e Shram Card Download pdf | ઈ શ્રમ કાર્ડ ડાઉનલોડ |e Shram Card Registration | ઈ શ્રમ કાર્ડના ફાયદા | E Shram Card Download Online | ઈ શ્રમ કાર્ડ pdf | ઈ શ્રમ કાર્ડ વેબસાઈટ | e Shram Card Gujarat | E Shram Card Self registration | E Shram Card benefits | E Shram Card Status | Shram Card online apply
e Shram Card Benefits in Gujarati : મિત્રો, ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં બાંધકામ ક્ષેત્રે અને અસંગઠીત ક્ષેત્ર સાથે સંકળાયેલા કામદાર શ્રમિકોને સમાજના પ્રવાહમાં લાવવા માટે e Shram Card કઢાવવાની યોજના અમલમાં મુકી છે. ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા ઈ શ્રમ કાર્ડ નોંધણી દ્વારા અસંગઠીત ક્ષેત્ર સાથે સંકળાયેલ કામદારોને સરકારની યોજનાઓના લાભ આપવા એક પહેલ કરી છે. ઈ શ્રમ કાર્ડ (UAN Card) દ્વારા શ્રમિકોના ડેટાબેજ તૈયાર કરી નાણાકીય સહાય તથા રોજગારીની તકો પુરી પાડવામાં આવે છે તથા શ્રમિક કામદારોને ₹ 2,00,000/- મફત વિમો આપવામાં આવે છે.
ઈ શ્રમ કાર્ડ શુ છે? તેના ક્યા ફાયદાઓ છે? ઈ શ્રમ કાર્ડ કેવી રીતે રજીસ્ટ્રેશન અને ડાઉનલોડ કરી શકાય? વગેરે જેવી માહિતી આ આર્ટિકલ e Shram Card Benefits in Gujarati ઈ શ્રમ કાર્ડના ફાયદાઓ વિશે વિગતવાર માહિતી મેળવીશુ. જેથી આ આર્ટિકલ અંત સુધી વાંચવા વિનંતી છે. કંઈક નવુ જાણવા મળશે.
Bullet Point of e Shram Card Benefits in Gujarati
આર્ટિકલનું નામ | e Shram Card Benefits in Gujarati ઈ શ્રમ કાર્ડના ફાયદા |
લાભાર્થી જુથ | બાંધકામ ક્ષેત્રે અને અસંગઠીત ક્ષેત્ર સાથે સંકળાયેલા કામદાર |
સરકારી વિભાગ | શ્રમ અને રોજગાર વિભાગ |
ઓનલાઈન અરજી ક્યાં કરવી | ઈ શ્રમ પોર્ટલ પર |
વય મર્યદા | 16 થી 59 વર્ષ |
મળવાપાત્ર લાભો | ₹ 2,00,000/- મફત વિમો તથા કલ્યાકારી યોજનઓનો લાભ |
હેલ્પ ડેસ્ક નંબર | ભારત સરકાર હેલ્પલાઈન નંબર- 14434
રાજ્ય સરકાર હેલ્પલાઈન નંબર- 155372 |
Official Website | eshram.gov.in |
ઈ શ્રમ કાર્ડ શું છે? | What is e shram card?
ભારત સરકાર અને ગુજરાત સરકારના સહયોગથી બાંધકામ તથા અસંગઠીત ક્ષેત્ર સાથે સંકળાયેલ કામદારોને ઈ નિર્માણ પોર્ટલ દ્વારા યોજનકીય લાભો આપવા માટે સરકાર દ્વારા મફતમાં ઈ શ્રમ કાર્ડ કાઢી આપવામાં આવે છે. અસંગઠીત ક્ષેત્ર એટલે એવા ક્ષેત્રમાં કામ કરતા લોકો જે ESIC રાજ્ય કામદાર વિમા યોજના / EPFO એમ્પ્લોઈ પેન્શન પ્રોવીડન્ટ ફંડનો લાભથી વંચિત હોય, તેવા તમામ કામદાર વર્ગનો સમાવેશ થાય છે. આવા તમામ વર્ગોના કામદારોના ડેટા એકત્રિત થાય તથા યોજનાકીય લાભો આપવામાં સરળતા રહે તે માટે ઈ શ્રમ કાર્ડના રૂપે ઓળખપત્ર આપવામાં આવે છે. જે ભારત સરકાર તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભ માટે અતિ ઉપયોગી છે.
ઈ શ્રમ કાર્ડ ના ફાયદા | e Shram Card Benefits in Gujarati
જે લાભો સંગઠીત કામદાર વર્ગને મળી રહ્યા છે તેવા લાભોથી અસંગઠીત કામદાર વર્ગ વંચિત ના રહે તે માટે નીચે મુજબના લાભો આપવામાં આવે છે. અસંગઠીત કામદારોમાં ફેરીયાઓ, છુટક મજૂરી કામ કરતા લોકો, શાકભાજી વેચનારાઓઓ વગેરેનો સમાવેશ થાય છે.
- અસંગઠીત ક્ષેત્ર સાથે સંકળાયેલ કામદાર વર્ગને eShram Portal પર નોંધણી થયેથી ₹ 2,00,000/- મફત વિમો.
- સરકારની કલ્યાણકારી યોજનઓનો સીધો લાભ.
- કાયમી અપંગતાના કિસ્સામાં શ્રમિકને ₹ 1,00,000/- રકમની સહાય.
મિત્રો, ઈ શ્રમ કાર્ડ pdf ડાઉનલોડ કરવા માટેે અરજદાર શ્રમિકે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂરીયાત રહેશે.
- આધારકાર્ડ નંબર
- બેંક ખાતાની વિગતો.
- પોતાને લગતા વ્યસાય બાબત કે શૈક્ષણિક લાયકાત બાબતનું પ્રમાણપત્ર.
- રહેઠાણનો પુરાવો. (રેશન કાર્ડ, લાઈટબીલ વગેરે)
- આધાર સાથે લીંક કરેલ મોબાઈલ નંબર
સરકાર દ્વારા ઈ શ્રમ કાર્ડ મફતમાં કઢાવી આપવામાં આવે છે.
- ગ્રામ્ય વિસ્તારના નાગરિકો માટે ગામના ઈ-ગ્રામ ખાતેથી ઈ શ્રમ કાર્ડ કઢાવી શકે છે.
- શહેરી વિસ્તારના નાગરિકો માટે નજીકના CSC (કોમન સર્વિસ સેન્ટર) ખાતે રૂબરૂ જાઈને.
ઈ-શ્રમ કાર્ડનો લાભ કોણ લઈ શકે છે? | e Shram Card Benefits in Gujarati
શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ઈ શ્રમ કાર્ડ કયા વર્ગના વ્યક્તિને માળવાપત્ર થશે તેના ધોરણો નક્કિ કરેલ છે. જેની વિગતો નીચે મુજબની છે.
- અરજદાર અસંગઠીતક્ષેત્ર સાથે સંકળાયેલ હોવો જોઈએ.
- 16 થી 59 મહિલા તથા પુરૂષ શ્રમિક કામદાર.
- ESIC કે EPFO નો લાભ ના મેળવતા હોવા જોઈએ.
- પેન્શન સરકારી યોજનાઓનો લાભ ના મેળવતા હોવા જોઈએ.
ઈ-શ્રમ કાર્ડના લાભ માટેના નિમયો અને શરતો.
- અરજદાર ESIC/ EPFOના લાભાાર્થી તરીકે નોંધાયેલ ના હોવા જોઈએ.
- જે નાગરિક ટેક્સ સ્લેબમાં આવે છે તેઓ ઈ શ્રમ કાર્ડનો લાભ લઈ શકતા નથી.
- અરજદાર આવકવેરો ભરતો ના હોવો જોઈએ.
વધુુ જાણોઃ-
ઈ-કુટિર પોર્ટલ રજીસ્ટ્રેશન કરી સરકારી યોજનાઓનો લાભ મેળવો.
પાલક માતા પિતા યોજના 2024 અનાથ બાળકના વાલીને દર મહિને ₹ 3000/- મળશે.
ઈ-શ્રમ કાર્ડનો લાભ લેવા ઓનલાઈન અરજી કોણ કોણ કરી શકે?
e Shram Card Benefits in Gujarati નો લાભ લેવા જેઓ અસંગઠિત કામદારમાં સમાવેશ થાય છે. જેઓને કોઈ સામુહિક આરોગ્ય કે વિમા લક્ષી યોજનાઓનો લાભ નથી મળતો તેવા દરેક ક્ષેત્ર સાથે સંકળેલ કામદાર વર્ગ esharm card online Apply કરી શકે છે. જેઓનું લિસ્ટ નીચે આપેલ છે. જેઓને અસંગઠિત કામદાર તરીકે ગણી શકાય.
- બાંધકામ ક્ષેત્રે સંકળાયેલ કામદારો.
- છુટક મજૂરી કરતા કારીગરો.
- પશુપાલન ક્ષેત્રે સંકળાયેલા લોકો.
- વાળંદ કામ ધોબી કામ સાથે સંકળયેલ.
- ખેત મજૂરો
- મીઠાના અગરમાં કામ કરતા કામદારો.
- શેરી ફેરીયાઓ
- ઘરેલું કામ સાથે સંકળોલ કામદારો.
- રિક્ષા ચાલકો.
- ઈટ ભઠ્ઠા કે માટી કામ સાથે સંકળોલ કામ
- મીઠાના અગરમાં કામ કરતા કામદારો.
- શેરી ફેરીયાઓ
- ઈટ ભઠ્ઠા કે માટી કામ સાથે સંકળોલ કામદાર
- શાકભાજીની લારી ચલાવતા લોકો.
- એવા તમામ કામદાર વર્ગ જે રાજ્ય વીમા યોજનાનો લાભ નથી લઈ રહ્યા.
ઈ શ્રમ કાર્ડ વેબસાઈટ
ઈ શ્રમ કાર્ડ કઠાવવા માટે શ્રમ અને રોજગાર મંત્રાલયનું eSharm Portal કાર્યરત છે. જેની ઓફિસિયલ વેબસાઈટ eshram.gov.in છે. આ વેબસાઈટ પરથી ઓનલાઈન પ્રોસેસથી ઈ શ્રમ કાર્ડ મેળવી શકાય છે. તથા ગ્રામ્ય વિસ્તારના કામદાર ગ્રામ પંચાયતના ઈ-ગ્રામ સેન્ટર ખાતે અથવા શહેરી વિસ્તારમાં કોમન સર્વિસ સેન્ટર ખાતેથી રૂબરૂ ડોક્યુમેન્ટ સાથે જઈને ઈ શ્રમ કાર્ડ કઢાવી શકે છે.
ઈ શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન | E Shram Card Self Registration
મિત્રો, આપણે ઈ શ્રમ કાર્ડ કઢાવાની ઓનલાઈન પ્રોસેસની Step By Step વિગતે જણાવીશુ. જેથી નાગરિકો e Shram Card Benefits in Gujarati ના લાભો લઈ શકે.
Step-1 E Sharm Card Login
- અરજદારે સૌ પ્રથમ ઓન લાઈન ગુગલ પર eshram.gov.in સર્ચ કરવાનું રહેશે.
- જેથી નીચે દર્શાવેલ ઈમેજ મુજબની વેબસાઈટ ખુલશે.
- જેમાં બોક્સ દર્શાવેલ Register For eshram પર ક્લિક કરવાનું રહેશે.
Step-2 Enter Adhaar Linked Mobile Number
- ત્યાર બાદ ઈમેજમાં દર્શાવેલ પેજ દેખાશે. જેમાં અરજદારે પોતાના આધાર કાર્ડ નંબર સાથે લીંક થયેલ મોબાઈલ નંબર નાંખવાનો રહેશે. અને ત્યાર બાદ Captcha કોડ નાંખવાનો રહેશે.
- આપને ESIC કે EPFO લાભ લેતા હો તો ‘‘હા’’ નહીતર ‘‘ના’’ ટીક કરીને Sent OTP પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યાર બાદ મોબાઈલમાં આવેલ OTP નાંખવાનો રહેશે.
Step-3 Adhaar Details
- ત્યાર બાદ નવા ઓપન થયેલ પેજમાં અરજદારનો આધાર કાર્ડ નંબર નાંખવાનો રહેશે.
- પછી Captcha Code નાંખવાનો રહેશે. ત્યાર બાદ “I Agree Term and Condition” બોક્સ પર ટીક કરીને સબમીટ કરવાનું રહેશે.
- ત્યાર બાદ નવુ પેજ ખુલશે. જેમાં ફરી મોબાઈલમાં આવેલ OTP નાંખી “Validate” પર ક્લિક કરવાનું રહેશે.
Step-4 Personal Detail
ત્યાર બાદ નીચે ઈમેજમાં દર્શાવ્યા મુજબનું પેજ ખુલશે..
- જેમાં અરજદારની વ્યક્તિગત માહિતી ભરવાની રહેશે.
- પછી આગળના સ્ટેપમાં સરનામાની વિગતો ભરવાની રહેશે.
- પછીના સ્ટેપમાં શૈક્ષણિક લાયકાતની વિગતો ભરવાની રહેશે.
- ત્યાર બાદ અરજદારની બેંક વિગતો ભરવાની રહેશે.
- Self Declaration વાંચ્યા બાદ બોક્સ પર ટીક કરી સબમીટ કરવાનું રહેશે. અને આગળના સ્ટેપમાં ઈ શ્રમ કાર્ડ ડાઉનલોડ કરવાનું રહેશે.
ઈ શ્રમ કાર્ડ pdf ડાઉનલોડ કેવી રીતે કરી શકાય? | e Shram Card Download
- ઓનલાઈન પ્રોસેસ પુુુરી થયા બાદ ઈ શ્રમ કાર્ડ ડાઉનલોડ પર ટીક કરીને આપ આપનું ફોટાવાળું e Shram Card Download ડાઉનલોડ કરી શકો છો.
આ પણ જાણો.
નમો શ્રી યોજના હેઠળ ડિલેવરી માટે મળશે ₹ 12000
આયુષ્યમાન કાર્ડના ફાયદા,હોસ્પીટલનું લીસ્ટ જાણો.
Important Links of eShram Card Benefits in Gujarati
ઈ શ્રમ કાર્ડ વેબસાઈટ | |
ઈ શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન | |
શ્રમ અને રોજગાર વિભાગ ગુજરાત સરકાર | |
અમારા Whatsapp Group માં જોડાવા | |
HOME PAGE |
Conclusion
મિત્રો, આ આર્ટિકલ દ્વારા આપણે e Shram Card Registration કેવી રીતે કરવુ? તથા e Shram Card Download pdf કેવી રીતે કરી શકાય છે. તમામ વિગતો પુરી પાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. જેના દ્વારા અરજદાર e Shram Card Benefits in Gujarati ના લાભો મેળવી શકે છે. આપને ઓનલાઈન અરજી બાબતે કોઈ સમસ્યા હોય તો આપ ભારત સરકાર હેલ્પલાઈન નંબર- 14434 તથા રાજ્ય સરકાર હેલ્પલાઈન નંબર- 155372 પર ફોન કરીને માર્ગદર્શન મેળવી શકો છો.
FAQ
(1) e Shram Card Benefits in Gujarati સરકારના ક્યા વિભાગ દ્વારા અમલીકૃત છે?
e Shram Card Benefits in Gujarati ભારત સરકાર તથા રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વાર અમલીકૃત છે.
e Shram Card Benefits in Gujarati માં શ્રમિકને ₹ 2,00,000/- મફત વિમો મળે છે. આંશીક અપંગતાના કિસ્સામાં એક વર્ષ માટે ₹ 1,00,000/- રકમની સહાય મળે છે.
(3) ઈ શ્રમ કાર્ડ માટે કઈ વેબસાઈટ છે?
eshram.gov.in વેબસાઈટ પર ઈ શ્રમ કાર્ડ કઢાવવા માટેની પ્રોસેસ કરી શકાશે.
(4) ગ્રામ્ય અને શહેરી નાગરિકો ક્યાંથી ઈ શ્રમ કાર્ડ કઢાવી શકે.?
ગ્રામ્ય વિસ્તારના નાગરિકો ગામના ઈ-ગ્રામ સેન્ટર પરથી અને શહેરી વિસ્તારના નાગરિકો કોમન સર્વિસ સેન્ટર CSC પર આધારપુરાવા સાથે રાખીને ઈ શ્રમ કાર્ડ કઢાવી શકે.
2 thoughts on “ઈ શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન 2024 | e Shram Card Benefits in Gujarati”