જાણવા જેવું: ખેડૂત ભાઈઓને ખેતી વિષયક જરૂરી એવા સાધનો ખરીદી માટે સહાય મેળવવા, ખેડૂતલક્ષી યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, તથા બાગાયતી યોજનાઓના વિશેષ લાભો માટે સરકાર દ્વારા Ikhedut Portal બનાવવામાં આવ્યુ છે. તાજેતરમાં ખેડૂતો માટે ખેતીના સાધનો ખરીદવા માટે 50% સુધીની સબસિડી સહાય જાહેર કરી છે. જેના ઓનલાઈન ફોર્મ ભરાવવાના તા.21/09/2024 થી શરૂ થઈ ગયા છે. જેનો લાભ લઈને ખેડૂતમિત્રો પોતાની ખેતી માટે અનુરૂપ અને ઉપયોગી એવા સાધનો ખરીદી શકે છેે અને ખેત ઉત્પાદન વધારી શકે છે. મિત્રો આજના આર્ટિકલ Khedut Sadhan Sahay Yojana 2024 માં ખેડૂતોને ક્યા ક્યા સધનો ખરીદવા માટે કેટલી સહાય મળશે? તેની વિગતે માહિતી મેળવીશું. સંપુર્ણ માહિતી માટે આ લેખની અંત સુધી વાંચવા વિનંતી છે.
Bullet Point of Khedut Sadhan Sahay Yojana 2024
યોજનાનું નામ | ખેડૂત સાધન સહાય યોજના |
લાભાર્થીની પાત્રતા | ગુજરાત રાજ્યના તમામ ખેડૂતો |
મળવાપાત્ર સહાય | ખેડૂતોને ખેતી વિષયક સાધનો ખરીદવા 50% સુધી સહાય |
અરજી ક્યાં કરવી? | iKhedut Portal પર |
હાલ કયા જિલ્લા દ્વારા ઓનલાઈન ફોર્મ ભરાશે? | તા. 27/09/24 સુધી સુરેન્દ્રનગર, મોર,બી, જામનગર, દેવભૂમી દ્વારકા, કચ્છ, સુરત, તાપી, નવસારી, વલસાડ, અને ડાંગ જેવા જિલ્લાઓ માટે ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. |
ખેડૂત સાધન સહાય યોજના 2024 | Khedut Sadhan Sahay Yojana 2024
રાજ્યના ખેડૂતો હાલ ઉચ્ચકક્ષાની ટેકનોલોજી તથા આધુનિક ખેત પદ્ધતિનો ઉપયોગ કરી દરેક પાકમાં નફો મેળવતા થયા છે. આ દિશામાં આગળ વધતા રાજ્યના ખેડૂતો ખેત પદ્ધતિમાં આધુનિક સાધનોનો ઉપયોગ કરીને ખેત પેદાશોમાં વધારો કરે તે માટે સરકાર દ્વારા ખેડૂતોને ખેતીના સાધનો ખરીદવા માટે વિવિધ સાધનોની ખરીદ કિંમત પર 50% સુધીની સહાય આપવામાં આવે છે.
ખેડૂતોને સાધન સહાય માટેનું લીસ્ટ | ikhedut sadhan sahay yojana List
ખેડૂત મિત્રોને નીચે મુજબના ખેતી માટે ઉપયોગી સાધનો ખરીદવા માટે સહાય આપવામાં આવશે. જેમાં કેટેગરી વાઈજ Khedut Sadhan Sahay Yojana હેઠળ કેટલી સહાય આપવામાં આવશે તેની વિગતો નીચે મુજબ છે.
ચાફ કટર (એંજિન/ઈલે. મોટર ઓપરેટેડ)
- સામાન્ય વર્ગના ખેડૂતો માટે:- મોટર 3 થી 5 P સુધી કુલ ખર્ચ ના 40% અથવા ₹ 22 હજાર એ બે માંથી જે ઓછુ હોય તે
- અનુ.જાતિ/ અનુ.જનજાતિ વર્ગના ખેડૂતો માટેઃ- મોટર 3 થી ઓછા વધુમાં વધુ 5 P કુલ ખર્ચ ના 50 % વધુમાં વધુ ₹ 28 હજાર એ બે માંથી જે ઓછુ હોય તે Khedut Sadhan Sahay Yojana હેઠળસહાય મળવાપાત્ર થશે.
પશુ સંચાલીત વાવણીયો
- સામાન્ય વર્ગના ખેડૂત માટેઃ- નાના/ સિંમાંત/ મહિલા ખેડૂતો માટે: કુલ ખર્ચ ના 50% અથવા ₹ 10000 એ બે માંથી જે ઓછુ હોય તે અને અન્ય ખેડૂતો માટે: કુલ ખર્ચ ના 40 % અથવા ₹ 8000 એ બે માંથી જે ઓછુ હોય તે.
- અનુ.જાતિ/ અનુ.જનજાતિ વર્ગના ખેડૂતો માટેઃ– કુલ ખર્ચ ના 50 % અથવા ₹ 10000 એ બે માંથી જે ઓછુ હોય તે.
પેડી ટ્રાન્સ પ્લાન્ટર (સેલ્ફ પ્રોપેલ્ડ)
- સામાન્ય વર્ગના ખેડૂત માટેઃ- 4 હાર થી 8 થી વધુ હાર માટે કુલ ખર્ચના 40 % અથવા ₹ 6.50 લાખ એ બે માંથી જે ઓછુ હોય તે.
- અનુ.જાતિ/ અનુ.જનજાતિ વર્ગના ખેડૂતો માટેઃ- 4 હાર થી 8 હારથી વધુ : કુલ ખર્ચના 50 % અથવા ₹ 00 લાખ એ બે માંથી જે ઓછુ હોય તે સહાય મળવાપાત્ર થશે
પ્લાઉ (તમામ પ્રકારના)
- સામાન્ય વર્ગના ખેડૂતો માટેઃ- એમ.બી. પ્લાઉ/ ડીસ્ક પ્લાઉ: કુલ ખર્ચ ના 40-50% અથવા ₹ 16 થી 40 હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.
- રીવર્સીબલ હાઈડ્રોલિક પ્લાઉ (2-3 બોટમ): કુલ ખર્ચ ના 40-50 % અથવા ₹ 56 – 89.50 હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.
- ચીજલ પ્લાઉ: કુલ ખર્ચ ના 40-50 % અથવા ₹ 16-20 હજાર. એ બે માંથી જે ઓછુ હોય તે.
- રીવર્સીબલ મીકેનીકલ પ્લાઉ (2-3 બોટમ): કુલ ખર્ચ ના 40-50 % અથવા ₹ 32-50 હજાર એ બે માંથી જે ઓછુ હોય તે સહાય મળવાપાત્ર થશે.
- અનુ.જાતિ/ અનુ.જનજાતિ વર્ગના ખેડૂતો માટેઃ એમ.બી. પ્લાઉ/ ડીસ્ક પ્લાઉ: કુલ ખર્ચ ના 40-50 % અથવા ₹ 16 થી 40 હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.
- રીવર્સીબલ હાઈડ્રોલિક પ્લાઉ (2-3 બોટમ): કુલ ખર્ચ ના 40-50 % અથવા ₹ 56-89.50 હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.
- ચીજલ પ્લાઉ: કુલ ખર્ચ ના 40-50 % અથવા ₹ 16-20 હજાર. એ બે માંથી જે ઓછુ હોય તે
- રીવર્સીબલ મીકેનીકલ પ્લાઉ (2-3 બોટમ): કુલ ખર્ચ ના 40-50 % અથવા ₹ 32-50 હજાર એ બે માંથી જે ઓછુ હોય તે સહાય મળવાપાત્ર થશે.
- સામાન્ય વર્ગના ખેડૂત માટેઃ-(8 બ્રેક હોર્સ પાવરથી નીચે): કુલ ખર્ચના 40 % અથવા ₹ 50 હજાર એ બે માંથી જે ઓછુ હોય તે. (8 બ્રેક હોર્સ પાવર અને તેથી ઉપર): કુલ ખર્ચના 40 % અથવા ₹ 70 હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.
- અનુ.જાતિ/ અનુ.જનજાતિ વર્ગના ખેડૂતો માટેઃ-(8 બ્રેક હોર્સ પાવરથી નીચે): કુલ ખર્ચના 50 % અથવા ₹ 65 હજાર એ બે માંથી જે ઓછુ હોય તે. ( 8 બ્રેક હોર્સ પાવર અને તેથી ઉપર): કુલ ખર્ચના 50% અથવા ₹ 85 હજાર એ બે માંથી જે ઓછુ હોય તે Khedut Sadhan Sahay Yojana હેઠળ સહાય મળવાપાત્ર થશે.
પ્લાન્ટર (અન્ય પ્રકારના)
- સામાન્ય વર્ગના ખેડૂત માટે. સ્પેશીયલાઈઝ સેલ્ફ પ્રોપેલ્ડ ન્યુમેટીક / અન્ય પ્લાંટર, કુલ ખર્ચના 40 અથવા 50 % ન્યુન્ત્તમ ₹ 24હજાર થી મહત્તમ ₹ 80 લાખ જે ઓછુ હોય તે.
- અનુ.જાતિ/ અનુ.જનજાતિ વર્ગના ખેડૂતો માટેઃ સ્પેશીયલાઈઝ સેલ્ફ પ્રોપેલ્ડ ન્યુમેટીક / અન્ય પ્લાંટર કુલ ખર્ચના 40અથવા 50% ન્યુન્ત્તમ ₹ 24 હજાર થી મહત્તમ ₹ 1.80 લાખ, જે ઓછુ હોય તે સહાય મળવાપાત્ર થશે.
પોટેટો ડીગર.
- સામાન્ય વર્ગના ખેડૂત માટેઃ- ટ્રેકટર / પાવર ટીલર (થી ચાલતા: કુલ ખર્ચ ના 40 % અથવા વધુમાં વધુ ₹ 35 હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.
- અનુ.જાતિ/ અનુ.જનજાતિ વર્ગના ખેડૂતો માટેઃ ટ્રેકટર / પાવર ટીલરથી ચાલતા: કુલ ખર્ચ ના 50% અથવા વધુમાં વધુ ₹ 40 હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.
પોસ્ટ હાર્વેસ્ટના સાધનો
- સામાન્ય વર્ગના ખેડૂત માટેઃ આ ધટક હેઠળ સીડ ક્લીનર કમ ગ્રેડર, રાઇસ મીલ, દાલ મીલ, મીની પલ્સ મીલ, ,ડેકોટીકેટર, મીની સીડ ક્લીનર ગ્રેવીટે સેપરેટર, ડીહસ્કર વગેરે સાધનોની સહાય માટે અરજી કરી શકાશે. કુલ ખર્ચના 40 થી 50% અથવા ₹ 50 હજારથી ₹ 2.40 લાખ સુધીની સહાય મળવાપાત્ર રહેશે. આખરી સહાય સરકારશ્રીના નિયમોનુસાર ચુકવાશે.
- અનુ.જાતિ/ અનુ.જનજાતિ વર્ગના ખેડૂતો માટેઃ– કુલ ખર્ચના 50 થી 60 % અથવા ₹ 60 હજારથી ₹ 3.00 લાખ સુધી અને અન્ય ખેડૂત લાભાર્થી માટે કુલ ખર્ચના 40 થી 50% અથવા ₹ 50 હજારથી ₹ 2.40 લાખ સુધીની સહાય મળવાપાત્ર રહેશે.
- સામાન્ય વર્ગના ખેડૂત માટેઃ- ટ્રેકટર / પાવર ટીલર (20 B.H.P સુધી) થી ચાલતા: કુલ ખર્ચ ના 40% અથવા વધુમાં વધુ ₹.00 લાખ જે ઓછુ હોય તે.
- અનુ.જાતિ/ અનુ.જનજાતિ વર્ગના ખેડૂતો માટેઃ- ટ્રેકટર / પાવર ટીલર (20 B.H.P સુધી) થી ચાલતા: કુલ ખર્ચ ના 50% વધુમાં વધુ ₹ 2.50 લાખ એ બે માંથી જે ઓછુ હોય તે.
બ્રસ કટર
- સામાન્ય વર્ગના ખેડૂત માટેઃ સેલ્ફ પ્રોપેલ્ડ બ્રશ કટર: ટ્રેકટર / પાવર ટીલર કુલ ખર્ચ ના 40% વધુમાં વધુ ₹ 30 હજાર એ બે માંથી જે ઓછુ હોય તે..
- અનુ.જાતિ/ અનુ.જનજાતિ વર્ગના ખેડૂતો માટેઃ ટ્રેકટર / પાવર ટીલર: કુલ ખર્ચ ના 50% અથવા વધુમાં વધુ ₹ 40 હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.
માનવ સંચાલીત સાઇથ (કાપણીનું સાધન)
- સામાન્ય વર્ગના ખેડૂત માટેઃ નાના અને સિમાંત ખેડૂતોને કુલ ખર્ચ ના 50% અથવા ₹ 10 હજાર એ બે માંથી જે ઓછુ હોય તે. અન્ય ખેડૂતો માટે: કુલ ખર્ચ ના 40 % અથવા ₹ 8 હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.
- અનુ.જાતિ/ અનુ.જનજાતિ વર્ગના ખેડૂતો માટેઃ- કુલ ખર્ચ ના 50% અથવા ₹ 10 હજાર એ બે માંથી જે ઓછુ હોય Khedut Sadhan Sahay Yojana હેઠળ સહાય મળવાપાત્ર થશે.
માલ વાહક વાહન (કિસાન પરિવહન યોજના)
- નાના, સિમાંત, મહિલા, અને અનુ.જાતિ/ અનુ.જનજાતિના ખેડૂતોને : કુલ ખર્ચના 35% અથવા ₹ 75,000/- બે માંથી ઓછુ હોય તે, સામાન્ય/ અન્ય ખેડૂતોને : કુલ ખર્ચના 25% અથવા ₹ 50,000/- બે માંથી ઓછુ હોય તે
રીઝર/બંડફોર્મર/ફરો ઓપનર
- સામાન્ય વર્ગના ખેડૂત માટેઃ- રીઝર ટ્રેકટર / પાવર ટીલર કુલ ખર્ચ ના 50% અથવા વધુમાં વધુ ₹ 50 હજાર જે ઓછુ હોય તે.
- અનુ.જાતિ/ અનુ.જનજાતિ વર્ગના ખેડૂતો માટેઃ- રીઝર ટ્રેકટર / પાવર ટીલર કુલ ખર્ચ ના 50% અથવા વધુમાં વધુ ₹ 50 હજાર જે ઓછુ હોય તે.
- સામાન્ય વર્ગના ખેડૂત માટેઃ- 35 HP ટ્રેક્ટર થી વધુ થી ચાલતા 5 થી 8 ફીટ ના રોટાવેટર માટે કુલ ખર્ચ ના 40 % અથવા ₹ 40,300/- એ બે માંથી જે ઓછુ હોય તે.
- અનુ.જાતિ/ અનુ.જનજાતિ વર્ગના ખેડૂતો માટેઃ– 35 HP ટ્રેક્ટર થી વધુ થી ચાલતા 5 ફીટ થી 8 ફીટ ના રોટાવેટર માટે કુલ ખર્ચ ના 50 % અથવા ₹ 50,400 એ બે માંથી જે ઓછુ હોય તે.
વિનોવીંગ ફેન
- સામાન્ય વર્ગના ખેડૂત માટેઃ ટ્રેકટર / પાવર ટીલર કુલ ખર્ચ ના 40 % અથવા વધુમાં ₹ 30 હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.
- અનુ.જાતિ/ અનુ.જનજાતિ વર્ગના ખેડૂતો માટેઃ ટ્રેકટર / પાવર ટીલર કુલ ખર્ચ ના 50 % અથવા ₹ 30 હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.
લેન્ડ લેવલર
- સામાન્ય વર્ગના ખેડૂત માટેઃ- ટ્રેકટર / પાવર ટીલર) થી ચાલતા: કુલ ખર્ચ ના 40% અથવા વધુમાં વધુ ₹ 40 હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.
- અનુ.જાતિ/ અનુ.જનજાતિ વર્ગના ખેડૂતો માટેઃ ટ્રેકટર / પાવર ટીલર (કુલ ખર્ચ ના 50 % અથવા વધુમાં વધુ ₹ 50 હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.
વ્હીલ હો (આંતર ખેડનું સાધન)
- સામાન્ય વર્ગના ખેડૂત માટેઃ માનવ સંચાલિત સાધન માટે નાના /મહિલા /સિમાંત ખેડૂતો માટે: કુલ ખર્ચ ના 50 % અથવા ₹ 1200 બે માંથી જે ઓછુ હોય તે. અન્ય ખેડૂતો માટે: કુલ ખર્ચ ના 40 % અથવા ₹ 1000 બે માંથી જે ઓછુ હોય તે.
- અનુ.જાતિ/ અનુ.જનજાતિ વર્ગના ખેડૂતો માટેઃ માનવ સંચાલિત સાધન માટે અનુ. જન જાતિના ખેડૂતો માટે: કુલ ખર્ચ ના 50% અથવા ₹ 1200 બે માંથી જે ઓછુ હોય તે.
વાવણિયા /ઓટોમેટીક ડ્રીલ (તમામ પ્રકારના)
- સામાન્ય વર્ગના ખેડૂત માટેઃ(5 થી 11 ટાઇન્સ સુધી ): 40 % અથવા વધુમાં વધુ ₹ 19,300 સહાય બંનેમાંથી જે ઓછુ હોય તે.
- અનુ.જાતિ/ અનુ.જનજાતિ વર્ગના ખેડૂતો માટેઃ: 50% અથવા વધુમાં વધુ ₹ 26,900/- બંનેમાંથી જે ઓછુ હોય તે Khedut Sadhan Sahay Yojana હેઠળ સહાય મળવાપાત્ર થશે.
કયાં જિલ્લા માટે અને કઈ તારીખ સુધી ખેડૂત સાધન સહાય યોજનાના ફોર્મ ભરાશે?
મિત્રો, સરકાર દ્વારા ગુજરાતના તમામ ખેેડૂતને સાધન સહાયનો લાભ મળી રહે તે માટે સ્ટેપ વાઈઝ ઓનલાઈન ફોર્મ ભરવાનું નક્કી કરેલ છે. નીચે દર્શાવેલ ઈમેજ મુજબના જિલ્લાઓ સામે દર્શાવેલ તારીખે ઓનલાઈન ફોર્મ ભરી શકશે.
આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી | Ikhedut Portal Online Application
ખેડૂતોને સાધન સહાય માટે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહે છે. Khedut Sadhan Sahay Yojana માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? જોઈતા ડોક્યુમેન્ટ, વગેરેની વિગતે માહિતી નીચે આપેલી લીંક દ્વારા મેળવી શકો છો.
વધુ જાણોઃ-
ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા જાણો..
Important Link of Khedut Sadhan Sahay Yojana 2024
ઓફિસિલય વેબસાઈટ | |
સાધન સહાય યોજનાઓનું લીસ્ટ જોવા | |
ઓનલાઈન અરજીનું સ્ટેટ્સ ચકાસવા | |
Home Page |
Conclusion
ખેડૂતોને ખેતી માટે ઉપયોગી સાધનો સરળતાથી મળી રહે અને તેના ઉપયોગથી ખેત ઉત્પાદન વધારી ખેડૂત પોતાની આવક વધારી શકે તેવા ઉમદા હેતુંથી Khedut Sadhan Sahay Yojana અમલમાં મુકવામાં આવેલ છે. મિત્રો, આ આર્ટિકલમાં ખેડૂત માટે ઉપયોગી તમામ સાધન સહાય માટેની માહિતી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. અરજી કરવા સંદર્ભે અથવા સહાય બાબતે કોઈ પ્રશ્ન હોય તો આપના જિલ્લાના ખેતીવાડી અધિકારીશ્રીની કચેરી ખાતે સંપર્ક કરવા સુચન છે.
FAQ
(1) Khedut Sadhan Sahay Yojana માટે અરજી ક્યાં કરવાની રહે છે?
ખેડૂત મિત્રોને ખેતી માટે ઉપયોગી સાધનો ખરીદવા સહાય માટે Ikhedut Portal Gujarat પર ઓનલાઈન અરજી કરવાની રહે છે.
(2) જિલ્લા કક્ષાએ ખેતીવાડી સાધન સહાય માટે કઈ કચેરીનો સંપર્ક કરવો?
જિલ્લા કક્ષાએ ખેતીવાડી અધિકારીશ્રીની કચેરી, જિલ્લા પંચાયત ખાતે સંપર્ક કરવાનો રહેશે.
(3) ખેડૂતને ખેતીના સાધનોની ખરીદી ક્યાંથી કરવાની રહેશે?
Khedut Sadhan Sahay Yojana માં સાધનો ખરીદવા માટે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા નિયત કરાયેલ વિક્રેતા પાસેથી જ સાધનોનો ખરીદી કરવાની રહેશે.
(4) હાલ કયા જિલ્લાના લાભાર્થીઓ ઓનલાઈન અરજી કરી શકશેે?
તા. 27/09/24 સુધી સુરેન્દ્રનગર, મોર,બી, જામનગર, દેવભૂમી દ્વારકા, કચ્છ, સુરત, તાપી, નવસારી, વલસાડ, અને ડાંગ જેવા જિલ્લાઓ માટે ઓનલાઈન Khedut Sadhan Sahay Yojana માટેના ફોર્મ ભરી શકાશે.