Vidhva Sahay Yojana Gujarat 2024 | વિધવા સહાય યોજના 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Vidhva Sahay Yojana Details In Gujarati| Vidhva Sahay Yojana Online Check Status | Vidhva Sahay Yojana Gujarat Online Application | Vidhva Sahay Yojana Gujarat  2023 | વિધવા સહાય યોજના 2023 | vidhva sahay yojana documents | Vidhva Sahay Yojana 2024 | Vidhva Sahay Yojana Gujarat List | Vidhava Sahay Yojana | Vidhva Sahay Form |

Vidhva Sahay Yojana Gujarat : જાણવા જેવું, સરકાર દ્વારા સમાજના સર્વાંગી વિકાસ માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે. જેવી કે બાળકો માટે વહાલી દીકરી યોજના , બેટી બચાવો બેટી પઢાવો યોજના, વૃદ્ધોના કલ્યાણ માટે નિરાધાર વૃદ્ધ સહાય યોજના અમલમાં છે. જેવી એક નિરાધાર વિધવા બહેનોને આર્થિક પરિસ્થિતિ ધ્યાને લઈને તેઓ સમાજમાં સન્માનપુર્વક જીવન ગુજારી શકે તે માટે વિધવા સહાય યોજના અમલમાં છે. આજે આપણે આ લેખમાં Vidhva Sahay Yojana Gujarat વિધવા સહાય યોજના જેને ગંગા સ્વરૂપા આર્થિક સહાય તરીકે પણ ઓળખવામાં આવે છે. જેથી વિગતે માહિતી મેળવીશુ.

મિત્રો આ આર્ટિકલમાં વિધવા સહાય યોજનાના લાભાર્થીની પાત્રતા. યોજનાની શરતો અને નિયમો, વિધવા સહાય યોજના 2024 ઓનલાઈન અરજી ક્યાં અને કેવી રીતે કરવી? તેમાં ક્યાં ડોક્યુમેન્ટ જોઈશે? આજીવન સહાય ચાલુ રાખવા માટે શું કરવુ? વગેરે જેવી  બાબતો પર આજે આપણે સંપર્ણ માહિતી મેળવીશું.જે માટે આપને આ આર્ટિકલ અંત સુુુુધી વાંચવા વિનંતી છે.   તો ચાલો કંઈક નવું જાણીએ.

Vidhva Sahay Yojana Gujarat

Contents hide

High Light Point of Vidhva Sahay Yojana Gujarat

યોજનાનું નામ વિધવા સહાય યોજના / ‘‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના’’
અમલીકરણ કર્તા વિભાગ મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર
અરજી મંજૂર કર્તા અધિકારી તાલુકા મામલતદારશ્રી
લાભાર્થીની પાત્રતા 18 વર્ષથી ઉપરની વિધવા બહેનો.
મળવાપાત્ર સહાય અરજીકર્યાના  માસથી આજીવન ₹. 1250/- દર મહિને.
Official Website https://wcd.gujarat.gov.in/
અરજી કરવા માટેની Website https://www.digitalgujarat.gov.in/

(ફક્ત સરકારી ઓફિસ માટે )

 Helpline Number 18002335500

Vidhva Sahay Yojana નો ઉદ્દેશ્ય.

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વર્ષ 1979 થી  Vidhva Sahay Yojana Gujarat અમલમાં મુકવામાં આવી છે. વિધવા સહાય યોજનાના ધણા  ઉદ્દેશ્ય છે. જેવા કે

  • નિરાધાર વિધવા બહેનો (ગંગા સ્વરૂપા બહેનો) સમાજમાં સન્માનપૂર્વક જીવન જીવી શકે તથા સમાજમાં પુન:સ્થાપિત થઈ શકે તેવા ઉમદા હેતુંથી વિધવા સહાય યોજના શરૂ કરવામાં આવેલ છે.
  • વિધવા બહેનના પરિવારનેે આર્થિક સંકટથી બચાવવા દર માસે આર્થિક સહાયના રૂપેે મદદ કરવામાં આવે છે.
  • જે બહેેેેનનોની આર્થિક પરિસ્થિતિ ઘણી ખરાબ હોય છે તેવા ગ્રામ્ય વિસ્તારના બહેનો માટે વિધવા સહાય યોજના વરદાનરૂપ સાબિત થાય છે.
  • વિધવા બહેનુનું ચાલુ સહાય દરમ્યાન અકસ્માત દ્વારા અવસાન થાય છે તો  ₹ 1,00,000/- નો વિમો પરિવારના વારસદારને આપવામાં આવે છે.

નોધ- સરકારશ્રી દ્વારા તાજેતરમાં વિધવા સહાય યોજનાનું નામ બદલીને ‘‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના’’ કરવામાં આવ્યુ છે.

વિધવા સહાય યોજના 2024 હેઠળ મળતી સહાય.

વિધવા સહાય યોજના હેઠળ મામલતદારશ્રી દ્વારા સહાય મંજૂર થયેથી વિધવા સહાય યોજનામાં અરજદારને અરજી કર્યા તારીખથી આજીવન દર મહિને  ₹. 1250/- ની સહાય આજીવન આપવામાં આવે છે.  વિધવા બહેનોને દર માસે મળનાર સહાય તેઓના બેંક ખાતામાં અથવા પોસ્ટ ખાતામાં સીધી DBT (Direct Benefit  Transfer) દ્વારા જમા કરવામાં આવે છે. લાભાર્થી પોતે જ રૂબરૂ બેંક અથવા નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને મળનાર સહાય ઉપાડી શકે છે.

જુથ વિમા યોજનાનું રક્ષણ.

જે લાભાર્થીની Vidhva Sahay Yojana Gujarat ચાલુ હોય છે અને કોઈક કારણસર અકસ્માત દ્વારા વિધવા સહાય મેળવતા લાભાર્થીનું અવસાન થાય છે. તો તેઓના કાયદેસરના વારસદારને ₹. 1,00,000/- નો અકસ્માત મૃત્યુ વિમો મળવાપાત્ર છે. જેના માટે સંબંધિત જિલ્લાના મહિલા અને બાળ અધિકારીની કચેરી ખાતેથી ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.

નોંધઃ- જુુથ વિમાનો લાભ લેવા માટે લાભાર્થીની વિધવા સહાય ચાલુ હોવી જોઈએ.

Vidhava Sahay Yojana 2024 માટે લાભાર્થીની પાત્રતા.

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા Vidhva Sahay Yojana Gujarat માટેના પાત્રતાના ધોરણો નક્કિ કરવામાં આવ્યા છે. જે નીચેે મુજબ છે.

  • જે મહિલાના પતિનું અવસાન થયુ હોય તેવી 18 વર્ષથી વધુ વયની તમામ વિધવા મહિલાઓને આ યોજનાનો લાભ મેળવવા પાત્રતા ધરાવે છે.
  • વિધવા બહેન ગુજરાતના કાયમી રહેવાસી હોવા જોઈએ.
  • જે વિધવા બહેનોના પુુુુુુત્રની ઉંમર 21 વર્ષની હોય તો પણ તે આ યોજના હેઠળ સહાય મેળવવા પાત્રતા ધરાવે છે.
  •  કુટુંબની આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં ₹. 1,20,000/- અને શહેરી વિસ્તારમાં ₹. 1,50,000/ આવક મર્યાદા હોવી જોઈએ.

Vidhva Sahay Yojana Gujarat નિયમો અને શરતો.

લાભાર્થી વિધવા મહિલાઓને આજીવન ₹. 1250/- ની સહાય નિયમિત મળી રહે તે માટે Vidhva Sahay Yojana Gujarat યોજનાનો લાભ લેવા માટે કમિશનરશ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નીચે મુજબના નિયમો બનાવ્યામાં આવ્યા છે.

  • દર ત્રણ વર્ષે જુલાઈ માહિનામાં કુટુંબની વાર્ષિક આવકનું પ્રમાણપત્ર સંબંધિત મામલતદારશ્રીની કચેરી ખાતે જમા કરાવવાનું રહેશે. કુટુંબમાં પેઢીનામા મુજબ અરજદારના જે પુત્રો પુખ્ત વયના હોય અને કમાતા હોય તેવા પુત્રોની આવક પણ ગણવાની રહે છે.
  • સહાય મેળવતી વિધવા મહિલાઓને દર વર્ષે સરકારશ્રી દ્વારા નિયત કરેલ પદ્ધતિ દ્વારા હયાતીની ખરાઈ કરવાની રહેશે.
  • જે લાભાર્થીને સહાય મંજૂર થઈ છે તેવા લાભાર્થીઓને પોતે જાતે પોસ્ટ ઓફિસમાં કે બેંકમાં રૂબરૂ જઈને સહાય ઉપાડવાની રહેશે.
  • વિધવા સહાય મેળવતા મહિલાઓ સ્વરોજગાર મેળવી સમાજમાં પુન:સ્થાપન થાય તે માટે સહાય મેળવતા 18 થી 40  વર્ષની વયજૂથની તમામ મહિલા લાભાર્થીઓએ સરકારશ્રી નિયત કરે તે વ્યવસાયલક્ષી તાલીમ લેવાની રહેશે.

મળતી સહાય ક્યારે બંધ થાય?

  • વિધવા લાભાર્થી બહેનનું મુત્યું થતા તેઓને મળતી સહાય બંધ થાય છે. જે માટે અરજદારના પરિવારે સત્વરે વિધવા બહેનના મરણનું પ્રમાણપત્ર સાથે રાખીને, સંબંધિત મામલતદારશ્રીને સહાય બંધ કરવા અરજી કરવાની રહે છે.
  • વિધવા બહેન જ્યારે પુન:લગ્ન કરે છે તો મળતી સહાય બંધ થાય છે.
  • વિધવા લાભાર્થીનો પુત્ર સરકારી નોકરી મેળવે અથવા લાભાર્થીની આવક નિયત મર્યાદા કરતા વધી જતી હોય તો સહાય બંધ કરવામાં આવે છે.
  • સરકાર દ્વારા નિયત કરેલ વાર્ષિક હયાતીની ખરાઈ ના કરવામાં આવે તો પણ મળતી Vidhva Sahay Yojana Gujarat  બંધ થઈ શકે છે.

જાણવા જેવુઃ-

નિરાધાર વૃદ્ધ પેેેેન્શન યોજના.

પાલક માતા પિતા યોજના.  

વિધવા સહાય યોજના ડોક્યુમેન્ટ | Vidhva Sahay Yojana Documents

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા દરેક વિધવા બહેનોને સહાય મળી રહે તે માટે Vidhva Sahay Yojana Gujarat માટેનીચે મુજબના ડોક્યુમેન્ટ નિયત કરવામાં આવ્યા છે. જેનુંં લીસ્ટ નીચેે મુજબ છે.

  • વિધવા હોવાનું પ્રમાણપત્ર (તલાટીશ્રી, મામલતદારશ્રીનું)
  • ‘‘પુન:લગ્ન કરેલ નથી.’’ તે બાબતે તલાટીશ્રીનું પ્રમાણપત્ર.
  • રેશનકાર્ડની નકલ
  • BPL સ્કોર બાબતનો દાખલો (જો. અરજદાર BPL હોય તો)
  • સ્વઘોષણા પત્ર
  • કુટુંબની આવકનું પ્રમાણપત્ર (મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, ચીફ ઓફિસરશ્રી વગેરે)
  • પતિના મરણના દાખલાની નકલ
  • ઉંમરના પુરાવો (શાળાનું સ્કુલ લિવિંગ સર્ટી LC, જન્મ પ્રમાણપત્ર, સિવિલ સર્જન દ્વારા અપાયેલ ઉંમરનું પ્રમાણપત્ર)
  • બેંક અથવા પોસ્ટ ખાતાની વિગત (નોંધ અરજદારનું સિંગલ એકાઉન્ટ હોવું જરૂરી છે.)
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો.

વિધવા સહાય યોજના online | Vidhva  Sahay Yojana Gujarat Online Application

મિત્રો, Vidhva Sahay Yojana Gujarat માટેની અરજી મામલતદારશ્રીની કચેરી અને ગ્રામ્ય પંચાયતની કચેરી ખાતેથી જ Digital Gujarat Portal પર Online Application કરવાની હોય છે. જે માટે મામલતદાર કચેરી ખાતે તથા ગ્રામ પંચાયત ખાતે Digital Gujarat Portal ના યુઝર આઈ.ડી અને પાસવર્ડ આપેલા હોય છે. જેના દ્વારા તેઓને મળેલ દસ્તાવેજોને આધારે ઓનલાઈન અરજી કરી શકે છે. તેના સિવાય અન્ય કોઈ વ્યક્તિને ઓનલાઈન Digital Gujarat Portal પર  અરજીની સત્તા આપવામાં આવી નથી.

વિધવા સહાય યોજના હેઠળ સહાય મેળવવા માટે  સ્ટેપ બાય સ્ટેપ નીચે મુજબની સંપુર્ણ માહિતી આપવામાં આવી છે.

  • અરજદારે સૌ પ્રથમ ઉપર મુજબ દર્શાવેલ પ્રમાણપત્રોની નકલ લઈને પોતાના તાલુકાની મામલતદારશ્રીની કચેરી/ કલેક્ટર કચેરી/ પોતાની ગ્રામ પંચાયત  ખાતેની વિના મુલ્યે વિધવા સહાય યોજનાનું ફોર્મ મેળવવાનું રહેશે. જેમાં ફોર્મમાં જણાવેલ સંપર્ણ વિગતો વાંચી સમજીને ભરવાની રહેશે.
  • ગ્રામ્ય કક્ષાના અરજદારે ગામ પંચાયતના VCE પાસે, અને શહેરી કક્ષાના અરજદારે મામલતદાર કચેરી ખાતે ડોક્યુમેન્ટ સાથે જોડીને ભરેલ અરજી ફોર્મ જમા કરાવવાનું રહેશે.
  • મળેલ ફોર્મને આધારે મામલતદાર કચેરી ખાતેના ઓપરેટર કે ગામ પંચાયતના VCE Digital Gujarat Portal પર Online Application કરશે.
  • Vidhva Sahay Yojana Online Application  કરાયા બાદ ઓનલાઈન અરજી કર્યા બદલ અરજદારને પાવતી આપવામાં આવે છે. જે સાચવી રાખવી.
  • Online Application તથા સાથે બીડાણમાં રહેલ ડોક્યુમેન્ટને આધારે મામલતદારશ્રી અરજીની ચકાસણી કરશે અને સહાય મંજૂરીનો હુકમ કરશે. જે અરજદારને મામલતદાર કચેરી ખાતેથી મેળવી લેવાનો રહેશે.

Vidhva Sahay Yojana 2024 Online Check Status

વિધવા સહાય મંજૂર થયા બાદ અરજદારે પોતાના ખાતામાં જે-તે મહિનાની સહાય જમા થઈ છે કે નહી તે નીચે મુજબના સ્ટેપ્સથી મોબાઈલ દ્વારા પણ સહાયનું  સ્ટેટ્સ જાણી શકશે.

Step-1 Login

  • અરજદારે સૌ પ્રથમ nsap.nic.in ટાઈપ કરવાનું રહેશે.
  • જેની નીચે ઈમેજમાં દર્શાવ્યા મુજબનું પેજ ઓપન થશે. જેમાં Report પર ક્લિક કરવાનું રહેશે.
Vidhva Sahay Yojana Gujarat Login
Source of Image Government Website nsap https://nsap.nic.in/

Step-2 Details

  • ત્યાર બાદ આગળ એક નવું પેજ ઓપન થશે.
  • તેમાં ઈમેજમાં દર્શાવ્યા મુજબ Pension Payment Details પર ક્લિક કરવાનું રહેશે.
Vidhva Sahay Yojana Gujarat nsap
Source of Image Government Website nsap https://nsap.nic.in/

Step-3 Application Number 

  • ઈમેજમાં દર્શાવ્યા મુજબના નવા ઓપન થયેલ પેજમાં અરજદારની અરજીની Application Number અથવા Sanction Number  નાંખવાનો રહેશે.
  • ત્યાર બાદ Captcha નાંખીને સબમીટ કરવાનું રહેશે. જેમાં લાભાર્થીનું સહાય અને અરજીનુ સ્ટેટ્સ જાણી શકાશે.

નોધ:-  Sanction Number  મામલતદારશ્રી દ્વારા આપવામાં આવેલ મંજૂરી હૂકમ પર લખેલો હશે.

Vidhva Sahay Yojana Gujarat payment
Source of Image Government Website nsap https://nsap.nic.in/

Vidhva Sahay Form pdf Gujarati | વિધવા સહાય યોજના ફોર્મ pdf

મિત્રો, વિધવા સહાય યોજના માટેની અરજી ઓનલાઈન કરવાની રહે છે. પરંતુ વિધવા સહાય યોજનાના ભરેલા અરજીપત્રક તથા ડોક્યુમેન્ટને  આધારે મામલતદાર કચેરી ખાતેના વિધવા સહાય યોજનાના ઓપરેટર કે ગામ પંચાયતના VCE Digital Gujarat Portal પર Online Application કરી શકશે. આપ નીચે દર્શાવેલ લીંકથી વિધવા સહાય યોજના 2024 Application  ફોર્મ ડાઉનલોડ કરી શકો.

વિધવા સહાય યોજના ફોર્મ pdf 2024 અહીં ક્લિક કરો. 

Vidhv Sahay Yojana Gujarat Helpline Number

વિધવા સહાય યોજના માટે ઓનલાઈન  Digital Gujarat Portal પર અરજી કરવામાં આવે છે. જેનો હેલ્પલાઈન નં. 18002335500 આપવામાં આવેલ છે.

આપ આપની ઓનલાઈન અરજી થયા બાદ વધુ માહિતી માટે તાલુકાની મામલતદાર કચેરીના વિધવા સહાયના ઓપરેટરનો સંપર્ક કરી શકો છો.

Vidhva Sahay Yojana Gujarat માટે ધ્યાને રાખવા જેવી બાબતો.

  • વિધવા સહાય યોજના 2024 માં લાભાર્થીઓને આધારબેઝ ઓનલાઈન DBT દ્વારા સહાયની ચુકવણી કરાતી હોવાથી દરેક લાભાર્થીએ અગાઉ જો પોતાના અધાર તથા મોબાઈલ નંબરની વિગતો મામલતદારશ્રીની કચેરી ખાતે જમા ના કરી હોય તો સત્વરે જમા કરાવી દેવી. જેથી આપની સહાય બંધ ના થાય.
  • લાભાર્થીનું અધાાર કાર્ડ જે બેંકમાં છેલ્લે લીંક કરાવેલ હશે તેમાં સહાય જમા થશે. તમે જે ખાતા નંબર અરજી વખતે અપ્યો હતો તેમાં જમા ના પણ થાય. તેના બદલે લાભાર્થીએ છેલ્લે ખોલાવેલ બેંક ખાતામાં સહાય થઈ શકે.
  • જો કોઇ સંજોગોવત અરજદારની સહાય નામંજૂર થાય તો અરજદારને વાંધો હોય તો સંબંધિત પ્રાંત અધિકારીશ્રીને દિન- 60ની મર્યાદામાં અપીલ કરી શકે છે.
  • જો અરજદાર BPL કુટુંબમાં સમાવિષ્ટ હોય તો BPL ના સ્કોર બાબતનો દાખલો બીડાણમાં રાખવાનો રહેશે.

વધુ જાણો:- 

નમો શ્રી યોજના ડીલેવરી માટે મળશેે ₹. 12,000/-

Vahli Dikri Yojana 2024 દીકરીને મળશે ₹ 1,10,000/-

વિધવા સહાય લીસ્ટ | Vidhva Sahay Yojana List Gujarat 2024

વિધવા સહાય યોજના હેઠળ આપના ગામ, તાલુકા કે જિલ્લામાં કેટલા લાભાર્થીઓને સહાય મળે છે. તે આપ ઓનલાઈન ઘરે બેઠા  Vidhva Sahay Yojana List  ચેક કરી શકો છે. તે માટે નીચેના સ્ટેપ અનુસરવાના રહેશે.

  • સો પ્રથમ nsap.nic.in વેબસાઈટ પર જવાનું રહેશે.
  • ત્યાથી Report બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યાર બાદ સ્ટેટ , યોજના, તથા વિસ્તાર પસંદ કરીને , દર્શાવેલ કોડ નાંખવાથી સમગ્ર રાજ્યના લાભાર્થીઓની વિગત ખુલશે.
  • ત્યાર બાદ આપના જિલ્લા, તાલુકો, તથા ગામની પસંદગી કરીને વિભવા સહાય યોજનાના લાભાર્થીઓનું અપડેટ લીસ્ટ  મેળવી શકો છો.

Important Links of Vidhva Sahay Yojana Gujarat

Official  Website

Click Here

Payment Status ચેક કરવા માટે.

Click Here

વિધવા સહાય યોજના ફોર્મ pdf 2024

Click Here

અમારા Whatsapp Group માં જોડવા માટે.

Click Here

Home Page

Click Here

Conclusion | સારાંસ

વિધવા સહાય યોજના એટલે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના કમિશનરશ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત છે અને સહાય મંજૂર કરવાની સત્તા મામલતદારશ્રીને છે. વિધવા સહાય યોજના અંતર્ગત સહાય મેળવવા બાબતે કોઈ સમસ્યા હોય તો  મામલતદાર કચેરી ખાતે વિધવા સહાયના ઓપરેટરનો સંપર્ક કરવાનો રહેશે. મિત્રો, આ આર્ટિકલમાં આપને  Vidhva Sahay Yojana Gujarat હેઠળ ઓનલાઈન અરજીની માહિતી તથા સહાય  આજીવન મળતી રહે તે માટે વિગતે માહિતી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આપને વિધવા સહાય યોજના 2024 હેઠળ સહાય  મેળવવા માટે કોઈ તકલીફ હોય તો નીચેની વિગતો ભરીને અમારી ટીમનો સંપર્ક કરી શકો છો અથવા તાલુકાની મામલતદારશ્રીની કચેેેરી કે જિલ્લા ખાતે મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતે સંપર્ક કરવા સુચન છે.

FAQ

પ્રશ્ન: (1) શું 21 વર્ષથી ઉપરનો પુત્ર હોય તો સહાય મળી શકે?

જવાબ- હા, સરકારશ્રી દ્વારા નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે. જેમાં અરજદારને જો 21 વર્ષની પુત્ર હોય તો પણ નિમયોનુસાર સહાય મળી શકે છે.

પ્રશ્ન: (4) Vidhva Sahay Yojana Gujarat હેટળ સહાય મંજૂર કોણ કરે છે.?

જવાબ- Vidhva Sahay Yojana સહાય મામલતદારશ્રી મંજૂર કરે છે.

પ્રશ્ન: (3) વિધવા સહાય યોજના માટે અરજીપત્રક ક્યા જમા કરવાનું રહે છે?.

જવાબ- અરજદારે વિધવા સહાય માટેનું અરજીપત્રક સાથે ડોક્યમેન્ટ જોડીને મામલતદાર કચેરી ખાતે અથવા ગ્રામ પંચાયતના V.C.E પાસે જમા કરાવવાનું હોય છે.

પ્રશ્ન: (4) આ યોજના હેઠળ સહાય ક્યારથી મંજૂર કરવાપાત્ર છે?

જવાબ- Vidhva Sahay Yojana Gujarat હેઠળનો યોજનાનો લાભ અરજીની તારીખથી મળવાપાત્ર છે.

7 thoughts on “Vidhva Sahay Yojana Gujarat 2024 | વિધવા સહાય યોજના 2024”

  1. મારી બા ને વિધવા થયે ૭-૮ વર્ષ થયાં છે તો મારી બા ને વિધવા સહાય મળવા પાત્ર છે

    Reply

Leave a comment