RTE એડમિશન 2024 માટે આટલું કરો, નહિ તો પ્રવેશ રદ્દ થશે | RTE Gujarat 2024 25 First Round List

WhatsApp Group Join Now
Telegram Group Join Now

મિત્રો, આપ જાણો છો કે ગુજરાતમાં RTE એડમિશન હેઠળ ગરીબ અને મધ્યમવર્ગના બાળકોને પ્રાઈવેટ શાળામાં પણ ફિ ભર્યા વગર મફત શિક્ષણ આપવામાં આવે છે. RTE એડમિશન 2024 હેઠળ ધોરણ-1 માં પ્રવેશ માટે તા. 14/03/2024 થી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા હતા. અને આજે એક મહિના બાદ  આજે તા. 15/04/2024 ના રોજ RTE Gujarat 2024 25 First Round List જાહેર કરવામાં આવ્યુ છે.

RTE Gujarat 2024 25 First Round List

RTE Gujarat 2024 25 First Round List માં જે બાળકોને ખાનગી શાળામાં પ્રવેશ આપવામાં આવશે તે બાળકોનું લીસ્ટ જાહેર કરવામાં આવે છે. મફત શિક્ષણ માટે પ્રવેશ માટે પસંદ કરાયેલ બાળકોનું પ્રવેશપત્ર એટલે કે એડમિટ કાર્ડ કઈ રીતે ડાઉનલોડ કરવું તથા ક્યાં સુધી પ્રવેશ મેળવી લેવો જેવી બાબતો વિશે વિગતે માહિતી મેળવીશું.

Bullet Point of RTE Gujarat 2024 25 First Round List

આર્ટિકલનો વિષય RTE એડમિશન 2024 નો પ્રથમ રાઉન્ડ જાહેર
કોને લાભ મળશે જે બાળકો RTE એડમિશન 2024 હેઠળ મફત શિક્ષણ મેળવવા પાત્ર થશે તેઓને.
પસંદગી થયેલ શાળામાં એડમિશન લેવાની છેલ્લી તારીખ તા.22/04/2024 સુધીમાં શાળામાં એડમિશન લઈ લેવાનું રહેશે.
એડમિટકાર્ડ ડાઉનલોડ કરવાની ઓફિસિયલ વેબસાઈટ http://rte.orpgujarat.com/
હેલ્પલાઈન નંબર તમામ જિલ્લાના હેલ્પલાઈન નંબર

RTE એડમિશન 2024 નો પ્રથમ રાઉન્ડ જાહેર

વિદ્યાર્થીઓના વાલીઓની આતુરતાનો અંત આવ્યો છે. RTE એડમિશન 2024 હેઠળ ગુજરાતમાં કુલ 2.35 જેટલા ફોર્મ ભરાયા હતા. તેમાંથી 43,000 થી વધુ બાળકો RTE એડમિશન 2024 હેઠળ મફત શિક્ષણ માટે પસંદ કરાયા છે. તેઓનો પ્રથમ રાઉન્ડ જાહેર કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા દર વર્ષે પસંદગી પામેલ બાળકોના કુલ ત્રણ રાઉન્ડ જાહેર કરવામાં આવે છે. RTE Gujarat 2024 25 First Round List ને અંતે જે બેઠકો ખાલી રહે છે. તે માટે RTE એડમિશન 2024 નો બીજો રાઉન્ડ જાહેર કરવામાં આવશે.

Rte Gujarat Admit Card Download | આરટીઆઈ એડમિશનનો પ્રવેશ પ્રત્ર ડાઉનલોડ કરવાની પ્રોસેસ

મફત શિક્ષણ યોજના હેઠળ જે બાળકો RTE Gujarat 2024 25 First Round List માં પસંદગી પામ્યા છે. તેઓને Application Number અને બાળકની જન્મતારીખને આધારે પ્રવેશપત્ર ડાઉનલોડ કરી શકાશે. તે માટે નીચેની પ્રોસેસ અનુસરવાની રહેશે.

  • સૌ પ્રથમ ગુગલ પર orpgujarat.com ટાઈપ કરવાનું રહેશે.
  • જેથી RTE Portal ની નીચે દર્શાવેલ ઈમેજ મુજબની ઓફિસિયલ વેબસાઈટ ખુલશે.
RTE Gujarat 2024 25 First Round List Online
Image Credit Government Official Website (http://rte.orpgujarat.com/)
  • જેમાંથી ADMIT CARD (પ્રવેશપત્ર) RTE-1 એક કુલ ચાર લીંક આપવામાં આવેલ છે. જેમાંથી કોઈપણ એક લિંક પર ક્લીક કરવાનું રહેશે.
  • જેથી આગળ નીચે દર્શાવેલ ઈમેજ મુજબનું નવું પેજ ખુલશે.
RTE Gujarat 2024 First Round List
Image Credit Government Official Website (http://rte.orpgujarat.com/)
  • દર્શાવેલ બોક્ષમાં એપ્લીકેશન નંબર અને જન્મતારીખ નાંખીને ‘‘Submit’’ બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • જેથી બાળકને જે સ્કુલમાં પ્રવેશ મેળવવાનો છે. તે સ્કુલના નામ સાથેનું એડમીટ કાર્ડ બતાવશે. જેમાંથી ડાઉનલોડ ઓપશન પર ક્લિક કરવાથી RTE Admit Card Pdf Download ડાઉનલોડ થઈ જશે.

ADMIT CARD (પ્રવેશપત્ર) ડાઉનલોડ કર્યા બાદની પ્રોસેસ.

તા. 01/06/2024 ના રોજ જે બાળકના 6 વર્ષ પુરા થઈ ગયા હશે અને જે બાળકનું ફોર્મ ભર્યા બાદ RTE હેઠળ પ્રવેશપાત્ર હશે તેવા તમામ બાળકોના ADMIT CARD (પ્રવેશપત્ર) ડાઉનલોડ કરી શકાશે. એડમિટ કાર્ડ ડાઉનલોડ કર્યા બાદ નીચેની પ્રોસેસ અનુસરવી.

  • ADMIT CARD (પ્રવેશપત્ર)ની બે પ્રિન્ટ કાઢી લેવાની રહેશે.
  • જે ડોક્યુમેન્ટ ઓનલાઈન અરજી કરતી વખતે અપલોડ કર્યા હતા તે તમામ ઓરિજનલ ડોક્યુમેન્ટ પસંદ થયેલ શાળામાં લઈ જવાના રહેશે.
  • જે શાળામાં એડમિશન થયુ હશે તે શાળામાં તા.22/04/2024 સુધીમાં ડોક્યુમેન્ટની ચકાસણી કરાવીને બાળકનો ધોરણ-1 માં પ્રવેશ મેળવી લેવાનો રહેશે.
  • તા.22/04/2024 બાદ સંબંધિત શાળામાં ડોક્યુમેન્ટ ચકાસણી નહી કર્યેથી પ્રવેશ રદ્દ થવાને પાત્ર થશે. અને ખાલી રહેલી સીટ પર બીજા રાઉન્ડમાં બીજા બાળકોને પ્રવેશ આપવામાં આવશે.
  • પસંદ થયેલ શાળામાં બાળકને નિશુલ્ક પ્રવેશ આપવામાં આવે છે. તેમાં કોઈપણ જાતની ફી ભરવાની હોતી નથી.
  • પ્રવેશમાટે પસંદ થયેલા વિદ્યાર્થીને પુસ્તક, ડ્રેસ, સ્કુલબેગ, પરિવહન ખર્ચ અને અન્ય અનુસાંગીક વસ્તુઓ ખરીદવા માટે સરકાર દ્વારા વિદ્યાર્થીએ એકવખત ₹ 3000 ની સહાય આપવામાં આવશે.
  • આ વિદ્યાર્થીઓને  સરકારની વર્ષ 2024 નવી શરૂ થયેલ યોજનાઓ  નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો પણ લાભ મળશે.

ઓનલાઈન અરજીની ચકાસણી કેવી રીતે કરવી?

RTE Gujarat 2024 25 First Round List  માં આપના બાળકની અરજીની પસંદગી થઈ છે કે નહિ?  ઓનલાઈન અરજી રદ્દ થઈ છે કે સ્વીકાર થઈ છે? તેની ચકાસણી કરવા માટે ઓફિસિયલ પોર્ટલ પર આવેલ ‘‘અરજીની સ્થિતિ’’ બટન પર ક્લિક કરવાનું રહેશે. જેમાં Application Number અને બાળકની જન્મ તારીખ નાંખીને Submit પર ક્લિક કરતા અરજીની સ્થિતિની ચકાસણી કરી શકાશે.

વધુ જાણો:- 

જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા ધોરણ 6 થી 12 સુધી દર વર્ષે 25,000/- સુધીની સ્કોલરશીપ

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2024

Important Links of RTE Gujarat 2024 25 First Round List

પ્રવેશપત્ર ડાઉનલોડ કરવા માટે

Click Here

અરજીની સ્થિતિની ચકાસણી કરવા

Click Here

ઓફિસિયલ વેબસાઈટ

Click Here

Home Page

Click Here

Conclusion

ગરીબ અને મધ્યમવર્ગીય પરીવારો માટે આશિર્વાદ રૂપ રાઈટ ટુ એજ્યુકેશન RTE યોજનામાં ધોરણ-1 માં પ્રવેશ પામનાર બાળકોને મફત શિક્ષણ આપવામાં આવે છે. બાળકને ખાનગી શાળામાં પણ કોઈપણ જાતની ફી લીધા વિના મફત શિક્ષણ તથા મળવાપાત્ર વિવિધ સરકારી સ્કોલરશીપ આપવામાં આવે છે. પ્રવેશ પામેલા બાળકોને NMMS સ્કોલરશીપ પરીક્ષા તથા પ્રાથમિક અને માધ્યમિક સ્કોલરશીપ જેવી પરીક્ષા પાસ કર્યેથી મફત શિક્ષણ સાથે વધારાની સ્કોલરશીપ પણ મળવાપાત્ર થશે. તાજેતરમાં RTE Gujarat 2024 25 First Round List ની જાહેરત થઈ છે તેઓને તા. 22/04/2024 સુધીમાં પ્રવેશ મેળવી લેવો.

FAQ

(1) RTE એડમિશન 2024 નો પ્રથમ રાઉન્ડમાં પસંદગી પામેલ વિદ્યાર્થીનો ક્યાં સુધીમાં પ્રવેશ મેળવી લેવો?

જે વિદ્યાર્થીની RTE એડમિશન 2024ના પ્રથમ રાઉન્ડમાં પસંદગી થઈ છે. તેને તા.22/04/2024 સુધીમાં પ્રવેશ મેળવી લેવાનો રહેશે.

(2) Rte Gujarat Admit Card Download ક્યાંથી કરવાનું?

RTE Portal Gujarat પરથી એડમીટ કાર્ડ ડાઉનલોડ કરી શકાશે. તથા ઉપરની લિંક પરથી તમે ડાયરેક્ટ ADMIT CARD (પ્રવેશપત્ર) ડાઉનલોડ કરી શકશો.

(3) શું RTE Gujarat 2024 25 First Round List માં પ્રવશે મળ્યેથી શાળામાં પ્રવેશ વખતે કોઈપણ જાતની ફી ભરવાની  હોય છે?

ના, જે બાળકોની મફત શિક્ષણ માટે પસંદગી થઈ છે. તેઓને પ્રવેશ વખતે કોઈપણ જાતની ફી ભરવાની રહેતી નથી.

Leave a comment