GSSYGUJ Gyansetu Merit Scholarship Exam 2024 | જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Gyansetu Merit Scholarship Exam 2024 : મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને ધોરણ-6 થી 12 સુધી કુલ-7 વર્ષ સુધી દર વર્ષે આર્થિક સહાય આપવા માટે મુખ્યમંત્રી જ્ઞાનસેતું મેરીટ સ્કોલરશીપ યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં કોમન એન્ટ્રેસ્ટ ટેસ્ટ (CAT) દ્વારા કુલ-30,000 જેટલા વિદ્યાર્થીઓની પસંદગી કરીને સ્કોલરશીપરૂપે સહાય આપવામાં આવે છે. મિત્રો, આજના આર્ટિકલમાં Gyansetu Merit Scholarship Exam 2024 ની તારીખ, પરીક્ષાનું માળખું અને  વિષયવાર ગુણભાર વિશે વિગતે જાણકારી મેળવીશું. સાથે સાથે આ પરીક્ષા પાસ કર્યા બાદ  રક્ષાશક્તિ શાળાઓમાં પ્રવેશ માટે વિગતે મહિતી મેળવીશું.

Gyansetu Merit Scholarship Exam 2024

Bullet Point of GSSYGUJ Gyansetu Merit Scholarship Exam 2024

આર્ટિકલનો વિષય GSSYGU જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા 2024
કોણ પરીક્ષા આપી શકશે વર્ષ 2024 માં ફોર્મ ભરનાર ધોરણ-5 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ માટે
કોના દ્વારા પરીક્ષા લેવાશે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા
પરીક્ષા તારીખ તા.30/03/2024
ઓફીસિયલ વેબસાઈટ www.sebexam.org
હેલ્પલાઈન નંબર 079- 232 48461

જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા 2024

તાજેતરમાં Gyansetu Merit Scholarship Exam 2024 માટે ઓનલાઈન ફોર્મ ભરાવવાની પ્રક્રિયા પુર્ણ કરવામાં આવી છે. હવે જ્ઞાનસેતું મેરીટ સ્કોલરશીપ માટે CAT (કોમન એન્ટ્રન્સ ટેસ્ટ)નું આયોજન કરવામાં આવનાર છે. આ કસોટીમાં ઉત્તિર્ણ થનાર આશરે 30,000 જેટલા વિદ્યાર્થીઓને જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપનો લાભ આપવામાં આવશે.

Gyansetu Merit Scholarship 2024 | મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ 2024

આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને નીચે મુજબની સ્કોલરશીપ આપવામાં આવે છે.

  • ધોરણ-6 થી 8 સુધી દર વર્ષે ₹ 20,000/-
  • ધોરણ-9 થી 10 સુધી દર વર્ષે ₹ 22,000/-
  • ધોરણ-11 થી 12 સુધી દર વર્ષે ₹ 25,000/-

GSSYGUJ Exam 2024

GSSYGUJ Exam એટલે જ્ઞાન સાધન સ્કોલરશીપ યોજના ગુજરાત હેઠળ પણ ધોરણ-8 માં અભયાસ કરતા વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના સ્કોલરશીપ માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ધોરણ-9માંથી સ્કોલરશીપ મળવાપાત્ર થાય છે. અહિં ધ્યાન રાખવાનું રહે કે જ્ઞાન સાધન સ્કોલરશીપ યોજના અને જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના બંને અલગ-અલગ પરીક્ષા છે. બંને પરીક્ષા એકજ તારીખ 30/03/2024 ના રોજ યોજાવામાં આવનાર હોઈ પરીક્ષા કેન્દ્રો બાબતે ખાસ સાવધાની રાખવાની જરૂર છે.

CAT (કોમન એન્ટ્રન્સ ટેસ્ટ) 2024

જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના અને ગત વર્ષથી વિવિધ પ્રોજેક્ટ મુજબની શાળાઓમાં પ્રવેશ માટે એક જ Gyansetu Merit Scholarship Exam 2024 એટલે કે CAT (કોમન એન્ટ્રન્સ ટેસ્ટ) 2024 યોજાશે. જેમાં શિક્ષણ વિભાગ હસ્તકની સરકારી અને ગ્રાંટેડ નીચે મુજબની સ્કુલોમાં મેરીટના આધારે ધોરણ-6 માં પ્રવેશ આપવામાં આવશે.

  1. જ્ઞાનશક્તિ રેસીડેન્સિયલ સ્કુલ
  2. જ્ઞાનશક્તિ ટ્રાઈબલ રેસીડેન્સિયલ સ્કુલ
  3. મોડેલ સ્કુલ
  4. રક્ષાશક્તિ સ્કુલ.
mukhyamantri Gyansetu Merit Scholarship Exam 2024
Image Credit Government Official Website (https://gssyguj.in/)

Gyansetu Merit Scholarship Exam Subjects

Gyansetu Merit Scholarship Exam 2024  તા.30/03/2024 ના રોજ લેવામાં આવનાર છે. જેને CAT (કોમન એન્ટ્રન્સ ટેસ્ટ) તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કસોટી MCQ Based એટલે કે બહું વિકલ્પ સ્વરૂપની હોય છે. જેમાં પરીક્ષાના વિષયો અને ગુણભાર નીચે મુજબના છે.

  • Gyansetu Merit Scholarship Exam ધોરણ 5 ના વિષયોના અભ્યાસક્રમ પર અધારિત હશે.
  • CAT (કોમન એન્ટ્રન્સ ટેસ્ટ) ગુજરાતી અથવા અંગ્રેજી ભાષામાં આપી શકાશે. (બંનેમાંથી કોઈ એક ભાષામાં)
  • કસોટીમાં ગણિત, અંગ્રેજી, પર્યાવરણ, હિન્દી, ગુજરાતી, જેવા વિષયો તથા સામાન્ય જ્ઞાન અને તાર્કિક ક્ષમતા આધારિત પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવશે.
  • CAT (કોમન એન્ટ્રન્સ ટેસ્ટ)નું પ્રશ્નપત્રનો કુલ 120 ગુણનું તથા 150 મિનિટના સમયનું રહેશે.

વધુ જાણો:-

નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ 2024 વિશે સંપુર્ણ માહિતી.

નમો સરસ્વતી યોજના 2024 વિદ્યાર્થીને મળશે કુલ ₹25,000/-

વિષય પ્રમાણે ગુણભારનું માળખું.

Gyansetu Merit Scholarship Exam 2024 માટે નીચે પ્રમાણેનું ગુણભારનું માળખું નક્કિ કરાયેલ છે.

  • તાર્કિક ક્ષમતા કસોટી 30 પ્રશ્નો 30 ગુણ
  • ગણિત સજ્જતા 30 પ્રશ્નો 30 ગુણ
  • પર્યાવરણ વિષય 20 પ્રશ્નો 20 ગુણ
  • ગુજરાતી વિષયના 20 પ્રશ્નો 20 ગુણ
  • અંગ્રેજી- હિન્દી 20 પ્રશ્નો 20 ગુણ
  • કુલ- 120 પ્રશ્નો અને 120 ગુણ

GSSYGUJ Gyansetu Merit Scholarship Exam date

શિક્ષણ વિભાગના જાહેરનામા મુજબ જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા 2024 તા.30/03/2024 ના રોજ લેવામાં આવશે.

જાણવા જેવું:- 

નમો લક્ષ્મી યોજના 2024 દીકરીઓને મળશે ₹ 50,000/- સ્કોલરશીપ. 

પીએમ વિશ્વકર્મા યોજના 2024 મેળવો ₹ 3,00,000/-સુધીની લોન

GSSYGUJ  Mukhyamantri Gyansetu Merit Scholarship Exam Helpline Number

મિત્રો, Gyansetu Merit Scholarship Exam 2024 માટે ટુંક સમયમાં કોલ લેટર sebexam.org વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાશે.આપને કોલલેટર બાબતે કે પરીક્ષાના સ્થળ બાબતે કોઈ સમસ્યા હોય તો વેબસાઈટ પર દર્શાવેલા  હેલ્પલાઈન નંબર 079- 232 48461 પર કોલ કરીને માર્ગદર્શન મેળવી શકો છો.

mukhyamantri Gyansetu Merit Scholarship Exam date
Image Credit Government Official Website (https://sebexam.org/)

 

Important Link of Gyan setu Merit Scholarship Exam 2024

ઓફિસિલય વેબસાઈટ

Click Here

કસોટીનું પરીણામ જોવા માટેની લીંક

Click Here

Home Page

Click Here

 Conclusion

મિત્રો, મોડેલ સ્કુલ, જ્ઞાનશક્તિ ટ્રાઈબલ રેસીડેન્સિયલ સ્કુલ, જ્ઞાનશક્તિ રેસીડેન્સિયલ સ્કુલ, રક્ષાશક્તિ સ્કુલમાં ધોરણ-6માં પ્રવેશ તથા Mukhyamantri Gyansetu Merit Scholarship Yojana ના લાભ માટે Gyan setu Merit Scholarship Exam 2024 યોજનામાં આવે છે. જેને CAT (કોમન એન્ટ્રન્સ ટેસ્ટ) તરીકે પણ ઓળખવામાં આવે છે. મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ 2024 હેઠળ વિદ્યાર્થીને ધોરણ-6 થી 12 સુધીના અભ્યાસ માટે આર્થિક સહાયના રૂપે સ્કોલરશીપ આપવામાં આવે છે. જેની કસોટી તા.30/03/2024 નો રોજ યોજાશે. આપને આ બાબતે કોઈ સમસ્યા હોય તો ઉપર દર્શાવેલા હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરવા સુચન છે.

FAQ

(1) Gyan setu Merit Scholarship Exam 2024 કોણ આપી શકશે?

જે વિદ્યાર્થીઓ ધોરણ-5 માં અભ્યાસ કરે છે અને જેઓને વર્ષ 2024 માટે ઓનલાઈન ફોર્મ ભરેલા છે. તેવા વિદ્યાર્થીઓ Gyan setu Merit Scholarship Exam 2024 આપી શકશે.

(2) મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા તારીખ કઈ છે?

તા.30/03/2024 નો રોજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા એટલે કે CAT Exam યોજાશે.

(3) GSSYGUJ  Mukhyamantri Gyansetu Merit Scholarship Exam 2024 Result કઈ વેબસાઈટ પર પ્રસિદ્ધ કરાશે.

રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈટ www.sebexam.org  પર GSSYGUJ Exam 2024 Result પ્રસિદ્ધ કરાશે.

Leave a comment