શિક્ષણ સહાય યોજના 2024 ધોરણ -1 થી લઈને કોલેજ સુધી સહાય.| Shram Yogi Shikshan Sahay Yojana 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Shikshan Sahay Yojana Gujarat | Shikshan Sahay Yojana Gujarat 2024 | Shikshan Sahay Yojana 2024 | Shikshan Sahay Yojana Gujarat 2024 | Shikshan Sahay Yojana Online Form | શિક્ષણ સહાય યોજના 2024 | ઉચ્ચ શિક્ષણ સહાય યોજના | શિક્ષણ સહાય યોજના | Shram Yogi Scholarship | Shikshan Sahay Yojana | વિધાર્થીઓ માટે સહાય યોજના| Shram Yogi Shikshan Sahay Yojana Registration

Shram Yogi Shikshan Sahay Yojana: મિત્રો, કામદારો અને શ્રમયોગીઓ માટે શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા મહિલાઓ, બાળકો, દીકરીઓ અને શ્રમયોગીઓના કલ્યાણ માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકેલ છે. કામદારો અને મજૂર વર્ગના હોશિયાર બાળકો કુટુંબની આર્થિક પરિસ્થિતિને કારણે પોતાનો અભ્યાસ પુરો કરી શકતા નથી. જેથી સરકાર દ્વારા બાળકોને ભણતર માટે આર્થિક સહાય મળે  તે માટે શ્રમયોગી શિક્ષણ સહાય યોજના અમલમાં મુકવામાં આવી છે. Shram Yogi Shikshan Sahay Yojana હેઠળ વિદ્યાર્થીને ધોરણ-1 થી શરૂ કરીને Ph.D સુધીના અભ્યાસ માટે સ્કોલરશીપ આપવામાં આવે છે. આ અર્ટિકલમાં શિક્ષણ સહાય યોજના માટે લાભાર્થીની પાત્રતા,ઓનલાઈન અરજી તથા આ યોજનાની સંપુર્ણ માહિતી મેળવીશુ. તો ચાલો કંઈક નવું જાણીએ.Shram Yogi Shikshan Sahay Yojana

Bullet Point of Shram Yogi Shikshan Sahay Yojana 2024

યોજનાનું નામ શ્રમયોગી શિક્ષણ સહાય યોજના
સંબંધિત સરકારી વિભાગ શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ
સહાય કોને મળશે. કામદારો અને શ્રમિકના બાળકોને
લાભાર્થીની પાત્રતા. ધોરણ-1 થી લઈને Ph.d સુધીના વિદ્યાર્થીઓ.
મળવાપાત્ર સહાય ₹ 30,000/- સુધીની સહાય
અરજી ક્યાં કરવી? https://sanman.gujarat.gov.in/
હેલ્પલાઈન નંબર 155372

શિક્ષણ સહાય યોજના 2024નો ઉદ્દેશ.

કામદાર વર્ગના અને બાંધકામ ક્ષેત્રે સંકળાયેલા કારીગરોના બાળકો પોતાનો અભ્યાસ પુરો કરીને ઉચ્ચ શિક્ષણ મેળવે તે માટે શ્રમયોગી શિક્ષણ સહાય યોજના  શરૂ કરવામાં આવી છે.  ગરીબ તથા મધ્યમવર્ગીય પરીવારના બાળકો સારું શિક્ષણ મેળવીએ સમાજમાં યોગ્ય સ્થાન મેળવે તે આ યોજનાનો  મુખ્ય ઉદ્દેશ છે.  Shram Yogi Shikshan Sahay Yojana હેઠળ વિદ્યાર્થીઓ ધોરણ-1 થી લઈને Ph.d સુધીના અભ્યાસ માટે ₹ 30,000/- સુધીની Shram Yogi Scholarship આપવામાં આવે છે.

Shram Yogi Shikshan Sahay Yojana હેઠળ લાભાર્થીની પાત્રતા.

શ્રમયોગી શિક્ષણ સહાય યોજના હેઠળ શ્રમયોગીના બાળકોને શિક્ષણ સહાય મેળવવા માટે શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ તેવા દ્વારા લાભાર્થીની કેટલીક પાત્રતા નક્કિ કરવામાં આવી છે. જે નીચે મુજબ છે.

  • કામદારને sanman portal gujarat પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • શ્રમયોગીના બે બાળકો પુરતી આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
  • લાભાર્થીના વાલીની  શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધણી થયેલ હોવી જોઈએ.

શિક્ષણ સહાય યોજના 2024 માટે જરૂરી ડોક્યુમેન્ટ.

ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા કામદાર બાળકોને શિષ્યવૃતિ આપવામાં આવે છે. જેના માટે અરજદારે ઓનલાઈન અરજી કરવાની રહે છે. ઓનલાઈન અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટની વિગતો નીચે મુજબ છે.

  • શ્રમિક ઓળખકાર્ડની નકલ
  • છેલ્લા વર્ષની પરિણામની નકલ
  • આધાર કાર્ડની નકલ.
  • પુસ્તક સહાય માટે પુસ્તક ખરીદેલ ઓરિજનલ GST વાળું બીલ.
  • લાભાર્થીના બેંક ખાતાની વિગત
  • લાભાર્થી વિદ્યાર્થીના પાસપોર્ટ સાઈજનો ફોટો
  • જે સંસ્થા/શાળા/કોલેજના વિદ્યાર્થીઓના ચાલુ અભ્યાસક્રમનું બોનાફાઈટ સર્ટીફીકેટ.
  • જો લાભાર્થી હોસ્ટેલમાં રહેતા હોય તો હોસ્ટેટલનુ પ્રમાણપત્ર.
  • ₹ 5000થી વધુ સહાયના કિસ્સામાં લાભાર્થી બાંધકામના શ્રમિક છે તે બાબતનું એફીડેવીટ.

નોંધઃ- Shram Yogi Shikshan Sahay Yojana નો લાભ લેવા વિદ્યાર્થીના અભ્યાસક્રમ મુજબ ડોક્યુમેન્ટની જરૂરિયાત અલગ-અલગ હોઈ શકે છે.

Shram Yogi Shikshan Sahay Yojana  હેઠળ મળવાપાત્ર સહાય.

શ્રમયોગી શિક્ષણ સહાય હેઠળ શ્રમિકની પત્નિ તથા બાંધકામ શ્રમયોગીના બે બાળકો સુધી મળતી સહાયની રકમ નીચે મુજબની છે.

વિદ્યાર્થીનો અભ્યાસક્રમ

મળવાપાત્ર સ્કોલરશીપ રકમ (₹) મળવાપાત્ર હોસ્ટેલ સહાય રકમ (₹)

પુસ્તક સહાયની રકમ (₹)

ધોરણ- 1 થી 4

500

ધોરણ 5 થી 9

1000
ધોરણ 10 અને 12 2000 500

I.T.I /વોકેશનરલ કોર્ષ

5000
S.I (સેનેટરી ઈન્સપેક્ટર), P.T.C 5000

ડિપ્લોમાં કોર્ષ

(1) ડીપ્લોમાં એન્જીનિયર (2) ANM નર્સીંગ (3) GNM નર્સીંગ(4) PGDCA (5) DPC (Diploma post Graduate)

5000 2500

3000

ડીગ્રી કોર્ષ

(1) B.B.A (2) B.com (3) B.A (4)

B.sc (5) L.L.B (6) B.C.A (7) B.ed (8) B.R.S (9)B.S.W

15000 5000

પી.જી. કોર્ષ

(1) M.A (2) M.Com (3) એમ.એડ્. (4) M.S.W (5) એલ.એલ.એમ.(6) M.C.A, (7) M.BLA (8) એમ.એસ.સી. (9) M.R.S

15000

5000

(1) હોમિયોપેથી (2) બી.એસ.સી. નર્સીંગ (3)B.V.Sc (બેચલર ઓફ વેટરનરી સાયન્સ) (4) B.P.T. (બેચરલ ઓફ ફીઝીયોથેરાપી) (5) આયુર્વેદ (6) ફાર્મસી (B.PHARMA) (7) M.P.T. (માસ્ટર ઓફ ફીઝીયોથેરાપી

15000 5000

5000

મેડીકલ

(1) M.B.B.S. (2) M.D. (ડોક્ટર ઓફ મેડીસીન) (3) BDS (બેચલર ઓફ ડેન્ટલ સર્જરી) (4) M.S. (માસ્ટર ઓફ સર્જરી) (5) M.D.S.

(માસ્ટર ઓફ ડેન્ટલ સર્જરી)

25000 5000

10000

એન્જીનિયરીંગ

(1) આઈ.આઈ.ટી.(2) B.E  (3) M.E. (4) B.Tech.(5)M.Tech

25000 5000

5000

(1) પી.એચ.ડી. (2) એમ.ફીલ. (અભ્યાસ પૂર્ણ કર્યેથી એક વખત ઉચ્ચક સહાય મળવાપાત્ર થશે)

 

25000

માહિતીનો સ્ત્રોતઃ ગુજરાત મકાન અને અન્ય  બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ શિક્ષણ સહાય યોજનાનું અરજીપત્રક.

શ્રમયોગી શિક્ષણ સહાય યોજનાના નિયમો અને શરતો.

Shram Yogi Shikshan Sahay Yojana હેઠળ સ્કોલરશીપના કેટલાક નિયમો અને શરતો નક્કિ થયેલ છે. જે નીચે મુજબ છે.

  •  નિયત નમૂનાના અરજીપત્રકમાં અરજી કરવાની રહેશે.
  • લાભાર્થીની શ્રમયોગી કલ્યાણબોર્ડમાં નોંધણી થયેલ હોવી જોઈએ.
  • લાભાર્થીની પત્નીને પણ આ યોજના હેઠળ શિક્ષણ સહાય મળવાપાત્ર રહેશે.
  • એક જ લાભાર્થીને બે બાળકો પુરતી સહાય મળવાપાત્ર રહેશે.
  • ઓપન યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને આ યોજના હેઠળ સહાય મળશે નહી.
  • લાભાર્થીને મળતી સહાય જે-તે વર્ષ પુરતી મળવાપાત્ર રહેશે. એક જ ધોરણ કે વર્ગમાં નાપાસ થનાર વિદ્યાર્થીને તે જ વર્ષમાં બીજીવાર સહાય મળવાપાત્ર થશે નહી.
  • શ્રમયોગી બાંધકામના બાળકો અને તથા શ્રમયોગીને પત્નીને સ્કોલરશીપ મેળવવા માટેની વયમર્યાદા વધુમાં વધુ 30 વર્ષની રહેશે. દિવ્યાંગ બાળકોના કિસ્સામાં આ વયમર્યાદા લાગુ પડશે નહી.
  • ph.d તથા એમ.ફીલનો અભ્યાસક્રમ પુરો થયેથી એક વખત ઉચ્ચક સહાય મળશે.

વધુ જાણોઃ

પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2024

શ્રમયોગીને મળશે ₹ 3,000/- નું દર મહિને પેેન્શન, શ્રમયોગી માનધન યોજના.

શિક્ષણ સહાય યોજના ફોર્મ 

Shram Yogi Shikshan Sahay Yojana હેઠળ સ્કોલરશીપ મેળવવા લાભાર્થીએ ઓનલાઈન અથવા ઓફલાઈન બંને રીતે અરજી કરી શકે છે. આપણે આ આર્ટિકલમાં બંને રીતોની માહિતી મેળવીશું.

ઓફલાઈન અરજી કરવાની રીત.

શ્રમિક લાભાર્થીએ નિયત નમૂનાના અરજીપત્રક સાથે ઉપર દર્શાવેલ ડોક્યુમેન્ટની નકલ સાથે રાખીને જિલ્લાની શ્રમયોગી કલ્યાણ બોર્ડની કચેરી ખાતે રૂબરૂ જઈને અરજી કરવાની રહેશે.

અરજીપત્રક PDF માં ડાઉનલોડ કરો.

ઓનલાઈન અરજી કરવાની રીત | Shikshan Sahay Yojana Online Form

Shram Yogi Shikshan Sahay Yojana હેઠળ સ્કોલરશીપ સહાય મેળવવા માટે લાભાર્થીએ શ્રમયોગી કલ્યાણ બોર્ડના ઓનલાઈન Sannma Portal Gujarat પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. અહી દર્શાવેલ સ્ટેપ બાય સ્ટેપની વિગતો દ્વારા આપ જાતે ઓનલાઈન અરજી કરી શકો છો.

  • શ્રમિક લાભાર્થીએ સૌ પ્રથમ sanman gujarat gov in લખીને સનમાન પોર્ટલની વેબસાઈટ ઓપન કરવાની રહેશે.
  • જેની નીચે ઈમેજ મુજબનું પેજ ઓપન થશે.
Shram Yogi Shikshan Sahay Yojana Login
Image Credit Government Official Website (https://sanman.gujarat.gov.in/)
  • આ પોર્ટલ પર પ્રથમ વખત અરજી કરતા હોવ તો લાભાર્થી શ્રમિકનું આધાર નંબર નાંખીને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન કર્યા બાદ આપને મોબાઈલ પર યુઝર આઈ.ડી અને પાસવર્ડ આપવામાં આવશે જેની મદદથી આપ લોગીન કરી શકશો.
  • લોગીન કર્યા બાદ આપને ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણબોર્ડ દ્વારા અમલીકૃત યોજનાઓનું લીસ્ટ ઓપન થશે.
  • જેમાંથી આપને નીચે ઈમેજમાં દર્શાવ્યા મુજબ ‘‘શિક્ષણ સહાય/પી.એચ.ડી સહાય’’ યોજના પર ટીક કરવાનું રહેશે.
Shram Yogi Shikshan Sahay Yojana online Application
Image Credit Government Official Website (https://sanman.gujarat.gov.in/)
  • ત્યાર બાદ એ નવુ પેજ ઓપન થશે જેમાં યોજનાઓની માહિતી અને નિયમો જોવા મળશે. જે કાળજીપુર્વક વાંચીને Accept પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યાર બાદ ઓનલાઈન અરજી ફોર્મ ઓપન થશે. જેમાં લાભાર્થીની વ્યક્તિગત માહિતી જેવી કે નામ, સરનામું, આધારકાર્ડની વિગતો, મોબાઈલ નંબર, વિદ્યાર્થીની ઉંમર અને અભ્યાસની વિગતો ભરવાની રહેશે.
  • ત્યાર બાદ જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરી, નિયમો અને શરતો વાંચીને સહમતી આપવાની રહેશે. ત્યાર બાદ આપને અરજી Save કરવાની રહેશે.
  • અરજી સેવ કર્યા બાદ આપને Application Number મળશે. જે નોંધી રાખવાનો રહેશે.

જાણવા જેવુંઃ- 

નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના 2024 વિદ્યાર્થીને મળશે કુલ ₹25,000/-

નમો લક્ષ્મી યોજના 2024 ધોરણ 9 થી 12 સુધી વિદ્યાર્થીનીને મળશે સ્કોલરશીપ.

important links of Shram Yogi Shikshan Sahay Yojana 2024

ઓફિસિયલ વેબસાઈટ

Click Here

ઓનલાઈન અરજી કરવા

Click Here

અરજીની સ્થિતિની ચકાસણી કરવા

Click Here

જીલ્લા કચેરીઓના સંપર્ક નંબરો માટે

Click Here

હેલ્પલાઈન નંબર

Click Here

Home Page

Click Here

Conclusion

બાંધકામ શ્રમિકો અને કામદારોના બાળકો પોતાનું શિક્ષણ પુરું કરી પોતાનું ભવિષ્ય ઉજળું શકે તે માટે શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને દરેક કક્ષાએ આર્થિક સહાય મળી રહે તે માટે સ્કોલરશીપ આપવામાં આવે છે. લાભાર્થીના બાળકોને ધોરણ-1 થી Ph.d સુધીના અભ્યાસ ક્રમમાં ₹ 30,000/- સુધીની સ્કોલરશીપ આપવામાં આવે છે. મિત્રો Shram Yogi Shikshan Sahay Yojana 2024 માં આપને આ યોજના સંબંધી તમામ મહિતી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આપને શિક્ષણ સહાય માટે કોઈ સમસ્યા કે વધુ માર્ગદર્શનની જરૂર હોય તો હેલ્પલાઈન નંબર 155372 સંપર્ક કરવા સુચન છે.

FAQ વારંવાર પુછાતા પ્રશ્નો.

(1) શ્રમયોગી શિક્ષણ સહાય યોજનાનો લાભ કોને મળશે?

જવાબ- શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધણી થયેલ શ્રમિકો તથા કામદારોના બાળકોને આ યોજનાનો લાભ મળશે.

(2) Shram Yogi Shikshan Sahay Yojana હેઠળ અરજી ક્યાં કરવાની રહેશે?

જવાબ- આ યોજનાનો લાભ લેવા માટે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના Sanman Portal પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

(3) શ્રમયોગી તરીકેની નોંધણી ક્યાં કરાવવાની?

જવાબ- ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં શ્રમયોગી કલ્યાણ બોર્ડની જિલ્લા કક્ષાની કચેરીઓ આવેલી છે. જેમાં રૂબરૂ નોંધણી કરાવી શકાય છે અથવા ઓનલાઈન e Nirman Portal પર શ્રમયોગી તરીકેની નોધણી કરાવી શકાય છે.

 

મિત્રો, આ આર્ટિકલ પસંદ આવે તો આપના નજીકના સગા સંબંધિના ગૃપમાં જરૂરથી શેર કરશો. જેથી કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ મળી રહે. અર્ટિકલને અંત સુધી વાંચવા તથા અમારી વેબસાઈટની મુલાકાત  બદલ આપનો આભાર વ્યક્ત કરું છુ.

Leave a comment