઈન નંબર 157372 કોલ કરી શકો છો અથવા જિલ્લા કક્ષાની કચેરી ખાતે રૂબરૂ સંપર્ક કરીને માર્ગદર્શન મેળવી શકો છો.
FAQ
(1) ઈ નિર્માણ કાર્ડ કોણ કઢાવી શકે?
E Nirman Card બાંધકામ ક્ષેત્રે સંકળાયેલ કોઈપણ શ્રમિક (સ્ત્રી કે પુરુષ) જેઓની ઉંમર 18 થી 60 વર્ષ સુધીની હોય તે ઈ નિર્માણ કાર્ડ કઢાવી શકે છે.
(2) જેની પાસે જુની નોંધણી કરાવેલ હોય (લાલ ચોપડી ) તો ફરી નોંધણી કરાવવી જોઈએ?
હા, પહેલા નોંધણી તરીકે લાલ ચોપડી અપાતી, પણ હવે શ્રમયોગીઓનો ઓનલાઈન રેકર્ડ રહે તે માટે સ્માર્ટ કાર્ડ જેવું e Nirman Card આપવામાં આવે છે જેથી ઓનલાઈન નોંધણી કરાવવી જરૂરી છે.
(3) ઈ નિર્માણ કાર્ડ કઈ રીતે અરજી કરી શકાય?
E Nirman Card Gujarat માટે ઓનલાઈન અને ઓફલાઈન ચાર રીતે નોંધણી કરી શકાય છે.
(1) ઈ નિર્માણ પોર્ટલ મારફતે (2) ગ્રામ પંચાયત ખાતે (3) CSC સેન્ટર ખાતે (4) મોબાઈલ એપ્લિકેશન મારફતે.
(4) ઈ નિર્માણ કાર્ડ કઢાવવા માટે જિલ્લામાં કઈ કચેરીનો સંપર્ક કરવો?
ઈ નિર્માણ કાર્ડ કઢાવવા માટે જિલ્લામાં શ્રમયોગી કલ્યાણ બોર્ડની કચેરી ખાતે સંંપર્ક કરવો.
E Nirman Card બાબતે કોઈપણ સમસ્યા હોય તો હેલ્પલાઈન નંબર 157372 કોલ કરી માર્ગદર્શન મેળવી શકો છો.
3 thoughts on “ઈ નિર્માણ કાર્ડ ઓળખપત્ર કઢાવો અને મેળવો શ્રમ રોજગારની યોજનાઓના લાભ | E Nirman Card |”