Gyan Sadhana Scholarship Exam Result 2024 : મિત્રો, આપ જાણો છો તેમ તાજેતરમાં તા.30/03/2024 ના રોજ Gyan Sadhana Scholarship 2024 માટેની પરીક્ષા લેવામાં આવી છે. તેની ફાઈલન આન્સર કી પણ જાહેર કરી દેવામાં આવી છે. તથા આજ રોજ તા. 18/05/2024 ના રોજ Gyan Sadhana Scholarship Exam Result 2024 ની પણ જાહેરાત કરવામાં આવી છે. જેમાં કુલ 4,46,698 જેટલા વિદ્યાર્થીઓનું પરીણામ જાહેર કરવામાં આવ્યુ છે. મિત્રો, અહીં આપને યાદ અપાવીએ કે સાધના સ્કોલરશીપ હેઠળ ધોરણ 9 થી 10 ના વિદ્યાર્થીઓ માટે ₹ 20,000/- વાર્ષિક અને ધોરણ 11 થી 12 ના વિદ્યાર્થીઓ માટે ₹ 25,000/- વાર્ષિક સ્કોલરશીપ મળવાપાત્ર છે. આજના આર્ટિકલમાં કોઈપણ શાળાના વિદ્યાર્થીનું પરીણામ કેેેવી રીતે ચેક કરવું? તેની સીધી સરળ રીતે જણાવીશું.
તાજેતરમાં આ પરીક્ષાનું Gyan Sadhana Scholarship Exam Result 2024 આજરોજ ઓફિસિલય વેબસાઈટ પર જાહેર કરી દેવામાં આવ્યુ છે. કયાં વિદ્યાર્થીઓને આ યોજના હેઠળ સ્કોલરશીપનો લાભ મળશે, તેની વિગત તથા પરીક્ષાના પરિણામ વિશેની વિગતવાર માહિતી આજના આર્ટિકલમાં મેળવીશું.
Bullet Point of Gyan Sadhana Scholarship Exam Result 2024
આર્ટિકલનું નામ | જ્ઞાન સાધના સ્કોલરશીપ પરિણામ 2024 |
પરીક્ષાની તારીખ | તા.30/03/2024 |
કોને લાગુ પડશે | જે વિદ્યાર્થીઓ ધોરણ-8 માં અભ્યાસ કરતા જ્ઞાન સાધના સ્કોલરશીપ માટે પરીક્ષા આપી હતી તેઓને. |
મળવાપાત્ર શિષ્યવૃત્તિ | ધોરણ 9 થી 10 ના વિદ્યાર્થીઓ માટે ₹ 20,000/-વાર્ષિક
ધોરણ 11 થી 12 ના વિદ્યાર્થીઓ માટે ₹ 25,000/- વાર્ષિક |
કોને લાભ મળશે | તમામ પ્રવાહના વિદ્યાર્થીઓને |
પરિણામના જાહેરાતની તારીખ | તા.18/05/2024 ના રોજ |
ઓફિસિલય વેબસાઈટ | www.sebexam.org |
Gyan Sadhana Scholarship Exam Result 2024
મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના હેઠળ ધોરણ-8 ના અભ્યાસ બાદ ગરીબ અને મધ્યમવર્ગના હોંશિયાર વિદ્યાર્થીઓને સરકારી તેમજ ખાનગી શાળામાં અભ્યાસ કરવા માટે દર વર્ષે ₹ 20,000/- થી 25,000/- સુધીની સ્કોલરશીપ રૂપે મદદ કરવામાં આવે છે. જેના માટે વિદ્યાર્થીઓની પસંદગી કરવા હાલ તા.30/03/2024 ના રોજ લેવાયેલ પરીક્ષાના પરિણામને આધારે કુલ 25,000/- જેટલા વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવે છે. જે વિદ્યાર્થીઓની પસંદગી થઈ છે તેની વિગતો આજના આર્ટિકલથી જાણવા મળશે.
જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના હેઠળ મળનાર સ્કોલરશીપ.
આ યોજના હેઠળ પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓને ધોરણ-9 થી 12 માટે સ્કોલરશીપ આપવામાં આવશે. જેની વિગતો નીચે મુજબની છે.
ધોરણ | મળનાર સ્કોલરશીપ |
ધોરણ 9 થી 10 માટે | ₹ 20,000/- વાર્ષિક |
ધોરણ 11 થી 12 માટે | ₹ 25,000/- વાર્ષિક |
Gyan Sadhana Scholarship Merit List 2024
તા.30/03/2024ના રોજ લેવાયેલ પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ પાસ થયા છે. તેની યાદી ગુજરાત શિક્ષણ બોર્ડની ઓફિસિલય વેબસાઈટ પર આજ રોજ પરીણામ મુકવામાં આવ્યુ છે. આપ નીચે જણાવેલ સ્ટેપથી પરિણામ ચેક કરી શકો છો.
- સૌ પ્રથમ મોબાઈલ કે કોમ્પ્યુટરમાં sebexam.org ટાઈપ કરીને ગુજરાત શિક્ષણ બોર્ડની ઓફીસિયલ વેબસાઈટ ખોલવાની કરવાની રહેશે.
- ત્યાર બાદ હોમ મેનું પર આવેલ ‘‘Print Result’’ બટન પર ટીક કરવાનું રહેશે.
- જેથી નીચે દર્શાવેલ ઈમેજ મુજબનું પેજ ખુલશે.
- જેમાં મુખ્યમંત્રીશ્રી જ્ઞાન સધાન મેરીટ સ્કલોરશીપ (CGMS) પરીક્ષા-2024 પસંદ કરવાનું રહેશે.
- જેમાં વિદ્યાર્થીનો બેઠક નંબર અથવા વિદ્યાર્થીનો Adhar UID Number નાંખવાનો રહેશે.
- ત્યાર બાદ નીચે વિદ્યાર્થીની જન્મ તારીખ નાંખવાની રહેશે. પછી છેલ્લે ‘‘Submit ’’ બટન પર ક્લિક કરવાનું રહેશે.
- જેથી જે વિદ્યાર્થીની વિગત નાંખી હશે, તેનું પરિણામ ખુલશે. જેને ડાઉનલોડ પણ કરી શકશો.
જાણવા જેવું:-
મુખ્યમંત્રી જ્ઞાનસેેેેતું સ્કોલરશીપ 2024 નું પરીણામ જાહેર, અહિંથી વિગતો ચેક કરો.
Gyan Sadhana Scholarship Exam Result 2024 Link
મિત્રો, અહિં આપ સરળતાથી ઓનલાઈન પરીણામ ચેક કરી શકો તે માટે ડાયરેકટ લીંક આપવામાં આવેેલી છે. જેના પર ક્લિક કરીને આપ કોઈપણ શાળાના કોઈપણ વિદ્યાર્થીનું પરીણામ ચેક કરી શકો છો.
ડાયરેક્ટ પરીણામ ચેક કરવા અહિંં ક્લિક કરો.
પરિણામ જાહેર થયા બાદની પ્રોસેસ
- ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા પહેલા કામચલાઉ પરિણામ જાહેર કરવામાં આવે છે. જેમાં પસંદગી થયેથી વિદ્યાર્થીને જણાવવામાં આવે તે રીતે શાળામાં કે જિલ્લા શિક્ષણ નિયામકશ્રીની કચેરી દ્વારા સુચવે તે રીતે ડોક્યુમેન્ટની ચકાસણી કરાવવાની રહેશે.
- ડોક્યુમેન્ટની ચકાસણી થયા બાદ ફાઈનલ મેરીટ લીસ્ટ બહાર પાડવામાં આવે છે.
વધુ જાણો:-
યુવા સ્વાવલંબન યોજના 2024 ટ્યુશન ફી, પુસ્તકો અને હોસ્ટેલમાં રહેવા સહાય
લખપતિ દીદી યોજના પાત્રતા, લાભો અને અરજી પ્રક્રિયા
Important Links of Gyan Sadhana Scholarship Exam Result 2024
ઓફિસિલય વેબસાઈટ |
|
ઓનલાઈન પરિણામ ચેક કરવા માટે | |
Home Page |
Conclusion
ગુજરાતના મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને માધ્યમિક તથા ઉચ્ચતર માધ્મિક શાળામાં અભ્યાસ માટે આર્થિક રૂપે મદદરૂપ થવા મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના શરૂ કરવામાં આવેલ છે. જેમાં વિદ્યાર્થીને ધોરણ 9 થી 10 માટે ₹ 20,000/- વાર્ષિક અને ધોરણ 11 થી 12 માટે ₹ 25,000/- વાર્ષિક સ્કોલરશીપ આપવામાં આવે છે. આજ તા. 18/05/2024 ના રોજ Gyan Sadhana Scholarship Exam Result 2024 જાહેર કરવામાં આવ્યુ છે. જે પરિણામ આ આર્ટિકલની મદદથી સરળતાથી ચેક કરી શકો છો. આપને પરીણામ બાબતે કોઈ પ્રશ્ન મુંઝવતો હોય તો ઓફિસિયલ હેલ્પલાઈન નંબર (079) 232 48461 પર કોલ કરવા સુચન છે.
FAQ વારંવાર પુછાતા પ્રશ્નો.
(1) Gyan Sadhana Scholarship Exam Result 2024 કઈ વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવ્યુ છે?
મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષાનું પરિણામ ઓફિસિયલ વેબસાઈટ www.sebexam.org પર પ્રસિદ્ધ કરવામાં આવ્યુ છે.
(2) જ્ઞાન સાધના સ્કોલરશીપ પરિણામ 2024 બાબતે કોઈ રજુઆત કરવી હોય તો ક્યાં સંપર્ક કરવો?
જ્ઞાન સાધના સ્કોલરશીપ પરિણામ બાબતે કોઈ રજુઆત કરવી હોય તો જિલ્લા કક્ષાએ શિક્ષણ વિભાગની કચેરી ખાતે સંપર્ક કરી શકાશે અથવા હેલ્પલાઈન નંબર પર રજુઆત કરી શકાશે.
(3) આ યોજના હેઠળ કુલ કેટલા વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવશે?
મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના હેઠળ મેરીટને આધારે કુલ 25,000 જેટલા વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવશે.