Mukhyamantri Pak Sangrah Yojana: અવાર નવાર માવઠા અને કમોસમી વરસાદથી ખેત પેદાશોના સંગ્રહ માટે ખેડૂત પાસે કોઇ વ્યવસ્થા ના હોવાથી પાકનો બગાડ થાય છે અને નુકસાન વેઠવાનો વારો આવે છે. રાજ્યના ખેડૂતોને ખેત પેદાશોના સંગ્રહની સુવિધા પુરી પાડવા અને પાકને સુરક્ષિત રાખવા માટે Mukhyamantri Pak Sangrah Yojana અમલામાં મુકવામાં આવી છે. કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ગોડાઉન યોજના હેઠળ ખેડૂતને ગોડાઉન બનાવવા માટે ₹ 75,000/- સુધીની સહાય આપવામાં આવે છે. જે માટે ખેડૂતને ઓનલાઈન અરજી કરવાની થાય છે. ઓનલાઈન અરજીના ફોર્મ તા.18/06/2024 થી સાત દિવસ માટે એટલે કે તા. 24/06/2024 સુધી ભરાશે.
મિત્રો, મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન) હેઠળ આ આર્ટિકલમાં સહાય મેળવવા ઓનલાઈન અરજી ક્યાં કરવી?, ગોડાઉન બનાવવા માટે ક્યા ધારા ધોરણો નક્કિ કરેલા છે? બાંધકામ વખતે સહાય ક્યારે મળે? વગેરે જેવી બાબતોની વિગતવાર સમજ મેળવીશું. જે માટે આ આર્ટિકલને અંત સુધી વાંચવા વિનંતી છે. કંઈક નવું જાણવા મળશે.
Bullet Point of Mukhyamantri Pak Sangrah Yojana 2024
યોજનાનું નામ | ગોડાઉન બનાવવા સહાય યોજના 2024 |
સંબંધિત સરકારી વિભાગ | કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ |
યોજનાનો હેતું | ખેડૂતોને ગોડાઉન બનાવવા માટે ₹ 75,000/- ની સહાય |
લાભાર્થીની પાત્રતા. | પોતાની જમીન ધરાવતા ખેડૂત. |
ઓનલાઈન અરજી ક્યાં કરવી? | iKhedut Portal |
અરજી કરવાનો સમયગાળો | તા.18/06/2024 થી તા. 24/06/2024 સુધી |
ઓનલાઈન અરજી માટેની વેબસાઈટ | ikhedut.gujarat.gov.in |
Mukhyamantri Pak Sangrah Yojana શું છે?
અવાર નવાર કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ, વાવાઝોડાથી ખેડૂતોના પાકના રક્ષણ માટે માન. મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આ યોજના અમલમાં મુકવામાં આવેલ હતી. જેનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતને પોતાના તૈયાર પાકની જાળવણી માટેનો છે. Mukhyamantri Pak Sangrah Yojana હેઠળ ખડૂતોને પોતાના તૈયાર થયેલા પાકના સંગ્રહ માટે ગોડાઉન બનાવવા માટે ₹ 75,000/- સુધીની સહાય આપવાનો મુખ્ય ઉદ્દેશ છે. જેના કારણે ખેડૂતના આર્થિક ફાયદો થવાથી ખેત ઉત્યાદન વધુ નફાકારક બનશે.
પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન) સહાય યોજનાનો હેતુ.
ગોડાઉન સહાય માટે ખેડૂતને સહાય આપવા નીચે મુજબના હેતું છે.
- રાજ્યના દરેક ખેડૂત મિત્રોને પાક સંગ્રહ માટે પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન) બનાવવા માટે સહાય કરવાનો હેતું છે.
- જેથી ખેડૂત પોતાના તૈયાર પાકનું વાતાવરણની અસરથી રક્ષણ કરી શકે અને બજારમાં સારા ભાવ રહે તે આ યોજનાનો ઉદ્દેશ છે.
- જેથી ખેડૂતને પોતાના ખેતર પર ગોડાઉન બનાવવા માટે કુલ ખર્ચના 50% અથવા ₹ 75,000/- બંનેમાંથી જે ઓછુ હોય તે એક જ હપ્તામાં સહાય ચુકવાશે.
મિત્રો, સરકાર દ્વારા Mukhyamantri Pak Sangrah Yojana હેઠળ ગોડાઉન બનાવવા માટે કેટલાક નિમયો બનાવ્યા છે. જેની વિગતે માહિતી નીચે મુજબ છે. ખેડૂતો દ્વારા તે મુજબનું ગોડાઉન બનાવવાનું રહેશે.
- આ યોજના હેઠળ ખેડૂતે પોતાની જમીનમાં ઓછામાં ઓછુ 330 ચોરસ ફુટ વિસ્તારનું ગોડાઉન બનાવવાનું રહેશે.તેનાથી વધુ જગ્યાવાળું ગોડાઉન ખેડૂત પોતાની અનુકૂળતાએ બાંધી શકશે.
- પ્લીન્થ થી ફાઉન્ડેશન સુધીની ફરતી દિવાલોમાં ચણતર કામ તથા છત પર પાકું પીસીસીનું કામ કરાવાનું રહેશે.
- પાયો જમીનથી 2 ફુટથી વધુ ઊડાઈનો તથા જમીનથી વધુમાં વધુ જમીનથી 2 ફુટની ઉંચાઈએ પ્લીન્થ બનાવવાનો રહેશે.
- ગોડાઉનની છતની મધ્ય (મોભ)ની ઉંચાઈ પ્લીન્થ લેવલથી 12 જેટલી હોવી જોઈએ
- કુલ 300 ચોરસ ફુટ કરતા ઓછુ બાંધકામ સહાયને પાત્ર નથી.
- ગોડાઉનની છત ગેલ્વેનાઈઝ શીટ/સિમેન્ટના પતરા કે નળીયાની બનાવી શકાય. RCC ની છત લાભાર્થી પોતાની અનુકુળતાએ સ્વખર્ચે બનાવી શકે છે.
- ગોડાઉનમાં ઓછામાં ઓછો એક દરવાજો અને એક બારી રાખવાની રહેશે.
Godauna Yojana 2024 માટે લાભાર્થીની પાત્રતા.
- 8 અ ખાતા દીઠ આજીવન એક જ વાર સહાય મળવાપાત્ર થશે.
- રાજ્યના તમામ જમીન ધારક ખેડૂતોને આ યોજનાનો લાભ મળી શકશે.
- 8 અ ખાતામાં સમાવેશ થતા ખાતેદારોમાંથી એક જ ખાતેદારને Godauna Yojana 2024 હેઠળ લાભ મળવાપાત્ર થશે.
Mukhyamantri Pak Sangrah Yojana મળનાર સબસિડી.
પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન) યોજના 100% રાજ્ય સરકાર દ્વારા પુરસ્કૃત યોજના છે. જેમાં નીચે મુજબની સહાય/સબસીડી મેળશે.
- ખેડૂતે ઉપર જણાવેલ સ્પેશિફિકેશન મુજબ ગોડાઉન બનાવ્યા બાદ કુલ ખર્ચના 50% અથવા ₹ 75,000/- બંનેમાંથી જે ઓછુ હોય તે એક જ હપ્તામાં સહાય ચુકવાશે.
- ગાડાઉનનું બાંધકામ પુર્ણ થયેથી નિયત સમયમાં દાવા અરજી મળ્યેથી જરૂરી ચકાસણી કર્યા બાદ સબસીડી ચુકવાશે
- જો ખેડૂત ખર્ચની વિગતોનું બીલ ના રજુ કરી શકે તો ખેડૂત પાસેથી ખર્ચની વિગતોવાળુ ‘‘સ્વ ઘોષણાપત્ર’’ માન્ય રખાશે.
ગોડાઉન યોજના અન્વયે નક્કી થયેલ સહાયનું ધોરણ.
Mukhyamantri Pak Sangrah Yojana હેઠળ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, દિવ્યાંગ તથા અન્ય તમામ જનરલ જ્ઞાતિના ખેડૂત અરજદારોને ગોડાઉન બનાવવાના કુલ ખર્ચના 50% અથવા ₹ 75,000/- બંનેમાંથી જે ઓછુ હોય તે એક જ હપ્તામાં સહાય મળશે.
પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન)2024 યોજનામાં ડોક્યુમેન્ટ.
Mukhyamantri Pak Sangrah Yojana માં ગોડાઉન બનવવા માટે ખેડૂતોઓ iKhedut Portal ઓનલાઈન અરજી કરવાની રહે છે. તે માટે નીચે મુજબના નિયત થયેલ ડોક્યુમેન્ટની જરૂર પડશે.
- આધાર કાર્ડની નકલ.
- જો ખડૂત સંયુક્ત ખાતેદાર હોય તો બાહેધરી પત્ર.
- અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
- બેંક પાસબુકના પ્રથમપાનાની નકલ.
- રેશનકાર્ડ
- ગોડાઉન બાંધકામ સંબંધિત આધાર પુરાવા
- 8 અ ખાતાની નકલ.
- દિવ્યાંગ ખેડૂત હોય તો (સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટનું પ્રમાણપત્ર)
વધુ જાણો:-
ખેડૂત મોબાઈલ સહાય યોજના 2024 ના ફોર્મ ભરવાના શરુ
Mukhyamantri Pak Sangrah Yojana Online Application
ગોડાઉન યોજના હેઠળ સહાય મેળવવા માટે ખેડૂતે iKhedut Portal પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. મિત્રો તા. 18/06/2024 થી ઓનલાઈન અરજી કરવાનું શરૂ થઈ ગયુ છે. ખેડૂત ભાઈઓ ગામના ઈ-ગ્રામ સેન્ટર ખાતે VCE દ્વારા ઓનલાઈન અરજી કરી શકાશે. અથવા આ અર્ટિકલમાં દર્શાવેલ Step By Step ની માહિતી અરજદાર જાતે અરજી કરી શકશે.
- અરજદારે સૌ પ્રથમ ગુગલ પર iKhedut Portal સર્ચ કરવાનું રહેશે. જેમાં નીચે દર્શાવેલ ઈમેજ મુજબ પેજ ઓપન થશે. જેમાં ‘‘યોજનાઓ’’ લખેલ બટન પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યાર બાદ આગળના સ્ટેપમાં ‘‘ખેતીવાડી વિષયક યોજનાઓ’’ પસંદ કરવાની રહેશે.
- ખેતીવાડી વિષયક યોજના પસંદ કર્યા બાદ તેમાંથી ‘‘ પાક સંગ્રહ સ્ટ્રકચર (ગોડાઉન) યોજના’’ પર ક્લિક કરવાનું રહેશે. અને આગળના સ્ટેપમાં દર્શાવેલ સુચનાઓ વાંચીને ‘‘અરજી કરો’’ પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યાર બાદ ‘‘ પર રજીસ્ટર્ડ છો? પુછશે. જો આપે અગાઉ રજીસ્ટ્રેશન કરાવેલ હોય તો હા પસંદ કરવું નહીતર ના પસંદ કરવું.
નોંધ- આ યોજનામાં રજીસ્ટ્રેશન ના કરાવેલ હોય તો પણ ઓનલાઈન અરજી કરી શકાશે છે. ત્યાર બાદ નવી અરજી કરો. બટન પર ક્લિક કરવાનું રહેશે.
- ઓનલાઈન ઓપન થયેલ અરજીપત્રકમાં અરજદારની વિગતો ભરવાની રહેશે. અને Save & Next પર ક્લિક કરી આગળ વધવાનું રહેશે.
- ત્યાર બાદ આગળના સ્ટેપમાં અરજદારની ઓનલાઈન ભરેલ સંપુર્ણ વિગતોની ચકાસણી કરીને આગળ Save & Next પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યાર બાદ ડોક્યુમેન્ટની વિગતો જણાવી, અરજી Confirm કરવાની રહેશે. અરજી Confirm કર્યા બાદ આપને અરજી નંબર મળશે. જે સાચવીને રાખવાનો રહેશે.
- અરજનંબર મળ્યા બાદ અરજદારે અરજીની ઓનલાઈન પ્રિન્ટ કાઢી લેવાની રહેશે.
Mukhyamantri Pak Sangrah Yojana Status Check.
ખેડૂતે અરજી કર્યા બાદ કરેલ અરજીનું ઓનલાઈન સ્ટેટ્સની ચકાસણી કરી શકે છે. જેમાં નીચે ઈમેજમાં દર્શાવ્યા મુજબ યોજનાની પસંંદગી કરીને અરજી નંબર નાંખવાથી ઓનલાઈન અરજીનું સ્ટેટ્સ જાણી શકાશે.
ઓનલાઈન અરજીનું સ્ટે્ટસ જાણવા અહીં ક્લિક કરો.
ઓનલાઈન અરજી ક્યા બાદની પ્રોસેસ
ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની ચકાસણી કરીને નિયમો મુજબ અરજી મંજૂર કરવામાં આવે છે. અને તેની જાણ લાભાર્થીને કરવામાં આવેે છે. આવી મંજૂરી મળ્યા બાદ જ ગોડાઉન માટેના બાંધકામની પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે. ખેતીવાડી વિભાગ દ્વાર નક્કી થયેલા ધોરણો મુજબ બાંધકામ પુર્ણ થયેથી, જરૂરી ડોક્યુમેન્ટ સાથે જિલ્લાના ખેતીવાડી અધિકારીશ્રીની કચેરી ખાતે સબસિડી સહાય માટે ઓનલાઈન અરજી સહિતના તમામ ડોક્યુમેન્ટ જમા કરાવ્યેથી ખેડૂૂતના ખાતામાં સબસિડીની રકમ જમા કરવામાં આવે છે.
જાણવા જેવું:-
પીએમ કિસાન યોજનાનો હપ્તો જમા નથી થયો તો e-KYC અહિંથી કરો
તબેલો બનાવવા માટે પશુપાલન સહાય યોજના.
Important Links of Mukhyamantri Pak Sangrah Yojana 2024
ઓનલાઈન અરજી માટે . | |
અરજીનું સ્ટેટ્સ જાણવા માટે. | |
8 અ ખાતાની નકલ મેળવવા માટે. | |
HOME PAGE |
Conclusion
મિત્રો, ગોડાઉન સહાય યોજના માટે તા.18/06/2024 થી વહેલા તે પહેલાના ધોરણે ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે. સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન) યોજના હેઠળ આ આર્ટિકલમાં સરકારશ્રી દ્વારા નક્કિ થયેલા ધારા ધોરણો મુજબનું ગોડાઉન બનાવવા માટે કુલ ખર્ચના 50% અથવા ₹ 75,000/- બંનેમાંથી જે ઓછુ હોય તે સહાય ચુકવવામાં આવે છે. Mukhyamantri Pak Sangrah Yojana વહેલા તે પહેલા ધોરણે ફોર્મ ભરાય છે. જેથી આપનેે વહેલી તકે ફોર્મ ભરી દેવા સુચન છે. આ યોજના હેઠળ આપને કોઈ સમસ્યા હોય તો આપના જિલ્લાના ખેતીવાડી અધિકારીશ્રીની કચેરી ખાતે સંપર્ક કરવાનો રહેશે.
FAQ
ગોડાઉન બનાવવા માટે કુલ ખર્ચના 50% અથવા ₹ 75,000/- બંનેમાંથી જે ઓછુ હોય તેટલી સહાય ચુકવાય છે.
(2) મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજનામાં ફોર્મ ભરવાનો સમયગાળો કયો છે.
ગોડાઉન બનાવવા માટે ખેડૂતેે તા.18/06/2024 થી તા. 24/06/2024 સુધી આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
આ યોજનાનો લાભ 8 અ ખાતા દીઠ આજીવન એક જ વાર મળવાપાત્ર રહેશે.
(4) પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન) યોજના હેઠળ સહાય મેળવવા ક્યાં અરજી કરવાની રહે છે?
iKhedut Portal પર ઓનલાઈન અરજી કરવાની રહે છે. ત્યાર બાદ સરકાર દ્વાર યોગ્ય ચકાસણી થયા બાદ સહાય ચુકવાય છે.