મધમાખી ઉછેર યોજના : ગુજરાતના ખેડૂત નવી ખેત પદ્ધતિ વિકાસાવી ને આધુનિક ખેતી તરફ વળે તે માટે બાગાયતી યોજનાઓમાં સરકાર દ્વારા ઘણી સહાય જાહેર કરે છે. જેમ કે મશરૂમની ખેતી, સુગંધિત ફૂલોની ખેતી, ઔષધિય છોડ, ડ્રેગન ફુટ વગેરે ખેતીને પ્રોત્સાહન મળે તે માટે સરકાર દ્વારા સહાય ચુકવવામાં આવે છે. તેવી જ રીતે ઔષધિય ગુણોથી ભરપુર અને શક્તિ વર્ધક મધના ઉત્પાદન માટે પણ Madhumakhi Palan In Gujarat યોજના હેઠળ યુનિટ કોસ્ટના ₹10.00 લાખ અથવા ખર્ચના 4૦% જેટલી સહાય ચુકવવામાં આવે છે. મિત્રો, આજના આર્ટિકલ મધમાખી પાલન યોજના 2024 હેઠળ ઓનલાઈન અરજી ક્યાં કરવી અને મધમાખી ઉછેર માટે કઈ-કઈ યોજનાઓ અમલમાં છે. તેની વિગતે માહિતી મેળવીશું.
મધમાખી ઉછેર કાર્યક્રમ તથા મધમાખી સમૂહના ઉત્પાદન યોજનઓથી મધ ઉત્યાદનને પ્રોત્સાહન પુરું પાડવામાં છે. મધખમાખી પાલન વ્યાસાય ખેડૂતને લાખોની કમાણી કરી આપતો વ્યાવસાય છે. ઉત્પાદિત થયેલ મધ આયુર્વેદિક દ્રષ્ટિએ ઘણુ જ સ્વાસ્થ્ય વર્ધક હોવાથી ખેડૂતને સારી આવક રળી આપે છે. મધમાખી પાલન માટે સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો તથા યોજનાઓ ચાલવે છે. જેનો લાભ લેવા Ikhedut Portal પર તા.12/03/2024 થી ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. આગળ તેની વિસ્તૃત માહિતી મેળવીશું.
Bullet Point of Madhumakhi Palan In Gujarat
યોજનાનું નામ | મધમાખી પાલન યોજના 2024 |
યોજનાનો હેતું | મધમાખી પાલન દ્વારા મધ ઉત્પાદનને પ્રોત્સાહન આપવું |
મધમાખી પાલન યોજના હેઠળ મળનાર લાભ | યુનિટ કોસ્ટના ₹10.00 લાખ અથવા ખર્ચના 4૦% સુધીની સહાય |
લાભાર્થીની પાત્રતા | ગુજરાતના તમામ ખેડૂત |
સહાય મેળવવા અરજી ક્યાં કરવી? | Ikhedut Portal પર ઓનલાઈન અરજી કરવાની થશે. |
અરજી કરવાનો સમયગાળો | તા.12/03/2024 થી 11/05/2024 |
મધમાખી પાલન યોજના 2024
મધમાખી પાલન યોજના એ ખેડૂતને સારી એવી કમાણી કરી આપે છે. મધમાખી ઉછેર દ્વારા મેળવાતા મધના બજારમાં માંગ રહેતી હોવાથી ઉંચા ખેડૂતને ઉંચા ભાવો પણ મળે છે. મધમાખી પાલનને પ્રોત્સાહન મળે અને ગુજરાતનો ખેડૂત સમૃદ્ધ થાય તે માટે સરકાર દ્વારા મધમાખી પાલન માટે 5 જેટલી વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. જેનાથી ખેડૂતને મધમાખી ઉછેર માટે સીધો લાભ આપવામાં આવે છે.
Madhumakhi Palan In Gujarat
સરકાર દ્વારા મધમાખી પાલનમાં રસ ધરાવતા ખેડૂતો માટે વિવિધ યોજનાઓ અમલમાં મુકી છે. જેની વિગતે માહિતી મેળવીશું.
બી બ્રીડર દ્વારા મધમાખી સમૂહના ઉત્પાદન માટે આર્થિક સહાય યોજના
Mission for Integrated Development of Horticulture MIS એટલે કે બાગાયત વિકાસ કાર્યક્રમ હેઠળ સરકાર દ્વરા મધમાખી સમૂહના ઉત્પાદન વિવિધવર્ગો માટે નીચે મુજબની સહાય જાહેર કરેલ છે.
- સામાન્ય વર્ગના ખેડૂત માટે
યુનિટ કોસ્ટના ₹10.00 લાખ અથવા ખર્ચના 4૦% કે જે ઓછામાં ઓછા 20 કોલોની/વર્ષ ઉત્પાદન કરે તે માટે
- અનુસુચિત જનજાતિના ખેડૂત માટે
યુનિટ કોસ્ટના ₹10.00 લાખ અથવા ખર્ચના 4૦% કે જે ઓછામાં ઓછા 2000 કોલોની/વર્ષ ઉત્પાદન કરે તે માટે
- અનુસુચિત જાતિના ખેડૂત માટે
યુનિટ કોસ્ટના ₹10.00 લાખ અથવા ખર્ચના 4૦% કે જે ઓછામાં ઓછા 2000 કોલોની/વર્ષ ઉત્પાદ ન કરે તે માટે .
મધમાખી સમૂહ (કોલોની)
આ યોજના હેઠળ લાભાર્થીને નીચે મુજબના નિયમો સાથે Madhumakhi Palan In Gujarat હેઠળ સહાય આપવામાં આવશે.
- સામાન્ય વર્ગના,અનુસુચિત જનજાતિના તથા અનુસુચિત જાતિના ખેડૂત માટે
યુનિટ કોસ્ટ ₹ 2000 પ્રતિ 8 ફ્રેમની કોલોની માટે અથવા કુલ ખર્ચના 40%, 50 કોલોની/લાભાર્થી સુધી સહાય આપવામાં આવશે.
જેમાં લાભાર્થીનીને નિયત થયેલ સંસ્થામાંથી તાલીમ મેળવ્યા બાદ સહાય ચુકવાશે, પ્રારંભિક તબક્કે 10 પેટી સુધીની સહાય ચુકવાશે ત્યાર બાદ મધમાખી પાલનમાં સફળ થાય તો બાકીની 40 પેટી માટે સહાય ચુકવવામાં આવશે.
મધમાખી હાઇવ
Madhumakhi Palan In Gujarat યોજના હેઠળ સામાન્ય વર્ગના, અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના લાભાર્થીઓને નીચે મુજબના લાભો મળવાપાત્ર થશે.
- યુનિટ કોસ્ટ- ₹2000 પ્રતિ હાઇવ અથવા કુલ ખર્ચના 40%
- 50 કોલોની સુધી લાભાર્થીની સહાય.
MIDH ગાઇડ લાઇન મુજબ લાભાર્થીને રાજય સરકારશ્રીની વધારાની 25% પુરક સહાય મળવાપાત્ર થશે.
- જો લાભાર્થી દ્વારા ગુજરાતની કોઈપણ કૃષિ યુનિવર્સીટી / નેશનલ બી બોર્ડ / સેન્ટર ઓફ એક્સલન્સ / કૈશલ્ય વર્ધન કેન્દ્ર / જેવી સંસ્થાઓ પાસેથી તાલીમ મેળવ્યા પછી સહાય ચુકવામાં આવશે.
- વધુમાં પ્રારંભિક ધોરણે લાભાર્થી દીઠ 10 પેટી સુધી સહાય ચુકવવામાં આવશે ત્યારબાદ જિલ્લા કક્ષાનાં અધિકારીશ્રી દ્વારા ચકાસણી કરીને લાભાર્થી શરૂઆતના ધોરણે મધમાખી પાલનમાં સફળ થાય તો બીજી 50 પેટી માટે Madhumakhi Palan In Gujarat હેઠળ સહાય ચુકવવામાં આવશે.
મિશન મધમાખી કાર્યક્રમ
Madhumakhi Palan In Gujarat હેઠળ ગુજરાતમાં મધ ઉત્પાદનમાં વૃદ્ધિ થાય તે માટે મિશન મધમાખી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં મધમાખી માટે પેટીઓ, સાધનો, મધના સંગ્રહ તથા પેકેજીંગ માટે કોલ્ડ રૂમની વ્યવસ્થા માટે આર્થિક સહાય આપવામાં આવે છે. જેની વિગતો નીચે મુજબની છે.
- મધમાખી સમૂહ કોલોની:- ₹2000 /8 ફ્રેમની કોલોની મધમાખી હાઇવ:- ₹2000 /હાઇવ,
- હની એક્ષ્ટ્રેક્ટર (4 ફ્રેમ), ફૂડગ્રેડ કન્ટેઇનર(30કિ.ગ્રા.), નેટ મધમાખી ઉછેરના સાધનો માટે યુનિટ કોસ્ટ:- ₹20000 /હાઇવ
- બી બ્રીડીગ, બી હાઇવ્સ અને ન્યુક્લિયસ કલ્ચર તૈયાર કરવા માટે યુનિટ કોસ્ટ:- રૂ₹25.00 લાખ, મધમાખી ક્લીનીક તૈયાર કરવા યુનિટ કોસ્ટ:- ₹25.00 લાખ.
- પ્રોસેસીંગ, પેકેજીંગ, કોલ્ડ રૂમ એકમ માટે યુનિટ કોસ્ટ:- ₹50.00 લાખ/એકમ (250 થી વધારે સભ્યમાટે ) તેમજ યુનિટ કોસ્ટ :- ₹25.00 લાખ/એકમ (250 કે તેથી ઓછા સભ્ય),
વધુ જાણો:-
ગોડાઉન બનાવવા માટે સહાય યોજના 2024 હેઠળ મળશે 75,000/- ની સબસિડી.
મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના 2024 [₹1,00,000/-ની લોન]
ફૂડ ગ્રેડ કન્ટેઇનર (30 કિ.ગ્રા.), હની એક્ષ્ટ્રેક્ટર (4 ફ્રેમ), નેટ મધમાખી ઉછેરના સાધનો માટે
સામાન્ય વર્ગના ખેડૂત, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂત માટે આપવામાં આવતી સહાય.
- યુનિટ કોસ્ટ:- ₹20000 / સેટ
- કુલ ખર્ચના 40% •એકસેટ/લાભાર્થીસુધી
નોંધ- MIDH ગાઇડ લાઇન મુજબ •રાજય સરકારશ્રીની વધારાની 25% પુરક સહાય લાભાર્થી દ્વારા માન્ય સંસ્થામાંથી તાલીમ મેળવ્યા બાદ સહાય ચુકવવાની રહેશે
Honny Bee Farming Yojana Gujarat માટે ઓનલાઈન અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટ
મધમાખી ઉછેર સહાય યોજના હેઠળ લાભ મેળવવા માટે ખેડૂત ને આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. જે માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂરિયાત પડશે.
- ખેડૂતનું અધારકાર્ડ
- સરનામાના પુરાવા તરીકે રેશનકાર્ડ
- ખેડૂતના જમીના પુરાવા તરીકે 7/12 ના ઉતાર 8-અ ની નકલ
- સંયુક્ત ખાતે દારના કિસ્સામાં અન્ય ખેડૂતનું સંમત્તિપત્ર
- જો ખેડૂત સહકારી મંડળી કે દૂધ ઉત્પાદન મંડળીનો સભ્ય હોય તો તેની વિગતો
- જાતિનું પ્રમાણપત્ર.
- પાસપોર્ટ સાઈઝનો ફોટો
- બેક એકાઉન્ટની વિગત
જાણવા જેવુ:-
ટેકાના ભાવ યોજના 2024 જાણો ટેકાના ભાવ.
પશુપાલન માટે મળશે 1,00,000/- ની લોન.
મધમાખી પાલન યોજના 2024 માટે ઓનલાઈન અરજી
બાગાયતી યોજનાઓ હેઠળ મધમાખી પાલન માટે IKhedut Portal Online Applicaion તા.12/03/2024 થી શરૂ થઈ ગઈ છે. Madhumakhi Palan In Gujarat Online Application માટે ખેડૂત દ્વારા નીચે મુજબના સ્ટેપ અનુસારવાના રહેશે.
- અરજદાર ખેડૂત દ્વારા સૌ પ્રથમ gujarat.gov.in ટાઈપ કરીને આઈ ખેડૂત પોર્ટલની ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.
- તેમાં હોમ પેજપર આવેલ ‘‘યોજનાઓ’’ મેનું પર ક્લીક કરવાનું રહેશે.
- જેથી ખેડૂતને લાગતી યોજનાઓનું લીસ્ટ ખુલશે, તેમાંથી ‘‘બાગાયતી યોજનાઓ માટે અહિં ક્લિક કરો’’ બટન પર ક્લિક કરવાનું રહેશે.
- જેથી હાલ બાગાયત વિભાગ દ્વારા અમલમાં હોય તે તમામ યોજનાઓનું લીસ્ટ ખુલશે. જેમાંથી ‘‘મધમાખી ઉછેર’’ ની કુલ-5 યોજનાઓમાંથી જરૂરી હોય તે યોજના પર ક્લિક કરવાથી ઓનલાઈન અરજી કરી શકાશે.
ઓનલાઈન અરજી માટે વિગતવાર માહિતી જાણો.
Important Links of Madhumakhi Palan In Gujarat
આઈ ખેડૂતની ઓફિસિયલ વેબસાઈટ | |
બાગાયતી યોજના માટે અરજી કરવા | |
Home Page |
Conclusion
ખેડૂતને મધ ઉત્પાદનથી વધુ આવક મળે તે માટે ખેડૂત પોર્ટલ પર મધમાખી ઉછેર સહાય માટે વિવિધ યોજનાઓના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે. Madhumakhi Palan In Gujarat ના વ્યાવસાય માટે સરકાર દ્વારા ખેડૂતને 40% સુધીની સહાય આપવામાં આવે છે. મધમાખી પાલન યોજના 2024 હેઠળ હાલ કુલ-5 યોજનાઓના ફોર્મ ભરાય છે. આપને સહાય મળવા બાબતે કોઈ સમસ્યા હોય તે જિલ્લા પંચાયતની ખેતીવાડી વિભાગના બાગાયતી શાખામાં મુલાકાત કરવા સૂચન છે.
FAQ પ્રશ્નોતરી
(1) મધમાખી પાલન યોજના 2024 અન્વયે ઓનલાઈન ફોર્મ ક્યાંથી ભરાશે.?
મધ ઉત્પાદન માટે Madhumakhi Palan In Gujarat હેઠળ તા.12/03/2024 થી I Khedut Portal પરથી ઓનલાઈન ફોર્મ ભરાવવાના શરૂ થયા છે.
(2) Madhumakhi Palan In Gujarat યોજનાઓ હેઠળ કેટલી સહાય મળવાપાત્ર છે?
લાભાર્થીને યોજનાની શરતો મુજબ નિયમોનુસાર ખર્ચના 40% સહાય મળવાપાત્ર થશે.
(3) મધમાખી ઉછેર યોજના ગુજરાત કોના દ્વારા અમલમાં મુકાયેલ છે?
આ યોજના ગુજરાતના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા અમલીકૃત છે.