માનવ કલ્યાણ યોજના 2024 ફોર્મ, ડોક્યુમેન્ટ, ટુુલકીટની વિગત | Manav Kalyan Yojana 2024 Gujarat

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Manav Kalyan Yojana 2024 Gujarat : સરકાર દ્વારા લોકોને સ્વરોજગાર મળી રહે તે માટે લાયકાતને અનુરૂપ સાધન સહાય આપવાની ઘણી યોજનાઓ અમલમાં છે. આવી જ એક યોજના માનવ કલ્યાણ યોજના 2024 અમલમાં છે. જેમાં દરજીકામ, ભરત કામ, કડીયાકામ જેવા વિવિધ વ્યવસાય સાથે  સંકાળાયેલા લોકોને પોતાના વ્યવસાયને અનુરૂપ સાધન સહાય મળી રહે તે માટે  ₹. 48,000/- ની મર્યાદામાં સહાય આપવામાં આવશે. મિત્રો આજના આર્ટિકલ સાધન સહાયની ટુલકીટ મેળવવા માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? અને ક્યા વ્યવસાય માટે કેટલી સહાય મળશે? તેની વિગતે માહિતી મેળવીશું.

Manav Kalyan Yojana 2024 Gujarat

Bullet Point of Manav Kalyan Yojana 2024 Gujarat

યોજનાનું નામ માનવ કલ્યાણ સાધન સહાય યોજના 2024
લાભાર્થીની પાત્રતા ગુજરાત રાજ્યના તમામ BPL  કેટેગરીના નાગરીક
મળવાપાત્ર સહાય ₹ 48,000/- ની મર્યાદામાં મફત સાધન સહાય આપશે
ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? e-Kutir Portal પર ઓનલાઈન અરજી કરી શકાશે.
ઓફિસિલય વેબસાઈટ www.ekutir.gujarat.gov.in
અરજી કરવાની છેલ્લી તારીખ તા.31/07/2024

e-Kutir Manav Kalyan yojana 2024

કમિશનર, કુટિર અને ગ્રામોદ્યોગ દ્વારા Manav Kalyan Yojana 2024 Gujarat હેઠળ રોજગારવાંછુ યુવાનોને રોજગારીના સાધનો ખરીદવા માટે ટુલકીટ સહાય/સાધન સહાય આપવામાં આવે છે. માનવ કલ્યાણ યોજનામાં હાલ જુદા-જુદા 10 પ્રકારના વ્યવસાય કરતા લોકોને તેઓના વ્યવસાયને અનુરૂપ મફત સાધન સહાય આપવામાં આવશે. અરજદાર દ્વારા તે માટે ઈ-કુટીર પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહે છે. અને મળેલ અરજીઓની ચકાસણી કરી ડ્રો દ્વારા લાભાર્થીઓની પસંદગી કરવામાં આવે છે.

માનવ કલ્યાણ યોજના 2024 25 માં લાભાર્થીની પાત્રતા.

માનવ કલ્યાણ યોજના માટે ઓનલાઈન અરજી કરવા માટે લાભાર્થીની પાત્રતા નીચે મુજબ છે.

  • 18 થી 60 વર્ષની વયમર્યાદા.
  • લાભાર્થીનો BPL લાભાર્થી યાદીમાં સમાવેશ થયેલ હોવો જોઈએ.
  • આવક મર્યાદા- ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીની ₹ 1,20,00/- તથા શહેરી વિસ્તારના લાભાર્થીને ₹ 1,50,000/- આવક  મર્યાદા હોવી જોઈએ.

Manav Kalyan Yojana 2024 Gujarat List

માનવ કલ્યાણ યોજનામાં હાલ નીચેના 10 વ્યાવસાય કરતા નાગરીકો માટે ટુલકીટ સાધન સહાય આપવા માટેના ફોર્મ ભરી શકાશે. તેઓને નીચે જણાવેલ રકમની કીટ સહાય મળવાપાત્ર થશે.

  • દુધ- દહી વેચનારને અંદાજિત ₹ 14,500/- ની ટુલકીટ મળવાપાત્ર થશે.
  • ભરતકામ કરનાર અરજદારને અંદાજિત ₹ 20,500/- ની ટુલકીટ મળવાપાત્ર થશે.
  • બ્યુટીપાર્લરનું કામ કરતા બહેનોને અંદાજિત ₹11,800/- ની ટુલકીટ મળવાપાત્ર થશે.
  • પાપડ બનાવનાર રહેનોને અંદાજિત ₹ 13,000 ની ટુલકીટ મળવાપાત્ર થશે.
  • વાહન રિપેરિંગ કરનાર/ગેરેજનો વ્યવસાય કરનારને અંદાજિત ₹16,000/- ની ટુલકીટ મળવાપાત્ર થશે.
  • પ્લંમ્બિંગ કામ કરનારને અંદાજિત ₹ 12,300/- ની ટુલકીટ મળવાપાત્ર થશે.
  • સેન્ટીંગનું કામ કરતા કારીગરને અંદાજિત ₹ 7000/- ની ટુલકીટ મળવાપાત્ર થશે.
  • ઈલેક્રટ્રીક રીપેરીંગ કામ કરનારને અંદાજિત ₹ 14000/- ની ટુલકીટ મળવાપાત્ર થશે.
  • અથાણા બનાવનાર કારીગરને અંદાજિત ₹ 12000/- ની ટુલકીટ મળવાપાત્ર થશે.
  • પંચરની દુકાન કરનાર કારીગરને અંદાજિત ₹ 15000/- ની ટુલકીટ મળવાપાત્ર થશે.

Manav Kalyan yojana Document List | માનવ કલ્યાણ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ.

eKutir Portal Manav Kalyan Yojana Online Apply માટે અરજદારને નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂરીયાત રહેશે.

  • આરજદારનું આધારકાર્ડ
  • આવકનો દાખલો
  • BPL લાભાર્થીનો પુરાવો.
  • રહેઠાણનો પુરાવો.
  • ઉંમરનો પુરાવો.
  • જાતિનો દાખલો.
  • જો કોઈ વ્યવસાયની તાલીમ લીધી હોય તો પ્રમાણપત્ર (મરજીયાત)
  • એકરારનામું
  • અભ્યાસનો પુરાવો.
  • સ્વધોષણાપત્ર
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો.

વધુ જાણો:- 

મફત સિલાઈ મશીન યોજના 2024 માટે ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ.

પ્રધાન મંત્રી આવાસ યોજના હેઠળ સસ્તા દરે પોતાનું મકાન મેળવો.

માનવ કલ્યાણ યોજના 2024 Online Apply

Manav Kalyan Yojana 2024 Gujarat હેઠળ ઓનલાઈન અરજી કરવા માટે અરજદારે e-Kutir Portal પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. જેની સ્ટેપ બાય સ્ટેપની માહિતી નીચે મુજબ છે.

  • અરજદારે સૌ પ્રથમ e-Kutir Portal ટાઈપ કરીને ઓફિસિલય વેબસાઈટ ખોલવાની રહેશે. જેની નીચે મુજબની ઈમેજવાળું હોમપેજ ખુલશે.
Manav Kalyan Yojana 2024 Gujarat Apply
Image Credit Government Official Website (www.ekutir.gujarat.gov.in)
  • જો આપ પ્રથમ વખત જ આ પોર્ટલ પર અરજી કરતા હોવ તો સૌ પ્રથમ રજીસ્ટ્રેશન પ્રોસેસ કરીને User Id & Password મેળવી લેવાનો રહેશે. જે મોબાઈલ નંબર પર મોકલવામાં આવશે.
  • ત્યાર બાદ મળેલ યુઝર આઈ.ડી અને પાસવર્ડ વડે ઈ-કુટીર પોર્ટલ પર લોગીન થવાનું રહેશે.
  • ત્યાર બાદ Profile Page ખુલશે. જેમાંથી જરૂરી તમામ માહિતી ભરીને Update કરવાની રહેશે.
  • હવે આગળના પેજમાં Manav Kalyan Yojana 2024 Gujarat યોજનાઓનું લીસ્ટ ખુલશે. તેમાંથી આપ જે વ્યવસાય માટે ઓનલાઈન ફોર્મ ભરવા માંગતા હોય તે વ્યવસાયની પસંદગી કરવાની રહેશે.
  • હવે આગળ નવા ખુલેલા પેજમાં અરજદારની વિગતો ભરવાની રહેશે. જેની ચકાસણી કરીને Save & Next કરવાનું રહેશે.
  • ત્યાર બાદ આગળનની ‘‘અરજીની વિગતો’’ માં વ્યવસાય, ટુલકીટની વિગતો, શૈક્ષણિક લાયકાત તથા આવકની વિગતો ભરીને Save & Next કરવાનું રહેશે.
  • હવે આગળ લાભાર્થીને પોતાના વ્યવસાય મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
  • ત્યાર બાદ Application submit કરવાથી એક અરજી નંબર મળશે. અને અરજીપત્રની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે.

Manav Kayan Yojana Drow 2024 25

ભરેલ અરજીઓને આધારે તેની ચકાસણી કરવામાં આવશે. અને પત્રતા ધરાવતા લાભાર્થીઓનો ઓનલાઈન ડ્રો કરવામાં આવશે. જે લાભાર્થીઓની ડ્રોમાં પસંદગી થશે. તેઓનું લીસ્ટ જાહેર કરવામાં આવશે. માનવ કલ્યાણ યોજના લાભાર્થીનું લીસ્ટ જોવા અમારી વેબસાઈટની મુલાકાત લેતા રહેવા સુચન છે.

જાણવા જેવું:-

રોજગાર માટે મળશે ₹ 10.00 લાખની લોન

₹ 2 લાખની લોન સાથે 80,000ની સબસિડી મહિલા સ્વાવલંબન યોજના

Important Links of Manav Kalyan Yojana 2024 Gujarat

E-Kutir Official Website

Click Here

ઓનલાઈન અરજી કરવા

Click Here

Home Page

Click Here

Conclusion

મિત્રો Manav Kalyan Yojana 2024 Gujarat ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. જેમાં વિવિધ વ્યવસાય સાથે સંકળાયેલ ફેરીયા, કારીગરો તથા દુકાન ચલાવનાર વ્યક્તિને સાધન સહાય સ્વરૂપે ₹ 48,000/- સુધીની સહાય કરવામાં આવે છે. હાલ આ યોજના હેઠળ 10 જેટલા વ્યવસાય માટે સહાય આપવાનું ચાલુ છે. જે માટે  Manav Kalyan Yojana 2024 Online Application માટેની સરળ સમજૂતી આપવામાં આવી છે. અરજદારે તા. 31/07/2024 પહેલા ઓનલાઈન ફોર્મ ભરી લેવા સુચન છે.

FAQ  વારંવાર પુછાતા પ્રશ્નો.

(1) Manav Kalyan Yojana 2024 Gujarat હેઠળ હાલ કેટલા વ્યવસાય માટે ફોર્મ ભરવાના શરૂ થયા છે?

માનવ કલ્યાણ યોજના 2024 માટે હાલ કુલ-10 જેટલા વ્યવસાય માટે ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થયા છે.

(2) Manav Kalyan Yojana 2024 Last date ક્યારે છે?

આ યોજના હેઠળ ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તા. 31/07/2024 છે.

(3) માનવ કલ્યાણ યોજના 2024 માટે ઓનલાઈન ફોર્મ ક્યાંથી ભરાશે?

આ યોજના હેઠળ e-Kutir Portal પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.

Leave a comment