Teka Na Bhav Yojana 2024 : ખેડૂત દ્વારા વર્ષમાં ખેતીમાં ખરીફ, રવિ અને જાયદ ત્રણ સીઝનમાં પાકો લેવામાં આવે છે. ખેડૂતને પોતાની મહેનત દ્વારા ઉત્પાદિત કરેલ પાકનું યોગ્ય વળતર મળી રહે અને ખેત પેદાશમાં નુકસાન ના થાય તે માટે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા મહત્વના પાકો પર ટેકાના ભાવ યોજના જાહેર કરવામાં આવે છે. આ ટેકાના ભાવો જે તે પાકની માર્કેટીંગ સીઝન પહેલા જાહેરાત કરવામાં આવે છે. મિત્રો આજના આર્ટિકલમાં Teka Na Bhav Yojana Gujarat 2024 હેઠળ ક્યા ખેત પેદાશો માટે ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. અને તેના માટે ઓનલાઈન નોંધણી કેવી રીતે કરવી? જેની વિગતે માહિતી મેળવીશું. તો ચાલો કંઈક નવું જાણીએ.
Bullet Point of Teka na Bhav Yojana 2024
આર્ટિકલનું નામ | Teka na Bhav Yojana 2024 |
સંબંધિત સરકારી વિભાગ | અન્ન ,નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતના વિભાગ |
યોજનાનો હેતું | ખેડૂતના સિઝન પાકને પોષણક્ષમ ભાવો આપવા. |
કોના દ્વારા ખરીદી થાય છે. | રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરેલ નોડલ એજન્સી દ્વારા. |
ઓનલાઈન રજીસ્ટ્રેન ક્યાં કરાવવું | ગ્રામ્ય કક્ષાએ ગામ ઈ-ધરા કેન્દ્ર ખાતેના V.C.E મારફતે ઓનલાઈન રજીસ્ટ્રેશન થાય છે. |
વર્ષ 2024 માટે રજીસ્ટ્રેશનનો સમયગાળો | તા.20/06/2024 થી |
કયા પાક માટે રજીસ્ટ્રેશન શરૂ થશે. |
ઉનાળું મગ માટે |
ટેકાના ભાવ યોજનાનો હેતું.
રાજ્યના ખડૂતો દ્વારા પકવવામાં આવતા પાકને પોષણક્ષમ ભાવો મળી રહે તથા ખેડૂતને વધુ પાક ઉત્પાદનો ફાયદો મળે તે માટે સરકાર દ્વારા ટેકાના ભાવો જાહેર કરવાની Teka Na Bhav Yojana અમલમાં મુકેલ છે. ખેડૂતો પોતાના ઉત્પાદીત પાકને યોગ્ય બજાર મળી રહે અને સરળતાથી પોતાની પાક વેચી શકે તે માટે પાક સિઝન પહેલા આ ટેકાના ભાવો જાહેર કરવામાં આવે છે. આ રીતે ચણાની સિઝનમાં ચણાના ટેકાના ભાવ તથા મગફળીની સિઝનમાં મગફળની ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે. તાજેતરમાં સરકાર દ્વારા તુુવેર, ચણા અને રાયડાના ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે.જેની વિગત આગળ જોઈશું.
ટેકાના ભાવો નક્કિ કરવાની કાર્યપદ્ધતિ.
સરકાર જુદાજુદા ખરીફ અને રવી પાકોની ટેકાના ભાવની ભલામણ કેન્દ્ર સરકારને મોકલવામાં આવે છે. જે ભાવો રાજ્ય કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો /રાજયના અધિકારીઓ દ્વારા સંબંધિત સીઝનમાં થયેલ પાક ઉત્પાદન ખર્ચની ગણતરી કરીને નક્કિ થયેલ પાકોના ભાવ ગુજરાત કૃષિ ભાવ પંચની બેઠકમાં નક્કી કરવામાં આવે છે. જેના આધારે ભારત સરકાર દ્વારા દર વર્ષે મહત્વના પાકોના ટેકાના ભાવો Teka Na Bhav Yojana હેઠળ નક્કિ કરવામાં આવે છે.
સામાન્ય રીતે જે તે પાકોની સીઝન અગાઉ જાહેરાત કરી તેની વિવિધ પ્રસાર માધ્યમો દ્વારા વધુમાં વધુ પ્રચાર કરવામાં આવે છે. ટેકાના ભાવોથી Teka na Bhav Yojana ખેત પેદાશોના પ્રવર્તમાન ભાવો નીચા જાય તો નિમાયેલ નોડલ એજન્સી દ્વારા આવી નક્કિ થયેલ ગુણવત્તા ધરાવતી ખેત પેદાશોની ટેકાના ભાવે ખેડૂતો પાસેથી A.P.M.C. સેન્ટર મારફતે સીધી ખરીદી કરવામાં આવે છે. દરેક ટેકાના ભાવના પાકની ખરીદ વ્યવસ્થા તથા ભાવોનું સતત મોનીટરીંગ ખેતી નિયામકશ્રી દ્વારા કરવામાં આવે છે
ટેકાના ભાવ યોજનાના ખેડૂતોને ફાયદા.
- ખેતીના મુખ્ય પાકો જેવા કે બાજરી, જુવાર, મકાઇ, તુવેર, મગ, ડાંગર અને કપાસ, મગફળી, ચણા, તલ, ઘઉં, રાઇ અને શેરડીના પાકોને સિઝન મુજબ Teka Na Bhav Yojana હેઠળ જાહેર કરવામાં આવે છે.
- જ્યારે ખેત પેદાશોના પ્રવર્તમાન ભાવો ટેકાના ભાવથી નીચા જાય છે ત્યારે કેન્દ્ર તથા રાજ્ય સરકારની નિયુક્ત કરેલી નોડલ એજન્સી દ્વારા આવી નક્કિ થયેલ ગુણવત્તા ધરાવતી ખેત પેદાશોની ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરવામાં આવે છે. જેથી ખેડૂતોને ખેતી ખર્ચ સામે આર્થિક રક્ષણ મળે છે.
- ખેડૂતોને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી નક્કી થયેલ પાક ખરીદીના સમયગાળામાં પોતાના પાક ઉત્પાદન વેચીને બે દિવસમાં પોતાના પાકના નાણા મેળવી શકે છે.
Taka na Bhav Yojana 2024 હેઠળ જાહેર થયેલ પાકોના ટેકાના ભાવો.
મિત્રો, સરકાર દ્વારા વર્ષ 2024 માં નવા પાકો માટે ટેકાના ભાવોની જાહેરાત થઈ.. જેની વિગતો નીચે મુજબની છે.
ક્રમ | પાકનું નામ | ટેકાનો ભાવ ₹ (પ્રતિ ક્વિન્ટલ) | ટેકાનો ભાવ ₹ (પ્રતિ મણ) | બોનસ ₹
(પ્રતિ ક્વિન્ટલ) |
ખરીદીનો કુલ ભાવ ₹
(પ્રતિ ક્વિન્ટલ) |
1 |
ડાંગર (કોલમ) | 2700 | 540 | – | 2700 |
2 |
ડાગર (ગ્રેડ-એ) | 2203 | 440 | – |
2203 |
3 |
મકાઈ | 2235 | 445 | – |
2235 |
4 |
બાજરી | 2625 | 528 | – |
2625 |
5 |
જુવાર (હાઈબ્રીડ) | 3371 | 674 | – |
3371 |
6 |
જુવાર (માલદંડી) | 3225 | 645 | 300 |
3525 |
7 |
રાગી |
4290 | 858 | – |
4290 |
8 |
તુવેર દાળ |
7550 |
1510 | – |
7550 |
9 |
મગ |
8682 |
1736 | – |
8682 |
10 |
અડદ | 7400 | 1480 | – |
7400 |
11 |
મગફળી | 6783 | 1356 | – |
6783 |
12 |
સોયાબીન (યેલ્લો) | 4892 | 978 | – |
4892 |
13 |
સુર્યમુખીના બીજ | 7280 | 1456 | – |
7280 |
14 |
નાઈજર સીડ (રામતીલ) | 7734 | 1586 | – |
7734 |
15 |
તલ | 9267 | 1853 | – |
9267 |
16 |
કપાસ લાંબો તાર | 7521 | 1504 | – |
7521 |
17 |
કપાસ મધ્યમ તાર | 7121 | 1424 | – |
7121 |
નોંધઃ- . હાલ તાજેતરમાં વર્ષ 2024 માટેે ઉનાળં મગના ટેકાના ભાવ પણ જાહેર થયા છે.ઉપર દર્શાવેલ ભાવોમાં સીઝન પ્રમાણે ફેરફાર હોઈ શકે.
તુવેરના ટેકાના ભાવ | ચણાના ટેકાના ભાવ | રાયડાના ટેકાના ભાવ
સરકાર દ્વારા તાજેતરમાં તુુુુુવેર, ચણા અને રાયડાના ટેકાના ભાવ જાહેર કર્યા છે. જેની નોંધણી તા.20/06/2024 થી શરૂઆત કરવામાં આવી છે.
- તુવેરના ટેકાના ભાવ ₹ 7,575/- (પ્રતિ ક્વિન્ટલ)
- રાયડાના ટેકાના ભાવ ₹ 5,650/- (પ્રતિ ક્વિન્ટલ)
- ચણાના ટેકાના ભાવ ₹ 5,440/- (પ્રતિ ક્વિન્ટલ)
Mag Na Teka na Bhav Online Registration 2024
ખેડૂત મિત્રો, ગુજરાતના અન્ન ,નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતના વિભાગ દ્વારા વર્ષ 2024 ના સિઝનના તુવેર, ચણા અને રાયડો જેવા ધાન્યપાકોની સીધી ખરીદી ખેડૂતો પાસેથી કરવામાં આવનાર છે. જેના માટે રજીસ્ટ્રેશનનો સમયગાળો તા. 20/06/2024 થી શરૂ છે. ખેડુતોએ પોતાના ગામની ગામપંચાયત ખાતેના ઈ-ગ્રામ સેન્ટર ખાતે ફરજ બજાવતા V.C.E કોમ્પ્યુટર ઓપેરેટર મારફતે ઈ-સમુદ્ધિ પોર્ટલ પર તથા તાલુકાકક્ષાએ નાગરિક પુુુુરવઠા ગોડાઉનો ખાતેથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકે છે.
ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે જરૂરી ડોક્યુમેન્ટ.
Teka na Bhav Yojana માટે ખેડૂતે ઓનલાઈન નોંધણી માટે નીચે મુજબના આધાર પુરાવાની જરૂર રહેશે.
- 8-અ તથા ગામ નમૂના 7/12 ની નકલ. (સહી સિક્કાવાળી નકલ મેળવવા અહીં ક્લિક કરો)
- આધાર કાર્ડની નકલ.
- ગામ નમૂના 12 માં પાક વાવણી અંગેની નોધ ના થઈ હોય તો, પાક વાવણી અંગેનું તલાટીના સહી સિક્કા સાથેનો તાજેતરનો અધ્યતન દાખલો.
- ખાતેદારના બેંક ખાતાના પ્રથમ પાનાની પાસબુકની નકલ અથવા કેન્સલ કરેલો ચેક
જાણવા જેવુંઃ
પશુપાલન યોજના ફોર્મ 2024 25 માટે ફોર્મ ભરવાના શરૂ.
ખેડૂત સ્માર્ટ ફોન સહાય યોજના 6000 ની સહાય મળશે.
નોંધણી તથા ખરીદી સમય ધ્યાને લેવા જેવી બાબતો.
- ખેડૂતોએ નોંધણી માટે C.E કે ગોડાઉન કક્ષાએ કોઈપણ રકમની ચુકવણી કરવાની રહેતી નથી.
- ખરીદી સમયે ખેડૂતોએ પોતાના પાકોનો જથ્થો સાફ-સુફ કરી, ખુલ્લામાં યોગ્ય રીતે સુકવીને લાવવાનો રહેશે.
- ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધારકાર્ડ/ઓળખપત્ર સાથે લાવવાનું રહેશે.
- ખેડૂત ખાતેદારના બાયોમેટ્રીક ઓળખ કરીને જ પાકની ખરીદી કરવામાં આવનાર છે
નોંધઃ- ખેડૂત ખાતેદારોને ખરીદીના 48 કલાકમાં D.B.T મારફતે સીધા તેઓના બેંક ખાતામાં જ પૈસા જમા કરવામાં આવે છે.
વધુ જાણોઃ-
ટેક્ટર સબસિડી યોજના હેઠળ ₹ 60,000/-ની સબસીડી.
ખેડૂતોને વાહન ખરીદવા ₹ 75,000/- ની સબસીડી.
Important Links of Gujarat 2024
નિયામકશ્રી ખેતીવાડી અધિકારીશ્રીની વેબસાઈટ | |
અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની વેબસાઈટ | |
Home Page |
Conclusion
ખેડૂતો મિત્રોને Teka na Bhav Yojana હેઠળ નોડલ એજન્સી દ્વારા આવી નક્કિ થયેલ ગુણવત્તા ધરાવતી ખેત પેદાશોની ટેકાના ભાવે ખેડૂતો પાસેથી A.P.M.C. સેન્ટર મારફતે સીધી ખરીદી કરવામાં આવે છે. જેથી ખેડૂતોને પોતાની જણસનો પોષણક્ષમ ભાવ મળી રહે છે. મિત્રો, આ અર્ટિકલમાં ખેડૂતો માટે ટેકાના ભાવની યોજના વિશે વિગતે માહિતી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. વર્ષ 2024 માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હોવાથી આપને સત્વરે ગામ પંચાયત ખાતેથી રજીસ્ટ્રેશન કરાવી દેવા સુચન છે.
FAQ વારંવાર પુુુુુછાતા પ્રશ્નો
પ્રશ્ન (1) ટેકાના ભાવ યોજના કોણ જાહેર કરે છે?
જવાબ: સરકારના અન્ન ,નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતના વિભાગ દ્વારા ટેકાના ભાવોની યોજના જાહેર થાય છે.
પ્રશ્ન (2) Teka Na Bhav Yojana હેઠળ પાકની ખરીદી કોણ કરે છે?
જવાબ: સરકાર દ્વારા નિયુક્ત થયેલ નોડલ એજન્સી દ્વારા ટેકાના ભાવની ખરીદી થાય છે.
પ્રશ્ન (3) Teka na Bhav Yojana Gujarat 2024 માટે રજીસ્ટ્રેશનનો સમયગાળો ક્યો છે?
જવાબ: તા. 20/06/2024 થી મગના ટેકાના ભાવ માટે VCE મારફતે રજીસ્ટ્રેશન કરાવી શકશે.
જવાબઃ મગફળના વર્ષ 2024 માટે ટેકાના ભાવ એક ક્વિન્ટલના ₹ 6783 છે.
1 thought on “Teka Na Bhav Yojana Gujarat 2024 | ટેકાના ભાવ યોજના 2024 માટે પાકોનું લીસ્ટ”