તાડપત્રી સહાય યોજના 2024 | Tadpatri Sahay Yojana Gujarat

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Tadpatri Sahay Yojana | Tadpatri Subsidy | તાડપત્રી સબસિડી યોજના | Tadpatri Sahay Yojana 2024

જાણવા જેવું: ખેડૂતને ખેત ઉત્પાદન વધારવા તથા પાક રક્ષણ માટે વિવિધ યોજનાઓ સરકાર દ્વારા Ikhedut Portal પર મુકવામાં આવી છે. ખેડૂતને પોતાના તૈયાર પાકના રક્ષણ તથા કમોસમી વરસાદ, માવઠું અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આફતોથી પાકને ઢાંકવા માટે તાડપત્રીની જરૂરિયાત રહેતી હોય છે. હાલ ચોમાસાની સીજન ચાલી રહી છે, જેમાં ખેડૂતને તાડપત્રીની ખૂબ જ જરૂર રહેતી હોય છે. હાલ આઈખેડૂત પોર્ટલ પર  Tadpatri Sahay Yojana 2024  હેઠળ ખેડૂતને પાક રક્ષણ માટે તાડપત્રી ખરીદવા માટે સીધી સહાય આપવામાં આવે છે. આજના આ લેખમાં ખેડૂતને તાડપત્રી સહાય યોજના હેઠળ સબસિડી મેળવવા અરજી ક્યાં કરવી અને મળનાર સબસિડી વિશે વિગતે માહીતી મેળવીશું.

Tadpatri Sahay Yojana

Bullet Point of Tadpatri Sahay Yojana Gujarat

યોજનાનું નામ તાડપત્રી સહાય યોજના
લાભાર્થી વર્ગ ગુજરાત રાજ્યના તમામ ખેડૂત
મળનાર સહાય તાડપત્રીની ખરીદ કિંમતના 75% અથવા  ₹ 1875/- ની સહાય
ઓનલાઈન અરજી ક્યાં કરવી IKhedut.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ઓફિસિયલ વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/
ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો તા.21/09/2024 થી તા.30/09/2024

તાડપત્રી સહાય યોજનાનો હેતું.

ખેડૂતને ખેતરના ખેડાણથી લઈને પાક તૈયાર થયા પછી માર્કટ સુધી પહોચાડવા માટે વિવિધ સાધનો/ઓજારોની જરૂરીયાત હોય છે. જેમાં ખેડાણ માટે ટેેેેકટર/ પાવર ટીલર, રોટાવેટર , અને પાકને અનાજ માર્કેટ સુધી પહોચાડવા વાહનની જરૂરિયાત રહેતી હોય છે. ખેડૂતના ખેતર કે ખળામાં પડેલા તૈયાર પાકને માવઠા, કમોસમી વરસાદ અને ચોમામાની સિઝનમાં પાકના રક્ષણ માટે તાડપત્રીની જરૂરિયાત રહેતી હોય છે. તે માટે ખેડૂતને તાડપત્રી ખરીદવા માટે ખરીદ કિંમતના 75% અથવા  ₹ 1875/- સુધી બંનેમાંથી જે ઓછુ હોય તે સહાય આપવામાં આવે છે. ખેડૂત ખાતા દીઠ વધુમાં વધુ બે તાડપત્રી માટે સહાય મળવાપાત્ર થશે અને અત્યારે ઓનલાઈન ફોર્મ  તા.30/09/2024 સુધી ભરી શકાશે.

Tadpatri Sahay Yojana  માટે લાભાર્થીની પાત્રતા.

તાડપત્રી સહાય યોજના હેઠળ લાભાર્થીની પાત્રતા નીચે મુજબની છે.

  • તાડપત્રી સહાય માટે ખેડૂતે ઓનલાઈન આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે.
  • જિલ્લાના લક્ષ્યાંક પ્રમાણે તાડપત્રી સહાય આપવામાં આવશે.
  • ખેડૂત અરજદારને ગુજરાતમાં પોતાની જમીન હોવી જોઈએ.
  • તાડપત્રી માટે નાના સિમાંત અને છેવાડાના ખેડૂતને પાત્રતા મુજબની સહાય ચુકવવામાં આવશે.

તાડપત્રી સબસિડી યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ.

તાડપત્રી સહાય મેળવવા માટે IKhedut Portal પર ઓનલાઈન કરવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે.

  • ખેડૂતનું આધાર કાર્ડ
  • 7-12 અને 8-અની નકલ
  • દિવ્યાંગ અરજદાર હોય તો દિવ્યાંગતાનું પ્રમાણપત્ર.
  • દૂધ ઉત્પાદક મંડળી કે સહાકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગત.
  • રેશન કાર્ડ
  • જાતિનું પ્રમાણપત્ર
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો
  • બેંક ડીટેલ્સ

વધુ જાણોઃ- 

માવઠા કે કમોસમી વરસાદને કારણે થયેલ નુકસાન સહાય.

ટપક સિંચાઈ પધ્ધતિ માટેની સહાય યોજના.

તાડપત્રી ખરીદવા માટે મળવાપાત્ર સહાય

સરકારની Tadpatri Sahay Yojana Gujarat યોજના હેઠળ ખેડૂતોને તાડપત્રી ખરીદવા માટે કુલ ખરીદ કિંમતના કિંમતના 75% અથવા  ₹ 1875/- બંનેમાંથી જે ઓછુ હોય તે સહાય આપવામાં આવે છે. આ સહાયની રકમ કેટેગરી વાઈઝ અલગ-અલગ છે. આપણે અહિં તમામ કેટેટરીની જાણકારી મેળવીશું.

અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિ વર્ગના ખેડૂતોને તાડપત્રી સહાય.

  • અનુ.જાતિ તથા અનુ.જનજાતિ વર્ગના ખેડૂતો માટે તાડપત્રીની ખરીદ કિંમતના 75% અથવા ₹ 1875/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થશે.
  • ખાતા દીઠ ખેડૂત વધુમાં વધુ બે નંગ તાડપત્રીની મર્યાદામાં સહાય ચુકવાશે

સમાન્ય વર્ગના ખેડૂતને તાડપત્રી ખરીદવા માળતી સહાય.

  • સામાન્ય ખેડૂતો માટે તાડપત્રીની ખરીદ કિંમતના 50% અથવા ₹ 1250/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થશે.
  • ખાતા દીઠ ખેડૂત વધુમાં વધુ બે નંગ તાડપત્રીની મર્યાદામાં સહાય ચુકવાશે

નાના/સિમાંત અને મહિલા ખેડૂત ખાતેદારને મળવાપાત્ર સહાય.

  • નાના/સિમાંત અને મહિલા ખેડૂતો માટે તાડપત્રીની ખરીદ કિંમતના 75% અથવા ₹ 1875/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થશે.
  • ખાતા દીઠ ખેડૂત વધુમાં વધુ બે નંગ તાડપત્રીની મર્યાદામાં સહાય ચુકવાશે

જાણવા જેવું:-

વિધવા સહાય યોજનાની સંપુુુુર્ણ માહિતી.  

વ્હાલી દીકરી યોજના.

Tadpatri Sahay Yojana Online Application

તાડપત્રી સહાય માટે ખેડૂત ભાઈઓએ આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની હોય છે. ઓનલાઈન અરજીમાં સહાય મંજૂર થયેથી અધિકૃત વિક્રેતાઓ પાસેથી તાડપત્રીની ખરીદી કરવાની રહે છે. ‘‘IKhedut Portal Gujarat’’ પર ઓનલાઈન અરજી કરવા માટે નીચેના સ્ટેપ અનુસરવાના રહેશે.

  • અરજદાર ખેડૂતે સૌ પ્રથમ gujarat.gov.in ટાઈપ કરીને ઓફિસિયલ વેબસાઈટમાં જવાનું રહેશે.
  • ત્યાર બાદ ‘‘યોજનાઓ’’ પસંદ કરીને, ખેતીવાડીઓની યોજનાઓ પસંદ કરવાની રહેશે.
  • પછી આગળ ખુલેલા નવા પેજમાં ‘ખેતીવાડીની યોજનાઓ 2024’’ નું લીસ્ટ ખુલશે.
  • તેમાંથી ‘‘તાડપત્રી સહાય યોજના’’ પસંદ કરવાની રહેશે.
Tadpatri Sahay Yojana Gujarat
Image Credit Government Official Website (ikhedut.gujarat.gov.in)
  • આગળના સ્ટેપમાં તાડપત્રી સહાય માટેનું ઓનલાઈન ફોર્મ ખુલશે. જેમાં અરજદારની વ્યક્તિગત માહિતી, અધારકાર્ડની વિગતો, સરનામું, બેંક ખાતાની વિગતો ચકાસણી કરીને ભરવાની રહેશે.
  • વિગતો ભર્યા બાદ યોજના સંબંધિત ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
  • ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ અરજીની વિગતોને ચકાસીને સબમીટ કરવાની રહેશે.
  • અરજી સબમીટ કરતા અરજીનંબર આપવામાં આવશે. જે આગળની પ્રોસેસ માટે નોંધી લેવાનો રહેશે.

Important Links of Tadpatri Sahay Yojana Gujarat

ઓનલાઈન અરજી કરવા માટે

click Here

અરજીનું સ્ટેટ્સ જાણવા માટે

click Here

Home Page

click Here

Conclusion

ખેડૂતને પોતાના તૈયાર પાકને માવઠા, કમોસમી વરસાદ, અતિવૃષ્ટિથી રક્ષણ આપવા માટે પાકને ઢાંકવા માટે તાડપત્રીની જરૂર પડતી હોય છે. Tadpatri Sahay Yojana  હેઠળ ખેડૂતને પોતાની તાડપત્રી ખરીદવા માટે ખરીદ કિંમતના 75% જેટલી સહાય આપવામાં આવે છે. તાડપત્રી સબસિડી માટે ઓનલાઈન અરજી કરવાની વિગતેની પ્રોસેસ આ આર્ટીકલમાં જણાવવામાં આવેલ છે. સહાય માટે કોઈ સમસ્યા હોય તો આપના જિલ્લાના ખેતીવાડી અધિકારીશ્રીની કચેરી ખાતે રૂબરૂ મુલાકાત કરવા સુચન છે.

FAQ

(1) Tadpatri Sahay Yojana Gujarat હેઠળ કેટલી સબસિડી આપવામાં આવે છે?

તાડપત્રી સહાય યોજના હેઠળ ખેડૂતને ખરીદ કિંમતના 75% અથવા  ₹ 1875/- બંનેમાંથી ઓછું હોય તે સહાય આપવામાં આવે છે.

(2) તાડપત્રીની ખરીદી માટે અરજી ક્યાં કરવાની?

ખેડૂત માટે તાડપત્રીની ખરીદી માટે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

(3) તાડપત્રી સહાય યોજના હેઠળ ખેડૂૂત ખાતાદીઠ કેટલી તાડપત્રી ખરીદી શકશે?

ખેડૂતને ખાતાદીઠ વધુમાં વધુ બે તાડપત્રી માટે સહાય મળવાપાત્ર થશે.

(4) તાડપત્રી સહાય યોજના માટે ઓનલાઈન અરજી કરવાની સમયગાળો

Tadpatri Sahay Yojana  માટે તા.21/09/2024 થી તા.30/09/2024સુધી ઓનલાઈન અરજી કરી શકાશે.

Leave a comment