[Loan] Vajpayee Bankable Yojana 2024 | વાજપાઈ બેંકેબલ યોજના 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Vajpayee Bankable Yojana 2024 : મિત્રો, યુવાનોને સ્વરોજગાર મેળવવા માટે સરકાર દ્વારા જુદા-જુદા પ્લેટફોર્મથી દરેક કેટગરીના નાગરિકો નાણાકીય સહાય આપવા  માટે હાલ ઘણી બઘી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે.  જેનાથી આર્થિક રીતે નબળી પરિસ્થિતિ ધરાવતા પરીવારો લોન રૂપેે સહાય મેળવીને રોજગારી મેળવે છે.   તેમાંની તેવી એક યોજના સ્વરોજગાર લક્ષી Shree  Vajpayee Bankable Yojana  વિશે આપણે આ આર્ટિકલમાં માહિતી મેળવવાના છીએ. જેમાં ₹  8,00,000/- ની બેંક લોનની સાથે-સાથે ₹ 1,25,000/-ની સબસીડી પણ આપવામાં આવે છે. આ યોજનામાં ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? કઈ કેટેટરીને કયા વ્યાવસાય માટે કેટલી લોન મળશે અને કેટલી સબસીડી સહાય મળશે? ઓનલાઈન અરજીની પ્રક્રિયા. વગેરે જેવા મુદ્દાઓ પણ વિગતે જાણીશુ.Vajpayee Bankable Yojana

Contents hide

Bullet Points of Vajpayee Bankable Yojana 2024

યોજનાનું નામ Shree  Vajpayee Bankable Yojana | શ્રી વાજપાઈ બેંકેબલ યોજના
સંબંધિત સરકારી વિભાગ કમિશનરશ્રી, કુટિર અને ગ્રામોદ્યોગ, ગુજરાત સરકાર
યોજનાનો ઉદ્દેશ રાજ્યના યુવાનોને સ્વરોજગાર થકી આર્થિક સદ્ધર કરવાનો મુખ્ય ઉદ્દેશ.
લાભાર્થી જુથ જનરલ કેટેગરી, અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ, મહિલાઓ તથા બક્ષીપંચ કેટેગરીના નાગરિકો.
અરજદારની ઉંમર 18 થી 65 વર્ષ
બેંક લોન ₹  8,00,000/- ની બેંક લોન પર મહત્તમ 40% સબસીડી
સબસીડીની રકમ જુદા-જુદા ક્ષેત્રે વ્યવસાય માટે ₹ 60,000/- થી ₹ 1,25,000/- ની સહાય.
Official Website cottage.gujarat.gov.in
ઓનલાઈન અરજી કરવા માટે blp.gujarat.gov.in
Helpline Number 9909926280 , 9909926180

શ્રી વાજપાઈ બેંકેબલ યોજના શું છે?

બેરોજગાર યુવાનોને સ્વરોજગાર મળી રહે તે માટે રાષ્ટ્રીયકૃત બેંક, કે ખાનગી બેંકો મારફતે નાણાકીય લોન, તથા સબસીડી આપી રોજગારી આપવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. હાલ e Samaj Kalyan Portal ની  માનવ ગરીમા યોજના તથા માનવ કલ્યાણ યોજના સાધન સહાય માટે, iKhedut Portal ની પશુપાલન યોજના ડેરી ફાર્મ બનાવવા માટે પશુ ખરીદવા અને  Sanman Portal થકી  શ્રમિકો અને કામદારો માટે સ્વરોજગારની વિવિધ યોજનઓ અમલીકૃત છે. Shree  Vajpayee Bankable Yojana હેઠળ કોઈ જ્ઞાતિના અરજદારને ઉદ્યોગ માટે, સેવાકીય પ્રવૃતિ માટે, તથા પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે ₹ 8,00,000/- ની બેંક લોન તથા ₹ 60,000/- થી ₹ 1,25,000/- સુધીની સબસિડી સહાય આપવામાં આવે છે.જેના મારફતે યુવક પોતાનો વ્યાસાય શરૂ કરીને પગભર બની શકે છે.

Vajpayee Bankable Yojana Gujarat Details | લાભાર્થીની પાત્રતા

શ્રી વાજપેેેયી બેંકેબલ રોજગાર લોન માટે લાભાર્થીની પાત્રતા નીચે મુજબની છે.

  • અરજદારની ઉંમર 18 થી 65 વર્ષ સુધીની હોવી જોઈએ.
  • કોઈપણ જ્ઞાતિના અરજદાર આ યોજના હેઠળ અરજી કરવા પાત્રતા ધરાવે છે.
  • અરજદાર ઓછામાં ઓછુ ધોરણ-4 પાસ હોવો જોઈએ અથવા અરજદારે પોતાના વ્યવસાયને સંબંધિત ખાનગી સંસ્થામાંથી ઓછામાં ઓછી 3 માસની તાલીમ લીધેલ હોવી જોઈએ. અથવા સરકાર માન્ય સંસ્થામાંથી એક વર્ષની તાલીમ લીધેલ હોવી જોઈએ. અથવા પોતાના વ્યવસાયને લગતો 1 વર્ષની અનુભવ અથવા વારસાગત કારીગર હોવો જોઈએ
  • કોઈપણ દિવ્યાંગ વ્યક્તિને પણ આ યોજના હેઠળ સહાય મળશે.
  • સહાયનો લાભ લેવા કોઈપણ આવક મર્યાદા લાગુ પડશે નહી.

શ્રી વાજપાઈ બેંકેબલ યોજના માટે ડોક્યુમેન્ટ | Vajpayee Bankable Yojana Document List

કમિશનરશ્રી, કુટિર અને ગ્રામોદ્યોગ તથા નાણા વિભાગ દ્વારા વાજપાઇ બેંકેબલ યોજના હેઠળ લોન મેળવવા માટે નીચેે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહે છે.

  • અરજીપત્રક (બે નકલમાં)
  • ઓળખનો પુરાવો (ચુંટણી કાર્ડ /આધાર કાર્ડ)
  • જાતિ પ્રમાણપત્ર ( અનામત વર્ગ માટે)
  • શૈક્ષણિક લાયકાતનું પ્રમાણપત્ર ( છેલ્લે પાસ કરેલ પરીક્ષાની માર્કશીટ)
  • તાલીમ / અનુભવનું પ્રમાણપત્ર (વારસાગત કારીગરોને લાગુ પડશે નહી)
  • દિવ્યાંગ અરજદાર માટે (40% કે તેથી વધુ દિવ્યાંગતાનું સિવિલ સર્જનનું પ્રમાણપત્ર)
  • ઉંમરના અધાર પુરાવા (જન્મ નોંધણી દાખલો / શાળા છોડ્યાનું પ્રમાણપત્ર C)
  • બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ.
  • બે ફોટોગ્રાફ્સ.

વધુ જાણોઃ-

પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ ₹ 3,00,000/- સુધીની  લોન

પોતાનો ધંધો રોજગાર શરુ કરવા માટે ₹ 10.00/- લાખની લોન 

વાજપાઈ બેંકેબલ યોજનામાં મળવાપાત્ર મહત્તમ લોનની મર્યાદા.

Shree  Vajpayee Bankable Yojana  Loan Amount નીચે મુજબ છે.

ઉદ્યોગ ઘંધા માટે

મહત્તમ ₹ 8,00,000/- ની લોન

સેવાક્ષેત્રે વ્યવસાય માટે

મહત્તમ ₹ 8,00,000/- ની લોન

વ્યાપાર ક્ષેત્રે.

મહત્તમ ₹ 8,00,000/- ની લોન

ધિરાણની રકમ ઉપર સહાયના દર

  • કમિશનરશ્રી, કુટિર અને ગ્રામોદ્યોગ, ગુજરાત સરકાર દ્વારા વાજપેયી બેંકેબલ યોજના હેઠળ લોન ની રકમ ઉપર  ઉદ્યોગ, સેવા અને વ્યાપાર ક્ષેત્રે સહાય / સબસીડીના દર નીચે નક્કી થયેલ છે.
વિસ્તાર

જનરલ કેટેગરી માટે

અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ/ મહિલા/ માજી સૈનિક અને દિવ્યાંગ વ્યક્તિ માટે.
ગ્રામ્ય વિસ્તાર

25%

40%

શહેરી વિસ્તાર

20%

30%

Shree Vajpayee Bankable Yojana Subsidy | શ્રી વાજપાઈ બેંકેબલ યોજના લોન સબસીડી.

Commissioner of Cottage And Rural Industries  દ્વારા ગ્રામ્ય અને શહેરી વિસ્તારને ધ્યાનમાં રાખીને અરજદારને ઉદ્યોગ શરૂ કરવા, સેવા વિષયક ધંધો કે પોતાનો વ્યવસાય શરૂ કરવા કેટેગરી વાઈઝ અલગ-અલગ સહાયનું ધોરણ નક્કી કરવામાં આવેલ છે.

સહાયની મહત્તમ મર્યાદા.

ક્રમ ક્ષેત્ર સહાયની રકમની મર્યાદા (₹)
1 પોતાનો ઉદ્યોગ શરૂ કરવા ₹ 1,25,000/-
2 સેવા વિષયક ધંધો ₹ 1,00,000/-
3 પોતાનો વ્યવસાય શરૂ જનરલ કેટેગરી શહેરી વિસ્તાર ₹ 60,000/-
ગ્રામ્ય વિસ્તાર ₹ 75,000/-
અનામત કેટેગરી શહેરી અને ગ્રામ્ય ₹ 80,000/-

Note:- દિવ્યાંગ લાભાર્થી (અપંગ કે અંધ )ને કોઈપણ ક્ષેત્ર માટે મહત્તમ સહાયની રકમ. ₹ 1,25,000/- ની રહેશે.

ક્યાં વ્યવસાય માટે લોન આપવામાં આવશે?

કમિશનરશ્રી, કુટિર અને ગ્રામોદ્યોગ દ્વારા જે વ્યાસાય માટે લોન આપવામાં આવનાર છે તે માટે Project Profile Index બનાવેલ છે. જે નીચે મુજબ છે જેમાં લગભગ તમામ વ્યાસાયને આવરી લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

વિભાગ

પ્રોફાઇલનું નામ

સંખ્‍યા

વિભાગ – 1

એન્જિનરીંગ ઉદ્યોગ.

53

વિભાગ – 2

કેમીકલ અને સોંદર્ય પ્રસાધન.

42

વિભાગ – 3

ટેક્ષટાઈલ ઉદ્યોગ.

32

વિભાગ – 4

પેપર પ્રિન્ટીંગ અને સ્ટેશનરી .

12

વિભાગ – 5

ખેતપેદાશ આધારિત ઉદ્યોગ.

10

વિભાગ – 6

પ્લાસ્ટિક ઉદ્યોગ.

22

વિભાગ – 7

ખાધ્ય પ્રદાર્થે ઉદ્યોગ.

18

વિભાગ – 8

હસ્તકલા ઉદ્યોગ.

18

વિભાગ – 9

જંગલ પેદાશ અધારિત ઉદ્યોગ.

17

વિભાગ – 10

ખનીજ પેદાશ આધારિત ઉદ્યોગ.

09

વિભાગ – 11

ડેરી ઉદ્યોગ.

05

વિભાગ – 12

ગ્લાસ અને સિરામીક ઉદ્યોગ.

06

વિભાગ – 13

ઈલેક્ટિક્સ કે ઈલેકટ્રોનિક્સ ઉદ્યોગ.

18

વિભાગ – 14

ચામડા ઉદ્યોગ.

06

વિભાગ – 15

અન્ય પ્રકારના ઉદ્યોગ.

23

વિભાગ – 16

સેવા વિષયક ઉદ્યોગ.

51

વિભાગ – 17

વેપાર પ્રકારના ધંધા.

53

કુલ

395

Note:-  જે-તે વિભાગમાં બીજી અન્ય પ્રોફાઈલ પર ઉમેરવામાં આવી છે. તે વ્યાસાય માટે પણ લોન આપવામાં આવશે.

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી | Vajpayee Bankable Yojana Online Apply

મિત્રો, શ્રી વાજપાઈ બેંકેબલ યોજના હેઠળ લોન સબસીડી માટે ઓનલાઈન અરજી કરવા કમિશનરશ્રી, કુટિર અને ગ્રામોદ્યોગ, ગુજરાત સરકાર દ્વારા e-Kutir Portal  બનાવવાનું આવ્યુ છે. ત્યાંથી સીધી જ અરજી કરી શકો છો. અથવા અરજદાર  ઓફીશીયલ વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરી શકે છે. આ આર્ટિકલમાં ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની  Step By Step  માહિતી આપવામાં આવી છે. જેના દ્વારા અરજદાર જાતે પણ ઓનલાઈન અરજી કરી શકે છે.

Step-1  Vajpayee Bankable Yojana Online Registration

  • જે માટે અરજદારે સો પ્રથમ ગુગલ પર blp.gujarat.gov.in ટાઈપ કરવાનું રહેશે.
  • જેની નીચે ઈમેજ દર્શાવ્યા મુજબ હોપ પેજ ઓપન થશે. તેમાં “BANKABLE LAON REGISTRATION” પર ક્લિક કરવાનું રહેશે.
  • જેમાં અરજીદાર પ્રથમ વખત અરજી કરતા હોય તો “REGISTER” બટન પર ક્લિક કરવાનું રહેશે.
Vajpayee Bankable Yojana home Page
Image Credit Government Website (https://blp.gujarat.gov.in/)

Step-2 Registration

  • ત્યાર બાદ નીચે ઈમેજમાં દર્શાવ્યા મુજબનું પેજ ખુલશે.
  • જેમાં અરજદારનો મોબાઈલ નંબર નાંખવાનો રહેશે. અને Captcha Code નાંખી  “Sent OTP” બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યાર બાદ મોબાઈલ પર આવેલ OTP નાંખવાનો રહેશે.
Vajpayee Bankable Yojana login
Image Credit Government Website (https://blp.gujarat.gov.in/ )

Step-3 Login Process

  • ત્યાર બાદ આપને નીચે ઈમેજ મુજબનું પેજ ઓપન થશે.
  • જેમાં અરજદારનું નામ, પાસવર્ડ અને Captcha Code  નાંખીને REGISTER પર ક્લિક કરવાનું રહેશે.
  • જેથી આપને “Registration Successful”  થયેલ બતાવશે.
Vajpayee Bankable Yojana Registration
Image Credit Government Website (https://blp.gujarat.gov.in/)

Step-4 Vajpayee Bankable Yojana Login

  • ત્યાર બાદ નીચે ઈમેજમાં દર્શાવ્યા મુજબનું “Citizen Login” નું નવુ પેજ ખુલશે.
  • જેમાં અરજદારનો મોબાઈલ નંબર, પાસવર્ડ અને Captcha Code  નાંખીને Login કરવાનું રહેશે.
Vajpayee Bankable Yojana Login 1
Image Credit Government Website (https://blp.gujarat.gov.in/)

Step-5 Select Scheme

પછી અરજદારે ઈમેજમાં દર્શાવ્યા મુજબ  “Shee Vajpayee Bankable Yojana” પસંદ કરવાનું રહેશે અને “Submit” પર ક્લિક કરવાનું રહેશે.

Vajpayee Bankable Yojana Application
Image Credit Government Website (https://blp.gujarat.gov.in/)

Step-5 Application Details

  • ત્યાર બાદ નવા પેજમાં  “Application Form” ખુલશે.
  • જેમાં અરજદારે નામ, કેટેગરી, અને સરનામા વગેરે જેવી વિગતો કાળજીપુર્વક ભરીને આગળ “Next”  બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યાર બાદ યોજનાને લગતી વિગતો જેવી કે પ્રોજેક્ટને લગતી, વ્યવસાયની, નાણાકીય જરૂરીયાત અને અનુભવને લગતી ભરવાની રહેશે.  વિગતો સંપુર્ણ ભરીને ચકાસીને આગળ Next  બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • આગળના પેજમાં અરજદારના ડોક્યેમેન્ટ અપલોડ કરવાના રહેશે. માંગ્યા મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કરીને “Submit Application” બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • Application સફળતાપુર્વક સબમીટ થયા બાદ  સિસ્ટમ દ્વારા  “Application Number” જનરેટ થશે. જે સાચવી રાખવનો રહેશે.
  • ત્યાર બાદ અરજદારે “Print Application” પર ક્લિક કરીને અરજીની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે. આમ Online Application ની પ્રકિયા પુરી થાય છે.

જાણવા જેવુુુ:-

વહાલી દીકરી યોજના ₹ 1,10,000/- ની સહાય.

વિધવા સહાય યોજના આજીવન ચાલુ રાખવા શું કરવું.

અરજીનું સ્ટેટ્સ ચકાસણી | Vajpayee  Bankable Yojana Status Check

  • અરજદારે ઓનલાઈન અરજીની પ્રોસેસ પુરી કર્યા બાદ પોતાની અરજીનું સ્ટેટ્સની ચકાસણી કરી શકે છે. તે માટે
  • blp gujarat go in વેબસાઈટના હોમપેજ પર દર્શાવેલ Application Status બટન પર ક્લિક કરવું.
  • ત્યાર બાદ નીચે ઈમેજમાં દર્શાવ્યા મુજબનું પેજ ઓપન થશે. જેમાં અરજદારે અરજીનંબર, જન્મ તારીખ અને Captcha Code નાંખીને View પર ક્લિક કરતાં અરજીનું સ્ટેટ્સ જાણી શકાશે.
Vajpayee Bankable Yojana Status
Image Credit Government Website (https://blp.gujarat.gov.in/)

ઓનલાઈન ડાયરેક્ટ અરજીનું સ્ટેટ્સ ચકાસવા અહીં ક્લિક કરો.

Vajpayee Bankable Yojana Gujarat Form Pdf Download

મિત્રો, આપ નીચે આપેલ લીંકની મદદથી Vajpayee Bankable Yojana Form Pdf Download માં ડાઉનલોડ કરી શકો છો. જે ભરીને તથા લાગુ પડતા ડોક્યેમેન્ટ સાથે જોડીને આપના જિલ્લાના ‘‘જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર’’ ખાતે જમાં કરાવી શકશો.

Helpline Numbers

અરજદારને ઓનલાઈન ફોર્મ ભરવામાં કોઈ તકલીફ હોય તો આ યોજના માટે હેલ્પ ડેસ્ક નંબર  9909926280, 9909926180 જાહેર કરવામાં આવેલ છે. જેના દ્વારા તમે જરૂરી માર્ગદર્શન મેળવી શકો છો. જરૂર જણાય તો આપના જિલ્લાના જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો સંપર્ક કરી શકો છો. દરેક જિલ્લાના ઉદ્યોગ કેન્દ્રોના સરનામા તથા સંપર્ક નંબર નીચેની લીંકમાં આપેલ છે.

Important Links of Vajpayee Bankable Yojana 2024

Official Website

અહીં ક્લિક કરો.

ઓનલાઈન અરજી કરવા માટે.

અહીં ક્લિક કરો.

અરજીનું સ્ટેટ્સ જાણવા માટે.

અહીં ક્લિક કરો.

જિલ્લાના ઉદ્યોગ કેન્દ્રોના સરનામા તથા સંપર્ક નંબર

અહીં ક્લિક કરો.

સબસીડી માંગણી માટેનું ફોર્મ ડાઉનલોડ કરવા

અહીં ક્લિક કરો.

અરજી ફોર્મ Pdf માં ડાઉનલોડ કરવા

અહીં ક્લિક કરો.

Home Page

અહીં ક્લિક કરો.

Conclusion

મિત્રો, આ આર્ટિકલમાં આપને Shree Vajpayee Bankable Yojana હેઠળ વ્યાપાર,ધંધા તથા ઉદ્યોગ માટે મહત્તમ ₹ 8,00,000/- લોન સહાય, ક્યા કયાં વ્યાવસાય માટે લોન આપવામાં આવે છે તે વિગતે જણાવેલ છે. સાથે સાથે આ યોજના હેઠળ મહત્તમ કેટેગરી વાઈઝ કેટલા ટકા સબસીડી મળવાપાત્ર થાય છે તથા સબસીડીની રકમ માટેની વિગતે જણાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. છતાં આ યોજનામાં ઓનલાઈન ફોર્મ ભરવા અંગે કોઈ સમસ્યા હોય તો અમારો સંપર્ક કરવા વિનંતી. અમે આપની સમસ્યાના સમાધાન માટે માર્ગદર્શન આપીશું.

FAQ

(1) ગ્રામ્ય વિસ્તારમાં અરજી કેવી રીતે કરી શકાય?

ગ્રામ પંચાયતના ઈ-ગ્રામ સેવા કેન્દ્ર ખાતેના V.C.E દ્વારા Vajpayee Bankable Yojana ઓનલાઈન ફોર્મ ભરી શકાય છે.

(2) Shree  Vajpayee Bankable Yojana  હેઠળ  જિલ્લા કક્ષાએ કઈ કચેરીનો સપર્ક કરવો?

શ્રી વાજપાઈ બેંકેબલ યોજના માટે જિલ્લા કક્ષાએ ‘‘જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર’’ નો સંપર્ક કરવાનો રહેશે.

(3) શ્રી વાજપાઈ બેંકેબલ યોજના હેઠળ ઓનલાઈન અરજી કઈ વેબસાઈટ પર કરવી?

આ યોજના હેઠળ ઓનલાઈન અરજી blp.gujarat.gov.in   પર કરવાની રહેશે.

(4) શું એક અરજદાર એક કરતાં વધુ પ્રોજેક્ટ માટે અરજી કરી શકે છે?

ના, અરજદારે એક જ વાર આ યોજનાનો લાભ લેવાનો રહે છે.

1 thought on “[Loan] Vajpayee Bankable Yojana 2024 | વાજપાઈ બેંકેબલ યોજના 2024”

Leave a comment