Free Silai Machine Yojana 2024 | પ્રધાનમંત્રી વિશ્વકર્મા ફ્રી સિલાઈ મશીન યોજના 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Free Silai Machine Yojana 2024 : પ્રિય વાચક મિત્રો, સરકાર દ્વારા મહિલાઓ અત્મનિર્ભર બને સાથે રોજગાર મેળવે તે માટે મહિલાઓને મફત સિલાઈ મશીન આપવામાં આવશે. પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ 18 પ્રકારના જુદા-જુદા વ્યવસાય કરતા લોકોમાં સિલાઈ કામ કરતી મહિલાઓને ₹ 15,000/- ની મર્યાદામાં સિલાઈ મશીનની કીટ સાથે-સાથે 15 દિવસની તાલીમ પણ આપવામાં આવશે. જેનાથી મહિલાઓમાં વિશેષ જ્ઞાન સાથે આત્મનિર્ભર બની રોજગાર મેળવી શકશે. મિત્રો આજના આર્ટીકલમાં Free Silai Machine Yojana 2024 હેઠળ ઓનલાઈન ફોર્મ કયાં ભરવું અને કેવી રીતે સહાય મળશે તેની વિગતે માહિતી મેળવીશું.

Free Silai Machine Yojana 2024

Bullet Point of Free Silai Machine Yojana 2024

યોજનાનું નામ પ્રધાનમંત્રી વિશ્વકર્મા ફ્રી સિલાઈ મશીન યોજના 2024
લાભાર્થીની પાત્રતા સિલાઈ કામ કરતી મહિલાઓને ટુલકીટ રૂપે સહાય
મળવાપાત્ર લાભ ₹ 15,000/-ની મર્યાદામાં સિલાઈ મશીન સાથે 15 દિવસની તાલીમ
અરજી કેવી રીતે કરવી? pmvishwakarma.gov.in વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરવાની થશે.
ઓફિસિયલ વેબસાઇટ https://pmvishwakarma.gov.in/
હેલ્પલાઈન નંબર 17923

18002677777

પ્રધાનમંત્રી ફ્રી સિલાઈ મશીન યોજના 2024

પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ કુલ-18 પ્રકારના વ્યવસાયમાં રોકાયેલ કારીગરો તથા કામદારોને આર્થિક રીતે મદદ કરવા ટુલકીટ અને કૌશલ્ય વિકાસ માટે તાલીમ આપવામાં આવનાર છે. જેમાં સિલાઈ કામ કરતી મહિલાઓને પણ ₹ 15,000/-ની ટુલકીટમાં સિલાઈ મશીન મળશે. સાથે-સાથે 120 કલાક એટલે કે 15 દિવસની તાલીમ પણ આપવામાં આવશે. તાલીમ લેનાર મહિલાને ₹ 500/- પ્રતિદિન લેખે સ્ટાઈપેન્ડ પર આપવામાં આવશે.

આ યોજના હેઠળ મળવાપાત્ર લાભો.

પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ સિલાઈ મશીનના ટુલ કીટ સાથે-સાથે નીચે મુજબના લાભો પણ મળવાપાત્ર થશે.

  • મહિલાઓને કોઈપણ બેંક ગેરંટી વગર પ્રથમ સ્ટેજમાં ₹ 1,00,000/- નો લોન 5% ના વ્યાજ દરે મેળવી શકશે.
  • સિલાઈ કામ માટે પ્રારંભિક તબક્કે 5 થી 7 દિવસ માટે (40 કલાક માટે) બેજીક તાલીમ અપાશે.
  • વધુ તાલીમ લેવા રસ ધરાવતા અરજદારને 15 દિવસ (120 કલાક)ની અધ્યન તાલીમ પણ આપવામાં આવશે.
  • તાલીમ દરમ્યાન લાભાર્થીને ₹ 500/- પ્રતિદિન લેખે સ્ટાઈપેન્ડ પર આપવામાં આવશે.

કોને મળશે સિલાઈ મશીન

  • નોંધણી વખતે 18 વર્ષથી વધુ ઉમરની મહિલાઓ તથા ભાઈઓને સહાય ટુલકીટ મળવાપાત્ર થશે.
  • ઓનલાઈન અરજી કરતી વખતે અરજદાર સિલાઈ કામમાં રોકાયેલ હોવા જોઈએ એટલે કે સિલાઈ કામનો વ્યાવસાય કરતા હોવા જોઈએ.
  • કુટુંબના કોઈપણ એક પુખ્તવયના સભ્યને પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ સિલાઈ મશીન યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
  • અરજદારે છેલ્લા પાંચ વર્ષમાં વ્યવસાય કે રોજગાર માટે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર પાસેથી કોઈપણ જાતની લોન લીધેલ ન હોવી જોઈએ.

કેવી રીતે મળશે મફત સિલાઈ મશીન

મહીલાઓને મફત સિલાઈ મશીન પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ આપવામાં આવશે. જે માટે ફક્ત ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ ફોર્મની જરૂરી ચકાસણી થયેથી ભારત સરકાર દ્વારા ટુલકીટ સ્વરૂપે ₹ 15,000/-ની મર્યાદામાં સિલાઈ મશીન અપાશે.

Free Silai Machine Yojana 2024 pdf

Free Silai Machine Yojana 2024 માટે જરૂરી ડોક્યુમેન્ટ    

પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ સિવણનો વ્યવસાય કરતી મહિલાઓને મફત સિલાઈ મશીન મેળવવા માટે નજીકના CSC (કોમન સર્વિસ સેન્ટર ) ખાતેથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂરીયાત રહેશે.

  • અરજદારના આધારકાર્ડની નકલ
  • જાતિનું પ્રમાણપત્ર
  • ઉમરનો પુરાવો (જન્મ પ્રમાણપત્ર, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર તથા અન્ય માન્ય પુરાવા પૈકી કોઈપણ એક)
  • રેશન કાર્ડની નકલ
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો
  • બેંક ખાતાની વિગતો
  • આધાર સાથે લીંક મોબાઈલ નંબર

વધુ જાણો:- 

પંડિત દીનદયાળ આવાસ યોજનાનું ફોર્મ, ડોક્યુમેન્ટ, અરજી પ્રોસેસ મળશે ₹ 1,20,000/- સહાય.

ઈ નિર્માણ કાર્ડ ઓળખપત્ર કઢાવો અને મેળવો શ્રમ રોજગારની યોજનાઓના લાભ

Free Silai Machine Yojana 2024 Online Form | ફ્રી સિલાઈ મશીન યોજના નું ફોર્મ

  • મહિલાઓ માટે મફત સિલાઈ મશીન વિશ્વકર્મા યોજના હેઠળ ટુલકીટ સ્વરૂપે આપવામાં આવશે. જેના માટે pmvishwakarma.gov.in ઓફિસિયલ વેબસાઇટ પરથી રજીસ્ટ્રેશન કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • અરજદાર નજીકના CSC (કોમન સર્વિસ સેન્ટર) ખાતે ડોક્યુમેન્ટ સાથે રૂબરૂ જઈએ ઓનલાઈન અરજી કરી શકે છે.
  • આપના જિલ્લામાં આવેલ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની કચેરી ખાતેથી પણ ફોર્મ ભરી શકાશે.
  • ગુગલ પ્લે સ્ટોરમાંથી Pm Vishwakarma Mobail App ના માધ્યમથી પણ અરજદાર ઓનલાઈન નોંધણી કરી શકે છે.

જાણવા જેેેવું:-

વહાલી દીકરી યોજના 2024 દીકરીને મળશે ત્રણ હપ્તામાં ₹ 1,10,000/-

પશુપાલન લોન સહાય યોજના 2024

Important Links of Free Silai Machine Yojana 2024

ઓફિસિલય વેબસાઇટ

Click Here

ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે

Click Here

Home Page

Click Here

Conclusion

મિત્રો, સરકાર પી.એમ વિશ્વકર્મા યોજના હેઠળ સિવણ કામ કરતી માહિલાઓને ટુલકીટ સ્વરૂપે સિવણ મશીન આપવામાં આવશે. આ યોજના ભારત સરકારની છે રાજ્ય સરકાર તરફથી ફક્ત માનવ કલ્યાણ  યોજના હેઠળ ટુલકીટના સ્વરૂપે સિલાઈ મશીન આપવામાં આવે છે. પીએમ  વિશ્વકર્મા યોજના હેઠળ Free Silai Machine Yojana 2024 હેઠળ કેવી રીતે સિલાઈ મશીન મળશે. તેની વિગતે માહિતી આપવામાં આવી છે. આપને સહાય બાબતે કોઈ પ્રશ્ન હોય તો હેલ્પલાઈન નંબર 18002677777 અને 17923 પર સંપર્ક કરી શકો છો.

FAQ

(1) ફ્રી સિલાઈ મશીન યોજના હેઠળ મફત સિલાઈ મશીન કોને મળવાપાત્ર થશે?

જે મહિલા સિવણકામમાં રોકાયેલ છે તેને પ્રધામંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ મફત સિલાઈ મશીન ટુલકીટ સ્વરૂપે આપવામાં આવશે.

(2) Free Silai Machine Yojana 2024 માટે ફોર્મ ક્યાં ભરવાનું છે?

આ યોજના હેઠળ આપના વિસ્તારના નજીકના સરકાર દ્વારા માન્ય  CSC કોમન સર્વિસ સેન્ટર ખાતેથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે તથા આપના જીલ્લાના ઉદ્યોગ કેન્દ્ર ખાતેથી ઓફલાઈન ફોર્મ ભરી શકાશે.

(3)  પ્રધાનમંત્રી વિશ્વકર્મા ફ્રી સિલાઈ મશીન યોજના 2024 હેલ્પલાઈન નંબર ક્યો છે.

આ યોજના હેઠળ કુલ બે હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે. (1) 18002677777 અને (2) 17923

Leave a comment