દિકરી જન્મ વધામણા માટે મળશે ₹ 25,000/- ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના 2024 | Bhagyalakshmi Bond Yojana Gujarat

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Bhagyalakshmi Bond Yojana Gujarat : મિત્રો દીકરી વધાવો દીકરી ભણાવો ના ઉદ્દેશ સાથે સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા તથા દીકરીઓને સમાજમાં સન્માન અને ઉચિત સ્થાન અપાવવા માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓનો અમલ કરી રહી છે. તેવી જ એક યોજના ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના દીકરીઓને સન્માન અપાવે છે. આ યોજનામાં દીકરીને નામે ₹ 25,000/- ના બોંડ આપવામાં આવે છે. જે દીકરીની 18 વર્ષની ઉંમરે આ રકમ પરત મળે છે. જેમાં દીકરીને ઉચ્ચ શિક્ષણ માટે આર્થિક મદદ મળે છે.  મિત્રો, આજના આર્ટિકલમાં Bhagyalakshmi Bond Yojana Gujarat  નો લાભ લેવા અરજી કયાં કરવી? લાભાર્થીની પાત્રતા શું છે? વગેરે બાબતે વિગતે માહિતી મેળવીશું,તો ચાલો કંઈક નવું જાણીએ.

Bhagyalakshmi Bond Yojana Gujarat

Contents hide

Bullet Point of Bhagya lakshmi Bond Yojana Gujarat 2024

યોજનાનું નામ ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના 2024
સંબંધિત સરકારી વિભાગ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા.
લાભાર્થી જુથ શ્રમયોગી, કામદાર, બાંધકામ શ્રમિકની દીકરીઓને નામે બોંડ મળશે.
બોંડની રકમ ₹ 25,000/-
ઓફિસિયલ વેબસાઈટ www.sanman.gujarat.gov.in

મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજનાનો હેતું.

મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના “દીકરી વધાવો દીકરી ભણાવો” ના ઉદ્દેશ સાથે અમલમાં મુકવામાં આવી છે.જેમાં શ્રમયોગી પરિવારમાં દીકરી જન્મના વધામણા માટે દીકરીને નામે ₹ 25,000/- ના બોંડ આપવામાં આવે છે.  Bhagyalakshmi Bond Yojana Gujarat ના મુખ્ય ઉદ્દેશ નીચે મુજબના છે.

  • સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા.
  • સ્ત્રી સશક્તિકરણ માટેના હેતુથી અમલમાં મુકવામાં આવેલ છે.
  • બાંધકામ શ્રમિકોની દીકરીને શિક્ષણ તથા લગ્ન માટે આર્થિક સહાય.

ભાગ્યલક્ષ્મી બોંડ યોજનાના લાભાર્થીની પાત્રતા.

Bhagya lakshmi Bond Yojana 2024 યોજનાના લાભાર્થીની પાત્રતા નીચેે મુજબની નિયત કરવામાં આવી છે.

  • ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલા બાંધકામ શ્રમિકોની એક પુત્રી માટે આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
  • મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના હેઠળ  સહાય મેળવવા માટે પ્રસુતિ થયાના 12 (બાર) માસની સમયમર્યાદામાં ઓનલાઈન/ઓફલાઈન બોર્ડની કચેરીમાં અરજી કરવાની રહેશે.
  • Bhagyalakshmi Bond Yojana Gujarat માં લાભાર્થી દીકરીના વારસદાર તરીકે દીકરીના માતા-પિતા ગણાશે. જો લાભાર્થી દીકરીની પિતા  હયાત ન હોય તો તેવા કિસ્સામાં લાભાર્થીના માતા વારસદાર તરીકે ગણવામાં આવશે.

Bhagyalakshmi Bond Yojana Gujarat હેઠળ મળવાપાત્ર સહાય | Bhagya lakshmi Bond Amount

બાંધકામ વ્યવસાયમાં જોડાયેલ તથા ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ બાંધકામ શ્રમીકની એક દીકરીના નામે પહેલા ₹ 10,000/- ની રકમના બોન્ડ 18 વર્ષની મુદ્દત માટે આપવામાં આવતા હતા. જે રકમ દીકરી દ્વારા 18 વર્ષની વય પૂરી થતા ઉપાડી શકાય છે, હાલમાં આ સહાયની રકમમાં ₹ 15,000/- નો વધારો કરીને હવે ₹ 25,000/- ના  મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ આપવામાં આવશે. જે રકમ દીકરી દ્વારા 18 વર્ષની વય પૂરી થતા ઉપાડી શકાશે.

Bhagyalakshmi Bond Yojana Gujarat Documents

નોંધઃ નોંધાયેલા બાંધકામ શ્રમિકને સહાય મેળવવા માટે બાંધકામ શ્રમિકનું ઓળખકાર્ડ/સ્માર્ટ કાર્ડ રજુ કરવાનું રહેશે તથા ઓળખકાર્ડ/સ્માર્ટ કાર્ડ સમયસર રિન્યુઅલ કરાવેલ હોવું જોઈએ.

મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ સહાય યોજના અરજી ક્યાં કરવી?

ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા અમલમાં મુકાયેલ Bhagyalakshmi Bond Yojana Gujarat  હેઠળ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે અરજી કરી શકાય છે. ઓફલાઈન અરજી માટે જિલ્લાની શ્રમયોગી કલ્યાણ બોર્ડની કચેરી ખાતે સંપર્ક કરવાનો રહેશે.

વધુ જાણો:- 

વહાલી દીકરી યોજના 2024 દીકરીને મળશે ₹ 1,10,000/-

નમો લક્ષ્મી યોજના 2024 દીકરીને અભ્યાસ માટે મળશે ₹ 50,000/-

ભાગ્યલક્ષ્મી બોંડ સહાય યોજના હેઠળ ઓનલાઈન અરજી.

મિત્રો, શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હસ્તક ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ શ્રમયોગી દ્વારા ઓનલાઈન અરજી કરવા માટેની સુવિધા આપવામાં આવી છે. અરજદારે Sanman Portal Gujarat  પર ઓનલાઈન અરજી કરવાની રહે છે. જેના સ્ટેપ બાય સ્ટેપ માહિતી નીચે મુજબ છે.

Step-1 Bhagyalakshmi Bond Yojana Gujarat Login

  • અરજદારે સૌ પ્રથમ ગુગલ સર્ચમાં sanman.gujarat.gov.in ટાઈપ કરવાનું રહેશે.
  • જેથી Sanman Portal Gujarat ની ઓફિસિલય વેબસાઈટ ખુલશે.
  • સન્માન પોર્ટલમાં નવા અરજદારે સૌ પ્રથમ રજીસ્ટ્રેશની પ્રોસેસ કરવાની રહેશે. જેમાં મોબાઈલમાં યુઝર આઈ.ડી અને પાસવર્ડ SMS દ્વારા મોકલવામાં આવશે.
  • રજીસ્ટ્રેશનની પ્રોસેસ થયા બાદ અરજદારે ઓનલાઈન નીચે ઈમેજમાં દર્શાવ્યા મુજબ લોગીન કરવાનું રહેશે.
Bhagyalakshmi Bond Yojana Gujarat
Image Credit Government Official Website (https://sanman.gujarat.gov.in)
  • ઓનલાઈન લોગીન થયા બાદ અરજદારને ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા અમલમાં મુકવામાં આવેલ યોજનાઓનું લીસ્ટ બતાવશે.
  • જેમાંથી મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ સહાય યોજના પસંદ કરવાની રહેશે.
Bhagyalakshmi Bond Yojana Gujarat login
Image Credit Government Official Website (https://sanman.gujarat.gov.in)

Step-2 Personal Details

  • જેથી નવા પેજમાં ઓનલાઈન ફોર્મ ખુલશે. જેમાં અરજદારની Personal Details ભરવાની રહેશે. શ્રમિક ઓળખ કાર્ડની વિગતો, અરજદારનું નામ, સરનામું તથા અન્ય વિગતો ભરીને Save બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યાર બાદ આગળના પેજમાં યોજનાની વિગતો ચોકસાઈથી ભરવાની રહેશે.

Step- 3 Document Upload

  • પછીના પેજમાં અરજદારના જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
  • ડોક્યુમેન્ટ અપલોડ બાદ આગળના પેજમાં અરજદારે નિયમો/ શરતો વાંચીને મંજૂરી આપવાની રહેશે. અને આગળ Save બટન પર ક્લિક કરીને અરજી સબમીટ કરવાની રહેશે.

Step-4 Print Application

  • અરજી ફાઈનલ સબમીટ કર્યા બાદ આપને અરજી નંબર મળશે. જે આગળની પ્રોસેસ માટે નોંધી રાખવાનો રહેશે.
  • આપને મળેલ અરજી નંબરથી અરજીની ઓનલાઈન પ્રિન્ટ કાઢી શકશો તથા અરજીની સ્થિતિ ચકાસણી પણ કરી શકશો.

Bhagyalakshmi Bond  Yojana Status

લાભાર્થીએએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીની સ્થિતિ ઓનલાઈન જ ચેક કરી શકશે. જે માટે સન્માન પોર્ટલ પરથી હોમ મેનું પર આવેલા Application Status પરના બટન પર ક્લિક કરવાથી અરજીનું સ્ટેટસ ચેક કરી શકાશે. જેમાં લાભાર્થીની અરજી નંબર તથા  જન્મ તારીખ નાંખવાથી ઓનલાઈન અરજીની સ્થિતી જાણી શકાશે.

ભાગ્યલક્ષ્મી બોંડ સહાય યોજના હેઠળ ઓફલાઈન અરજી.

  • શ્રમયોગીના ઘરે દીકરી જન્મના એક વર્ષમાં ઓફલાઈન અરજી કરવાની રહેશે.
  • જેમાં અરજી પત્રક સાથે ઉપર દર્શાવેલ ડોયક્યુમેન્ટ જોડીને જિલ્લાની શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગની કચેરી ખાતે મોકલી આપવાની રહેશે.
  • મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજનાની પાત્રતા ધરાવતા અરજદારની અરજી જે-તે જીલ્લા કચેરી ખાતે પ્રોજેકટ મેનેજરશ્રી દ્વારા ચકાસણી થશે.
  • ચકાસણી કર્યા બાદ અરજી મંજુર કે નામંજુરના સ્પષ્ટ અભિપ્રાય સાથે અરજી વડી કચેરી ખાતે મોકલી આપવામાં આવશે.
  • જીલ્લા કચેરી દ્વારા મંજુરી અર્થે મોકલી આપવામાં આવેલ  મંજૂરી બાદ હિસાબી શાખા દ્વારા અરજદારને બેન્કમાંથી ફિક્સ ડીપોઝીટ સ્વરૂપે બોન્ડ મેળવીને આપવામાં આવશે.

જાણવા જેવુઃ-

ઈ શ્રમ કાર્ડના ફાયદા.

શ્રમયોગી લેપટોપ સહાય યોજના 

Important Link of Bhagyalakshmi Bond Yojana Gujarat 2024

ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ ની વેબસાઈટ

Click Here

ઓનલાઈન અરજી કરવા માટે

Click Here

અરજીપત્રક PDF માં ડાઉનલોડ કરવા

Click Here

સોગંધનામું PDF માં ડાઉનલોડ કરવા

Click Here

Home Page

Click Here

Conclusion

દીકરીમાં ભ્રણ હત્યા અટકાવવા, દીકરીના લગ્ન તથા ઉચ્ચ અભ્યાસના ખર્ચને પહોંચી વળવાના ઉમદા ઉદ્દેશથી મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ સહાય યોજના અમલમાં મુકવામાં આવી છે. જેમાં દીકરીને નામે ₹ 25,000/- ના બોંડ આપવામાં આવે છે. મિત્રો આ આર્ટિકલમાં Bhagyalakshmi Bond Yojana Gujarat હેઠળ લાભાર્થીને ઓનલાઈન કરવી કેવી રીતે કરવી તથા Bhagyalakshmi Bond Yojana Details ની વિગતે માહિતી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ યોજનાના ઓનલાઈન ફોર્મમાં કોઈ સમસ્યા હોય તો આપને જિલ્લાની શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગની કચેરી ખાતે સંપર્ક કરવા સુચન છે.

FAQ

(1) ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજનાનો લાભ કોને મળશે?

શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલા બાંધકામ શ્રમિકની પત્ની તથા નોંધાયેલ મહિલા બાંધકામ શ્રમિકને Bhagyalakshmi Bond Yojana Gujarat યોજનાનો લાભ મળશે.

(2) બોંડની રકમ ક્યારે મળવાપાત્ર થશે?

જ્યારે દીકરીની ઉંમર 18 વર્ષની થશે ત્યારે બોંડની રકમ મળવાપાત્ર થશે.

(3) ભાગ્યલક્ષ્મી બોંડ યોજના માટે જિલ્લા કક્ષાએ કઈ કચેરીનો સંપર્ક કરવો?

આ યોજના માટે જિલ્લા શ્રમયોગી કલ્યાણ બોર્ડની કચેરી ખાતે સંપર્ક કરી શકાશે.

(4) Bhagyalakshmi Bond Yojana Amount 2024 કેટલા રકમના બોંડ મળવાપાત્ર થશે.

ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના હેઠળ દીકરીને નામે ₹ 25,000/- ના બોંડ આપવામાં આવશે.

(5) મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ સહાય યોજના હેઠળ ઓનલાઈન અરજી ક્યાં કરવાની રહેશે?

ભાગ્ય લક્ષ્મી બોન્ડ યોજના હેઠળ ઓનલાઈન અરજી Gujarat Sanman Portal  પર કરવાની રહેશે.

2 thoughts on “દિકરી જન્મ વધામણા માટે મળશે ₹ 25,000/- ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના 2024 | Bhagyalakshmi Bond Yojana Gujarat”

Leave a comment