[આઈ ખેડૂત પોર્ટલ ] પાવર ટીલર સહાય યોજના | Power Tiller Subsidy In Gujarat

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Power Tiller Sahay Yojana Online | Power Tiller Sahay Yojana | Power Tiller Subsidy In Gujarat 2023 | પાવર ટીલર સબસિડી | Power Tiller Sahay Yojana Gujarat Apply Online | Power Tiller Subsidy In Gujarat 2023

Power Tiller Subsidy In Gujarat :  સમાજના દરેક વર્ગના લોકો સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવે તે માટે જુદા-જુદા માધ્યમથી ઓનલાઈન અરજી મંગાવામાં આવતી હોય છે. પછાત વર્ગોના કલ્યાણ માટે e Samaj Kalyan Portal, શ્રમિકો તથા કારીગરોના કલ્યાણ માટે Sanman Portal Gujarat અને ખેડૂતોના કલ્યાણ માટે iKhedut Portal Gujarat બનાવેલ છે. ખેડૂતલક્ષી યોજનાઓ માટે અરજી કરવા માટે આઈ ખેડૂત પોર્ટલ ઓનલાઈન માધ્યમ પુરું પાડે છે. ખેડૂતોને ખેતી માટે ઉપયોગી એવા પાવર ટીલર ખરીદવા માટે સબસિડી આપવાની યોજના અમલમાં મુકેલ છે. મિત્રો, આ આર્ટિકલમાં આપણે ખેત સાધન તરીકે વપરાતા Power Tiller Subsidy In Gujarat હેઠળ મળનાર સહાય તથા ઓનલાઈન અરજી વિશે વિગતે માહિતી મેળવીશુ. તો ચાલો કંઈક નવું જાણીએ.

Power Tiller Subsidy In Gujarat

Bullet Point of Power Tiller Subsidy In Gujarat

યોજનાનું નામ પાવર ટીલર સહાય યોજના
લાભાર્થીની પાત્રતા ગુજરાતના તમામ ખેડૂતો
મળવાપાત્ર સહાય ₹ 85,000/- સુધીની સબસિડી
અરજી ક્યાં કરવી. ઓનલાઈન Ikhedut gugarat gov in પર
2023 માટે અરજી કરવા માટેની તારીખ તા. 09/11/2023 થી 08/12/2023 સુધી
ઓફિસિયલ વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/

પાવર ટીલર સહાય યોજનાનો હેતું

ખેડૂતોને ખેતી કામ માટે ખેત વિષયક યંત્રોનું ઘણું મહત્વ હોય છે. ખેતીના સાધનો ટ્રેક્ટર, ચાફ કટર, રોટા વેટર, માલ વાહક વાહન વગેરે જેવા ખેત ઉપયોગી સાધનોથી  ખેતીકામ ખુબ ઝડપથી અને સરળતાથી થાય છે. પરંતુ આર્થિક રીતે નબળા વર્ગના લોકો આવા યંત્રો ખરીદી શકતા નથી. ખેડૂતો પોતાના ઘરના યંત્રો વસાવી શકે તે માટે સરકાર દ્વારા પાવર ટીલર યોજના હેઠળ આર્થિક સહાય આપવામાં આવે છે. ખેડૂત માટે ઉપયોગી એવા પાવર ટીલર  ખરીદવા માટે ખેડૂતોને ₹ 85,000/- સુધીની સબસિડી આપવમાં આવે છે. પાવર ટીલરની મદદથી ખેતરના ખેડાણથી નિંદણ સુધીની તમામ પ્રક્રિયા સરળતાથી કરી શકાય છે. જેથી સમયની બચત અને ઉત્પાદનમાં વધારો થાય છે.

Power Tiller Subsidy In Gujarat  માટે લાભાર્થીની પાત્રતા

ખેડૂતને સાધન સહાય યોજના હેઠળ પાવર ટીલર યંત્ર  ખરીદવા માટેની લાભાર્થીની પાત્રતા નીચે મુજબ નક્કી થયેલ છે.

 • ખેડૂત ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ.
 • અરજદાર ખેડૂતોને ગુજરાતમાં પોતાની જમીન હોવી જોઈએ.
 • નાના, સિંમાંત અને મહિલા ખેડૂતને પણ પાવર ટીલર યંત્ર સહાય મળવાપાત્ર થશે.
 • પર્વતિય વિસ્તારના કે જંગલ વિસ્તારના ખેડૂત માટે ટ્રાઈબલ લેન્ડ અધિકારી પત્ર ધરાવતા હોવા જોઈએ( જો હોય તો)
 • અરજદાર ખેડૂતે Ikhedut Portal પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
 • આ સહાય એક વખત મળવાપાત્ર રહેશે.
 • ખેડૂત પોતાની જમીન વિશેના દરસ્તાવેજો તથા 7/12 અને 8-અની નકલ ધરાવતા હોવા જોઈએ.
 • પાવર ટીલર યંત્ર સરકાર દ્વારા અધિકૃત કરેલ વિક્રેતા પાસેથી ખરીદવાનું રહેશે.

વધુુ જાણોઃ-

ટેકાના ભાવ યોજના.

ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના 

Power Tiller Subsidy In Gujarat | પાવર ટીલર સહાય યોજના હેઠળ મળવાપાત્ર સહાય.

પાવર ટીલર સહાય યોજના હેઠળ દરેક વર્ગના ખેડૂત ભાઈઓને કેટેગરી મુજબ સહાય ચુકવવામાં આવે છે. જેની વિગતો નીચે મુજબ છે.

સામાન્ય વર્ગના ખેડૂત અરજદારોને મળવાપાત્ર સહાય.

 • (8 બ્રેક હોર્સ પાવરથી નીચેના યંત્ર માટે ) કુલ ખર્ચના 40 % અથવા ₹ 50,000/- એ બે માંથી જે ઓછુ હોય તે સહાય ચુકવાશે.
 • (8 બ્રેક હોર્સ પાવર અને તેથી ઉપર યંત્ર માટે ): કુલ ખર્ચના 40 % અથવા ₹ 70,000/- એ બે માંથી જે ઓછુ હોય તે સહાય મળવાપાત્ર થશે.

અનુ .જાતિ/અનુ.જનજાતિ / નાના કે સિમાંત કે મહિલા ખેડૂતો માટે મળનાર સહાય.

 • (8 બ્રેક હોર્સ પાવરથી નીચેના યંત્ર માટે ) કુલ ખર્ચના 50% અથવા ₹ 65,000/- એ બે માંથી જે ઓછુ હોય તે સહાય ચુકવાશે.
 • (8 બ્રેક હોર્સ પાવર અને તેથી ઉપર યંત્ર માટે ): કુલ ખર્ચના 50% અથવા ₹ 85,000/- એ બે માંથી જે ઓછુ હોય તે સહાય મળવાપાત્ર થશે.

iKhedut  Power Tiller Sahay Yojana  Gujarat Document List

પાવર ટીલર સહાય યોજના હેઠળ સબસિડી મેળવવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ નિયત થયેલ છે.

 • અરજદાર ખેડૂતના આધારકાર્ડની ઝેરોક્ષ.
 • રહેઠાણના પુરાવા તરીકે રેશન કાર્ડની નકલ.
 • જમીના હોવાના પુરાવા તરીકે જમીનના 7/12 અને 8-અ ની નકલ.
 • ખેડૂતની જાતિ અંગેનું પ્રમાણપત્રની નકલ.
 • સંયુકત ખાતેદારના કિસ્સામાં બીજા ખાતેદારના સંમતિપત.
 • દિવ્યાંગ ખેડૂતના કિસ્સામાં દિવ્યાંગતાનું સક્ષમ અધિકારી દ્વારા અપાયેલ પ્રમાણપત્ર.
 • દૂધ ઉત્પાદક મંડળીના કે ખેડૂત સરકારી મંડળી સભ્ય હોય તો તેની વિગતો દર્શાવવાની રહેશે.
 • બેંક ખાતાની વિગત.

જાણવા જેવુંં:- 

સોલાર પાવર યુનિટ/કીટ સહાય યોજના.

માનવ ગરિમા યોજના

Power Tiller Subsidy In Gujarat Apply Online | ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

 • ખેડૂતે સાધન સહાય યોજના અંતર્ગત પાવર ટીલર યંત્ર માટે સહાય મેળવવા આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહે છે.
 • અરજી કર્યા બાદ અરજી મંજૂર થયેથી કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા અધિકૃત કરાયેલ વિક્રેતા પાસેથી ખેતી માટે સાધન ખરીદવાનું રહેશે.
 • સાધનની ખરીદી થયા બાદ ખેડૂતને સીધી બેંક ખાતામાં મળવાપાત્ર સબસિડીની રકમ જમા કરવામાં આવશે.
 • ઓનલાઈન અરજી કરવાની સંપુર્ણ માહિતી આપને નીચે દર્શાવેલ લીંકમાં આપવામાં આવી છે. જેના દ્વારા ખેડૂત રજીસ્ટ્રેશનથી લઈને ઓનલાઈન અરજી ઘરે બેઠા કરી શકશે.
Power Tiller Subsidy In Gujarat Online Apply
Image credit Government Official Website (IKhedut.gujarat.gov.in)

 

ઓનલાઈન અરજી કરવાની પ્રોસેસ જાણવા અહિં ક્લિક કરો.

Power Tiller Sahay Yojana Gujarat Status | અરજીના સ્ટેટ્સની ચકાસણી

 • ઓનલાઈન અરજી કર્યા બાદ અરજી મંજૂર થઈ કે નહી? તેની સ્થિતિ જાણવા માટે વેબસાઈટના હોમ પેજ પર અરજીની સ્થિતિની ચકાસણી બટના પર ક્લિક કરવાનું રહેશે.
 • ત્યાર બાદ યોજના પસંદ કરીને, અરજી નંબર નાંખવાનો રહેશે.
 • પછી 4 આંકનો કોડ નાંખી અરજદારનો અધાર નંબર કે મોબાઈલ નંબર નાંખી ‘‘અરજીનું સ્ટેટ્સ તપાસો’’ પર ક્લિક કરવાથી ઓનલાઈન અરજીની સ્થિતિ જોઈ શકાશે.

Important Links of Power Tiller Subsidy In Gujarat

ઓફિસિલય વેબસાઈટ

Click Here

પાવર ટીલર માટે ઓનલાઈન અરજી કરવા માટે

Click Here

અરજીની સ્થિતિની ચકાસણી કરો.

Click Here

અધિકૃત કરેલ વિક્રેતાઓની યાદી જોવા માટે

Click Here

Home Page

Click Here

Conclusion

ખેડૂત ભાઈઓને ખેતર ખેડાણ, નિંદણ નિકાલ અને પાક કાપણીમાં સરળતા રહે તે માટે ખેડૂતો પોતાના ઘરનું સાધન વસાવી શકે તે માટે સાધન સહાય યોજના અમલમાં છે. પાવર ટીલર ખેતી માટે અગત્યનું યંત્ર માનવામાં આવે છે. જે ખેડૂત પોતાના ઘરનું યંત્ર વસાવી શકે તે માટે કુલ ખર્ચના 50%  અથવા ₹ 85,000/- એ બે માંથી જે ઓછુ હોય તે સહાય આપવામાં આવે છે. Power Tiller Subsidy In Gujarat હેઠળ પાવર ટીલર યંત્ર ખરીદવા કે સબસિડી મેળવવામાં કોઈ મુશ્કેલી હોય તો આપના જિલ્લાના ખેતીવાડી અધિકારીશ્રીની કચેરી, જિલ્લા પંચાયત ખાતે મુલાકાત કરવા સુચન છે.

FAQ

(1) પાવર ટીલર સહાય યોજના હેઠળ કેટલી સબસિડી આપવામાં આવે છે?

Power Tiller Subsidy In Gujarat હેઠળ પાવર ટીલર ખરીદવા માટે કુલ ખર્ચના 50% અથવા ₹ 85,000/- એ બે માંથી જે ઓછુ હોય તે સબસિડી રૂપે આપવામાં આવે છે.

(2) Power Tiller Subsidy In Gujarat માટે ઓનલાઈન અરજી કર્યાં કરવાની રહેશે?

આ યોજના હેઠળ લાભ મેળવવા માટે IKhedut Portal Gujarat  ઓનલાઈન અરજી કરવાની રહેશે.

(3) આ યોજના હેઠળ જિલ્લા કક્ષાએ કઈ કચેરી ખાતે મુલકાત કરવાની રહેશે?

આ યોજના હેઠળ કોઈ પ્રશ્ન હોય તો જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની કચેરી ખાતે સંપર્ક કરવાનો રહેશે.

Leave a comment