E Nirman Portal | E Nirman Portal Registration | E Nirman Portal Gujarat Login | E Nirman Portal State | E Nirman Portal Login | E Nirman Portal Gujarat Csc Login | E Nirman Portal Status Check | E Nirman Card Yojana Gujarat | ઈ નિર્માણ પોર્ટલના ફાયદા | E nirman bocw gujarat gov in
E Nirman Portal Gujarat : મિત્રો, બાંધકામ ક્ષેત્રે સંકળાયેલ શ્રમયોગીઓ અને અન્ય અસંગઠિત ક્ષેત્રના કામદારોને પોતાની નોંધણી કેવી રીતે કરાવવી? જેની પ્રોસેસથી ઘણા લોકો અજાણ હોય છે. પરિણામે સરકાર દ્વારા ખાસ કામદારો અને શ્રમિકો માટે અમલમાં મુકવામાં આવેલ યોજનાઓ લામ મેળવી શકતા નથી. તમામ કામદારોની નોંધણી ઓનલાઈન એક જ જગ્યાએ થાય અને તેઓને કલ્યાકારી યોજનાઓનો લાભ મળે તે માટે સરકાર દ્વારા ઈ નિર્માણ પોર્ટલ બનાવવામાં આવ્યુ છે. આજના E Nirman Portal Gujarat આર્ટિકલમાં ઈ નિર્માણ પોર્ટલમાં નોંધણી કેવી રીતે કરવી? પોર્ટલના લાભ અને યોજનાઓ વિશે સંપુર્ણ માહિતી મેળવીશું. તો ચાલો કંઈક નવું જાણીએ.
Bullet Point of E Nirman Portal Gujarat
આર્ટિકલનું નામ | E Nirman Portal Gujarat |
સંબંધિત સરકારી વિભાગ | શ્રમ કૌશલ્ય અને રોજગાર વિભાગ |
ઈ નિર્માણ પોર્ટલનો હેતું | કોઈપણ કામદારની ઓનલાઈન નોંધણી કરી યોજનાઓના લાભ આપવા. |
ઈ નિર્માણ પોર્ટલના લાભ | શ્રમ યોગી બાંધકામ બોર્ડ દ્વારા સંચાલિત તમામ યોજનાઓનો લાભ. |
લાભ કોને મળશે | ગુજરાતના કોઈપણ કામદારને. |
ઓફિસિયલ વેબસાઈટ | https://enirmanbocw.gujarat.gov.in/ |
હેલ્પલાઈન નંબર | 157372 |
E Nirman Portal Gujarat
ગુજરાતના કામદાર શ્રમિકોને તમામ યોજનાઓનો લાભ મળી રહે તથા કામદારો પોતાની નોંધણી કરી શકે તે માટે ઈ નિર્માણ પોર્ટલ બનાવવામાં આવ્યુ છે. જેમાં બાંધકામ સાથે સંકળાયેલ લોકોનો ડેટા એકત્રીત કરીને શ્રમયોગીને લગતી કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકવામાં અગત્યનું માધ્યમ બને છે. કામદારોની નોંધણી કરીને તેઓને ફોટાવાળા ઓળખપત્ર તરીકે E Nirman Card આપવામાં આવે છે. જેના ઉપયોગથી કામદારોને શ્રમયોગી કલ્યાણ બોર્ડની બધી યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે છે.
E Nirman Portal Benifits | ઈ નિર્માણ પોર્ટલના લાભ.
ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા કામદારોની ઈ નિર્માણ પોર્ટલ પર નોંધણી કરીને શ્રમયોગી બોર્ડની તમામ યોજનાઓનો લાભ આપવામાં આવે છે. જેનાથી શ્રમયોગી લાભાર્થી ઘણી સરળતાથી ઓનલાઈન અરજી કરી શકે છે. શ્રમયોગી કલ્યણ બોર્ડમાં નોંધાયેલ કામદારોને નીચે મુજબની યોજનાઓનો લાભ આપવામાં આવે છે.
આ યોજના હેઠળ કડીયા નાકે ફક્ત ₹ 05 માં બપોરે એક ટાઈમનું પોષ્ટિક ભોજન આપવામાં આવે છે.
નાનાજી દેસમુખ આવાસ યોજનાઃ-
નાનાજી દેશમુખ આવાસ યોજના હેઠળ કામદારોને ₹ 1,60,000/- ની પોતાનું મકાન બનાવવા માટે સહાય કરવામાં આવે છે.
કામદારની પત્નિ અથવા બાંધકામ શ્રમિક તરીકે નોંધણી થયેલ સ્ત્રીને બે પ્રસુતિ માટે ₹ 37,000/- ની સહાય આપવામાં આવે છે.
આ યોજના હેઠળ કામદારના સંતાનને ઉચ્ચ અભ્યાસ માટે ઉપયોગી લેપટોપ ખરીદવા માટે ₹ 25,000/- ની સહાય આપવામાં આવે છે.
મફત આરોગ્ય તપાસ
શ્રમિકોને ધનવંતરી આરોગ્ય રથ દ્વારા કડીયા નાકે અથવા નિશ્ચિત સ્થળ અને દિવસે મફત અરોગ્ય તપાસ કરી દવા આપવામાં આવે છે.
વ્યવસાયિક રોગોમાં સરવાર સહાય
કામદારને પોતાના વ્યવસાય સાથે લાંબા સમયથી કામ કરવાનું હોય છે જેના પરિણામે કોઈ વ્યવસાયિક રોગની સારવાર માટે ₹ 3,00,000/- સુધીની મદદ કરવામાં આવે છે.
આ યોજના હેઠળ કામદારના દીકરાને સરકારી નોકરી માટે UPSC, GPSC, ગૌણ સેવા પસંદગી મંડળ, બેંક તથા પોલીસ ભરતી બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષાઓની તૈયારી માટે ₹ 20,000/- સુધીની સહાય મળવાપાત્ર થાય છે.
શ્રમયોગી અકસ્માત મૃત્યુ સહાય યોજના
કામદારને પોતાના કામના સ્થળે દુર્ધટનાથી થયેલ અકસ્માતે અવસાનના કિસ્સામાં વારસદારને ₹ 3,00,000/-ની સહાય આપવમાં આવે છે.
મર્ણોતર અંત્યેષ્ઠિ સહાય યોજના
કામદારના અવસાન થયેથી ₹ 7000/-ની અંન્ચેષ્ઠિ ક્રિયામાં વાસરદારને સહાય આપવામાં આવે છે.
ઈલેક્ટ્રિક ટુ વ્હીલર ખરીદવા માટે સહાય.
Go Green Gujarat Yojana હેઠળ નોંધણી થયેલ કામદારને ઈલેક્ટિક ટુ વ્હીલર ખરીદવા માટે ₹ 30,000/- ની સબસીડી આપવામાં આવે છે.
શિક્ષણ સહાય યોજના
કામદારના સંતાનોને ભણતરમાં આર્થિક મદદરૂપ બનવા માટે ₹ 500 થી ₹ 40,000/- સુધીની શિક્ષણ સહાય આપવામાં આવે છે. આ સહાય બે બાળકોની મર્યાદામાં અપાશે.
દીકરીના જન્મ પ્રસંગે, દીકરી જન્મ વધામણા માટે મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોંડ યોજના હેઠળ ₹ 25,000/- ના બોંડ આપવામાં આવે છે.
E Nirman Portal Gujarat માં રજીસ્ટ્રર થયેલ કામદારને શ્રમયોગી માનધન યોજના હેઠળ 60 વર્ષની ઉંમર પછી આજીવન ₹ 3,000/- સુધીનું પેન્શન આપવામાં આવે છે.
આમ ઈ નિર્માણ પોર્ટલમાં નોંધણી થયેથી કામદારને ઉપર મુજબની તમામ યોજનાઓના લાભ આપવામાં આવે છે.
ઈ નિર્માણ પોર્ટલનો લાભ કોને મળશે.
નીચે મુજબના નાગરીકોને ઈ-નિર્માણ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરીને વિવિધ યોજનાઓનો લાભ મેળવી શકશે.
- E Nirman Portal Gujarat માં કોઈપણ કુશળ અર્ધ કુશળ કે અકુશળ કામદાર સ્ત્રી કે પુરૂષ પોતાની નોંધણી કરાવી શકે છે.
- જેની ઉંમર 18 વર્ષથી 60 વર્ષ સુધીની છે તે તમામ કામદારો જેવા કે બાંધકામ ક્ષેત્રે સંકળોલ કડીયા, કામદારો, પ્લંબર, પથ્થરકામ કરનાર કારીગર, ચુના કે કલરકામ કરનાર, ટાઈલ્સ લગાડવાનું કામ કરનાર દરેક બાંધકામ કારીગર, ફેબ્રિકેશનનું કામ કરનાર, શાકભાજી વાળા ફેરીયાઓ, ઉદ્યોગ કે કારખાનામાં કામ કરતા કામદારો ઈ નિર્માણ પોર્ટલ પર નોંધણી કરાવી શકે છે.
ENirman Portal Gujarat Registration Documents| ઈ નિર્માણ પોર્ટલમાં રજીસ્ટ્રેશન માટેના ડોક્યુમેન્ટ
કામદારે શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં ઓનલાઈન કે ઓફલાઈન નોંધણી માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે.
- આધારકાર્ડની નકલ.
- આવકનો દાખલો.
- બેંક પાસબુકની નકલ.
- મોબાઈલ નંબર
- અરજદારનો ફોટો.
- 90 દિવસથી વધુ કામ કરેલ નિયત નમૂનાનું પ્રમાણપત્ર.
- રેશન કાર્ડ
- સ્વ ધોષણાપત્ર.
E Nirman Portal Registration | ઈનિર્માણ પોર્ટલમાં રજીસ્ટ્રેશન કેવી રીતે કરવુ?
મિત્રો, ઈ નિર્માણ પોર્ટલ પર નોંધણી કરવાની પ્રક્રિયા ઘણી સરળ છે. અરજદાર ચાર રીતે e Nirman Portal Registration કરાવી શકે છે. આપણે આ ચારેય નોંધણી રીતોની સરળ માહિતી મેળવીશું.
- E Nirman Portal Gujarat પર ઓનલાઈન રજીસ્ટ્રેશન મારફતે
- E Nirman Mobail App દ્વારા રજીસ્ટ્રેશન.
- ગ્રામ કક્ષાએ ગ્રામ પંચાયતના VCE મારફતે રજીસ્ટ્રેશન.
- શહેરી વિસ્તારના અરજદારોએ નજીકના CSC (કોમન સર્વિસ સેન્ટર) મારફતે રજીસ્ટ્રેશન.
E Nirman Portal Gujarat પર ઓનલાઈન રજીસ્ટ્રેશન
અહી નીચે દર્શાવેલ સ્ટેપ બાય સ્ટેપની માહિતી દ્વારા આપ જાતે E Nirman Portal Gujarat મારફતે ઓનલાઇન નોંધણી કરી શકો છો.
- અરજદારે સૌ પ્રથમ E nirman bocw gujarat gov in ટાઈપ કરીને E Nirman Portal ની ઓફિશિયલ વેબસાઈટ પર લોગીન થવાનું રહેશે.
- ત્યાર બાદ નીચે ઈમેજમાં દર્શાવ્યા મુજબનું હોમપેજ ઓપન થશે.
- જો આપ અરજદાર તરીકે આ પોર્ટલ પર પ્રથમ વખત લોગીન કરતા હોવ તો આપને સૌ પ્રથમ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું પડશે.
- જે માટે આપે ‘‘જાતે નોંધણી કરો’’ પર ક્લિક કર્યા બાદ નીચે ઈમેજ મુજબનું ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર્મ ખુલશે.
- જેમાં અરજદારનું નામ, મોબાઈલ નંબર, જન્મ તારીખ અને અધાર કાર્ડ નંબર નાંખીને લોગીન માટેનો પાસવર્ડ બનાવવાનો રહેશે.
- રજીસ્ટ્રેશન થઈ ગયા પછી અરજદારના મોબાઈલ નંબર પર SMS દ્વારા યુઝર આઈ.ડી અને પાસવર્ડ મોકલવામાં આવશે. જેના મારફતે આપ ઓનલાઈન લોગીન કરી શકશો.
- લોગીન કર્યા બાદ નીચે દર્શાવેલ ઈમેજ મુજબનું પેજ ઓપન થશે જેમાં ‘‘બાંધકામ શ્રમયોગી તરીકેનું નોંધણી ફોર્મ’’ લખેલું હશે જેના ક્લિક કરવાનું રહેશે.
- નોંધણી ફોર્મમાં અરજદારની વ્યક્તિગત માહિતી જેવી કે અરજદારનું નામ, સરનામુ, મોબાઈલ નંબર, ફોટો, વગેરે ભરવાના રહેશે.
- ત્યાર બાદ અરજદારના હાલના સરનામા તથા કાયમી સરનામાની વિગતો નાંખીને Save & Next પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યાર બાદ આગળના પેજમાં ભરેલ વિગતો અરજીની વિગતો જોવા મળશે જેમાં વિગતોની ચકાસણી કરીને Save & Next બટન પર ક્લિક કરવાનું રહેશે.
- પછીના સ્ટેપમાં અરજદારે અનુભવની વિગતો દર્શાવવાની હોય છે. જેમાં અરજદારે નોંધણી માટે 90 દિવસનો કામનો અનુભવ હોવો જરૂરી છે.
- આ સ્ટેપમાં અરજદારે કરેલ કામની વિગતો, કામ શરૂ કર્યા વિગતો, કેટલા દિવસ કરેલ કામ અને કામના પ્રકારની વિગતો નાંખીને Save & Next પર ક્લિક કરીને આગળ વધવાનું રહેશે.
- ત્યાર બાદ અરજદારે સંબંધિત ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
- જેમાં અરજદારે આધાર કાર્ડની નકલ, બેંક પાસબુકની નકલ, રેશન કાર્ડ તથા 90 દિવસ શ્રમયોગી તરીકે બાંધકામ ક્ષેત્રમાં કામ કર્યા બાબતનું સ્વયં પ્રમાણિત પ્રમાણપત્ર જેવા ડોક્યુમેન્ટ pdf માં અપલોડ કરવાના રહેશે.
- ડોક્યુમેન્ટ અપલોડ બાદ અરજદારે રજીસ્ટ્રેશન માટેના નિયમો અને શરતો વાંચીને, બોક્સમાં ટીક કરીને સહમતી આપવાની રહેશે. ત્યાર બાદ આગળ Save & Next આપવાનું રહેશે.
- આગળ આપની અરજી સબમીટ કરવાની રહેશે. જેથી આપને એક રજીસ્ટ્રેશન નંબર આપવામાં આવશે. જે સુરક્ષિત નોંધી લેવાનો રહેશે.
આટલું કર્યા બાદ આપની ઓનલાઈનની રજીસ્ટ્રેશનની પ્રોસેસ પુરી થઈ જાય છે.
જાણવા જેવુંઃ-
ઈ-શ્રમ કાર્ડ કેેવી રીતે કઢાવવું.
E Nirman Mobail App દ્વારા નોંધણીની પ્રકિયા.
- અરજદારે પોતાના મોબાઈલ દ્વારા ગુગલ પ્લેસ્ટોપ પરથી નીચે ઈમેજમાં દર્શાવ્યા મુજબની E Nirman Mobail App ડાઉનલોડ કરવાની રહેશે.
- જેમાં અહીં દર્શાવેલ ઈમેજ મુજબના સ્ટેપને અનુસરીને આપ સરળતાથી કામદાર તરીકેની નોંધણી કરી શકો છો.
- મોબાઈલ એપ મારફતે રજીસ્ટ્રેશન કર્યા બાદ અરજદારે અરજી નંબર સાથે તમામ ડોક્યુમેન્ટ વેરીફીકેશન માટે નજીકના CSC કોમન સર્વિસ સેન્ટર ખાતે જવાનું રહેશે.
- જ્યા અપલોડ કરેલ તમામ ડોક્યુમેન્ટનું વેરીફીકેશન થશે. ત્યાથી આપની અરજી જિલ્લા કચેરી ખાતે આગળની પ્રોસેસ માટે મોકલી આપવામાં આવશે.
- ત્યાર બાદ આપની નોંધણીની ચકાસણી કરીને આપને ઓનલાઈન ઈ નિર્માણ કાર્ડ રૂપે ઓળખપત્ર આપવામાં આવશે. જેની જાણ આપને રજીસ્ટ્રર મોબાઈલ નંબર પર SMS મારફતે કરવામાં આવશે. ત્યાર બાદ આપે નજીકના CSC સેન્ટર ખાતેથી E Nirman Card મેળવી લેવાનું રહેશે.
ગ્રામ કક્ષાએ ગ્રામ પંચાયતના VCE મારફતે રજીસ્ટ્રેશન.
- ગ્રામ્ય વિસ્તારમાં કામદારે પોતાની ગ્રામ પંચાયતના ઈ-ગ્રામ સેન્ટરના VCE મારફતે ઓનલાઈન કામદાર તરીકેની નોંધણી કરીને ઓળખપત્ર મેળવી શકે છે.
- અરજદારે અરજીપત્રક સાથે ઉપર દર્શાવેલ તમામ ડોક્યુન્ટ જોડીને ઈ-ગ્રામ સેન્ટર ખાતે જવાનું રહેશે.
- ત્યાર પછી VCE કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા આપના ડોક્યુમેન્ટની ચકાસણી કરીને ઓનલાઈન અરજી કરી આપશે.
શહેરી વિસ્તારના અરજદારોએ નજીકના CSC (કોમન સર્વિસ સેન્ટર) મારફતે નોંધણી.
- શહેરી વિસ્તારમાં રહેતા અરજદારોએ અરજીપત્રક સાથે તમામ ડોક્યુમેન્ટ જોડીને નજીકના CSC (કોમન સર્વિસ સેન્ટર) ખાતે જવાનું રહેશે.
- જ્યાં અરજદારના ડોક્યુમેન્ટની ચકાસણી કરીને ઓનલાઈન અરજી કરવાની પ્રોસેસ કરી આપવામાં આવશે.
- અરજી કર્યા બાદ આપને મોબાઈલથી જાણ થયેથી સેન્ટર ખાતેથી E Nirman Card ઓળખપત્ર મેળવી લેવાનું રહેશે.
E Nirman Portal Status Check | ઈનિર્માણ પોર્ટલમાં યોજનાનું સ્ટેટ્સ ચેક
- અરજદાર દ્વારા ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યા બાદ પોતાની અરજીની સ્થિતિ જોઈ શકે છે.
- જેમાં નીચે ઈમેજમાં દર્શાવ્યા મુજબ view Citizen Application Status પર ક્લિક કરવાનું રહેશે.
- જેમાં આગળ અરદારની અરજી નંબર અને જન્મ તારીખ નાંખીને ઓનલાઈન અરજીના સ્ટેટ્સની ચકાસણી કરી શકશે.
E Nirman Portal Gujarat Helpline Number
અરજદાર દ્વારા ઓનલાઈન કે ઓફલાઈન કામદાર તરીકેની નોંધણી સંબંધે કોઈપણ સમસ્યા હોય તો સરકાર દ્વારા ટોલ ફ્રિ હેલ્પલાઈન નંબર 157372 પર સંપર્ક કરીને માર્ગદર્શન મેળવી શકો છો.
Important Links of E Nirman Portal Gujarat
ઓફિસિયલ વેબસાઈટ | |
ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે | |
નજીકના CSC સેન્ટરના સંપર્ક નંબર | |
ઓનલાઈન અરજીનું સ્ટેટ્સ ચકાસવા | |
નોંધણી માટેનું અરજીપત્રક PDF |
Click Here |
Home Page |
Conclusion
ગુજરાતના તમામ કામદાર શ્રમિકોને તમામ યોજનાઓનો લાભ એક સ્થળેથી મળી રહે તથા કામદારની નોંધણી થઈ શકે તે માટે ઈ નિર્માણ પોર્ટલ કાર્યરત છે. જેમાં અરજદાર પોતાની કામદાર તરીકેની નોંધણી કરીને શ્રમ યોગી બાંધકામ બોર્ડ દ્વારા સંચાલીત તમામ યોજનાઓ લાભ સરળતાથી મેળવી શકે છે. મિત્રો આજના આ અર્ટિકલ દ્વારા કામદારે E Nirman Portal Gujarat પર શ્રમિક તરીકેની નોંધણી કેવી રીતે કરવી? તથા કલ્યાણકારી યોજનાઓના મળતા લાભો વિશેની તમામ માહિતી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આપને ઈ નિર્માણ પોર્ટલ પર નોંધણી કરવા માટે કોઈ સમસ્યા હોય તો આપના નજીકના CSC સેન્ટર ખાતે મુલાકાત કરવા સુચન છે.
FAQ વારંવાર પુછાતા પ્રશ્નો.
(1) ઈ નિર્માણ પોર્ટલ પર નોંધણી કોણ કરી શકે છે?
જવાબ- બાંધકામ ક્ષેત્રે સંકાળેલ તમામ કારીગર, શ્રમિક તથા કારખાનામાં કામ કરતા કામદારો E Nirman Portal Gujarat પર નોંધણી કરી શકે છે.
(2) એક વખત નોંધણી કર્યા પછી કેટલા સમયે રિન્યુ કરાવાનું હોય છે?
જવાબ- કામદારે એક વખત નોંધણી કર્યા પછી દર ત્રણ વર્ષે રિન્યુ કરાવવી ફરજિયાત છે
(3) E Nirman Portal Gujarat પર નોંધણી કર્યેથી શું લાભ થશે.
જવાબ- ઈ નિર્માણ પોર્ટલ પર નોંધણી થયેથી અરજદારને E Nirman Card આપવામાં આવે છે. જેના ઉપયોગથી શ્રમ યોગી કલ્યાણ બોર્ડની તમામ યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે છે.
(4) 90 દિવસનું કામ કર્યા બાબતનું પ્રમાણપત્ર કોની પાસેથી લેવાનું હોય છે?
જવાબ- અરજદારે જાતે 90 દિવસનું કામ કર્યા બાબતનું સ્વયં પ્રમાણિત પ્રમાણપત્ર આપવાનું હોય છે અથવા જિલ્લાની કચેરી શ્રમ યોગી કલ્યાણ બોર્ડના અધિકૃત કરેલ અધિકારી દ્વારા પ્રમાણપત્ર મેળવી શકાશે.
2 thoughts on “E Nirman Portal Gujarat | ઈ નિર્માણ પોર્ટલ ફાયદા અને રજીસ્ટ્રેશન પ્રોસેસ”