Sardar Patel Good Governance CM Fellowship | સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ ફેલોશીપ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

CM Fellowship Gujarat Eligibility | CM Fellowship Programme Gujarat 2023 | CM Fellowship Gujarat Apply Online | CM Fellowship Gujarat Apply Online Last Date | CM Good Governance Fellowship Gujarat

જાણવા જેવું: સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિના તા.31/10/2023 દિવસે Sardar Patel Good Governance CM Fellowship યોજના અમલમાં મુકેલ છે. નવ યુવાનોને સરકારી વહીવટી પ્રક્રિયામાં સ્થાન મળે તે માટે સરકાર દ્વારા આ યોજના દ્વારા ફોલો એટલે કે સહાયકની નિમણૂંક થનાર છે. જેઓને દર મહિને સ્ટાઈપેન્ડ રૂપે ₹ 1 લાખ + 10,000 (LTA) આપવામાં આવશે અને ગુજરાત સરકાર સાથે કામ કરવાની તક મળશે. મિત્રો, સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ ફેલોશીપ યોજના હેઠળ ઓનલાઈન અરજી ક્યાં કરવી? ફેલો સહાયકની નિમણૂંક પ્રક્રિયા વગેરે વિશે વિગતે માહિતી મેળવીશું. તો ચાલો કંઈક નવું જાણીએ.

Sardar Patel Good Governance CM Fellowship

Bullet Point of Sardar Patel Good Governance CM Fellowship

યોજનાનું નામ સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ ફેલોશીપ યોજના
મળનાર સ્ટાઈપેન્ડ દર મહિને ₹ 1 લાખ + 10,000 (LTA)
પાત્રતા કોઈપણ કક્ષામાં સ્નાતક
ઓનલાઈન અરજીની પ્રક્રિયા સ્પીપાની ઓફિસિયલ વેબસાઈટ પર અરજી કરવાની રહેશે.
ઓફિસિલય વેબસાઈટ https://spipa.gujarat.gov.in/
ઓનલાઈન અરજી કરવા માટેની તારીખ ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઓનલાઈન અરજી કરવા માટની છેલ્લી તારીખ. 30/12/2023 છે.

Sardar Patel Good Governance CM Fellowship Program

સરકાર દ્વારા વિદ્યાર્થીઓના અભ્યાસ સહાય અને  કારકિર્દી ઘડતર વિવિધ યોજનાઓ અમલમાં છે. જેમાં હાલ સરકાર દ્વારા વિદ્યાર્થીઓને  સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ ફેલોશીપ યોજના હેઠળ સરકારના વિવિધ વિભાગોમાં ફેલો (સહાયક)ની નિમણૂંક  કરવામાં આવનાર છે. પસંદ કરાયેલ ફેલો સહાયક સરકારી પ્રક્રિયામાં વહીવટી તથા સુશાસનની દિશામાં મદદરૂપ તે માટે અધિકારીશ્રીની સીધી દેખરેખ હેઠળ કાર્યવાહી કરશે. શરૂઆતની પસંદગી પ્રક્રિયા હેઠળ કુલ 20 ફેલો સહાયકને પસંદ કરવામાં આવનાર છે. જે જરૂરિયાત પ્રમાણે વધારી પણ શકશે. સહાયકને સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ ફેલોશીપ યોજના હેઠળ દર મહિને સ્ટાઈપેન્ડ આપવામાં આવશે.

સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ ફેલોશીપ હેઠળ મળનાર સ્ટાઈપેન્ડ.

સરકારી વહીવટી પ્રક્રિયામાં સુશાસન અને સુધારણા હેતુંથી ફેલો  એટલે કે સહાયકની નિયત થયેલ ભરતી પ્રક્રીયાથી પસંદગી કરવામાં આવનાર છે. સહાયકને સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ ફેલોશીપ પ્રોગ્રામ હેઠળ દર મહિને ₹ 1 લાખ + 10,000 (LTA) આપવામાં આવશે.

વધુ જાણો:-  

સ્પર્ધાત્મક પરીક્ષાઓની પુર્વ તૈયારી માટે કોચિંગ સહાય યોજના 

વિદેશ અભ્યાસ  માટે ₹.15.00 લાખ સુધીની લોન સહાય યોજના

CM Fellowship Gujarat Eligibility

સી એમ ફેલોશીપ ગુજરાત હેઠળ ફેલોની પસંદગી કરવા માટે નિયત થયેલ પસંદગી પ્રક્રિયા અનુસરીને સહાયકની પસંદગી કરીને સ્ટાઈપેન્ડ અપાશે. જેના માટે નીચે મુજબની શૈક્ષણિક લાયકાત તથા અનુભવ  નક્કી કરવામાં આવ્યા છે.

  • અરજદારની ધોરણ -10 અને ધોરણ-12 ઓછામાં ઓછા 60% સાથે પાસ કરેલ હોવી જોઈએ.
  • સ્નાતકની ડીગ્રી ઓછામાં ઓછા 60% સાથે મેળવેલ હોવી જોઈએ.
  • મહત્વની રાષ્ટ્રિય સંસ્થાઓ જેવી કે (IIT/IIM/National Law Univeristy, AIIMS, LARI (PUSA) ) સંસ્થાઓમાંથી મેળવેલ સ્નાતકની ડિગ્રીને વધુ મહત્વ આપવાનું રહેશે.
  • અરજદારની ઉંમર 35 વર્ષથી વધુ હોવી ના જોઈએ.
  • સંબંધિત વિષયનો ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ.

CM Fellowship Gujarat Apply Online | ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

  • સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ ફેલોશીપ યોજના માટે રસ ધરાવતા અરજદારોએ  ojas.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરી કરવાની રહેશે.
  • ઓનલાઈન અરજી કરવા માટેની છેલ્લી તારીખ 30/12/2023 છે.
  • ઓનલાઈન અરજી કરવા માટેની ફી ₹ 500/- નક્કિ થયેલ છે.
  • મળેલ અરજીઓને અધારે નિયત થયેલ પસંદગી પ્રક્રિયામાં પસાર થનાર ઉમેદવારને સરકારના વિભાગમાં લાયકાત અને અનુભવને અધારે ફોલો તરીકેની નિમણૂંક આપવામાં આવશે.
Sardar Patel Good Governance CM Fellowship Program
Image Credit Government Official Website ( https://spipa.gujarat.gov.in/)

સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ ફેલોશીપ માટે પસંદગી પ્રક્રિયા

Sardar Patel Good Governance CM Fellowship યોજના હેઠળ અરજદારના લાયકાત અને કાર્યના અનુભવને અધારે નીચે મુજબના વિવિધ ગુણભારનું માળખું નિયત થયેલ છે.

Sardar Patel Good Governance CM Fellowship details

 

જાણવા જેવુંઃ- 

સમાજના તમામ વિદ્યાર્થીઓને શૈક્ષણિક શિષ્યવૃત્તિ સહાય ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના

Sardar Patel Good Governance CM Fellowship માટેના નિયમો અને શરતો.

નિયત પસંદગી પ્રક્રિયાથી પસંદ કરાયેલ ફોલો સહાયક માટે નીચે મુજબના કેટલાક નિયમો અને શરતો નક્કી કરેલ છે.

  • નિયત કરેલ જરૂરી લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારોને ફેલો તરીકે નિમણૂક આપી શકાશે.
  • પસંદ કરાયેલ ફોલો સહાયકને સ્પીપા દ્વારા બે અઠવાડીયાની  તાલીમ પણ આપવામાં આવશે.
  • વિભાગ કે ખાતાના વડાઓ વિગતવાર શરતોને અધિન કામગીરી કરવાની રહેશે. આ કામગીરીની શરતોમાં ફેલો સહાયક દ્વારા કરવામાં આવનાર કામગીરીનું વર્ણન આપશે.
  • કામગીરીની શરતો ફરજિયાત છે અને તે ફેલો કાર્યક્રમનો ભાગ બનશે
  • કામગીરીની શરતોમાં ફેલોએ શું કામગીરી કરવાની છે અને શું તેમની પાસેથી અપેક્ષા છે એનો સમાવેશ કરવાનો રહેશે જેમાં ચોક્કસ કામગીરી અને ચોક્કસ લક્ષ્યાંકો નિર્ધારિત કરવાના રહેશે, જેની સમયાંતરે મુલવણી થઈ શકે તેવા અને પરિણામલક્ષી હોવા જોઈએ.
  • ફેલો સહાયકને એક વર્ષના નિશ્ચિત સમયગાળા માટે કામગીરી સોંપાશે , જે એક સમયે એક વર્ષ સુધી લંબાવી શકાશે. જો કે, પ્રથમ વર્ષ પછી તેમની કામગીરીના વાર્ષિક મૂલ્યાંકનની સમીક્ષા કરી સંબંધિત હોદ્દા પર ચાલુ રાખવા વિચારણા કરવાની રહેશે. Sardar Patel Good Governance CM Fellowship યોજના હેઠળગુજરાત સરકારની મંજુરીથી અસાધારણ કિસ્સામાં બે વર્ષ ઉપરાંત વધુ એક વર્ષ માટે લંબાવવા વિચારણા કરી શકાશે.

Sardar Patel Good Governance CM Fellowship Apply

Important Links of Sardar Patel Good Governance CM Fellowship

ઓફિસિયલ વેબસાઈટ

Click Here

સરકારી ઠરાવ

Click Here

Home Page

Click Here

Conclusion

Sardar Patel Good Governance CM Fellowship Program  હેઠળ સરકારી વહીવટી સુશાસન હેઠળ સહાયકની પસંદગી કરવામાં આવનાર છે. પસંદ કરાયેલ ફેલો સહાયકને દર મહિને આકર્ષક ₹ 1 લાખ + 10,000 (LTA) સ્ટાઈપેન્ડ આપવામાં આવશે. સરકારી વહીવટી પ્રક્રિયામાં કારકિર્દીના ઘડતર માટે સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ ફેલોશીપ યોજના હેઠળ  નવ યુવાનોને સરકારીતંત્રનો ભાગ બનવા અમૂલ્ય તક પુરી પાડે છે.

FAQ

(1) Sardar Patel Good Governance CM Fellowship માટે ઓનલાઈન અરજી ક્યાં કરવાની રહે છે?

સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ ફેલોશીપ માટે  ઓજસ વેબસાઈટ પર ઓનલાઈન અરજી https://ojas.gujarat.gov.in/ પર કરવાની રહે છે.

(2) સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ ફેલોશીપ હેઠળ મળનાર સ્ટાઈપેન્ડની રકમ કેટલી છે?

સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ ફેલોશીપ હેઠળ દર મહિને ₹ 1 લાખ + 10,000 (LTA) સ્ટાઈપેન્ડ આપવામાં આવશે.

(3) ફેલો સહાયની નિમણૂક કેટલા સમય માટે કરવામાં આવશે?

ફેલો સહાયની નિમણૂક 1 વર્ષના સમયગાળા માટે કરવામાં આવશે, પછી જરૂરિયાતના આધારે સમયગાળો લંબાવી શકાશે.

(4) આ યોજના હેઠળ સહાય માટે ઓનલાઈન અરજી કરવા માટેની છેલ્લી તારીખ કઈ છે?

Sardar Patel Good Governance CM Fellowship યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 30/12/2023 છે.   

Leave a comment