Kuvarbai Nu Mameru Yojana 2024 | કુંવરબાઈનું મામેરું યોજના ₹ 12,000/-ની સહાય.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Kuvarbai Nu Mameru Yojana Online Apply | કુંવરબાઈનું મામેરું યોજના 2024 | Kuvarbai Nu Mameru Form |Kuvarbai Nu Mameru Yojana Online Apply |Kuvarbai Nu Mameru Yojana  Online Form | Kuvarbai Nu Mameru Yojana 2024 Details In Gujarati

Kuvarbai Nu Mameru Yojana : મિત્રો,  સરકાર દ્વારા વિવિધ વર્ગેના આર્થિક કલ્યાણ માટે સહાયકારી યોજનાઓ અમલમાં મુકેલ છે. જેમાં નિરાધાર વૃદ્ધો માટે નિરાધાર વૃદ્ધ સહાય, ગંગા સ્વરૂપા (વિધવા બહેનો ) માટે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, દીકરીઓના જન્મ પ્રમાણને વધારવા વહાલી દીકરી યોજના, જેવી યોજનાઓ અમલમાં મુકેલ છે. તેવી જ એક યોજના દીકરીઓને લગ્ન સમયે સહાય આપતી  કુંવરબાઈનું મામેરું યોજના વિશે આપણે વિગતે ચર્ચા કરીશું. મિત્રો, આજના આર્ટિકલ  Kuvarbai Nu Mameru Yojana જેમાં યોજનાનો લાભ લેવા માટેના શું નિયમો છે?  Kuvarbai Nu Mameru Yojana  Online Apply કેવી રીતે કરવુ? કુંવરબાઈનું મામેરું યોજના  ક્યા ડોક્યુમેન્ટની જરૂર પડશે. વગેરે જેવા માહિતી આપણે આ અર્ટિકલ  દ્વારા મેળવીશું. તો આ આર્ટિકલનેે અંત સુુુધી વાંચવા વિનંતી છે.

Kuvarbai Nu Mameru Yojana

Contents hide

Kuvarbai Nu Mameru Yojana 2024 Important Points

યોજનાનું નામ  કુંવરબાઈનું મામેરું યોજના 2024
અમલીકરણ સંબંધિત સરકારી વિભાગ Social Justice and Empowerment Department
લાભાર્થીની પાત્રતા પાત્રતા ધરાવતી  પુખ્ય વયની કન્યાને લગ્ન પ્રસંગે  નાણાકીય સહાય
આપવામાં આવતી સહાય તા. 01/04/2021 પછી લગ્ન કરેલ હોય તો કન્યાને લગ્ન સહાય તરીકે ₹ 12,000/- ની સહાય
ઉમરની મર્યાદા 18 વર્ષથી ઉપર
ઓનલાઈન અરજી કરવા માટે Official Website https://esamajkalyan.gujarat.gov.in

Kuvarbai Nu Mameru Yojana Details In Gujarati | કુંવરબાઈનું મામેરું યોજના

Kuvarbai Nu Mameru Yojana  માં અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ અને સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ અર્થિક રીતે પછાત વર્ગોની  દીકરીના લગ્ન પ્રસંગે આર્થિક સહાય કરવાનો છે. કન્યાના લગ્ન થયાના 2 વર્ષની સમય મર્યાદામાં ઓનલાઈન અરજી કરવાની હોય છે. કુંવરબાઈનું મામેરું યોજના  હેઠળ  કન્યાને પરિવારને ફુલ નહી તો ફુલની પાંખડી રૂપે નાણાકીય મદદ કરવામાં આવે છે. દીકરીને લગ્ન પ્રસંગે સરકાર દ્વારા દીકરીના ખાતામાં સીધી સહાય જમા કરાવામાં આવે છે.

કુંવરબાઈનું મામેરું યોજનામાં મળનાર સહાય.

કુંવરબાઈનું મામેરું યોજનામાં લાભાર્થીને નવા નિમયો મુજબની સહાય ચુકવામાં આવે છે. જેમાં કન્યાના લગ્ન બાદ સમયમર્યાદામાં ઓનલાઈન અરજી કરવાની હોય છે. જેમાં કન્યાને નીચે મુજબની સહાય મળવાપાત્ર થાય છે.

  •  તા. 01/04/2021 પછી લગ્ન કરનાર કન્યાને સુધારેલા દર મુજબ ₹ 12,000/- ની સહાય કરવામાં આવે છે.
  • તા. 01/04/2021 પહેલા લગ્ન કરનાર કન્યાને જુના દર મુજબ ₹ 10,000/- ની સહાય કરવામાં આવે છે.

કુંવરબાઈનું મામેરું યોજનાના નિયમો અને શરતો.

કુંવરબાઈનું મામેરું યોજના 2023 નો લાભ અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ અર્થિક રીતે પછાત વર્ગો જે ગુજરાત રાજ્યના મૂળ વસવાટ કરતા હોય તેમને મળવાપાત્ર છે.

  •  આ યોજનામાં કુંટંબની કુલ 02 પુખ્ય વયની દીકરીઓના લગ્ન પ્રસંગ સુધી સહાય મળશે.
  • લગ્ન સમયે કન્યાની વયમર્યાદા  18 વર્ષની તથા યુવકની ઉંમર વયમર્યાદા 21 વર્ષની હોવી જોઈએ.
  • સમાજના સમુહ લગ્ન ભાગ લેનાર લાભાર્થી કન્યા સાત ફેરા સમુલ લગ્ન યોજના સાથે સાથે કુંવરબાઈનું મામેરું યોજનાની બધી શરતો હેઠળ લાયકાત ધરાવતા હોય તો આ બંને યોજના હેઠળ લાભ મળે છે.
  • કન્યાના લગ્ન થયે 02 વર્ષની સમયમર્યાદામાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.

વધુ જાણોઃ-

નમો શ્રી યોજના હેઠળ ડિલેવરી માટે મળશે ₹ 12000

દીકરીના લગ્ન સમયે  ₹ 2,00,000/-ની સહાય 

કુંવરબાઈનું મામેરું યોજના ડોક્યુમેન્ટ | Kuvarbai Nu Mameru Yojana  Documents List

કુંવરબાઈનું મામેરું યોજનામાં Kuvarbai Nu Mameru Yojana  Online Apply કરવા માટે નીચે મુજબના ડોક્યુમેનટની જરૂર પડશે.

  • અરજદાર કન્યાનું આધારકાર્ડ
  • અરજદાર કન્યાના પિતા/વાલીનું આધારકાર્ડ
  • કન્યા સાથે લગ્ન કરનાર યુવકનો જાતિનો દાખલો.
  • રહેઠાણનો પુરાવો ( લાઈટબીલ, લાઈસન્સ, ચુંટણી કાર્ડ, રેશનકાર્ડ પૈકી કોઈપણ એક)
  • કન્યાના પિતા/ વાલીનો વાર્ષિક આવકનો દાખલાની નકલ.
  • કન્યાનો જાતિનો દાખલો (મામલતદારશ્રી, ચીફ ઓફિસરશ્રી,જેવા સક્ષમ સત્તાધિકારી પાસેથી મેળવેલ હોવો જોઈએા
  • કન્યાના બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ/ કેન્સલ ચેક ( જેમાં કન્યાના નામની પાછળ પિતાનું નામ/વાલીનું નામ જરૂરી છે
  • કન્યાનો જન્મ તારીખનો આધાર (LC અથવા જન્મ પ્રમાણપત્ર, અભણના કિસ્સામાં સરકારી ડોક્ટરનું પ્રમાણપત્ર)
  • કન્યાનું લગ્ન નોંધણી પ્રમાણપત્ર.
  • કન્યાના પિતા/વાલીનું બાંહેધરી પત્રક અને એકરારનામુ.
  • લગ્ન વિજ્ઞપ્તિનું ફોર્મ જે લગ્ન નોંધણી સમયે રજુ કરવામાં આવે છે.
  • જો પિતા હયાત ના હોય તો પિતાના મરણનું પ્રમાણપત્ર.

કુંવરબાઈનું મામેરું યોજના  આવક મર્યાદા

આ યોજના હેઠળ અરજી કરવા માટે તમામ વર્ગો માટે વાર્ષિક આવક મર્યાદા ₹  6,00,000/- ( છ લાખ રૂપિયા ) નિયત કરવામાં આવેલ છે.

Kuvarbai Nu Mameru Yojana Details

Kuvarbai Nu Mameru Yojana  Online Apply  | ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

મિત્રો , કુંવરબાઈનું મામેરું યોજનામાં કન્યાના લગ્ન થયાના 02 વર્ષમાં સરકાર દ્વારા બનાવેલ  e Samaj Kalyan Portal  પર https://esamajkalyan.gujarat.gov.in/ પર ઓનલાઈન કરવાની રહે છે. Kuvarbai Nu Mameru Yojana  Online Apply   માટે આપણે Step by Step માહિતી મેળવીશુ.

  • અરજદારે સૈા પ્રથમ ગુગલ પર esamajkalyan.gujarat.gov.in ટાઈપ કરવાનું રહેશે.
  • જેથી નીચે દર્શાવેલ ઈમેજ મુજબ ઈ સમાજ કલ્યાણ પોર્ટલનું પેજ ઓપન થશે.
  • તમારે ગુજરાતીમાં માહિતી મેળવવા માટે આપડે પ્રથમ પોર્ટલની ભાષા ગુજરાતી પસંદ કરીશુ. જેથી આપણને બધી માહિતી ગુજરાતીમાં જ મળી રહે.Kuvarbai Nu Mameru Yojana Login

Source of Image Government WebSite (esamajkalyan.gujarat.gov.in)

  • અરજદાર કન્યાએ e Samaj Kalyan Portal પર રજીસ્ટ્રેશન  ના કરાવ્યુ હોય તો સૌ પ્રથમ  રજીસ્ટ્રેશનની પ્રોસેસ કરવાની હોય છે.
  • ઈમેજમાં દર્શાવ્યા મુજબની વિગતો ભરી આપ રજીસ્ટ્રેશન કરી શકો છો. અને મોબાઈલ પર મળેલ User Id  અને Password વડે આપે લોગીન કરવાનું રહેશે.

Kuvarbai Nu Mameru Yojana Registration

Source of Image Government WebSite esamajkalyan.gujarat.gov.in

  • લોગીન થયા બાદ લાભાર્થીને પોતાની જાતિ મુજબની યોજનાઓ ઓનલાઈન બતાવશે.
  • જેમાંથી આપ Kuvarbai Nu Mameru Yojana  Online Form પસંદ કરી કરવાની રહેશે.
  • પ્રથમ સ્ટેપમાં અરજદારની માંગ્યા મુજબની માહિતી ભરવાની રહેશે.જેને બરાબર ચકાસીને Save and Next આપવાનું રહેશે.
  • આગળના પેજમાં આપને વિગતો ચકાસીને ખુટતી માહિતી ભરીને Save and Next આપવાનું રહેશે.
  • આગળ નવા ખુલેલા પેજમાં માંગ્યા મુજબના અસલ  ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
  • તમામ ભરેલ માહિતીની વિગતો ચકાસને ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ અરજી Confirm કરવાની રહેશે.
  • છેલ્લે ઓનલાઈન અરજીની પ્રક્રિયા પુર્ણ થયા બાદ અરજીની પ્રિન્ટ આઉટ કાઢી લેવી અને આગળની પ્રોસેસ માટે સાચવીને રાખવી.

જાણવા જેવુંઃ-

ઘરે લઈ આવો ઈલેક્ટ્રિક ટુ વ્હિલર  ₹ 30,000/- સબસિડી.

વહાલી દીકરી યોજના 2024 દીકરીને મળશે ₹ 1,10,000/-

Kuvarbai Nu Mameru Form PDF

કુંવરબાઈનું મામેરું યોજનામાં જાતિના અરજદારો માટે અલગ અલગ ફોર્મ તૈયાર કરવામાં આવેલ છે. જેમાં નિયામકશ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા અનુસૂચિત જાતિની અરજદાર કન્યાઓ માટે ફોર્મ તૈયાર કરવામાં આવેલ છે તથા નિયામકશ્રી વિકસતી જાતિ કલ્યાણ વિભાગ દ્વારા સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ અર્થિક રીતે પછાત વર્ગોની અરજદાર કન્યાઓ માટે ફોર્મ તૈયાર કરવામાં આવેલ છે. આપ નીચે દર્શાવેલ લીંક પરથી કેટેગરી વાઈઝ  Kuvarbai Nu Mameru Yojana  Form PDF ડાઉનલોડ કરી શકો છો.

Kuvarbai Nu Mameru Form PDF (S.C ) Download PDF
Kuvarbai Nu Mameru Form PDF (S.E.B.C and E.W.S) Download PFD

e Samaj Kalyan Application Status | Kuvarbai Nu Mameru Status.

Kuvarbai Nu Mameru Yojana  માં ઓનલાઈન અરજી કર્યા બાદ ઓનલાઈન અરજીનું શું સ્ટેટ્સ છે. તે જાણવા માટે અરજદારની  અરજીનંબર અને જન્મ તારીખ નાંખી e Samaj Kalyan Application Status  ઓનલાઈન જાણી શકો છો. આપ નીચેે દર્શાવેલ લીંક મારફતે ડાયરેક્ટ સ્ટેટ્સની ચકાસણી કરી શકો છો.

અરજીનું સ્ટેટ્સ જાણવા અહિંં ક્લિક કરો.

કુંવરબાઈનું મામેરું યોજના સંપર્ક નંબર

કુંવરબાઈનું મામેરું યોજનામાં અરજી ક્યા બાદ આપને સહાય મળતી નથી. તો આપે આપની અરજીનું ઓનલાઈન સ્ટેટ્સ જાણીને સહાય ના મળવાના કિસ્સામાં ‘‘ જિલ્લા સમાજ સુરક્ષા  અધિકારી’’ ની કચેરી ખાતે મુલાકાત કરવાની રહેશે.

Important Link Kuvarbai Nu Mameru Yojana 2023

 

Official Website  Click here
e Samaj Kalyan Portal Registration  Click here
kuvarbai nu mameru Application  status  Click here
Join our Whatsapp Grup Click here
Home  Click here

Conclusion

Kuvarbai Nu Mameru Yojana  માં પાત્રતા ધરાવતી કન્યાઓને ₹ 12,000/-  ની સહાય આપવામાં આવે છે. આપને આ સહાય મેળવવામાં કોઈ તકલીફ જણાય તો જિલ્લામાં સમાજ કલ્યાણ અધિકારીની કચેરી ખાતે રૂબરૂ સંપર્ક કરી શકો છો અથવા આપને આ યોજનાનું ફોર્મ ભરવા  બાબતે કોઈપણ સમસ્યા હોય તો દર્શાવેલ ફોર્મની વિગતો ભરીને અમારો સંપર્ક કરી શકો છો. અમે આપની સમસ્યાનું નિરાકરણ લાવીશુ.

FAQ

(1) કુંવરબાઈનું મામેરું યોજનામાં કેટલી સહાય મળવાપાત્ર છે?

કુંવરબાઈનું મામેરું યોજનામાં નવા સુધારેલ દર મુજબ ₹ 12,000/- ની સહાય મળવાપાત્ર છે.

(2) Kuvarbai Nu Mameru 2024 Online Apply કેવી રીતે કરવાની હોય છે?

Kuvarbai Nu Mameru 2024 Online Apply  સરકારના e Samaj Kalyan Portal પર કરવાની રહે છે.

(3) આ યોજના હેઠળ જિલ્લા કક્ષાએ કઈ કચેરીનો સંપર્ક કરવાનો રહે?

આ યોજનાનો લાભ લેવા માટે જિલ્લા કક્ષાએ  સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી ખાતે સંપર્ક કરવાનો રહેશે.

(4) કુંવરબાઈનું મામેરું યોજનામાં અરજદારની આવક મર્યાદા કેટલી છે?

કુંવરબાઈનું મામેરું યોજનામાં સહાય માટે કન્યાના પિતા/વાલીની વાર્ષિક આવક ધ્યાને લેવામાં આવે છે. જેમાં આવક મર્યાદ ₹ 6,00,000/- ની છે.

(5) Kuvarbai Nu Mameru Yojana માં કુટુંબમાં કેટલી કન્યાઓને લાભ મળે છે?

આ યોજનામાં કુટુંબમાં કુલ 02 પુખ્ત વયની કન્યાઓને લગ્ન બાદ સહાયનો લાભ મળે છે.

2 thoughts on “Kuvarbai Nu Mameru Yojana 2024 | કુંવરબાઈનું મામેરું યોજના ₹ 12,000/-ની સહાય.”

Leave a comment