Refrigerated Transport Vehicle Subsidy Yojana Gujarat : ફળો તથા શાકભાજી જેવા જલ્દી બગડી જતા પાકોને સાચવવા તથા એક જગ્યાએ બીજી જગ્યાએ સુરક્ષિત લઈ જવા માટે સરકાર દ્વારા એર કંડીશનરની સુવિધાવાળા વાહન વસાવવા ખેડૂતને Refrigerated Transport Vehicle Subsidy Yojana Gujarat હેઠળ સબસિડી આપવામાં આવે છે. જેમાં ખેડૂતને વાનાનુકૂલિત વાહન ખરીદવા ₹ 26.00 લાખ જેટલી સબસિડી સહાય આપવામાં આવે છે. તો આ યોજના હેઠળ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તથા સબસિડી સહાય કેવી રીતે મળશે તે માટે વિગતે માહિતી મેળવીશુ.
Bullet Point of Refrigerated Transport Vehicle Subsidy Yojana Gujarat
યોજનાનું નામ | એર કંડીશનર વાહન માટે સબસિડી યોજના |
યોજનાનો હેતું | જલ્દી બગડી જતા બાગાયતી પાકોને સાચવવા અને ટ્રાન્સપોર્ટ માટે |
મળવાપાત્ર સહાય | વાનાનુકૂલિત વાહન ખરીદવા ₹ 26.00 લાખ સુધીની સબસિડી |
લાભાર્થીની પાત્રતા | ગુજરાત રાજ્યના તમામ ખેડૂતોને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. |
અરજી પ્રક્રિયા | I Khedut Portal પર ઓનલાઈન અરજીની પ્રોસેસ કરવાની રહેશે. |
અરજી કરવાનો સમયગાળો | તા.12/03/2024 થી તા.11/05/2024 |
ઓફિસિલય વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
એર કંડીશનર વાહન માટે સબસિડી યોજના વિશે જાણો.
ખેડૂતના કિમતી શાકભાજી તથા ફળો જેવા બાગાયતી પાકો જલ્દી બગડી જાય તેવા પાકો છે. આ પાકોના સંગ્રહ તથા ટ્રાન્સપોર્ટ માટે વાનાનુકૂલિત વાહનની જરૂરિયાત રહેતી હોય છે. જેથી ફળો જેવા પાકોની ગુણવત્તા જળવાઈ રહે અને ખેડૂતને પોષણક્ષમ સારા ભાવો પણ મળી રહે. જેથી ખેડૂતને એર કંડીશનરવાળું વાહન ખરીદવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે.
Refrigerated Transport Vehicle Subsidy Yojana માટે લાભાર્થીની પાત્રતા.
આ યોજના હેઠળ સબસિડી સહાય મેળવવા માટે કૃષિ સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા નીચે મુજબની લાભાર્થીની પાત્રતા નક્કી કરવામાં આવી છે.
- અરજદાર ગુજરાતના કાયમી વતની હોવા જોઈએ.
- અરજદારને પોતાની જમીન હોવી જરૂરી છે.
- લભાર્થીને આ યોજના હેઠળ આજીવન એકવખત જ સહાય મળવાપાત્ર થશે.
- લાભાર્થીએ આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
એર કંડીશનર વાહન માટે સબસિડી યોજના હેઠળ મળવાપાત્ર સહાય.
સરકાર દ્વારા જુદી-જુદી કેટેગરી જેવા કે સામાન્ય વર્ગના ખેડૂતો, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતી, બક્ષીપંચ જ્ઞાતીના ખેડૂતોને નીચે મુજબની સહાય મળવાપાત્ર થશે.
- કુલ-9 મેટ્રિક ટન સંગ્રહ કરવાની ક્ષમતાવાળા કુલીંગવાળા વાહન માટે ₹ 26.00 લાખ સુધીની સબસિડી આપવામાં આવશે.
- સમાન્ય વિસ્તાર માટે વાહન કિંમત એટલે પ્રોજેક્ટ ખર્ચના 35% સુધીની સહાય મળવાપાત્ર થશે.
- આદિવાસી તથા પહાડી વિસ્તાર માટે એર કંડીશનર વાહન ખરીદવા માટે વાહન કિંમત એટલે પ્રોજેક્ટ ખર્ચના 50% સુધીની સહાય મળવાપાત્ર થશે.
Refrigerated Transport Vehicle Subsidy Yojana Gujarat Document
હાલ Refrigerated Transport Vehicle Subsidy Yojana Gujarat હેઠળ તા.11/05/2024 સુધી ઓનલાઈન આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી પ્રક્રિયા ચાલુ છે. ઓનલાઈન અરજી કરવા માટે નીચે મુજબન ડોક્યેમેન્ટની જરુરિયાત રહેશે.
- અરજદારનું આધારકાર્ડ
- 7/12 ના ઉતારા અને 8-અની નકલ
- અરજદારનું રેશનકાર્ડ
- જાતીનો દાખલો
- પાસપોર્ટ સાઈઝનો ફોટો
- બેંક ખાતાની વિગત
- અરજદાર જો કોઈ સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો.
- પહાડી અને આદિજાતી વિસ્તારના ખેડૂતો માટે વન અધિકાર પત્રની નકલ
- દિવ્યાંગ અરજદારના કિસ્સામાં માન્ય ડોક્ટરનું પ્રમાણપત્ર.
વધુ જાણો:-
સૂર્યશક્તિ કિસાન યોજના 2024 હેઠળ ખેતરમાં સોલાર પેનલ માટે મળશે સબસિડી.
મધમાખી પાલન યોજના 2024 થી કરો આજીવન કમાણી
એર કંડીશનર વાહન માટે સબસિડી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા
અરજદાર ખેડૂતને પોતાના પાકોના રક્ષણ તથા ટ્રાન્સપોર્ટ માટે વાતાનુકૂલિત વાહન ખરીદવા માટે ₹ 26.00 લાખ સુધીની સબસિડી આપવામાં આવે છે. તે માટે ખેડૂતે Ikhedut Portal ની ઓફિસિયલ વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી પ્રક્રિયા નીચે મુજબની છે.
- અરજદારે સૈા પ્રથમ Ikhedut Porta gov in ટાઈપ કરીને આઈ ખેડૂત પોર્ટલ પર જવાનું રહેશે.
- જેમાં હોમ પેજ પર આવેલા ‘‘યોજનાઓ’’ બટન પર ક્લિક કરવાનું રહેશે.
- જેથી ખેડૂત માટે ઉપયોગી ખેતીવાડી, બાગાયતી, પશુપાલન જેવી યોજનાઓનું લીસ્ટ ખુલશે.
- જેમાંથી બાગાયતી યોજના પર ક્લિક કરવાનું રહેશે.
- હવે બાગાયતી યોજના હેઠળની યોજનાઓનું લિસ્ટ ખુલશે. જેમાંથી ‘‘રેફ્રિજરેટેડ ટ્રાન્સપોર્ટ વેહીકલ’’ યોજના પસંદ કરવાની રહેશે.
- જેથી નીચે મુજબની ઈમેજવાળું નવુ પેજ ખુલશે. જેમાં દર્શાવેલ વિગતો વાંચીને ‘‘અરજી કરો’’ પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યાર બાદ ઓનલાઈન અરજી ફોર્મ ખુલશે. જેમાં માંગ્યા મુજબની તમામ વિગતો ચકાસીને ભરવાની રહેશે.
- છેલ્લે માંગ્યા મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કરીને અરજી સબમીટ કરવાની રહેશે.
- અરજી સબમીટ કર્યા બાદ તેની પ્રિન્ટ કાઢી નાંખવાની રહેશે.
Ikhedut Online Application 2024 Status | અરજીના સ્ટેટ્સની ચકાસણી
ઓનલાઈન અરજી કર્યા બાદ લાભાર્થી પોતાની અરજીનું ઓનલાઈન સ્ટેટ્સ પણ ચકાસણી કરી શકશે. જે માટે હોમપેજ પર આવેલ ‘‘અરજીના સ્ટે્ટસ તપાસવા’’ બટન પર ક્લીક કરવાનું રહેશે. આગળ માટે નીચે ઈમેજમાં દર્શાવ્યા મુજબ પેજમાં અરજી નંબર, કેપ્ચા કોડ, તથા અરજદારના મોબાઈલ નંબર છેલ્લા ચાર આંકડા નાંખીને ‘‘અરજીનું સ્ટેટ્સ તપાસો’’ પર ક્લીક કરવાથી ઓનલાઈન સ્ટે્ટસ જાણી શકાશે.
અરજી કર્યા બાદની પ્રોસેસ
ઓનલાઈન અરજી ક્યા બાદ અરજદારની અરજીની માહિતી તથા અપલોડ કરેલા ડોક્યુમેન્ટને આધારે અરજી મંજૂરની પ્રક્રિયા કરવામાં આવશે. અરજી મંજૂર થયાની જાણ લાભાર્થીને કરવામાં આવશે. ત્યાર બાદ જ વાહનની ખરીદી કરી શકાશે.
જાણવા જેવું:-
પશુપાલન માટે મળશે 1,00,000/- ની લોન
કોલ્ડ સ્ટોરેજ સબસિડી સહાય યોજના 2024 વિશે જાણો
Important Links of Refrigerated Transport Vehicle Subsidy Yojana Gujarat
આઈ ખેડૂત પોર્ટલની ઓફિસિલય વેબસાઈટ | |
ઓનલાઈન અરજી કરવા માટે | |
Home Page |
Conclusion
ખેડૂત પોતાના ઘરનું વાતાનુંકૂલિત વાહન ખરીદી શકે તે માટે એર કંડીશનર વાહન માટે સબસિડી યોજના હેઠળ વાહન ખરીદવા માટે કુલ ₹ 26.00 લાખ સુધીની સહાય કરવામાં આવશે. Refrigerated Transport Vehicle Subsidy Yojana Gujarat હેઠળ ઓનલાઈન અરજી તથા અરજી બાદની પ્રોસેસ માટે વિગતે માહિતી અહી આપવામાં આવી છે. આપને સહાય સંબંધે કોઈ મુશ્કેલી હોય તો આપના જીલ્લાના જિલ્લા પંચાયત ખાતે બાગાયત અધિકારીશ્રીની કચેરી ખાતે મુલાકાત કરવા સુચન છે.
FAQ
(1) Refrigerated Transport Vehicle Subsidy Yojana Gujarat હેઠળ કેટલી સહાય મળશે?
એર કંડીશનર વાહન માટે ખેડૂતને ₹ 26.00 લાખ સુધીની સહાય મળવાપાત્ર થશે.
(2) એર કંડીશનર વાહન માટે સબસિડી યોજના હેઠળ ઓનલાઈન અરજી ક્યાં કરવાની છે?
Refrigerated Transport Vehicle Subsidy Yojana Gujarat હેઠળ ઓનલાઈન અરજી આઈ ખેડૂત પોર્ટલ પર કરવાની રહેશે.
(3) વાતાનુકૂલિત વાહન ખરીદવા માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
આ યોજના હેઠળ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તા.11/05/2024 છે.