ઈ સમાજ કલ્યાણ પોર્ટલ રજીસ્ટ્રેશન તથા અરજી પ્રોસેસની સરળ સમજૂતી | e Samaj Kalyan Gujarat 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ઈ સમાજ કલ્યાણ પોર્ટલ રજીસ્ટ્રેશન | e Samaj Kalyan Gujarat Registration | ઇ સમાજ કલ્યાણ | e Samaj Kalyan | ઇ સમાજ કલ્યાણ પોર્ટલ | e-Samaj Kalyan Portal | e Samaj Kalyan Gujarat Registration | સમાજ કલ્યાણ યોજનાઓ pdf |e Samaj kalyan Application Status | e samaj kalyan.gujarat gov in | e Samaj Kalyan Portal

મિત્રો, અમારી વેબસાઈટમાં આપનું સ્વાગત છે.  સમાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા સમાજના તમામ વર્ગોને કલ્યાણકારી યોજનાઓનો લાભ એક જ સ્થળેથી મળી રહે તે માટે ઓનલાઈન અરજી કરવા  સમાજ કલ્યાણ પોર્ટલ બનાવવામાં આવેલ છે. આ આર્ટિકલમાં  આપણે e Samaj Kalyan Gujarat Portal પર રજીસ્ટ્રેશનકેવી રીતે કરવું? તેની  સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવીશું.

e Samaj Kalyan Gujarat

જેના દ્વારા આપ પણ સરળતાથી ઘરે બેઠા આંગળીના ટેરવેે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી, સરકારી યોજનાઓનો લાભ લેવા ઓનલાઈન અરજી કરી શકશો. e Samaj Kalyan Gujarat Portal પર ક્યા ક્યા વિભાગો દ્વારા સંચાલિત યોજનાઓ માટે ઓનલાઈન કરી શકાય?,  આપણે કરેલ અરજીનું શું સ્ટેટ્સ છે? કરેલ અરજી કેવી રીતે પ્રિન્ટ કરી શકાય?  વગેરે જેવી બાબતો આપણે આ આર્ટિકલ દ્વારા જાણીશુ. તો ચાલો કંઈક નવું જાણીએ.

 

Contents hide

Bullet Point of e samaj Kalyan Gujarat 

આર્ટિકલનું નામ ઈ સમાજ કલ્યાણ પોર્ટલ રજીસ્ટ્રેશન
પોર્ટલનો હેતુ સમાજની વિવિધ કલ્યાણકારી યોજનાઓ ઓનલાઈન અરજી માટે.
સંબંધિત વિભાગ Social Justice and Empowerment Department સમાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ.
લાભાર્થી વર્ગ ગુજરાતમાં વસતા ST/SC  આર્થિક રીતે પછાત સમુદાય, દિવ્યાંગ વ્યક્તિઓ, અનાથ બાળકો, નિરાધાર વૃદ્ધો, ભિક્ષુકો, મહિલાઓ તથા વિદ્યાર્થી વર્ગ
ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ હેઠળના વિભાગો (1) નિયામક અનુસુચિત જાતી કલ્યાણ

(2) નિયામક વિકસતી જાતી કલ્યાણ

(3) નિયામક સમાજ સુરક્ષા.

Officel Website https://esamajkalyan.gujarat.gov.in/

ઈ સમાજ કલ્યાણ પોર્ટલ વિશે જાણો.

સરકાર દ્વારા તમામ નાગરિકોને યોજનાકીય લાભો એક જ જગ્યાએ મળી રહે તે માટેનું ઓનલાઈન અરજી કરવાનું પ્લે્ટફોર્મ એટલે ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ. જેમાં સમાજની વિવિધ જ્ઞાતિ જેવી કે S.E.B.C, S.T, S.C, આર્થિક રીતે પછાત વર્ગે, વિચરતી અને વિમુક્ત જાતિઓ તથા બિન અનામત જ્ઞાતીના નાગરિકોના લાભ માટેની યોજનાઓ માટે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરી શકે છે.

e Samaj Kalyan Gujarat Portal ના મુખ્ય ઉદ્દેશો.

  • સરકારી યોજનાઓનો લાભ માટે સરળતાથી ઓનલાઈન અરજી. યોજનાના મુખ્ય ઉદ્દેશો છે.
  • સમાજના બધા વર્ગો ગ્રામિણ અને શહેરી વિસ્તારમાં વસતા લોકોનો અર્થિક વિકાસ કરવાનો છે.
  • કલ્યાણકારી યોજનાઓ દ્વારા સમાજમાં આર્થિક ઉત્કર્ષ, શૈક્ષણિક વિકાસ, વંચિતોનો વિકાસ વગેરે જેવી કેટેગરીમાં વર્ગીકૃત કરવામાં આવેલ છે.
  • આર્થિક રીતે પછાત જાતિઓ, અનાથ બાળકો, નિરાધાર વ્યક્તિઓ ભિક્ષુકો અને વૃદ્ધો માટેની વિવિધ સરકારી યોજના સરળતાથી લોકો સુધી પહોચે.

લાભાર્થીની અરજી કરવા માટેની પાત્રતા.

સમાજના તમામ આર્થિક રીતે પછાત વર્ગો જેમાં ST/SC   સમુદાયના લોકો, દિવ્યાંગ વ્યક્તિઓ, નિરાધાર વૃદ્ધો, અનાથ બાળકો, મહિલાઓ , વિદ્યાર્થીઓ, રોજગાર વાંછુ યુવકો, વગેરે જેવા લોકો લાભાર્થી તરીકે ઓનલાઈન અરજી e Samaj Kalyan Gujarat Portal  Registration  કરી શકે છે.  ઓનલાઈન રજીસ્ટ્રેશન બાદ અરજદાર પોતાની કેટેગરીને લાગુ પડતી તમામ યોજનાઓ માટે ઓનલાઈન અરજી કરી શકે છે.

e Samaj Kalyan Gujarat Applicaion Document List

મિત્રો, ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવા માટે દરેક કેટેગરીના અરજદારને યોજનાને  લાગુ પડતા ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની હોય છે. જુદી – જુદી યોજનાઓ લાભ લેવા જુદા-જુદા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય છે. છતાં નીચે દર્શાવેલ ડોક્યુમેન્ટ આધારે આપ અરજી કરી શકો છો.

  • અરજદારનું અધાર કાર્ડ
  • જાતિનું પ્રમાણપત્ર
  • દિવ્યાગતાનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
  • રહેઠાણનો પુરાવો (લાઈનબીલ, રેશનકાર્ડ, ચૂંટણી કાર્ડ , જમીનનો દરસ્તાવેજ પૈકી કોઈપણ એક)
  • આવકનું પ્રમાણપત્ર
  • શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો
  • તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટો

નોધ- લાભાર્થીની જરૂરિયાત મુજબની યોજનાઓનો લાભ લેવા માટે અલગ-અલગ ડોક્યુમેન્ટની જરૂર હોઈ શકે છે.

સમાજ કલ્યાણ યોજનાઓ pdf ની માહિતી નીચેની લીંક દ્વારા મળી શકશે.

નિયામકશ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ

અહી ક્લિક કરો

નિયામકશ્રી વિકાસતી જાતિ કલ્યાણ

અહી ક્લિક કરો

નિયામકશ્રી સમાજ સુરક્ષા

અહી ક્લિક કરો

ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ

અહી ક્લિક કરો

ગુજરાત રાજ્ય દિવ્યાંગ નાણા અને વિકાસ નિગમ

અહી ક્લિક કરો

ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ

અહી ક્લિક કરો

Important Update મિત્રો તાજેતરમાં e Samaj Kalyan Gujarat પર ગુજરાત રાજ્ય દિવ્યાંગ નાણા અને વિકાસ નિગમ અને ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની યોજનાઓની સેવાઓ ઓનલાઈન કરવામાં આવેલ છે.

ઈ સમાજ કલ્યાણ પોર્ટલ રજીસ્ટ્રેશન | e Samaj Kalyan Gujarat Registration

મિત્રો, ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર આપ પ્રથમ વખત જો અરજી કરતાં હોવ તો આપેે રજીસ્ટ્રેશન કરવું આવશ્યક છે. રજીસ્ટ્રેેેશન  કર્યા બાદ આપ ઓનલાઈન અરજી કરી શકશો. નીચે દર્શાવેલ સ્ટેપને અનુસરીને આપ જાતે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકો છો.

Step-1 e samaj kalyan gujarat gov in Website URL

  • અરજદારે સૌ પ્રથમ ગુગલ પર e samajkalyan gujarat gov in સર્ચ કરવાનું રહેશેે.
  • જેનાથી  e-Samaj Kalyan portal  ની વેબસાઈટ ખુલશે.
  • જેમાં ઉપર દર્શાવેલ જુદા-જુદા વિભાગો ના નામ દેખાશે.
  • આપને જે વિભાગને યોજનાને લાગુ પડતું હોય તે વિભાગ પર ક્લિક કરવાથી યોજનાઓનું લીસ્ટ ખુલશે.

Step-2 e Samaj Kalyan Portal 2024 Yojana List

  • અરજદારે જે વિભાગની યોજનાઓનો લાભ લેવાનો હોય તે વિભાગની  પર ક્લિક કરવાથી  સંબંધિત વિભાગની બધી જ યોજનાઓનું લીસ્ટ ખુલશે.
  • જેમાંથી લાગુ પડતી યોજના પર ક્લિક કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
e samaj kalyan Gujarat Yojana list
Source of Image Government Website https://esamajkalyan.gujarat.gov.in/

Step-3 e Samaj Kalyan Gujarat Registration

  • યોજનાનો લાભ લેવા અરજદારે પહેલા નોંધણી (રજીસ્ટ્રેશન ) ના કરાવી હોય તો સૌ પ્રથમ નોંધણી કરાવવી પડશે.
  • જેમાં પોતે જાતે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું પડશે. નીચે ઈમેજમાં દર્શાવેલ ‘‘જાતે નોધણી કરો’’ પર ક્લિક કરવાથી રજીસ્ટ્રેશન બોક્સ ખુલી જશે.
e samaj kalyan Gujarat Porta ragistration
Source of Image Government Website https://esamajkalyan.gujarat.gov.in/

Step-4 Personal Information

રજીસ્ટ્રેશન બોક્સમાં અરજદારે સૌ પ્રથમ નીચે મુજબની પ્રોસેસ કરવાની રહેશે.

  1. આધારકાર્ડ મુજબ અંગ્રેજીમાં નામ લખવાનું રહેશે.
  2. જેન્ડર (MALE , FEMALE) સિલેક્ટ કરવું
  3. જન્મ તારીખ નાંખવાની રહેશે.
  4. આધાર કાર્ડ નંબર નાંખવાનો રહેશે.
  5. ઈ-મેલ આઈ નાંખવાનું રહેશે (મરજીયાત)
  6. જાતિ સિલેક્ટ કરવાની રહેશે. (મેનું દર્શાવેલ લાગુ પડતી જાતિ સિલેક્ટ કરવી)
  7. ત્યાર બાદ આપે પોર્ટલમાં રજીસ્ટ્રર કરવા માટે પાસવર્ડ નાંખવાનો રહેશે. જે આપનો રજીસ્ટ્રેશન વખતનો પાસવર્ડ બનશે.
  8. ત્યાર બાદ બાજુમાં લાલ અક્ષરમાં દર્શવોલ CAPTCHA CODE નાંખવાનો રહેશે.
  9. એક વખત બધી વિગતો બરોબર ચકાસીને Register પર ક્લિક કરવાનું રહેશે.

Step-5 User Id and Password

આમ અરજદાર દ્વારા Register પર ક્લિક કરવાથી આપને નવા બોક્સમાં User ID મળી જશે. જે તમારે ઓનલાઈન લોગીન માટેનુ User ID બનશે. આમ અરજદારને e Samaj Kalyan portal પર ઓનલાઈન અરજી કરવા માટે User ID અને Password મોબાઈલ દ્વારા મોકલવામાં આવશે. જેનાથી ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર ઓનલાઈન લોગીન કરી શકાશે.

વધુ જાણો:- 

પ્રધાનમંત્રી વિશ્વકર્મા ફ્રી સિલાઈ મશીન યોજના 2024

પંડિત દીનદયાળ આવાસ યોજનાનું ફોર્મ, ડોક્યુમેન્ટ, અરજી પ્રોસેસ

e Samaj Kalyan Online Application

મિત્રો, અહી દર્શાવેલ નીચે મુજબના સ્ટેપથી આપને લાગુ પડતી કોઈપણ યોજના માટે ઘરે બેઠા ઈ સમાજ કલ્યાણ યોજના માટે  ઓનલાઈન અરજી કરી શકો છો અને સમાજ કલ્યાણની યોજનાઓનો લાભ લઈ શકશો.

Step-1 e Samaj Kalyan Portal Login

  • અરજદારે અરજી કરવા માટે નીચેની ઈમેજમાં દર્શાવ્યા મુજબ  સૌ પ્રથમ User ID અને Password નાંખવાનો રહેશે.
  • ત્યાર બાદ Captcha Code નાંખવાનો રહેશે.
e Samaj Kalyan Gujarat login
Source of Image Government Website https://esamajkalyan.gujarat.gov.in/

Step-2 Personal Information

પ્રથમ વખત લોગીન કરશો એટલે ઈમેજમાં દર્શાવ્યા મુજબ યુઝર પ્રોફાઈલ ખુલી જશે. જેમાં જાતિ, જન્મ તારીખ, ઈ-મેલ આઈ.ડી, વગેરે જેવી માહિતી પહેલેથી ભરેલી બતાવશે. બાકીની માહિતી તમારે નીચે મુજબની ભરવાની રહેશે.

  1. અરજદારનું પુરુ નામ (પહેલેથી અંગ્રેજીમાં લખેલ હશે.)
  2. અરજદારનું પુરું નામ ગુજરાતીમાં લખવુ (આધાર કાર્ડ પ્રમાણે)
  3. અરજદારનો આધાર નંબર લખવાનો રહેશે
  4. અરજદારના પતિ/પિતાનું નામ લખવાનું રહેશે.
  5. જન્મ તારીખ (પહેલેથી નાંખેલી જ બતાવશે.)
  6. મોબાઈલ નંબર (પહેલેથી નાંખેલો બતાવશે)
  7. અરજદારની જાતિ (પહેલેથી નાંખેલો બતાવશે)
  8. અરજદારની પેટા જાતિ નાંખવાની રહેશે.
  9. લીંગ (પહેલેથી નાંખેલું બતાવશે) ( MALE, FEMALE)
  10. અરજદાર વિકલાંગ છે? (‘‘હા’’ પસંદ કરો નહીતર ‘‘ના’’ પસંદર કરવાનું રહેશે)
  11. જો ઈ-મેલ આઈ.ડી હોય તો નાંખવાનું રહેશે
  12. ફોન નંબર હોય તો નાંખવાનો રહેશે.
  13. અરજદારનો ફોટો અપલોડ કરવાનો રહેશે.
  14. વિકલાંગતાનો પ્રકાર પસંદ કરવાનો રહેશે. (લાગુ પડતું હોય તો)
  15. વિકલાંગતાની ટકાવારી લખવી. (લાગુ પડતું હોય તો)
  16. અરજદારના હાલના સરનામાની વિગતો ભરવાની રહેશે.
  17. અરજદારના કાયમી સરનામાની વિગતો ભરવાની રહેશે

ઉપરની બધી જ વિગતો અરજદારે ચકાસીને UPDATE પર ક્લીક કરવાનું રહેશે.

e Samaj Kalyan Gujarat ragistration Online
Source of Image Government Website https://esamajkalyan.gujarat.gov.in/

Step-3 Information

  • ત્યાર બાદ ઈમેજમાં દર્શાવ્યા મુજબનું  આગળ નવું પેજ ખુલશે.
  • તેમાં યોજનાને લગતી માહિતી ભરવાની રહેશે.
  • બધી માહિતી ચકાસીને Save and Next બટન પર ક્લિક કરવાનું રહેશે.

Step-4 Upload Documents

  • પછીના સ્ટેપમાં નવું પેજ ખુલશે.
  • તેમાં લાગુ પડતા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે તથા ડોક્યુમેન્ટ નંબર પણ નાંખવાનો રહેશે.
  • જે ડોક્યુમેન્ટ આગળ લાલ કલરની ‘‘*’’ કરેલ છે તે બધા ડોક્યુમેન્ટ ફરજિયાત અપલોડ કરવાના રહેશે.
  • ત્યાર બાદ ‘‘Save and Next’’ પર ક્લિક કરો.

Step-5 Save Application

  • ત્યાર બાદ આગળ  યોજનાના  નિમયો અને શરતો માટેનું પેજ  ખુલશે.
  • શરતો વાંચીને બોક્સ પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યાર બાદ ‘‘Save Application’’ પર ક્લિક કરવું.

Step-6 e Samaj Kalyan Gujarat Application Number

  • ત્યાર બાદ ઈમેજમાં દર્શાવ્યા મુજબના બોક્સમાં તમારો અરજી નંબર લખેલો બતાવશે.
  • તેમાં ‘‘ અરજી પ્રિન્ટ કરો’’ પર ક્લિક કરવાથી આપ આપની અરજીની નકલ પ્રિન્ટ કરી શકો.
e Samaj Kalyan Gujarat Application Print
Source of Image Government Website https://esamajkalyan.gujarat.gov.in/

Step-7 Application Print

  • ઓનલાઈન અરજીની પ્રોસેસ પુુુરી થયા બાદ અરજદારને Application Number આપવામાં આવે છે.
  • જેના દ્વારા  આપ અરજીની પ્રિન્ટ લઈ શકો છો તથા કરેલ અરજીની રસીદની પ્રિન્ટ પણ લઈ શકો છો.
e Samaj Kalyan Gujarat Portal App Print
Source of Image Government Website https://esamajkalyan.gujarat.gov.in/

મિત્રો, આમ તમે જાણ્યુ કે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવું અને અરજી કરવી કેટલી સરળ છે.

e Samaj Kalyan Portal Application Status

e Samaj Kalyan Gujart Portal પર એક વખત અરજી કર્યા બાદ આપની અરજીનું Status છે તે આપ નીચે દર્શાવેલ લીંક પર ક્લિક કરીને અરજી નંબર અને જન્મ તારીખ નાંખીને અરજીની સ્થિતિ જોઈ શકો છો.

જાણવા જેવું:- 

પીએમ સૂર્યઘર યોજના સોલર પેનલ નંખાવવા મળશે ₹ 2 લાખ સુધીની લોન

શ્રમયોગીને મળશે ₹3000/- નું પેન્શન વિગતો જાણો.

Important Links of e samaj kalyan Gujarat portal

e Samaj Kalyan Portal પર રજીસ્ટ્રેશન કરવા

 Click Here

e Samaj Kalyan Portal પર અરજી કરવા

Click Here

e Samaj Kalyan Application Status ચેક કરવા

Click Here

New NGO Registration

Click Here

અમારા  Whatsapp Grup માં જોડાવા Click Here
Home Click Here

Conclusion

મિત્રો, અરજદારને સરકારી કચેરી સુધી જવું ના પડે અને પોતે જાતે જ ઓનલાઈન અરજી કરી શકે તે હેતુંથી બધી જ યોજનાઓની અરજી એક જ પ્લેેટફોર્મ પરથી કરવા માટે  e Samaj Kalyan Portal બનાવવામાં આવેલ છે. આ આર્ટિકલમાં આપને e Samaj Kalyan Gujarat પોર્ટલ  પર રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તથા ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સ્ટેપ બાય સ્ટેપ ઈમેજ સાથે અહી સરળ રીતે માહિતી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.  આપનો આ બાબતે કોઈ પ્રશ્ન હોય આપ નીચે દર્શાવેલ વિગતો ભરી અમારો સંપર્ક કરી શકો છો.

FAQ વારંવાર પુછાતા પ્રશ્નો. 

પ્રશ્ન (1) શું ઈ સમાજ કલ્યાણ પોર્ટલ અરજી કરતા પહેલા રજિસ્ટ્રેશન કરવું જરૂરી છે?

જવાબ- હા, ઈ સમાજ કલ્યાણ  પોર્ટલ પર અરજી કરતા પહેલા રજિસ્ટ્રેશનની પ્રોસેસ કરવી જરૂરી છે.

પ્રશ્નઃ (2) e Samaj Kalyan Portal પર કોણ અરજી કરી શકે છે?

જવાબ- e Samaj Kalyan Gujarat પર સમાજના નબળા વર્ગોના અરજદારો, વિદ્યાર્થીઓ, નિરાધાર વૃદ્ધો તથા સ્વરોજગાર ઈચ્છુક મહિલાઓ પણ અરજી કરી શકે છે.

પ્રશ્નઃ (3) ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર e Samaj Kalyan Gujarat Application Status કેવી રીતે જાણી શકાય?

જવાબ- સો પ્રથમ e Samaj Kalyan Gujarat Portal ની ઓફિસિયલ સાઈટ ખોલ્યા બાદ ‘‘ તમારી એપ્લિકેશનની સ્થિતિ ’’ પર ક્લિક કરી, અરજી નંબર તથા જન્મ તારીખ નાંખવાથી અરજીનું સ્ટેટ્સ જાણી શકાય છે.

પ્રશ્નઃ (4) e Samaj Kalyan Portal કયા વિભાગ હેઠળ કાર્યરત  છે.

જવાબ- ઈ સમાજ કલ્યાણ પોર્ટલ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, હેઠળ કાર્યરત છે.