તાર ફેન્સીંગ યોજના 2024 | Tar Fencing Yojana Gujarat 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ખેતરની ફરતે ફેન્સીંગ બનાવવાની યોજના

Contents hide

જાણવા જેવું:- ખેડૂતને પોતાના તૈયાર પાકને ક્યાંક કુદરતી આફતોથી તો ક્યાંક જંગલી જાનવરોથી બચાવવાનો હોય છે. સરકાર દ્વારા ખેડૂતને પોતાના તૈયાર પાકના રક્ષણ માટે ખેતરની સુરક્ષા કરવા ખેતર ફરતે કાંટાળી લોખંડની વાડ બનાવવા માટે સહાય આપવાની તાર ફેન્સીંગ યોજના અમલમાં મુકેલી છે. Tar Fencing Yojana Gujarat 2024 હેઠળ ખેડૂતને કાંટાવાળી તાર બનાવવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે. મિત્રો, આજના આર્ટિકલમાં ખેડૂતને તાર ફેન્સિંગના નવા નિયમો મુજબ કેટલી જમીનમાં તાર ફેન્સિંગ માટે સહાય મળશે અને જિલ્લાવાઈઝ ઓનલાઈન અરજી કરવાની સમયમર્યાદા વિશે વિગતે મહિતી જાણવા મળશે.

Tar Fencing Yojana Gujarat 2024

Bullet Point of Tar Fencing Yojana Gujarat 2024

યોજનાનું નામ તાર ફેન્સીંગ યોજના 2024
યોજનાનો હેતું પાકના રક્ષણ માટે ખેતરના ફરતે તારની વાડ બનાવવા માટે સહાય
લાભાર્થીની પાત્રતા ગુજરાતના તમામ ખેડૂત
સહાય 2 હેક્ટર જમીન વિસ્તારમાં રનિંગ મીટર દીઠ ₹ 200  અથવા કુલ ખર્ચના 50% બંનેમાંથી જે ઓછુ હોય તે સહાય
અરજી કયાં કરવી Ikhedut Portal પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ઓફિસિયલ વેબસાઈટ www.ikhedut.gujarat.gov.in

તાર ફેન્સીંગ યોજનાનો હેતું

પાકને રોઝ, ભૂંડ તથા જંગલી પ્રાણીઓથી બચાવવા માટે ખેતરને ફરતે લોખંડની કાંટાવાળી વાડ કરવી જરૂરી હોય છે. સરકાર દ્વારા ખેડૂતને કાંટાવાળી વાડ બનાવવા માટે 2 હેક્ટર જમીન હોય તેવા ખેડૂતને પણ ખેતર ફરતે રનિંગ મીટર દીઠ ₹ 200 અથવા કુલ ખર્ચના 50% બંનેમાંથી જે ઓછુ હોય તે સહાય આપવામાં આવે છે. જેથી ખેડૂત પોતાના ખેતર ફરતે કાંટાવાળી વાડ બનાવી પોતાના મહામુલા પાકનું રક્ષણ કરી શકે છે.

નોંધઃ- પહેલા 5 હેક્ટર જમીન હોય તેવા ખેડૂતોને આ યોજના હેઠળ સહાય મળવાપાત્ર થતી હતી, પણ હવે જે ખેડૂતને 2 હેક્ટર જેટલી જમીન હશે તો પણ Tar Fencing Yojana Gujarat 2024 હેઠળ સહાય મળવાપાત્ર થશે.

Tar Fencing Yojana Gujarat 2024 હેઠળ મળનાર સહાય

તાર ફેન્સિંગ માટે ખેડૂતને પોતાના ખેતર ફરતે કાંટાળી વાડ બનાવવા માટે રનિંગ મીટર ₹ 200  અથવા કુલ ખર્ચના 50% બંનેમાંથી જે ઓછુ હોય તે સહાય આપવામાં આવે છે. એટલે કે જો ખેતરને ફરતો વિસ્તાર 1,000 મીટર થતો હશે તો ખેડૂતને 200*1000= 2,00,000 જેટલી સહાય અથવા જે ખર્ચ થાય તેના 50% આ બંનેમાંથી જે ઓછું હોય તો સહાય મળવાપાત્ર થશે.

Tar Fencing Yojana Gujarat 2024 માટે લાભાર્થીની પાત્રતા.

તાર ફેન્સીંગ સહાય માટે લાભાર્થીની નીચે મુજબની પાત્રતા નક્કી કરવામાં આવી છે.

  • ખેડૂતને પોતાની જમીન હોવી જોઈએ.
  • ઓછામાં ઓછી 2 હેક્ટર વિસ્તારની જમીન ધરાવતા તમામ ખેડૂત આ યોજના હેઠળ અરજી કરી શકશે.
  • અરજદાર ખેડૂત ગુજરાત રાજ્યના રહેવાસી હોવા જોઈએ.
  • ખેડૂત દ્વારા અગાઉ તાર ફેન્સિંગ યોજનાનો લાભ લીધેલ ન હોવો જોઈએ.
  • આ યોજનાનો લાભ જે તે સર્વે નંબરમાં એક વખત મળવાપાત્ર રહેશે.
  • અરજદાર ખેડૂતે 7-12 તથા 8-અ ની નકલ રજુ કરવાની રહેશે.
  • સરકાર દ્વારા નક્કી કરાયેલ ડિઝાઈન તથા ધારા-ધોરણો (સ્પેશિફિકેશન ) મુજબની વાડ બનાવવાની રહેશે.
  • ઓનલાઈન અરજી કર્યેથી સહાયની પુર્વ મંજૂરી મળ્યા બાદ ખેડૂત દ્વારા ખેતર ફરતે કાંટાવાળી વાડ બનાવવાની કામગીરી 120 દિવસમાં પુરી કરવાની રહેશે.

વધુ જાણોઃ- 

ટેક્ટર સબસિડી યોજના 2023 ₹ 60,000/- ની સબસિડી.

પીએમ કિસાન યોજના હેઠળ નવા ખેડૂત લાભાર્થીની નોંધણી પ્રોસેસ.

પાક રક્ષણ માટે ખેતરની ફરતે તાર ફેન્સીંગ બનાવવા માટેની માન્ય ડીઝાઈન.

સરકાર દ્વારા તાજેતરમાં તા.05/09/2023 ના ઠરાવથી તાર ફેન્સીંગ માટે નીચે આપેલ ડીઝાઈન મુજબ ખેતરની ફરતે વાડ કરવાની રહેશે.

Tar Fencing Yojana Gujarat 2024 Dising
Image Credit Government Official website (www.ikhedut.gujarat.gov.in)

તાર ફેન્સિંગ યોજના 2024 હેઠળ  તારના ફેન્સિંગ અને માલ-મટીરીયલ્સના સ્પેસિફિકેશન (ધારા-ધોરણો)

પાક રક્ષણ હેતું ખેતરની ફરતે તાર ફેન્સીંગ બનાવવા માટે તારના ફેન્સિંગ અને માલ- મટીરીયલ્સના Tar Fencing Yojana Gujarat 2024 હેઠળ બદલાયેલા નિયમો નીચે મુજબના સ્પેસિફિકેશન નિયત થયેલ છે.

  • થાંભલા ઉભા કરવા માટે 40 મીટર પહોળાઈ × 0.60 મીટર ઊંડાઈ ×  0.40 મીટર લંબાઈના ખાડા બનાવાવના રહેશે.
  • સિમેન્ટ કોંક્રટના અથવા પ્રિકાસ્ટના ઓછામાં ઓછા 4 તાર વાળા થાંભલાની સાઈઝ 50 મીટર ઊંચાઈ × 0.10 મીટર જાડાઈ ×  0.10 મીટર પહોળાઈ અથવા
  • અથવા લોખંડ/ગલ્વેનાઈઝના થાંભલાની સાઈઝ 50 મીટર ઊંચાઈ × 0.04 મીટર જાડાઈ ×   0.04 મીટર પહોળાઈ, એક થાંભલાનું વજન ઓછામાં ઓછુ 8 કિ.ગ્રા.
  • જે તારથી ફેન્સિંગ કરવાનું છે તે તારનો ડાયામીટર ઓછામાં ઓછો 50 mm હોવો જોઈએ.
  • બે થાંભલા વચ્ચે ઓછામાં ઓછું 00 મીટર અંતર રાખવાનું રહેશે.
  • દર 00 મીટરે ટેકા માટે થાંભલા બંને બાજુ ગોઠવવાના રહેશે.
  • સિમેન્ટ ક્રોંક્રીટથી થાંભલાના પાયામાં પુરાણ કરાવવાનું રહેશે.

તાર ફેન્સીંગ યોજના 2024 ના નવા નિયમોની વિસ્તૃત માહિતી.

  • આ યોજના હેઠળ જિલ્લાના લક્ષ્યાંક મુજબ વહેલા તે પહેલા ધોરણે Ikhedut Portal પર અરજી કરવાની રહેશે.
  • Tar Fencing Yojana Gujarat 2024હેઠળ લાભ લેવા માટે ખેડૂત/ખેડૂતોના જુથ માટે એક કલસ્ટર બનાવીએ એક કરતા વધુ ખેડૂત સાથે સામુહિક અરજી કરી શકશે. જેમાંથી એક ખેડૂતને જુથ લીડર બનાવવનો રહેશે. દરેક ખેડૂતને ઓછામાં ઓછી 2 હેક્ટર જમીન હોવી જોઈએ.
  • ઓનલાઈન અરજી કર્યા બાદ દીન- 10 માં જુથના તમામ ખેડૂતોએ જુથની વિગત, 7-12 તથા 8-અ ની નકલ, નિયત નમૂનાનું કબુલાતનામું તથા જુથ લીડરને સહાય ચુકવાણું કરવા માટેનું સ્વધોષણાપત્ર જિલ્લાના ખેતીવાડી અધિકારીશ્રીને રજુ કરવાનું રહેશે.
  • ખેડૂત/ખેડૂત જુથ લીડરે તાર ફેન્સિંગની કામગીરી પુર્ણ થયા પછી સંબંધિત સમાનના ખરીદીના GST વાળા બીલ અને બીજા જરૂરી ડોક્યુમેન્ટ સહીત જિલ્લા ખેતીવાડી અધીકારીશ્રીની કચેરી ખાતે ક્લેમ જમા કરાવાનો રહેશે.
  • વાડ બનાવ્યા પછી તેની જાણવણીની જવાબદારી ખેડૂત દ્વારા સ્વ ખર્ચે કરવાનું રહેશે.

જાણવા જેવું:-

ઝાટકા મશીનની જગ્યાએ લગવો સોલાર યુનિટ કીટ

દુધાળા પશુ ખરીદવા માટેની સહાય પશુ પાલન યોજના 

તાર ફેન્સીંગ યોજના હેઠળ વર્ષ 2023 24 માટે જિલ્લાવાર અરજી કરવા માટેનું ટાઈમ ટેબલ

ગુજરાતના ખેડૂતો પોતાના ખેતરના ફરતે તાર ફેન્સિંગ કરી શકે તે માટે કૃષિ, સહાકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા ઝોન પ્રમાણે દિવસો નક્કી કરીને Ikhedut Portal પર ઓનલાઈન અરજી કરવા માટે કુલ 30 દિવસનો સમય આપવામાં આવશે. જેનું જિલ્લાવાર સંભવિત  ટાઈમ ટેબલ નીચે  મુજબ છે.

ક્રમ

ઓનલાઈન અરજી શરૂ થવા માટેની તારીખ

ક્યાં જિલ્લા અરજી કરી શકશે.

1 તા. 08/12/2023 થી 30 દિવસ સુધી

અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, અમરેલી, બોટાદ અને ભાવનગર. (11 જીલ્લાઓ)

2 તા. 10/12/2023 થી 30 દિવસ સુધી

પાટણ, મહેસાણા, બનાંસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી,મોરબી, દેવભૂમી દ્વારકા, જામનગર, રાજકોટ, સુરેન્દ્ર નગર અને કચ્છ. (11 જીલ્લાઓ)

3 તા.12/12/2023 થી 30 દિવસ સુધી

સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, મહિસાગર, ભરૂચ, દાહોદ અને નર્મદા. (11 જીલ્લાઓ)

Tar Fencing Yojana Gujarat 2024 Online Application

તાર ફેન્સીંગ યોજના 2024 માટે સહાય મેળવવા માટે ખેડૂત દ્વારા આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

  • ઓનલાઈન અરજી કરવા માટે અરજદાર દ્વારા ikhedut Portal પર ખેતીવાડી યોજનાઓ પસંદ કરવાની રહેશે.જેથી ખેતીવાડી યોજનાઓનું લીસ્ટ ખુલશે.
  • આ લીસ્ટમાં તાર ફેન્સિંગ યોજના પર ક્લીક કરવાનું રહેશે.
Tar Fencing Yojana Gujarat 2024 Online Apply
Image Credit Government Official website (www.ikhedut.gujarat.gov.in)
  • જેથી આગળ આપ રજીસ્ટ્રર્ડ અરજદાર છો તેમ પુછશે. તેમાં હા કે ના પસંદ કરીને આગળ આગળ વધવાનું રહેશે.
  • ત્યાર બાદ આગળ નવા પેજમાં ઓનલાઈન અરજી કરવા માટેનું ફોર્મ ખુલશે.
  • જેમાં ખેડૂતની વ્યક્તિગત વિગતો, આધારની વિગતો, સરનામું, જમીનની વિગતો, બેંક ખાતાની વિગતો ચકાસીને ભરવાની રહેશે.
  • આગળના સ્ટેપમાં ખેડૂતને માંગ્યા મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
  • ત્યાર બાદ સંપુર્ણ વિગતો ચકાસીને Application Save કરવાની રહેશે.
  • અરજી સેવ કર્યા બાદ Application Confirm કરવાની રહેશે.

ત્યાર બાદ ખેડૂતને પોતાનો અરજી નંબર મળશે. જેનાથી ઓનલાઈન અરજીની પ્રિન્ટ પણ કાઢી શકો છો.

Important Links of Tar Fencing Yojana Gujarat 2024

ઓનલાઈન અરજી કરવા

Click Here

અરજીનું સ્ટેટ્સ ચકાસવા

Click Here

Home Page

Click Here

Conclusion

ખેડૂતને પોતાના પાકને જંગલી જાનવરોથી રક્ષણ માટે ખેતર ફરતે લોખંડના તારની વાડ કરવી જરૂરી છે. જેનાથી રોઝ, ભુંડ તથા નીલગાય જેવા જંગલી પ્રાણીઓથી પાકની બચાવી શકાય છે. Tar Fencing Yojana Gujarat 2024 હેઠળ ખેડૂતને ખેતર ફરતે કાંટાળી વાડ બનાવવા માટે કુલ ખર્ચના 50% સુધીની સહાય આપવામાં આવે છે. તે માટે જિલ્લાના લક્ષ્યાંક મુજબ આઈ ખેડૂત પોર્ટલ પર અરજીઓ મંગાવામાં આવે છે. વહેલા તે પહેલા ધોરણે અરજીઓ મંજૂર કરવાની થતી હોય ખેડૂતને સત્વરે અરજી કરવા સુચન છે.

FAQ

(1) તાર ફેન્સીંગ સહાય યોજના હેઠળ ખેડૂતને કેટલી સહાય મળવાપાત્ર થાય છે?

Tar Fencing Yojana Gujarat 2024 હેઠળ ખેડૂતને 2 હેક્ટર જમીન વિસ્તારમાં રનિંગ મીટર દીઠ ₹ 200 અથવા કુલ ખર્ચના 50% બંનેમાંથી જે ઓછુ હોય તે સહાય મળવાપાત્ર થશે.

(2) ઓનલાઈન સહાય મંજૂરીના હુકમ પછી કેટલા દિવસમાં તાર ફેન્સિંગનું કામ પુરું કરવાનું હોય છે.?

સહાયની પુર્વ મંજૂરી બાદ કુલ 120 દિવસમાં તાર ફેન્સિંગનું કામ પુરું કરવાનું હોય છે.

(3) કેટલી જમીન ધરાવતા ખેડૂત Tar Fencing Yojana Gujarat 2024 હેઠળ અરજી કરી શકશે?

ઓછામાં ઓછી 2 હેક્ટર જમીન ધરાવતા ખેડૂત Tar Fencing Yojana Gujarat 2024  માટે અરજી કરી શકશે.

Leave a comment